બુધવાર, 29 માર્ચ, 2023

અસહિષ્ણુતા : ચલચિત્રના પરદાથી વરવી વાસ્તવિકતા સુધી - દેવદત્ત પટ્ટનાઈક

 ૧૯૧૫ માં, "હોલીવુડના આરંભક" ડીડબ્લ્યુ ગ્રિફિથે[1] 'બર્થ ઓફ અ નેશન'[2] નામની મૂંગી ફિલ્મ બનાવી જે અમેરિકન ગૃહ યુદ્ધ દરમિયાન વિરોધી વિચારધારા ધરાવતા બે પરિવારો વચ્ચેના સંબંધનું તલસ્પર્શી નિરીક્ષણ હતી. ગોરા અમેરિકનો પુરતી એ ફિલ્મ એક વ્યાવસાયિક સફળતા હતી. 

અશ્વેત લોકોને અબુદ્ધ અને લૈંગિક રીતે ક્રૂર તરીકે દર્શાવવાથી આફ્રિકન અમેરિકનો હબક ખાઈ ગયા હતા. કાળા રંગનાં,"બ્લેકફેસ" તરીકે કુખ્યાતઘણાં પાત્રો શ્વેત કલાકારો દ્વારા ભજવવામાં આવેલ હતાં.
આ ફિલ્મે કુ ક્લક્સ કબીલાની રચનાને કંઈક પરાક્રમી તરીકે પણ દર્શાવી હતી. સ્વાભાવિક રીતે, ફિલ્મમાં ખુબ કાપકૂપ કરવાના સેન્સર કરવાના અને તેને પ્રતિબંધિત કરવાના પ્રયાસો થયા.

આથી, ગ્રિફિથ એટલા ગુસ્સે ભરાયા હતો કે તેણે ૧૯૧૬માં બીજી ફિલ્મ,Intolerance[3] (અસહિષ્ણુતા) બનાવી. આ ફિલ્મ વિશાળ સેટ, અમુક સમયનાં વસ્ત્રપરિધાન અને હજારો એક્સ્ટ્રાઝ સાથેનો એક મોટો ઉપક્રમ હતી. એ સમયે તો એ તદ્દન નિષ્ફળ રહી.


ત્યારથી, જોકે, ફિલ્મ અસહિષ્ણુતાને વિશ્વની એકમાત્ર "ફિલ્મ ફ્યુગ" તરીકે વિવેચકો દ્વારા વખાણવામાં આવી છે. ફ્યુગ એ એક સંગીતની એવી સંગીત રચના છે  જેમાં એક જણ એક માધુર્યમય વિષય દાખલ કરે છે અને બીજાઓ તે ઉપાડી લે છે  તેમજ  જેમાં પરાકાષ્ઠા સુધી પહોંચે તેવી સિમ્ફની બનાવવા માટે વિવિધ સંગીતનાં સાધનો દ્વારા એક જ સાંગીતિક સ્વરલિપિ જુદા જુદા સમયે વગાડવામાં આવે છે. મહાન સંગીતકાર, બાખ, ફ્યુગનો નિપુણ હતો.

ફિલ્મ ચાર વાર્તાઓ વચ્ચે આંતરછેદ કરે છે, જે તમામ પશ્ચિમી ઇતિહાસના જુદા જુદા સમયગાળામાં અસહિષ્ણુતાની વાર્તાઓ વર્ણવે છે.

વાર્તા ૧બેબીલોન શહેરમાં બેલ-મર્દુક અને ઇશ્તારના ઉપાસકો વચ્ચેની અસહિષ્ણુતા સાથે સંબંધિત છે જેના પરિણામે ૨,૫૦૦ વર્ષ પહેલાં પર્શિયાના સાયરસના હાથે શહેરનું પતન થયું હતું.
વાર્તા ૨ ,૦૦૦ વર્ષ પહેલાં જુડિયામાં ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ તરફ દોરી જતી અસહિષ્ણુતા સાથે સંબંધ ધરાવે છે.
વાર્તા ૩ ૪૦૦ વર્ષ પહેલાં ફ્રાંસમાં કેથોલિક રોયલ્સ દ્વારા પ્રોટેસ્ટન્ટ હ્યુગ્યુનોટ્સના સેન્ટ બર્થોલોમ્યુ દિન હત્યાકાંડ તરફ દોરી જતી અસહિષ્ણુતા સાથે સંબંધિત છે.
વાર્તા ૪ સમકાલીન અમેરિકામાં નૈતિક શુદ્ધતાવાદ, મૂડીવાદી શોષણ અને ગુના તરફ દોરી જતી અસહિષ્ણુતા સાથે સંબંધિત છે.

અસહિષ્ણુતાનો ઉપદ્રવ વિશ્વમાં આજે પણ બરકરાર છે. આપણે હોમોફોબિયા (સમલૈંગિકો પ્રત્યે રોગિષ્ઠ, અતાર્કિક, તિરસ્કાર) ના કેમેરાની દૃષ્ટિથી અસહિષ્ણુતાને જોઈએ:

૧. અરબી દેશોને માટે બિન-ઇસ્લામિક આસ્થા માટે જગ્યા નથી બનાવતા. મધ્ય પૂર્વના ઘણા દેશોમાં કોઈ મંદિર કે ચર્ચ બનાવી શકાતું નથી. સમલૈંગિકોને જો શોધી કાઢવામાં આવે, તો તેમના પર માર્યા જવાનું જોખમ તોળાય છે.

૨. આફ્રિકા અબ્રાહમના નામ પર એકબીજાને મારી નાખતા ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે ફંટાઈ ગયું છે, પરંતુ બંને એ વાત સંમત છે કે સમલૈંગિકો પ્રત્યે રોગિષ્ઠ, અતાર્કિક, તિરસ્કાર સારી બાબત છે.

૩. યુરોપ પોતાને બિનસાંપ્રદાયિક અને નાસ્તિક તરીકે જોવા માંગે છે પણ પ્રબળ ધાર્મિક માન્યતાઓ ધરાવતા શરણાર્થીઓની વધતી જતી ભરતી સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે સમજાતું નથી. શરણાર્થીઓ પોતાના વતનમાં  પાછા જવા અને જુલમમાંથી આઝાદી માંગે છે, અને સાથે સાથે સમલૈંગિકો પર જુલમ કરવાના અધિકારની પણ માંગ કરે છે.

૪. અમેરિકામાં એક પ્રબળ ખ્રિસ્તી પરંપરા છે જે હવે ખાનગી નથી રહી. અન્ય ધર્મો પ્રત્યે અસહિષ્ણુતા ત્યાં વધતી જ રહી છે, કારણ કે વધુને વધુ યુવાન અમેરિકનોને મધ્ય પૂર્વમાં યુદ્ધ માટે મોકલવામાં આવે છે. ત્યાંની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતાને અપરાધ જાહેર કર્યાના લાંબા સમય બાદ, સમલૈંગિકોના લગ્ન કરવાના અધિકારને સમર્થન આપ્યું હતું, જેને પરિણામે રૂઢિચુસ્ત જૂથ ખુશ નથી.

૫. અમેરિકા ઇઝરાયેલને સમર્થન આપે છે જે "પિંક વોશિંગ (સમલિંગિકોને દેશના મુખ્ય પ્રવાહમાં ભેળવી દેવાની ઉદારતા)" નો ઉપયોગ કરવા માટે કુખ્યાત છે - સમલૈંગિકો પ્રત્યેના તેના ઉદાર વલણનો ઉપયોગ તે સમલૈંગિકો માટે તિરસ્કાર ધરાવતા રૂઢિચુસ્ત ઇસ્લામવાદીઓ વિરુદ્ધ પ્રચારમાં કરે છે.

૬. ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકો સામે અસહિષ્ણુતાને ન્યાયી ઠેરવવા માટે પ્રક્રિયાનો ઉપયોગ કર્યો, તેમને "અતિસુક્ષ્મ લઘુમતી" તરીકે ગણી કાઢ્યાં હતાં. આ બધું હાલની ભાજપ સરકાર કેંદ્રમાં આવી તે પહેલાં બન્યું હતું. તમામ રાજકીય પક્ષો ચૂંટણીમાં લોકપ્રિય સમર્થન ગુમાવવાના ડરથી, તેમના ઢંઢેરામાં સત્તાવાર રીતે સમલૈંગિકોની નિંદા કરવામાં અચકાતા હતા.

તો હા, દુનિયામાં ચા રે તરફ અસહિષ્ણુતા છે. અસહિષ્ણુતા હંમેશા આસપાસ જ ઘુમરાતી રહી છે. સમલૈંગિકોનો પનારો તો દિનપ્રતિદિન વધતી જતી અસહિષ્ણુતાની સાથે ઘણા લાંબા સમયથી છે. આ અંગે આપણા વિચારો આપણાં રાજકીય વલણનું કૂખ ભાડે આપતું યંત્ર બની ગયેલ છે. વાસ્તવિક  તેમજ સમજાયેલી અસહિષ્ણુતાને દૂર કરવામાં કોઈને રસ નથી. દરેક વ્યક્તિને પોતાની બાહ્ય છબી ને જાળવી રાખવાની ચિંતા વધારે જણાય છે !

  • www.dailyo.in .માં ૨૫ નવેંબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Intolerance: the Movie  નો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા



[1] D.W. GRIFFITH: FATHER OF FILM - Episode 1 |Episode 2

[2] 


[3] 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો