શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2025

પતંગિયાંની પાંખના ફફડાટની અસરઃ વ્યાવસાયિક સંદર્ભોમાં

 

ઉત્પલ વૈશ્નવ

 આ ત્રણ પરિસ્થિતિઓની કલ્પના કરો 🙄 -

¾    ટીમના એક શ્રેષ્ઠ સભ્યનાં હતાશ પત્ની

¾    દૂરની નવી ઓફિસ સુધી આવવા જવા માટે લાગતો બહુ વધારે સમય

¾    નબળી ગુણવત્તાના કામનાં ચુકવણાં માટે વારંવાર કરાતી ઉઘરાણી

જો બરાબર ધ્યાન આપવામાં ન આવે તો

¾    હતાશ પત્નીની તબિયતનાં કારણો માટે પુરતું ધ્યાન ન આપી શકનાર એ શ્રેષ્ઠ સભ્ય પોતાનાં કામને (અજાણ્યે પણ) અન્યાય કરવા લાગી જઈ શકે છે 

¾    કર્મચારી નોકરી માટે અન્ય વિકલ્પ શોધવા લાગી શકે છે.

¾    તત્પુરતું તો ચુકવણું મળી જાય, પણ ગ્રાહક સાથેના લાંબા ગાળાના સંબંધમાં કાયમી તિરાડ પડી જઈ શકે 

નાની નાની બાબતો જોતજોતામાં બહુ વિકટ સમસ્યા પેદા કરી શકે છે એવું અલંકારિક રીતે સમજાવતી અરાજકતા સિદ્ધાંત સાથે સંકળાયેલ પતંગિયાની પાંખના ફડફડાટની અસર જેવી આ દરેક પરિસ્થિતિઓ છે. [1]

પતંગિયાની પતંગિયાની પાંખના ફડફડાટની અસર, તત્ત્વતઃ એમ જણાવે  છે કે એક જગ્યાએ થતો પતંગિયાની પાંખોનો ફફડાટ ક્શેક દૂરની જગ્યાએ વાવાઝોડું સર્જી શકે છે.એ જ રીતે કોઈ વિષય પર સંસ્થામાં (કે આપણા દ્વારા) લેવાયેલ (કે ન લેવાયેલ) નિર્ણયની લહેરો કલ્પના પણ ન કરી હોય એવાં સુનામી જેવાં મોજાં જેવી સમસ્યા કે ઘટનાનું રૂપ લઈ શકે છે. [2] 

મહત્ત્વનું એ છે કે કોઈ પણ સાવ સામાન્ય લાગતી ઘટના કે નિર્ણય ક્યારે પણ મસમોટું સ્વરૂપ લઈ શકે છે એવી સજાગતા કેળવવી બહુ આવશ્યક છે.

સંભવિત પરિણામોને પહોંચી વળવાની જો આપણી તૈયારી હોય તો એવી ઘટના વાસ્તવમાં બને તેવી દરેક ગતિવિધિ પર ધ્યાનથી નજર રાખો. પરંતુ જો એ પરિણામો જે કંઈ અંશે સ્વીકાર્ય ન હોય તે મુજબનાં પગલાં વિચારી રાખો અને જેમ જેમ આવશ્યકતા પડે તેમ તેમનો અમલ કરો.

આપણે જે ભવિષ્ય ઈચ્છીએ છીએ તે શક્ય બને તે માટે પતંગિયાની પાંખના ફફડાટની અસરનાં માનસિક મોડેલ આપણી વાસ્તવિક પરિસ્થિતિઓ અનુસાર ઢાળી શકવાની ક્ષમતા વિકસાવો. 🏻

 

પાદ નોંધઃ પતંગિયાની પાંખના ફફડાટની અસરને સમજી વિચારીને આપણા વ્યવહારોમાં વણી લેવી ફાયદાકારક બની શકે છે પણ કૌશલ્યના અભાવને કારણે અરાજકતાને નિભાવી લેવી બહુ નુકસાનકારક નીવડી શકે છે. 

    


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Butterfly effect in business?,નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૫



[1] Double pendulum simultaneous realisations

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો