શાંતિ એટલે
સામેવાળા કરતાં મોટી લાઠી હોવી.
હાવર્ડ સ્ટાર્ક
રામાયણમાં ભગવાન રામ કહે છે કે 'ભય બિન હોયે ન
પ્રીત', એટલે કે જ્યારે
શાંતિ માટેની પ્રાર્થનાઓ નિષ્ફળ જાય
ત્યારે શાંતિ પ્રસ્થાપિત કરવા માટે
લોકોમાં ભય પેદા કરવો પડે.
યુ એસ
સ્ટ્રેટેજિક એર કમાન્ડનાં વડાં મથકમાં દાખલ થતાં
જ SACનાં ચિહ્ન સાથે
તેમનો મુદ્રાલેખ "શાંતિ અમારો વ્યવસાય છે" જોવા મળે છે.
દુનિયામાં ઘણા વિરોધાભાસો છે. તેમાંનો એક એ છે કે યુદ્ધ તો
શાંતિ સ્થાપવા માટે લડવાં પડતાં હોય છે. બે પક્ષો વચ્ચે શાંતિ અને સુલેહ કરવા મારે
એક દેશ તરીકે કે સમાજ તરીકે આપણે યુદ્ધ નોતરવું
પડતું હોય છે. યુદ્ધને કારણે બીજા ફાયદાઓ કદાચ હશે, પણ તેના મૂળમાં તો બે દેશો વચ્ચે સુલેહ કરવાનો જ આશય હોય
છે. એટલે આખી પરિસ્થિતિમાં ખરો વિરોધાભાસ જ એ છે કે શાંતિ પ્રસ્થાપિત કરવા માટે
ક્યારેક યુદ્ધ આવશ્યક બની જતું હોય છે. [1]
મનુષ્ય પણ મૂળત:
તો એક પ્રાણી જ છે. એટલે,
તે પણ પોતાનો
ખોરાક શોધવા માટે કે વાસ્તવિક કે કાલ્પનિક શિકારીથીબચવા માટે હંમેશામ કોઈક ને કોઈક
નાની મોટી લડાઈઓ કરતા રહેવા માટે ટેવાયેલ છે.
સભ્ય માણસે
યુદ્ધો "શરૂ" નથી કર્યાં . આપણે
માનવ થયા તે પહેલાં પણ આપણે એકબીજા સાથે લડતાં આવ્યાં છીએ. બેક્ટેરિયા સુદ્ધા પણ ખોરાક માટે લડતા જ હતા!
દુનિયા આ રીતે જ ચાલે છે.
જો ૧૯૯ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રાષ્ટ્રો હોય અને એક જ આક્રમક
રાષ્ટ્ર હોય તો જ્યારે તે આક્રમક
રાષ્ટ્ર કુદરતી સંસાધનો માટે બીજા દેશ પર
કબજો કરવાનો પ્રયાસ શરૂ કરે છે, ત્યારે અન્ય તમામ દેશોએ પોતાની સેનાઓ બનાવીને આ એક રાષ્ટ્ર
સામે લડવું પડશે.
વિશ્વના તમામ
નેતાઓ નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માંગે છે પરંતુ તેમના દેશોનો મોટો ખર્ચ હંમેશા
સૈન્ય પર થાય છે.
"જો તમે શાંતિ
ઈચ્છો છો, તો યુદ્ધ માટે
તૈયારી કરો" અભિવ્યક્તિનું મૂળ લેટિન રોમન જનરલ વેજિટિયસ (જેનું પૂરું નામ
પબ્લિયસ ફ્લેવિયસ વેજિટિયસ રેનાટસ હતું) દ્વારા લખાયેલ પુસ્તક "એપિટોમા રેઇ
મિલિટારિસ" પરથી આવે છે. એ લેટિન વાક્ય છે, "Igitur qui desiderat pacem, praeparet
bellum." વેજિટિયસના અવતરણનો અર્થ એવો થાય છે કે યુદ્ધની તૈયારી
કરવાનો સમય એ નથી કે જ્યારે યુદ્ધ નિકટવર્તી હોય ત્યારે નહીં પણ સમય શાંતિપૂર્ણ હોય ત્યારે છે. તેવી જ રીતે, એક મજબૂત શાંતિ
સમયની સેના હશે તો બીજા કોઈ દેશને તેનીસાથે લડાઈ કરવાનું સુઝશે નહીં. અને આજની
ભૂરાજકીય વાસ્તવિકતામાં જોવા મળે છે તેમ એ સૈન્યો ત્રીજા જ દેશોમાં યુદ્ધ કરાવીને
પોતાની તૈયારીઓને 'ચકાસતાં'
રહેશે !
ઘણા લશ્કરી
વિચારકોએ વેજીટિયસના વિચારોને "શક્તિ દ્વારા શાંતિ" જેવા ટુંકા
સ્વરૂપે અલગ સમય માટે અપનાવેલ છે.
રોમન સમ્રાટ
હેડ્રિયન (૭૬-૧૩૮) કદાચ આ
અભિવ્યક્તિનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ હતો . તેને "તાકાત દ્વારા શાંતિ અને
જો તે કારગર ન રહે તો, ધાક ધમકી દ્વારા
શાંતિ" કહેતો ટાંકવામાં આવેલ છે.
યુનાઇટેડ
સ્ટેટ્સમાં, થિયોડોર
રૂઝવેલ્ટે "હળવાશથી બોલો અને લાકડી મોટી રાખો " શબ્દપ્રયોગ બનાવ્યો.
પાછળથી, બીજા વિશ્વયુદ્ધ
દરમિયાન ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટને સલાહ આપનાર બર્નાર્ડ બરુચે સંરક્ષણ યોજના વિશે
"પીસ થ્રુ સ્ટ્રેન્થ" નામનું પુસ્તક લખ્યું હતું.
૧૯૬૪ના રિપબ્લિકન
પ્રમુખપદની ઝુંબેશ દરમિયાન આ વાક્યનો વ્યાપકપણે પ્રચાર કરવામાં આવ્યો હતો અને ૧૯૭૦ના દાયકામાં
એમએક્સ મિસાઈલના નિર્માણને સમર્થન આપવા માટે તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ કહેવત વડે શીત યુદ્ધના સમયમાં પરમાણુ મિસાઇલોના નિર્માણને યુદ્ધ માટે અવરોધક
તરીકે વ્યાજબી ઠેરવવા વપરાતી હતી .
રોનાલ્ડ રીગને ૧૯૮૦ માં "શક્તિ
દ્વારા શાંતિ" ફરીથી પ્રચલિત કરીને
રાષ્ટ્રપતિ જિમી કાર્ટર પર આંતરરાષ્ટ્રીય કક્ષાએ નબળા પડવાનો આરોપ મૂક્યો. રીગને કહ્યું:
"અમે જાણીએ છીએ કે શાંતિ એ એવી સ્થિતિ છે કે જેના હેઠળ માનવજાતનો વિકાસ
કરવાનો હતો. છતાં શાંતિ તેની પોતાની ઇચ્છાથી અસ્તિત્વમાં નથી આવતી . તે આપણા પર, તેને ઘડવાની અને
તેને જાળવી રાખવાની અને ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચાડવાની આપણી હિંમત પર નિર્ભર છે." [2]
યુદ્ધ અને
શાંતિના સમયમાં જળસ્ત્રોતો
સંશોધન સ્પષ્ટપણે
દર્શાવે છે કે પાણી, મોટા ભાગે, વિવાદોના
રાજદ્વારી અને વાટાઘાટો દ્વારા સમાધાન માટેનો પાયો છે. આધુનિક રાષ્ટ્ર-રાજ્ય
પ્રણાલીનાં મૂળ ઘણીવાર વેસ્ટફેલિયાની સંધિમાં જોવા મળે છે જેણે ૧૬૪૮માં ત્રીસ વર્ષના
યુદ્ધને સમાપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સંબંધોના વિદ્વાનો આધુનિક યુગમાં
અરાજકતા અને ભૂરાજનીતિની લોહિયાળ ગતિશીલતાની સમસ્યાને તેમાં જુએ છે. વેસ્ટફેલિયાએ
સાર્વભૌમ રાષ્ટ્ર-રાજ્યો વચ્ચે સ્પષ્ટ રેખાઓ સ્થાપિત કરી, પરંતુ જેમ
નોર્વેના જળ ઇતિહાસકાર તેર્જે ત્વેડટ
દર્શાવે છે, તેમ સત્તરમી સદીના યુરોપમાં સમુદાયોના જટિલ આપસી સહકાર અને
માન્યતામાંની એ એક કહાણી છે. સહિયારા જળમાર્ગો, ખાસ કરીને રાઈન નદીના સંયુક્ત સંચાલન પર વ્યાપક ચર્ચા અને
કરારનો વાટાઘાટોમાં સમાવેશ થાય છે. તેથી વેસ્ટફેલિયન તંત્રવ્યવસ્થા એવી છે જેમાં યુદ્ધ અને શાંતિના વિરોધાભાસી
સહઅસ્તિત્વને એક જ સિક્કાની બે બાજુઓ તરીકે જોઈ શકાય છે. [3]
વધારાનું
વાંચન:
The Peace
Paradox - David A. Bell
The
Paradox of Peace - An Abridged Translation from the original
Spanish of De la Guerra y de la Paz by Alvaro D’Ors, Chapter I: “Silent leges
inter Arma”
War is
Peace in 1984 | Overview & Meaning - Lesson | Study.com
Is War
Over? — A Paradox Explained
[1] Paradox world – Quintin Kellerman
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો