બુધવાર, 11 ઑક્ટોબર, 2023

લક્ષ્મીજી માટે રસગુલ્લાં - દેવદત્ત પટ્ટનઈક

એક બિન-નિવાસી ઉડિયા (NRO) તરીકે, મને ઘણીવાર પૂછવામાં આવે છે કે જાણીતી મિઠાઇ,રસગુલ્લા,નું મૂળ ઉડિશા કે બંગાળી? જો હું કહું કે એ મીઠી વાનગીનાં મૂળ ઉડિયા છે, તો શું હું વધુ 'વૈજ્ઞાનિક’ ગાણાઈશ કે વધુ પડતો રાષ્ટ્રાભિમાની ગણાઈશ? ‘ જેમ જેમ હું મારી સામે તગ તગી રહેલી અપેક્ષાયુકત નજરોને જૌઉં છું કે અટકી ગયેલા શ્વાસોચ્છાસ્વાસની ગરમી અનુભવું છું, તેમ તેમ મને ખ્યાલ આવે છે કે હું જે પણ કહીશ તેનાથી મારા વિશે કંઈ ભળતો સળતો અભિપ્રાઅય જ બંધાશે. એટલે, હું ફક્ત મારું સત્ય જ રજૂ કરી શકવાનું પસંદ કરીશ..

તો, આપણે શું જાણીએ છીએ તેનો તાળ મેળવી લઈએ. અહીં જે કેટલાક તથ્યો જણાવ્યાં છે એ બધાંનો જોરદાર વિરોધ થતો રહ્યો છે. ફાડેલાં દૂધના માવ (છેન્ના) માંથી બનેલી મીઠાઈઓ બંગાળી મીઠાઈઓ તરીકે જાણીતી છે. જે તેમને બાકીના ભારતમાં ફાડ્યા સિવાયમાં જેમ કે દહીં, ઘી અથવા ઉકાળીને માવો બનાવી દીધેલ દૂધ ઉત્પાદનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી મીઠાઈઓથી અલગ પાડે છે. દૂધ હિન્દુઓ માટે પવિત્ર છે, અને તેથી દૂધને ફાડી નાખવાની કરવાની પ્રથા પવિત્ર માનવામાં આવતી નથી. અને ધાર્મિક વિધિઓમાં તેને સ્થાન નથી, અને મુખ્ય પ્રવાહની હિંદુ વિચારધારાનો ભાગ નથી. કૃષ્ણને દૂધ, માખણ, ઘી અને દહીં ખવડાવવામાં આવે છે, પણ ક્યારેય પનીર નહીં ખવડાવાય. જો ફાડેલ દૂધનો માવો પ્રાચીન ભારતમાં જાણીતો પણ હશે, તો પણ તે સ્પષ્ટપણે લોકપ્રિય ન હતો.

ઈતિહાસકારોએ પનીર (ઉર્દુમાં ચીઝ ) નો ઉપયોગનાં મૂળ ૧૦મી સદીથી ભારતમાં પ્રવેશેલા તુર્કી અને મધ્ય એશિયાના લડવૈયાઓ માટે અથવા કદાચ એક હજાર વર્ષ અગાઉ ઉત્તર પશ્ચિમ ભારતને નિયંત્રિત કરનારા ઈન્ડો-ગ્રીકની જીવનશૈલીમાં શોધી કાઢ્યો છે. મૂળરૂપે, પનીર ઊંટ, ઘેટાં, વાછરડા વગેરે જેવાં શાકાહારી પ્રાણીઓના પેટમાંથી બનેલી કોથળીઓમાં દૂધ વહન કરીને બનાવવામાં આવતું હતું. ૧૬મી સદીથી ભારત સાથે વેપાર કરનારા પોર્ટુગીઝોએ કદાચ 'છેન્ના' બનાવવા માટે લીંબુ અને અન્ય વનસ્પતિ ઉત્પાદનોનો ઉપયોગ શરૂ કર્યો હતો. રહસ્યમય બાબત એ છે કે પોર્ટુગીઝોનો ભારતના પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતનાં બંદરોથી સાથે વેપાર કરતા હોવા છતાં, માત્ર પૂર્વ ભારતમાં જ ફાડેલાં દૂધમાંથી મિઠાઈ બનાવવાનું ચલણ રહ્યું. અહીં, પૂર્વ એટલે માત્ર (પશ્ચિમ કે પૂર્વ) બંગાળ જ નહીં, પણ ઉડિશા પણ છે, જે તમામ લાંબા દરિયાકિનારો અને દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. 'બધી વસ્તુઓ ભારતમાંથી જ આવી છે' એમ માનનારા રાષ્ટ્રવાદીઓ સામાન્ય રીતે આ વિદેશી મૂળની પૂર્વધારણા સાથે અસંમત હોય છે.

જગન્નાથ પુરી મંદિરમાં રસગુલ્લા ધાર્મિક વિધિનો એક ભાગ છે. જ્યારે જગન્નાથ રથ ઉત્સવની સવારીમાંથી ઘરે પાછા ફરે છે ત્યારે તેમની પત્ની લક્ષ્મીને પાછળ મુકી જવા માટે જે ઓછું આવ્યું હોય તેમાંથી ખુશ કરવા માટે લક્ષ્મીજીને રસગુલ્લા અર્પણ કરે છે. દેવતા માટે ૫૬ ભોગની પ્રમાણભૂત સૂચિમાં રસગુલ્લાં સૂચિબદ્ધ પ્રમાણભૂત વાનગી નથી. એટલે , મંદિરના રીતરિવાજોમાં તેનો ઔપચારિક સમાવેશ તેને વિશેષ બનાવે છે. મંદિરમાં કોઈ પણ વસ્તુનો પરિચય અને સ્વીકૃતિ થતાં લાંબો સમય લાગે છે. એટલે રસ્ગુલ્લાનો પરિચય અને સ્વીકૃતિ લાંબા સમયથી છે એમ પણ એ બંને સૂચવે છે. એ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે આજે પણ, ઉડિયા મંદિરોમાં બટાટા ચઢાવવામાં આવતા નથી, કારણ કે બટેટા વિદેશી છે. આમ, ધાર્મિક વિધિનો ભાગ બનવા માટે, વિદેશી સ્મૃતિ ક્ષીણ થાય એટલા લાંબા સમયથી પરિચિતતા હોય તે પણ અપેક્ષિત છે. શું દાવો કરવામાં આવે છે તેમ ૧૩મી સદીમાં આ મુજબ થયું હશે? કદાચ ના. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ૩૦૦ વર્ષથી વધુ એટલા સમયની પરિચિતતા તેને અવશ્ય, કમ સે કમ ઉડીયા લોકો માટે, તેને ઉડિયા વાનગી બનાવે છે. એક બીજી પણ અજબ વાત છે : એક પ્રસાદ તરીકે તેનો સંબંધ 'બહાર' શેરીમાં જગન્નાથની યાત્રા સાથે છે અને 'અંદર' મંદિરના રસોડામાં તેને સ્થાન નથી. એમ માનવામાં આવે છે કે જગન્નાથની ‘મોટી મોટી ગોળ આંખો’થી પ્રેરાઈને, કદાચ નજીકના પહાલા ગામમાં આ વાનગીનો ઉદ્દભવ થયો હતો.

ભારતભરમાં આ વાનગી કોણે પ્રખ્યાત કરી? તેનું શ્રેય કોલકાતા સ્થિત કંદોઈ નવીન ચંદ્ર દાસને જાય છે જેમણે ૧૯મી સદીમાં આ વાનગી બનાવી હતી. શું તેણે તેની જાતે શોધ કરી હતી? શું તેમણે આ સમય દરમિયાન બંગાળી ઘરોમાં લોકપ્રિય રીતે કાર્યરત એવા ઉડિયા રસોઈયાઓની આ વાનગીની રીતમાં કંઈ ફેરફાર કર્યો હતો? આપણે એ તો કદાચ ક્યારેય જાણી નહીં શકીએ.

જેમ ભારતના નાના પડોશીઓ દેશો ભારત જેવાં મહાકાય રાષ્ટ્રના દબંગ સ્વભાવને પસંદ કરતા નથી, એ જ રીતે ભારતના પૂર્વીય ભાગને બંગાળ સાથે સમસ્યારૂપ સંબંધ છે, કારણ કે પુરીમાં ગીત ગોવિંદના રચયિતા જયદેવના જન્મસ્થળ સહિત તમામ બાબતોમાં બંગાળ એ દરેકની ઉપર છવાઈ જાય છે તેમને તેમને પોતાના પડછાયામાં ઢાંકી દે છે. આવો વધારે પડતો પ્રભાવ ચીડવનારો અને અને ઉશ્કેરણીજનક એમ બંને હોઈ શકે છે. પરંતુ લાંબા સમયથી અવગણવામાં આવતી હતાશાઓ ઇન્ટરનેટ દ્વારા પ્રચલિત લોકશાહીમાં, રસગુલ્લાની જેમ, વર્ચ્યુઅલ લડાઇમાં પોતાને સુરક્ષિત રીતે વ્યક્ત કરે છે. મારા માટે, જેમ કૃષ્ણને બે માતાઓ છે, દેવકી અને યશોદા, તેવી જ રીતે રસગુલ્લા (જો કે તમે તેનો ઉચ્ચાર રોસોગુલ્લા પણ કરી શકો માંગો છો)ના પણ બે ઉદ્ભવ સ્રોતો, ઉડીશા અને બગાળ છે. માત્ર, પોતાના પ્રદેશ પર પોતાનો જ પ્રભાવ રહે એવી આપણી પશુ વૃત્તિ આ વાતને મંજૂરી આપતી નથી.

  • મિડ - ડે માં ૨૪ જાન્યુઆરી૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Rasgullas for Lakshmiનો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૧ ઓક્ટોબર, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો