બુધવાર, 6 નવેમ્બર, 2024

દેવદત્ત પટ્ટનાઈક દ્વારા વ્યાપાર અંગેના પુરાણશાસ્ત્રવિદ્યામાંથી પદાર્થપાઠ

 

નેતૃત્વ એટલે એક એવાં પારિસ્થિતિકી તંત્રની રચના જેમાં લોકો પોતાને સુરક્ષિત અનુભવે અને નિંદાના ડર વિના ઓછાં પસંદ પડે એવાં પણ  મંતવ્યો વ્યક્ત કરવા માટે પૂરતાં સામર્થ્યવાન બને.


મૅનેજેમૅન્ટમાં સત્તાની ભૂમિકાની આસપાસની કોઈ પણ વાત આપણે ચોરપગલે કરવાનું વલણ ધરાવીએ છીએ  આધિપત્ય જાળળવવાની આપણી પશુ સહજ વાસનાને કારણે ઘણીવાર શ્રેષ્ઠ સંસ્થાઓનો નાશ કરે એ બાબતનો  જાહેરમાં સ્વીકારવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. પરંતુ સત્તા એ એક એવું મહત્વપૂર્ણ પરિબળ છે જે કોઈપણ વિચારના અમલ પર અસર કરે છે.

આ પંક્તિઓ લેખક-પૌરાણિક કથાશાસ્ત્રી દેવદત્ત પટ્ટનાયકના નવા પુસ્તક, ‘ધ લીડરશીપ સૂત્ર - એન ઇન્ડિયન એપ્રોચ ટુ પાવરમાંથી લીધેલ છે, આ પુસ્તક આપણી સમક્ષ ભારતીય પૌરાણિક કથાઓ અને કોર્પોરેટ જીવન સાથેની તેની સમાનતાઓ વિશે લઈ જાય છે જ્યારેમેડ ઇન ઇન્ડિયાસૂત્રો (વિભાવનાઓ) સંબંધિત મહત્વ અને નિયમોના મહત્વ માટેમી માનવીની શોધખોળ રજૂ કરે છે. પ્રસ્તુત પુસ્તક તેમના અગાઉના પુસ્તક, 'બિઝનેસ સૂત્ર'ના તાણાવાણાને જોડે છે.

પૂજા સિંગ દ્વારા www.livemint.com પર દેવદત્ત પટ્ટનાઈકના ઈન્ટરવ્યુનો સંકલિત અંશ


નિયમો પ્રત્યે રામના અત્યાગહે તેમને અમાનવીય બનાવી દીધા; તેની સીતાના જીવન પર ઊંડી અસર થઈ. શું કાર્યસ્થળે નિયમોનું પાલન કરવામાં કોઈ મર્યાદા હોવી જોઈએ?

તેનો આધાર આપણે કઈ કિંમત ચૂકવવા તૈયાર છીએ તેના પર છે. રામ હંમેશા નિયમનું પાલન કરતા, એ નિયમપાલન તેમને વિશ્વાસપાત્ર બનાવે છે. તમે જાણો છો કે તેની પાસેથી શું અપેક્ષા રાખવી. તે પણ સારો ગુણ છે. તેનો અર્થ એ પણ છે કે તેમની આસપાસ અનેક એવી સીતાઓ હશે જે પીડાશે. દરેક લાભની કિંમત હોય છે - "સારી ક્રિયાઓ"ની માત્ર "પ્રતિક્રિયાઓ સારી" હોય એ વિચારને આજે ઘણા નેતાઓ યોગ્ય રીતે સમજી નથી શકતા.

પાંડવ ભીમ અને રાવણ તેમના પોતાના નિયમો અનુસાર જીવતા હતા, જે આજના એકવીસમી સદીની પેઢી પણ કરે છે.

ફાયદોઃ તમે તમારા નિયમ મુજબ જીવો છો અને તમારા કેળવેલા અનુયાયીઓનાં સમૂહનું નેતૃત્વ કરી શકો છો. ગેરલાભઃ કોઈ તમને ભરોસાપાત્ર કે વિશ્વસનીય તરીકે જોતું નથી. ઘણા કૌટુંબિક માલિકીની કોર્પોરેશનોની જેમ બીજાંને કામ સોંપવાનો પ્રયાસ કરવામાં સમસ્યાઓ નડશે કૌટુંબિક માલિકીની કંપનીઓમાં સ્થાપક તેમની સત્તાઓ, તેમના પોતાનાં સંતાનો સાથે પણ વહેંચવા તિયાર નથી થતા.

કર્મચારીઓ, મેનેજરો, તેમ જ ચીફ એક્ઝિક્યુટિવ્સમાં પણ પોતાની ક્ષમતાની બીજાંઓ દ્વારા સ્વીકૃતિને  હંમેશા મોટા પ્રેરક પરિબળ તરીકે જોવામાં આવે છે. શું તેના કોઈ ગેરફાયદા છે?

મને લાગે છે કે આપણે પોતાની ક્ષમતાની બીજાંઓ દ્વારા સ્વીકૃતિનો અર્થ શું છે તે સમજવાની જરૂર છે. તેનો અર્થ એ છે કે અદ્રશ્ય કર્મચારી "દૃશ્યમાન" બને છે. લોકો માટે એ ઘણું મહત્વનું છે. સત્તા-શક્તિ (જેને દુર્ગા કહેવાય છે) માટે પડાપ્ડી હોય છે . જો કે, તે એક વ્યસન બની શકે છે અને પછી કોઈને જ્યારે ખ્યાલ આવે કે લોકો એક વ્યક્તિ તરીકે તમને નહીં પણ તમારી સિદ્ધિ ને જ જુએ છે ત્યારે તે ડિપ્રેશનમાં પરિણમી શકે છે. તમે તમારા પરિણામો જેટલા જ સારાં છો - વ્યાપાર જગતની આજે  આ દુઃખદ વાસ્તવિકતા છે.

પ્રસ્તુત પુસ્તકમાં એક તર્ક એ છે કે માર્કેટિંગ અને વ્યાપાર એ બધું 'માયા' (ભ્રમણા) વિશે છે. ઇન્ટરવ્યુ અને બજારોમાં, અનુક્રમે ઉમેદવારો અને ઉત્પાદનોને ત્રાજવાં પર તોળવામાં આવે છે. શું સારું છે અને સરેરાશ શું છે તે વચ્ચે તફાવત કરવા માટે આ સિવાય કોઈ અન્ય અભિગમ ન હોઈ શકે?

માયા એ માપણી અને સરખામણીમાંથી જોવામાં આવતું વિશ્વ છે. તે એક ભ્રમણા છે જેમાંથી આપણે છટકી શકતા નથી. મૂલ્યની ખોજમાં રહેતી  માછલીઓ માટે તે પાણી છે. તેથી, જગત માયા છે. આપણે બધાં એમાં માપણીની આ રમત રમીએ છીએ: આમ મેનેજમેન્ટ તમને કેવી રીતે માપે છે અને કેવી રીતે તમને પુરસ્કાર આપે છે તેના આધારે તમે તમારા સાથીદાર કરતાં વધુ સારા કે ખરાબ બનો છો. તમને મળતા પગાર અને લાભોના આધારે તમે તમારા મૂલ્યને માપવા લાગો છો. હું એમ નથી કહેતો કે તે ખોટું છે. ખરી સમજણ આપણા જીવનમાં અને આપણી આસપાસના લોકોના જીવનમાં માપ/સરખામણીની શક્તિનો અહેસાસ છે. તેમજ આપણે એવી દુનિયામાં પણ જીવી શકીએ છીએ જ્યાં આપણે, કમસે કમ ખાનગીમાં માપણી અને તુલના કરવાની જરૂર નથી એ સમજણમાં છે.

તમે ઉલ્લેખ કર્યો છે કે કોર્પોરેટ વિશ્વ ઢોંગી અને નકલ કરનારાઓથી ભરપૂર છે. તેઓ એવું માને છે કે તેઓ જાણે છે કે કેવી રીતે ચાલવું અને વાતચીત કેવી રીતે કરવીપરંતુ સાચા નેતૃત્વનો ખરેખર અર્થ શું થાય છે તે જાણવાની તેઓ ક્યાંય નજીક નથી. આવું ડિસ્કનેક્ટ કેમ છે તે સમજાવવા માટે તમે ઉદાહરણ આપી શકો છો?

એમબીએ (બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ) વિદ્યાર્થીઓ જ્યારે ઈન્ટરવ્યુ માટે આવે છે ત્યારે ઉનાળાના ગરમ દિવસોમાં પણ તેઓ શા માટે સૂટ પહેરે છે તેનો દાખલો લો. તેઓ એક સંહિતા, એક યુનિફોર્મને અનુસરે છે. તેઓ નકલ કરી રહ્યા છે કારણ કે તેમની પાસે નકલ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. છતાં આપણે તેમને અમુક જ ચોકઠાંની બહાર વિચાર કરવા, નવીન અને (ઘરેડના) વિધ્વંસક બનવા માટે કહીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સ એકબીજાની રીતભાતને ક્લોન કરે છે કારણ કે તેઓ અમુક તમુક ચોકઠાંમાં બંધબેસતા થવા માંગે છે. તેવું જ કમ્પ્યુટર નિષ્ણાતોનું પણ છે.

નેતૃત્વ એ લોકોને નકલ કરવા અથવા ઢોંગ કરવા માટે તૈયાર કરવામાં નહીં પણ બીજાં પર ધ્યાન આપવા વિશે છેલોકોના ડર બાબતે તેમને અસલી/વિશ્વસ્ત બનવા માટે સક્ષમ બનાવવા વિશે છે. આનો અર્થ એ છે કે એક એવું પારિસ્થિતિકી તંત્ર બનાવવું જ્યાં લોકો સંવેદનશીલ બની શકે અને તેમ કરીને સુરક્ષિત અને સશક્ત અનુભવી શકે, ઉદાહરણ તરીકે, નિંદાના ડર વિના અપ્રિય લાગે એવા પણ વિચારો વ્યક્ત કરવા. નકલ અને ડોળ કરવો એનો અર્થ એ કે આપણે કંઈક છુપાવીએ છીએ. આપણે સાચાં નથી. જો કોઈ નેતા તેની આસપાસના લોકોમાં ડર ઓળખી શકતો નથી, જો તેની આસપાસનાં લોકોને ડરનામાર્યાં ડોળ કરવા લગી જાય એવું જો કોઈ નેતાને ગમે, તો આ એક સમસ્યા છે. સત્તા સંસ્થા તરફ વાળવાને  બદલે અગ્રણી, કે પછી તેના બદલે બોસ તરફ લોકોને વાળે છે..

પુસ્તકમાં એક જગ્યાએ તમે કહો છો કે નિયમો તોડ્યા સિવાય નવોન્મેષ શક્ય નથી. આ વાત સમજાવશો.

નવીનતા એટલે જૂની રીતોને બિનકાર્યક્ષમ અને બિનઅસરકારક બનાવવી. તત્ત્વતઃ જૈસ થેની પરિસ્થિતિને તોડી પાડવાની અહીં વાત છે. કેટલાકે એવી દુનિયાની કલ્પના કરી કે જ્યાં ફોનમાં વાયર ન હોય. કોઈએ એવી દુનિયાની કલ્પના કરી છે જ્યાં તમારે કામ કરવા માટે ઑફિસમાં આવવું ન પડે. પરંતુ આ બધું અજમાયશ કરવામાંથી કે ભૂલ કરવામાંથી પ્રાપ્ત થયું હતું સામાન્યપણે આવું ઘણીવાર કોર્પોરેશનોની અંદર  શક્ય નથી બનતું કેમકે ત્યાં તો એક લાકડીથી હાંકવાનું અને અનુપાલનનું ચલણ હોય છે પરંતુ કોર્પોરેશનોની બહાર, ગેરેજ સ્ટાર્ટ-અપ્સમાં નવોન્મેષ જલદી વિકસી શકે છે. આ કિસ્સાઓમાં કોઈએ અચુક, જૈન પરંપરાન અવાસુદેવની જેમ, પ્રસ્થાપિત નિયમ "તોડ્યો" હોય છે.

ઘણીવાર, નેતાઓ કર્મચારીઓને સંસ્થા છોડવાનું કહે છે કારણ કે તેઓએ નિયમ તોડ્યો હોય છે. આવા કિસ્સઓનો સામનો કરવાની આદર્શ રીત કઈ છે?

એક જાણીતી અબ્રાહમિક પૌરાણિક કથા છે: એવી પૂર્વધારણા કરી લેવામાં આવે છે કે નિયમને તોડવું વ્યક્તિને ખોટી અને દુષ્ટ બનાવે છે. સામાન્યપણે, આવા સંજોગોમાં સંદર્ભને ધ્યાનમાં નથી લેવાયો હોતો. તે થોડી છૂટ લેવાને અનૈતિક તરીકે જુએ છે. તે અનુમતિને બહુ બધી છૂટછાટો તરીકે જુએ છે. એ અહીં મૅનેજમૅન્ટ ગુસ્સે થયેલ મોસીઝના ભગવાન છે, જે ભગવાનનું નામ નિરર્થક કારણોસર લેવા બદલ (આજ્ઞાનો ભંગ કરવા બદલ) મોસીઝને સજા કરે છે છે. આપણે એમ માની લીધું છે કે આ સાચો રસ્તો છે.  આ માન્યતામાં આપણે એટલા ઊંડા ઉતરી ગયા છીએ કે અન્ય કોઈ વિકલ્પ કાલ્પનિક લાગે છે.

લોકો ભૂલો કરે છે. હકીકતમાં, ભૂલો દ્વારા જ આપણે શીખી શકીએ છીએ. ભૂલો આપણને નવી વસ્તુઓ શોધવા પ્રેરે છે. ભૂલો આપણને વિકસવામાં મદદ કરે છે. પરંતુ કોર્પોરેશનો માટે, ભૂલો ખર્ચાળ છે. સ્પર્ધાત્મક, જંગલ-આધારિત પારિસ્થિતિકી તંત્રમાં, તેને માટે જગ્યા નથી. હકીકતમાં, ક્ષમા કરવાને નબળાઈ તરીકે જોવામાં આવે છે. તેને પક્ષપાતની નિશાની માબવામાંછે. આપણી પાસે નેતૃત્વની બીજી હરોળ ન હોવાનું આ એક કારણ. એક દિવસ જેમની પાસે વરુના ટોળાંનું નેતૃત્વ કરવાની અપેક્ષા હોય એવાં પાલતુ પ્રાણીઓની જેમ એ રીતે આપણે દરેક સમયે સાચા જ હોઈએ, દરેક સમયે અનુપાલન કરીએ એવી અપેક્ષા રાખવામાં આવે છે.

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૬ નવેમ્બર ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો