બુધવાર, 26 જૂન, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - આ નિવેદન ખોટું છે

 

અત્યાર સુધી આપણે તાર્કિક વિરોધાભાસના સરળ, પણ બહુ પ્રચલિતઉદાહરણો જોયાં. આ ઉદાહરણો વડે તાર્કિક વિરોધાભાસની જે સમજણ આપણને મળી તેને કારણે હવે આપણે જેને 'ક્લાસિક' તાર્કિક વિરોધાભાસ તરીકે ઓળખીએ છીએ એવા કેટલાક વિરોધાભાસની વાત માંડીશું. આ બધાં ઉદાહરણો એવાં છે જેમણે સત્ય, જ્ઞાન અને સ્વ-સંદર્ભ જેવા ખ્યાલો સાથે કામ કરતી વખતે આપણી સમજણની મર્યાદાઓ અને તર્ક અને ફિલસૂફીની જટિલતાઓને પ્રકાશમાં લાવીને  તર્ક અને ફિલસૂફી અભ્યાસના મહત્વના ભાગની રચના કરી છે.  
તાર્કિક વિરોધાભાસ એ એવું નિવેદન છે જે તાર્કિક લાગે છે પરંતુ આખરે એક વણઉકેલાયેલી સમસ્યા જ બની રહે છે.

A: નિવેદન ખોટું છે.

તમામ તાર્કિક વિરોધાભાસોમાં આ વિધાન સૌથી પ્રખ્યાત છે, કારણ કે તે ખૂબ સરળ છે. આ પાંચ સરળ શબ્દો સ્વ-વિરોધાભાસી છે: જો નિવેદન સાચું છે, તો તે અસત્ય છે, જેનો અર્થ થાય કે તે સાચું નથી. પરંતુ જો તે સાચું નથી, તો તે અસત્ય છે, જે તેને સાચું બનાવે છે.

મમ્મી જૂઠી છે કે પછી તે પપ્પાના બધા જૂઠાણાં પકડવામાં નિષ્ણાત છે એ બે વિકલ્પ વચ્ચે પસંદગી કરવાની છે. સિક્કો ઉછાળીને નક્કી કરીશું?



આ વિરોધાભાસનું સૌથી લોકપ્રિય સંસ્કરણ જૂઠાનો વિરોધાભાસ (Liar’s Paradox) તરીકે ઓળખાય છે. આ એવા એક જૂઠાબોલાનું નિવેદન છે કે "હું જૂઠું બોલું છું"  જો જૂઠો ખરેખર જૂઠું બોલે છે, તો પછી જૂઠ સત્ય બની જાય જેનો અર્થ એ છે કે તે જૂઠું જ બોલે છે.



એપિમેનાઈડ્સ પેરાડોક્સ (..પૂર્વે ૬૦૦)ને જૂઠાબોલાના વિરોધાભાસના ઉદાહરણ તરીકે સૂચવવામાં આવે છે, પરંતુ તાર્કિક રીતે તે સમકક્ષ નથી. અર્ધ-પૌરાણિક દ્રષ્ટા એપિમેનાઇડ્સ, જે પોતે પણ એક ક્રેટન છે, તેમણે એમ કહ્યું હોવાનું કહેવાય છે કે  "બધા ક્રેટન્સ જૂઠા છે."] જો કે, એપિમેનાઇડ્સનું નિવેદન કે બધા ક્રેટન જૂઠા છે તે ખોટાં કથન તરીકે ઉકેલી શકાય છે, જો કે તે ઓછામાં ઓછા એક અન્ય ક્રેટન (પોતે) વિશે જાણે છે. જૂઠું નથી બોલતો - કારણકે જો તે પોતે જૂઠું બોલતા હોય તો તેમનું મૂવિધાન તો સાચું છે! વૈકલ્પિક રીતે જોઈએ તો તેમના નિવેદન મુજબ  બધા ક્રેટન જૂઠું બોલે છે, એવું નથી કે તેઓ ફક્ત જૂઠું બોલે છે- કોઈક કોઈક વાર તો જૂઠું કદાચ કોઈ પણ બોલતું હોયને !.

જૂઠ્ઠાણાના વિરોધાભાસનું વધુ એક સંસ્કરણ, . .ચોથી સદીમાં રહેતા, ગ્રીક ફિલસૂફ મિલેટસના યુબ્યુલાઇડ્સને નામે પણ છે., જેઓ  હતા. યુબ્યુલાઇડ્સ  પૂછ્યું હોવાનું કહેવાય છે કે, "એક માણસ કહે છે કે તે જૂઠું બોલે છે. શું તે જે કહે છે તે સાચું છે કે ખોટું?"

. . પાંચમી સદીમાં થઈ ગયેલા ભારતીય વ્યાકરણશાસ્ત્રી-ફિલોસોફર ભર્તૃહરિ  એક જૂઠ્ઠાણા વિરોધાભાસના કથનથી  સારી રીતે વાકેફ હતા. તેમણે કથન "હું જે કહું છું તે બધું ખોટું છે" ("સર્વમ મિથ્યા બ્રવીમિ") રીતે  ઘડ્યું હતું. તેમણે તાર્કિક સંબંધો અને ભાષાઓના સમુઉદ્દેશોના સંદર્ભમાં વિધાનનું વિશ્લેષણ "સરખામણી થઈ શકે - જેનો ચોક્કસ અર્થ નીકળે એવું નામ (नामहीन) કે એવી નિશાની જે કંઈ માહિતી નથી આપતી-  - અવાચ્ય -  (असंकेतनीय ) "ના વિરોધાભાસ સાથે કર્યું હતું. " અને રીતે રોજિંદા જીવનમાં અસમસ્યા વગરના નિવેદનો અને વિરોધાભાસી નિવેદનો વચ્ચેની સીમાની શોધ કરે છે. પૂર્ણાંકોના સંદર્ભમાં ભાષાકીય'અવાચ્ય Berry paradox બની જાય છે.

જૂઠાબોલાના વિરોધાભાસ વિષે બહુ વિવેચન વાંચવા મળી શકે છે એટલે આપણે થોડાં 'વધારાનાં વાંચન'ની યાદીથી લેખ પુરો કરીશું.

Liar Paradox

The Liar Paradox - an explanation of the paradox from 400 BCE

Graham Priest: The Liar Paradox


The Liar Paradox


How to Solve the Liar Paradox


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો