બુધવાર, 6 માર્ચ, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : # ૫ પસંદગીના વિકલ્પ જેમ વધુ મળે તેમ તેમ સંતોષ ઘટે, એટલે કે, 'પસંદગીઓનો વિરોધાભાસ'

સંશોધનો પરથી એવું તારણ નીકળે છે કે પસંદગીઓ માટે ઘણા વધારે વિકલ્પ મળ્યા હોય તો પછી જે વિકલ્પ પર પસંદગી ઉતારી હોય તેનાથી સંતોષ ઓછો જ થાય. સિદ્ધાંત એ છે કે પસંદગીના વધારે વિકલ્પોને કારણે કોઈ પણ વિકલ્પ પસંદ કરવાની તકનું ખર્ચ વધતું (greater opportunity costs) જાય છે; પરિણામે જે વિકલ્પ પર પસંદગી ઉતારીએ તે ઓછો સંતોષ આપે છે. [1] જે લોકો અસાધારણ કામો કરીને સફળતા મેળવે છે તેમની સફળતાને આપણે પુજીએ છીએ. પરંતુ એ સફળતા મેળવવાની તકને સિદ્ધ કરવા માટે એ વ્યક્તિએ જે કિંમત ચુકવી હોય છે તે આપણને ખબર નથી હોતી. એટલે કે કંઈ પણ મેળવવાની પાછળ એવી કિંમત છુપાયેલી રહેતી હોય છે (some sort of inherent sacrifice) જેનો ખ્યાલ તે સમયે આવે કે ન પણ આવે. [2] 

ઇ.સ. ૨૦૦૦માં કોલંબીઆ યુનિવર્સિટીનાં શીના આયંગરે પસંદગીના વિકલ્પ અને નિર્ણય પ્રક્રિયાના અભ્યાસ માટે 'મુરબ્બા પ્રયોગો' કર્યા. એ પ્રયોગો દરમ્યાન પ્રોફેસર આયંગર અને તેમના સાથીઓએ એક બહુ વ્યસ્ત સુપરમાર્કેટમાં ૨૪ પ્રકારના મુરબ્બા ગોઠવીને તેમાંથી જેટલા ચાખવા હોય તે વિના કિંમતે ચાખવાની યોજના મુકી. આટલા બધા વિકલ્પને કારણે ૬૦% લોકોએ ઊભા રહીને મુરબ્બા ચાખ્યા ખરા પણ ખરીદી માત્ર ૩% લોકોએ જ કરી. પછી માત્ર છ પ્રકારના મુરબ્બાઓ રાખ્યા. હવે જોવા ને ચાખવા ૪૦% લોકો જ રોકાયાં, પણ ૩૦% લોકોએ ખરીદી કરી.


ખરી સમસ્યા જ એ છે કે આજે પસંદગી કરવાની તકની સંખ્યા બહુ વધી ગઈ છે. પરિણામે, એટલા બધા વિકલ્પોમાંથી, કોઇ પણ જાતનો રંજ કે અફસોસ/regret[3] ન રહી જાય એ મુજબની પસંદગી કરવા માટે જે સમય અને શક્તિ ખર્ચવાં પડે છે તેનું ખર્ચ જ એટલું વધી જાય છે કે સરવાળે જે કંઈ પસંદ કરી તેની પાછળ જે ખર્ચ કરવું પડ્યું તેનો વસવસો થયા કરે.  


એટલે થાય “FOMO” - 'રહી ગયાનો ભય' / “Fear of Missing Out.” શું શું કરવાનું રહી ગયું એ યાદ કરવાના કરાઓના વરસાદથી સતત ઘેરાયેલાં પડ્યાં રહીએ છીએ. 

જે લોકો 'જીવનના ધ્યેય સવાલ' / “life purpose” question" નો જવાબો શોધવા ભટકતાં જ રહે છેતેમની હંમેશા એક જ ફરિયાદ હોય છે કે શું કરવું એ જ સમજાતું નથી. પરંતુ મુળ સમસ્યા એ નથી કે શું કરવું એ જ તેમને સમજાતું નથી. સમસ્યા એ છે કે જેની જરૂર નથી એને પડતું મુકવું છે એ ખબર છે પણ શું નથી જોઈતું, કે શું ન જોવું જોઈએ, તેની જ ખબર નથી હોતી / they don’t know what to give up.


સમજપૂર્વક પસંદગી કરવાની કળા અને વિજ્ઞાન / The Art and Science of Choosing Wiselyમાં શીના એસ. આયંગર નવું શોધતાં રહેવાની અને નિર્ણય - પ્રક્રિયાની પાછળની માનસીકતા વિષે શોધખોળની ચર્ચા કરે છે.તેમનાં કામ દ્વારા નિર્ણયો લેવામાં લેવામાં થતી સાવ સામાન્ય ભુલોની પાછળની ઝીણી સમજ મળવાની સાથે પસંદગી કરવામાંથી વધારે ફાયદા કેમ મળે  તેના માટે પ્રયોગશાળાઓમાં સિદ્ધ થયેલા ઉપાયો પણ જાણવા મળે છે. 


એક જ કાર્ટુન આ વિષય પર ઘણું બધું કહી જાય છે:



વધારાનું વાંચન :

  • The paradox of choice | Barry Schwartz | TED: માનસશાસ્ત્રી બેરી સ્ક્વાર્ત્ઝ પાશ્ચાત્ય સમાજની પસંદગીના વિકલ્પોની કેન્દ્રવર્તી માન્યતા પર નિશાન સાધે છે. તેમના અંદાજ મુજબ, વિપુલ પ્રમાણમાં પસંદગીઓએ આપણે વધારે મુક્ત નથી કર્યાં પણ વધારે અસહાય કરી મુક્યાં છે, વધારે ખુશ નહીં પણ વધારે અસંતુષ્ટ બનાવી દીધેલ છે.



  • જ વિષય પર બેરી શ્ક્વાર્ત્ઝ વધારે વિગતે @ Claremont McKenna College

  • Sheena Iyengar: Fate, chance, or choice: છેલ્લાં વીસ વર્ષથી શીના આયંગર પસંદગી વિષયનો ગહન અભ્યાસ કરી રહેલાં છે.  INK2011માં તેઓ બતાવે છે કે આપણી જાતને, આપણાં જીવનને અને આપણાં ભવિષ્યને ઘડવા માટે પસંદગી એ શી રીતે એક શક્તિશાળી સાધન છે.
  • Sheena Iyengar: How to make choosing easier : આપણને દરેકને પોતપોતાને અનુકૂળ આવે તેવી ચીજવસ્તુઓ અને અનુભવો જોઈતા હોય છે - પણ પસંદગીના ૭૦૦થી વધારે વિકલ્પો સામે આવે ત્યારે આપણે થીજી જઈએ છીએ. નવાં, અદ્ભૂત સંશોધન વડે શીના આયંગર સમજાવે છે કે વ્યાપારઉદ્યોગો (અને બીજાંઓ પણ) કેમ પસંદગી અંગેના અનુભવને વધારે સારો બનાવી શકે છે.



[1] What is the Paradox of Choice? 


[3] We're surrounded by choices in life, but psychologists have found that having those choices doesn't necessarily make us happy.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો