બુધવાર, 20 ઑગસ્ટ, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : આપણા સંબંધોનાં આધ્યાત્મિકીકરણની મૂળભૂત બાબતો સમજીએ

 

પરિવ્રાજિકા શુદ્ધાત્માપ્રાણા[1]

આપણામાં જ ઈશ્વર જોવાની જે મજા માણે છે તેણે બીજામાં ઈશ્વરને જોવાની જરૂર શું ? પરંતુ એ કક્ષાએ પહોંચવું સહેલું ક્યાં છે? એટલે જ સ્વામી વિવેકાનંદ બધામાં ઈશ્વરની સેવા કરવા પર વિશેષ ભાર મૂકે છે. રામકૃષ્ણ પરમહંસ કહેતાઃ બધા માટે અનુકંપા રાખવાની વાત કરવી એ મૂર્ખામી છે. માણ્સ પોતે જ જ્યાં પૃથ્વી પર્નાં જંતુ જેટલો તુચ્છ છે, ત્યાં એ વળી બીજા માટે અનુકંપા દર્શાવવા ક્યાં જશે? અનુકંપા નહીં, બધાની સેવા કરો. દરેકમાં ઈશરને જૂઓ અને એ રીતે બધાની સેવા કરો.'

રામકૃષ્ણ પરમહંસ જ્યારે આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે વિવેકાનંદ ત્યાં હાજર હતા. ગુરુની આ વાત તેમનાં હૃદયમાં વસી ગઈ. આજે આપણે જોઈએ છીએ તેમ આ વાતનો અમલ સ્વામીજીએ રામકૃષ્ણ પરમહંસના નામના આશ્રમ દ્વારા બધાની સેવા કરવાનો વિચાર રજૂ કરીને કર્યો. 

ભગવાન રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ બરાબર સમજતા હતા કે માનવ સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે તેમ જ પરમેશ્વરને પામવાના માનવ માત્રના ઉદ્દેશ્યને સિદ્ધ કરવ અમાટે લોકોને બતાવવું જરૂરી છે કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એમના મનમાં જ છે, બસ ખુલ્લાં મનથી અંદર જોઈ શકવાની જરૂર છે. એ 'પ્રેમ'ને પામવા માટે તેને બધાને મુકતપણે વહેંચવો જરૂરી છે. 

દુનિયાના બધા પ્રશ્નો ઉકેલવાની ચાવી પ્રેમ અને નિઃસ્વાર્થતાના મૂળભુત સિદ્ધાંતોમાં રહેલી છે. આ પ્રેમ આપણે સમજીએ છીએ એવો પ્રેમ નથી, પણ અનંત અને દૈવી છે. આપણી અંદર વસતા ઈશ્વરનું સત્વ જ એ 'પ્રેમ' છે. એ પ્રેમને પામવા માટે આપણા સમગ્ર સ્વાર્થ અને અહંનો ત્યાગ કરવાનો છે. બીજાઓમાં ઈશ્વરને ભજવાની વાતનું આ જ મહત્વ છે. એટલે જ સ્વામીજીએ આ ભક્તિને આધ્યાત્મિક સ્વરૂપ આપ્યું. 

બહુ ઓછાં લોકો હશે જેમને બીજાંની પીડા જોઈને દુઃખ નહીં થતું હોય. એ પીડા અને દુઃખ જ આપણને એકબીજા સાથે જોડતી કડી છે. બીજાને પીડામાં જોઈને આપણને લાચારી પણ અનુભવાય છે. 

આપણે આટલાથી થોડું વધારે પણ કરી શકીએ. બીજા માટે ક્ષણ ભર માટે પણ જે  નકારાત્મ્ક વિચાર, કે લાગણી, આપણા મનમાં આવી જાય તેને સભાનપણે દૂર રાખીએ. આ નકારાત્મ્ક ભાવને મૂળસોતાં કાઢી નાખવા માટે સ્વામી વિવેકાનંદે માનવ્સેવાને આધ્યાત્મિક સાધનાનું સ્વરૂપ આપ્યું. જેમ આપણને આપણામાં દૈવત્વ પામવું છે તેમ બીજામાં પણ દૈવત્વ છે તે સ્વીકારીએ. બધા જ ધર્મો કહે છે કે 'પોતા માટે જે કરો તે જ બીજા માટે પણ કરો.

મૂલભુત વાત સમજવાની છ એતે એ છે કે પોતાના અહંનો ત્યાગ કરો જેથી ઈશ્વરનાં પરમ તત્વને પામી શકાય. બીજામાં ઈશ્વરના પ્રેમને જોઈ શકાય તો આપણા મનમાં રહેલ પરમ તત્વને પામી શકાશે. ઈશ્વરને પામવા હોય તો આપણને બીજા દરેકમાં ઓગાળી દઈએ. 

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Pravrajika Shuddhatmaprana ના મૂળ અંગ્રેજી લેખ Spiritualising Our Relationships: Getting Down to the Basics નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ



[1] વેદાન્ત સોસાયટી ઑવ સધર્ન કેલિફોર્નિયાના નિયુક્ત સાધ્વી પ્રવાજિકા શુદ્ધાત્માપ્રાણા રિજ્લી, ન્યુ યોર્કના વિવેકાનનંદ રીટ્રિટમાં સેવાઓ આપે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો