શુક્રવાર, 1 નવેમ્બર, 2024

તમારી ઉત્પાદકતા વધારવી છે?

 

ઉત્પલ વૈશ્નવ

નવાઈની વાત એ છે કે લગભગ ૭૪% લોકોને આ બાબતે શું કરવું એ ખબર નથી.

અહીં,બહુ સરળ, અને છતાં અસરકારક ૧૪ નુસખા રજૂ કર્યા છે.

. દરેક અઠવાડીયાં માટે SMART લક્ષ્યો નક્કી કરો

૨. મોટાં કામોને નાનાં નાનાં કામોમાં વહેંચી નાખો. 

૩.  બિનજરૂરી કામો કે મિટિંગો માટે ના પાડો. 

૪.  ખુબ મહત્ત્વનાં કામો પર ધ્યાન આપી શકાયતે માટે બીજાં કામોને અન્ય લોકોને સોંપો. 

૫.  મિંટિંગોના સમય સચવાય એટલા માટે ટાઈમર સાથે લઈને બેસો.

૬. એકાગ્રતા વધારવા મનને કામમાં પરોવો. 

૭. ઉત્પાદકતા ઍપ્પ્સ કે સાધનોની મદદથી તમારાં કામોનું સુસંચાલન કરો.

૮. ઈ-મેલ અને સામાજિક માધ્યમો પર સંદેશાની આપલેનો સમય મર્યાદિત કરો.

૯. સમય સંચાલન માટે પ્રોમોડોરો® તકનીક વાપરો.

૧૦. ધ્યાન કેન્દ્રિત થાય એવું સંગીત સાંભળો.

૧૧. કાર્યસ્થળ પર ખલેલ પહોંચાડે એવી અસ્તવ્યસતા સાફ કરી નાખો.

૧૨. સળંગ કામ કરવાને બદલે વચ્ચે વચે થોડું ચાલીને કે કસરત કરી  લઈને ઉર્જા પુનઃસંચિત કરતાં રહો. 

૧૩. દર અઠવાડીયે ઉત્પાદકતાની સ્થિતિની સમીક્ષા કરતાં રહો અને તે મુજબ SMART લક્ષ્યોને વધારે અસરાકરક  બનાવવા સુધારાવધારા કરતાં રહો.

૧૪. યાદ રહે કે સભાન કોશિશો વિના કોઈ નુસખા મદદરૂપ ન બની શકે. 

અને છેલ્લે .... નુસ્ખાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જે મહત્ત્વનું છે તેને સૌ પહેલાં પુરૂં કરતાં રહો. 



ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, You want to boost your productivity to make $$$,નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૧ નવેમ્બર, ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો