શુક્રવાર, 3 જાન્યુઆરી, 2025

માહિતી સામગ્રી આધારિત નિર્ણયો આપણને એક ડગલું આગળ રાખી શકે છે

ઉત્પલ વૈશ્નવ


સફળ અગ્રણીઓ અને બ્રાન્ડ્સને સમજાઈ ચૂક્યું છે કે માહિતી-સામગ્રી આધારિત નિર્ણય  પ્રક્રિયા વડે એક ડગલું આગળ રહી શકાય છે.

એવું શી રીતે તેઓ કરી શકે છે ?

યોગ્ય  સમયે યોગ્ય નિર્ણય લેવા માટે એ લોકો પોતાના વ્યવસાયને લગતી ચોક્કસ માહિતી સામગ્રી એકઠી કરવા બાબતે બહુ સક્રિય રહેતાં હોય છે.

માહિતી-સામગ્રી આધારિત નિર્ણય  પ્રક્રિયા આટલી બધી ચર્ચામાં શા માટે હશે?

માહિતી સામગ્રીને કારણે ચોકસાઇ અને સ્પષ્ટતા શકી બને છે, જેને લેવાતા નિર્ણયો અસરકારક બની રહે છે માહિતી સામગ્રીની સમજનું મહત્ત્વ વાર્તાઓ કે વ્યક્તિગત પ્રોજેક્ટ્સ કરતાં ગણવામાં આવે છે.

અને તેના પર પાછું છોગું એ ચડે કે માહિતી સામગ્રીનો આધાર મળે એટલે આપણી કોઠાસૂઝ અને વ્યક્તિગત અનુભવો સંસ્થા તેમજ વ્યક્તિઓ માટે અદભુત પરિણામો લાવી શકવા સક્ષ્મ બની જાય છે.

જોકે અસરકારક માહિતી સામગ્રી પર આધારિત સંસ્થા બનવા માટે સંસ્થા પાસે માહિતી સામગ્રી એકઠી કરવા વિશેની સ્પષ્ટ સમજ અને ઉપયોગ કરવા માટે ઉચિત સજ્જતા હોવાં ખૂબ જરૂરી છે.

તમે અને તમારી સંસ્થા માહિતી સામગ્રીનો નિર્ણય પ્રક્રિયા માટે બરાબર ઉપાયોગ કરી શકો છો? જો તેમ ન થતું હોય તો માહિતી સામગ્રી નિર્ભર થવાના કેટલાક ફાયદાઓનાં મહત્વને યાદ કરી લઈએ:

૧. વધારે વિશ્વસ્ત થવાશે  

        સંસ્થાની વર્તમાન પરિસ્થિતિ પર આપણા નિર્ણયની ભવિષ્યમાં કેવી અસર પડી શકે છે તે      સમજવામાં માહિતી સામગ્રી મદદરૂપ થાય છે.

૨. યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાની સમયસૂચકતા જળવાશે

        યોગ્ય નિર્ણયો અને કાર્યપ્રણાલીઓ અપનાવવાથી નિર્ણયો યોગ્ય સમયે લેવાતા થાય છે.         પરિણામે હરીફો કરતાં પહેલાં તક ઝડપી લઈ શકાય છે અને જોખમોની સંભાવના ગંભીર બને તે પહેલાં તેને ટાળી શકવું કે અસર ઓછી કરવાનું શક્ય બની શકે છે.

૩. બિનજરૂરી ખર્ચા ટાળી શકાય છે.

        કોઈ પણ પ્રક્રિયા જોડે સંકળાયેલ લોકો એક સાંકળમાં જોડાયેલી કડીઓ તરીકે કામ કરી શકે છે જેને કારણે સમય, શક્તિ અને સંસાધનોનો નિરર્થક વ્યય ટાળી શકાય છે.

આજની વાત તમને ઉપયોગી થશે?

તમારી સંસ્થા અને કામના સંદર્ભમાં માહિતી સામગ્રી આધારિત થવાના કયા કયા ફાયદાઓ તમને અહી બધાં સાથે વહેંચવાનું  ગમશે?


ઉત્પલ વૈશ્નવ
ની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Data-driven decision-making gives you an edge,નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૦૩ જાન્યુઆરી ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો