ઉત્પલ વૈશ્નવ
ઘણા સંસ્થાપકો ટૂંકો રસ્તો ખોળતા રહેતા હોય છે :
હકીકત હંમેશાં એક જ રહે છે.
અર્થપૂર્ણ થવાનો કોઈ ટૂંકો રસ્તો હોતો નથી.
દરેક સંસ્થાપક મોટી સફળતાનાં સ્વપ્નાં તો જૂએ છે.
પણ ખરી કહાણી હંમેશાં આપણે ધાર્યા કરતાં વધારે દીર્ઘ, વધારે ગૂંચવાડાભરી
અને વધારે સમૃદ્ધ હોય છે.
લાંબો સમય ટકી રહે તેવું ઘડવા માટે ખરો ક્રમ આ પ્રમાણે હોય છે
:
→ સ્ટાર્ટઅપનો આરંભ.
ઝંપલાવો. દુનિયાની સામે તમારો પ્રસ્તાવ રજૂ કરો. પહેલું પગલું
હંમેશાં મુશ્કેલ હોય છે. મોટા ભાગના તો શરૂઆત જ નથી કરી શકતા.
→ સ્ટાર્ટઅપનો સંઘર્ષમય સમય.
અહીં આવીને મોટા ભાગના ખેલ અધૂરો છોડી દે છે. બજાર સાથ ન આપે.
ટીમમાં પણ શંકાઓ ડોકાય. રાતની ઊંઘ હરામ થઈ જાય. પરંતુ, આપણામાં કેટલું પાણી
છે તે માપવાનો સમય આ જ છે.
→ સ્ટાર્ટઅપ સફળ થાય છે
આપણો રાગ લયમાં બેસે છે. ટીમ હવે સશ્ક્ત બનવાલાગે છે.
ગ્રાહકોને આપણો રાગ પસંદ પડવા લાગે છે. નિષ્ઠા અને મહેનત હવે ભરોસાનો પાયો સંગીન
કરે છે. સફળતા ચપટીમાં નથી મળતી. તે કમાવી પડે છે, કોઈ સામેથી આપી નથી
જતું.
→ સ્ટાર્ટઅપનો ખેલ પૂરો થાય છે.
રસ્તાનો અંત આવી પહોંચ્યો છે. વેંચી કાઢીને છૂટા થઈએ, કે પછી પાછલી સીટ પર
બેસી જાઈએ. લગામ બીજાંને સોંપી દઈએ. ખેલ પૂરો થયો, પણ આપણી ભૂમિકાએ
છોડેલી અસર કાયમ છે.
મોટા ભાગના સંસ્થાપકોને સંઘર્ષ ટાળવો હોય છે.
સંઘર્ષ ટાળવો એટલે તરક્કી ટાળવી.
આરંભ ટાળવો એટલે શમણાંને દીવાસ્વપ્ન બનાવી રોળી નાખવું.
ટીમને ટાળવી, એટલે સફળતા શક્ય બનાવનાર વાતાવરણને
વીખરાવી નાખવું.
બહાર જવાનો રસ્તો બંધ ટાળવો, એટલે પોતાનાં કામના
અંતને જોવાની તક કાયમ માટે ખોઈ બેસવી.
પીડા ટાળવામાં આનંદ નથી.
આનંદ સમગ્ર વર્તૂળ પૂરૂં કરવામાં છે.
ઘડતર કરી. સંઘર્ષ કરીએ. જીત મેળવીએ. અંત આવવા દઈએ.
અર્થપૂર્ણતા એ રીતે જ કમાવાય છે.
વારસો એ જ રીતે મુકી જવાય.
એટલે, હવે પછી મુશ્કેલીઓ આવી પડે, ત્યારે યાદ રાખીએ:
રસ્તો નથી ભુલાયો.
જ્યાં હોવું જોઈએ બરાબર ત્યાં જ છીએ.
→ સંઘર્ષ ટાળવો એ ઉદ્દેશ્ય ન હોઈ શકે.
આખું વર્તુળ પુરૂ કરવાનો અનુભવ પામવો એ જ ઉદ્દેશ્ય છે.. આનંદ ત્યાં જ સંતાયો છે.
જે પાનખરની શૂષ્કતા અનુભવે તે જ વસંતમાં મ્હોરે
ઉત્પલ
વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, But
if you skip… નો
અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૭ નવેમ્બર ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો