બુધવાર, 1 માર્ચ, 2023

મુરુગનનાં રૂપાંતરણો - દેવદત્ત પટ્ટનાઈક

 

મહાદેવના બે પુત્રો પૈકી કાર્તિકેયનું દક્ષિણમાં પ્રચલિત સ્વરૂપ મુરુગન છે. અથવા તેના બદલે, એમ પણ કહી શકાય કે શિવના પુત્ર કાર્તિકેય, એ મુરુગનનું ઉત્તર ભારતીય સ્વરૂપ છે. તમિલ સંગમ સાહિત્યમાં, ૧,૫૦૦ વર્ષ પહેલાંની તવારીખ, અને તેની પણ અગાઉની મૌખિક પરંપરાના ઉલ્લેખો અનુસાર, મુરુગન પર્વતો સાથે સંકળાયેલા છે. આ એ સમયગાળો હતો જ્યારે ભારતના દક્ષિણ ભાગમાં વૈદિક વિચારો વધુને વધુ પ્રચલિત થયા હતા. આમ, ઉજ્જડ રણને દેવી કાલી સાથે, વરુણ સાથે સમુદ્ર કિનારો, વિષ્ણુ સાથેના જંગલો અને ઈન્દ્ર સાથેના ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. મુરુગન પર્વતોની ટોચ પર ઉભા હતા, અને પુત્ર તરીકે શિવ સાથે સંકળાયેલા હતા, જે શિવનાં વ્યાપક સ્વીકૃત આધિપત્યવાળા દેવત્વને સૂચવે છે, જોકે સ્થાનિક દંતકથાઓમાં, શિવ પોતે મુરુગન પાસેથી પ્રણવ ('ઓમ' ધ્વનિ)નું રહસ્ય શીખે છે આમ, મુરુગન પોયાના પિતાના શિક્ષક પણ બને છે. મોટાભાગના ઉત્તર ભારતીયો આ વાર્તાથી અજાણ છે, પરંતુ તે તમિલનાડુમાં ખૂબ જ લોકપ્રિય છે જે તમિળનાડુના લોકપ્રિય યાત્રાળુ માર્ગ તરીકે જાણીતાં મુરુગનના છ મંદિરો પૈકી એક અરૂપતિ વિતુનાં વિષય વસ્તુ તરીકે ખુબ જાણીતું છે. જો કે આ મંદિરો કદાચ વધારે પણ જૂના હોઈ શકે છે, પરંતુ આપણે જે મંદિરો અત્યારે જોઈએ છીએ તે છેલ્લા ૧,૦૦૦ વર્ષોમાં વિવિધ રાજાઓ દ્વારા વિવિધ તબક્કામાં બાંધવામાં આવ્યાં હતાં.

આ છ મંદિરો મુરુગનના જીવનની વિવિધ ઘટનાઓ પણ દર્શાવે છે. સ્વામીમાલાઈ ખાતે, તે એવા પુત્ર છે કે જેમણે પોતાના પિતા અને, તેઓ માત્ર અર્થ સમજ્યા વિના માત્ર જ શબ્દો જાણવા છતાં વેદ જાણવાનો ડોળ કરનાર, સર્જક બ્રહ્માને પણ ‘ઓમ’નું રહસ્ય જાહેર કર્યું હતું. પાલની, સૌથી વધુ લોકપ્રિય મંદિરોમાંના એકમાં, જ્યાં મુરુગન યુવાન વિદ્યાર્થી છે, જે હાથમાં ડંડ ધારેણ કરેલ, દંડપાણિ, છે જેણે કૈલાસ પર્વત પરનું પોતાના પિતાનું નિવાસસ્થાન છોડી દીધું હતું, કારણ કે તેના પિતાએ ગણેશપર વધારે કૃપા કરી હતી. તુતીકોરીન નજીક, પર્વતની ટોચ પર નહીં પણ સમુદ્ર કિનારે સ્થિત એકમાત્ર મંદિર, તિરુચંદુર ખાતે, તે એવા યોદ્ધા છે જેણે ભયંકર સુરપદ્મનને હરાવ્યો. સુરપધ્નમે પસ્તાવો કર્યો, અને તેથી તે તેના મોર-વાહન અને કૂકડાનાં ધ્વજ ચિહ્નમાં રૂપાંતરિત થયો. તિરુપરમકુનરામ ખાતે, તેમણે સુરપદમનના પરાજયથી ખુશ થયેલ ઈન્દ્રની પુત્રી દેવયાની સાથે લગ્ન કર્યાં. તિરુથની ખાતે, એક ઉત્કટ પ્રેમકથા અનુસાર, તેમણે આદિવાસી રાજકુમારી વલ્લી સાથે લગ્ન કર્યાં. જોકે કેટલીક વાર્તાઓમાં, તેમણે દેવયાની સાથે અહીં લગ્ન કર્યા. પઝમુદિરચોલાઈ ખાતે, તે ગૃહસ્થ છે. અહીં તે તેમની બંને પત્નીઓ, દૈવી દેવયાની અને પાર્થિવ વલ્લી સાથે વસતા બતાવવામાં આવેલ છે.

મુરુગનમાં આપણે શિવ સમાજ્ની મોહમાયાથી પર એવા ઋષિ અને જીવનથી બધકતી દેવી દુર્ગાનું સંયોજન જોઈ શકીએ છીએ. મુરુગનનો અભ્યાસ આપણને યાદ અપાવે છે કે હિંદુ ધર્મ કેટલો વૈવિધ્યસભર છે. અને જ્યારે આપણે વૈદિક ગ્રંથોમાં બધું શોધીએ છીએ, ત્યારે હિંદુ ધર્મની ઘણી ઉપનદીઓમાંના એક વિચાર તરીકે વૈદિક વિચારધારાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ પણ રહે છે. બીજા શબોમં કહીએ તો, વેદાંત હિંદુ વિચારોને સમજાવવા માટે સૌથી શક્તિશાળી બૌદ્ધિક માળખું પ્રદાન કરે છે. કુટુંબને નકારવા અને સંન્યાસી બનવાથી લઈને ગૃહસ્થ બનવા સુધીની સફર સુધીની એક સુસંગત છાપ આપણે હિંદુ ધર્મમાં જોઈ શકીએ છીએ. આ વિચારધારા એક સમયે દક્ષિણ ભારતમાં પ્રભુત્વ ધરાવતી બૌદ્ધ અને જૈન ધર્મ જેવી મઠની પરંપરાઓનો સ્પષ્ટપણે અસ્વીકાર હતો.

મુરુગનના મંદિરો અસુરો અને રાક્ષસો સાથે સંકળાયેલા છે. આ મંદિરોમાં મુરુગન શિવને પ્રાર્થના કરીને ભયાનક અસુર -તારક- એવા સુરપદ્મનના નાના ભાઈના આત્મા માટે શાંતિ શોધે છે. એવી પણ વાર્તાઓ છે કે કેવી રીતે પલાની પર્વતોને રાક્ષસ હિડિમ્બ વડે પોતાના ખભા પર લટકાવેલા કચરા સાથે બાંધીને હિમાલયમાંથી ખરેખર નીચે લાવવામાં આવ્યા હતા. આ પર્વતો મુરુગનની માતા તરફથી ભેટ હતી, કેમકે માને લાગ્યું કે પોતાના પિતા સાથેના મતભેદને પગલે મુરુગનના દક્ષિણ તરફ ગયા પછી તેને પાછળ ઘરે રહી ગયેલ પર્વતોની ખોટ સાલશે. મુરુગનને ઘણીવાર, તેમના મંદિરોમાં, આદિવાસી, એક યોદ્ધા-રાજા, એક વૈદિક પૂજારી અને સાધુ તરીકે પણ જોઈ શકાય છે, જે આપણને આ પ્રદેશમાં પ્રભુત્વ ધરાવતા વિવિધ સમુદાયોની યાદ અપાવે છે. આમ મુરુગનનાં વિવિધ સ્વરૂપો બધાંનાં પ્રતિનિધત્વને સાચવી લે છે.

  • મિડ-ડેમાં નવેંબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Transformation of Muruganનો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો