તેમાં રજૂ કરાયેલી એક વાર્તામાં, રામને કાને
દરબારીનું હાસ્ય પડે છે. તે હાસ્ય તેમને અપહરણ કરાયેલી સીતાને બચાવવા માટે લંકા
ખાતેના યુદ્ધ દરમિયાન રાવણના હાસ્યની યાદ અપાવે છે. જ્યારે પણ રામ તેના તીર વડે
રાવણની ગરદન કાપી નાખતા, ત્યારે
રાવણનું માથું હવામાં ઉછળી અને પછી મોટેથી હસતાં હસતાં, રામના પગ તરફ પડી
જતું હતું. તેનાથી ભયભીત થઈ જતા,
રામને લાગ્યું કે રાક્ષસરાજ તેની મજાક ઉડાવી રહ્યો છે, અને તેથી તેઓ માથું
હડસેલી દેતા. જોકે રાવણ રામ પર હસતો ન હતો. તે તો
જ્ઞાનના ઘમંડથી છકી ગયેલું તેનું માથું અવિવેકી લંપટ શરીરથી અલગ થઈ ગયું
હતું તેનાથી રાહત પામીને રામ માટે આભાર
ભાવમાં હસી પડતું હતું. રામને આ ક્યારેય સમજાય઼ઉં નહોતું. તેથી, જ્યારે દરબારી હસી
પડ્યો, ત્યારે
રાવણના હાસ્યની યાદો તેમની સામે ફરી આવી પડી.
નારાજ થઈને રામે
અયોધ્યામાં હસવા પર પ્રતિબંધ મૂક્યો. હસવાની હિંમત કરનારાઓને કેદ ફરમાવવામાં આવી! આ
હુકમનું પરિણામ વિનાશક આવ્યું. લોકોએ ધાર્મિક વિધિઓ અને યાત્રાઓના સંસ્કારો
કરવાનું, તહેવારોનું
આયોજન કરવાનું કે પછી નૃત્યો અને નાટકો જોવાનું બંધ કરી દીધું. તેઓએ રમતો રમવાનું, મિત્રો સાથે
ફરવાનું, બગીચાઓમાં
મળવાનું, અથવાકે
બજારોમાં જવાનું સુદ્ધાં બંધ કર્યું.
ખબર નથી કે ક્યારે કંઈક જોશું અથવા સાંભળશું ત્યારે હસવું આવી જશે. એટલે, એકબીજા સામે જોવાથી
હસવું ન આવી જાય કે હસવાનું મન ન થઈ આવે એટલે લોકો એકબીજા સામે જોવાનું પણ ટાળતા
હતા.
કોઈ ધાર્મિક વિધિઓ
કરવામાં આવતી ન હોવાથી, દેવો નારાજ
થયા અને તેઓએ બ્રહ્માને ફરિયાદ કરી. બ્રહ્મા અયોધ્યા ગયા અને એક વડનાં ઝાડમાં વાસ
કર્યો.જ્યારે એક કઠિયારો આ ઝાડ પાસે આવ્યો ત્યારે બ્રહ્મા હાસ્યમાં ગર્જ્યા. હાસ્ય
ચેપી છે એટલે ઝાડનું હસવું સાંભળીને,
લાકડા કાપનાર પોતાને હસતાં રોકી શક્યો નહીં. તેને હસતા સાંભળીને તેનો પરિવાર, તેના મિત્રો, આખું શહેર હસવા
લાગ્યું, સૈનિકો, મંત્રીઓ, રાજ પરિવારના સભ્યો, અને રામ સુદ્ધાં પણ
હસવા લાગ્યા.
પરંતુ આથી હવે રામ
એટલા નારાજ થયા કે તેમણે તપાસનો આદેશ આપ્યો. તપાસમાં હસતાં ઝાડની જાણ થતાં તેને
કાપી નાખવાનો આદેશ આપ્યો. જો કે,
જે કોઈ વ્યક્તિએ ઝાડની નજીક જવાનો પ્રયાસ કર્યો હતો, તેણે ખૂબ જ દર્દભરી
રીતે શોધી કાઢ્યું કે વૃક્ષમાં પત્થરો મારવાની શક્તિ ધરાવે છે. જ્યારે રામને આ
વાતની જાણ થઈ ત્યારે તેણે પથ્થરમારો કરતા,
હસતા ઝાડને જાતે જ કાપવાનું નક્કી કર્યું. ગભરાયેલા બ્રહ્માએ વાલ્મીકિને મદદ
કરવા વિનંતી કરી.
તેથી, વાલ્મીકિ રામ પાસે
ગયા અને તેમને કહ્યું કે આનંદ રામાયણ લખવાનો આખો હેતુ લોકોને હસાવવા અને હસવા અને
હસાવવાનો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે લોકોનું હાસ્ય સુખ સૂચવે છે, અને સુખ નસીબની
દેવી લક્ષ્મીને આકર્ષે છે. તેમણે રામને હાસ્ય પરનો પ્રતિબંધ દૂર કરવા વિનંતી કરી.
શા માટે તે રામે ધારી લેવું જોઈએ કે લોકો તેમના પર હસી રહ્યા છે, તેમની મજાક ઉડાવી
રહ્યા છે? તેઓ તો
ભગવાન છે, એટલે
લોકોને હસતા જોઈ કેમ તેમને સમજાયું નહીં કે લોકો તો હવે મુક્તિ પામ્યા છે તેના
આનંદમાં હસે છે? શા માટે
તેઓ પોતાના દેવત્વ પર શંકા કરે છે?
પોતાની જીવનકથાને મહાન મહાકાવ્યમાં ફેરવનાર વ્યક્તિના વિધાન સાથે સહમત થઈને રામે
હાસ્ય પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો. ફરી પાછાં સુખ, અને સદનસીબ,
ફલિત થયાં.
- મિડ - ડેમાં ૫ જૂન, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, No laughing in Ram Rajya નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો