બુધવાર, 3 ડિસેમ્બર, 2025

સંન્યાસીનું સ્મિતઃ ભારતમાં પિતૃસત્તા સ્થાપિત કરવા માટે બ્રહ્મચર્ય, અહિંસા અને શુદ્ધતાની ભૂમિકા - દેવદત્ત પટ્ટનાઈક

પિતૃસત્તાક લોકપ્રિય મોડેલ ગ્રીક અને અબ્રાહમિક પૌરાણિક કથાઓમાંથી ઉતરી આવ્યું છે. ગ્રીક દેવતાઓના રાજા ઝિયસની જેમ, કુટુંબના પુરુષ વડાઓ પેઢી દર પેઢી જોહુકમી ચલવતા હોય છે. ઇબ્રાહિમના ભગવાન યહોવાહની જેમ, તે સંપૂર્ણ તાબેદારી માંગે છે.

ઘણા , પશ્ચિમી અને ભારતીય, નારીવાદીઓ ભારતમાં, ખાસ કરીને હિન્દુ ધર્મમાં, પિતૃસત્તાને સમજાવવા માટે આ પશ્ચિમી મોડેલ ઠોકી બેસાડે છેમ જે બ્રાહ્મણવાદ તરીકે ઓળખાવાય છે. કહે છે. તેઓ એવું માની લે છે કે બૌદ્ધ અને જૈન ધર્મ જેવા મઠના ધર્મો અને હિન્દુ ધર્મના આશ્રમના આદેશો, બિન-પિતૃસત્તાક છે, નારીવાદી પણ છે, કારણ કે આ ધર્મો શાંતિવાદ અને અહિંસાનો પ્રચાર કરે છે.

છતાં, બૌદ્ધ, જૈન કે હિન્દુ મઠના આદેશોમાં આપણે, ભારતીય સમાજમાં પિતૃસત્તાના લક્ષણો સમાં, સંસ્થાગત સ્ત્રી-દ્વેષ, સમલિંગીઓ પ્રત્યે પૂર્વગ્રહ, વંશ-વર્ણ ઊંચનીચનો ભાવ, વંશ, જાતિ, લિંગ, ભાષા, વ્યવસાય આધારિત ભેદભાવ અને અસ્પૃશ્યતાના મૂળ શોધી શકીએ છીએ.

વૈકલ્પિક પરંપરા

ભારતમાં મઠવાદ (શ્રમણ પરંપરા)નો લાંબો ઇતિહાસ છે. તે મુખ્ય પ્રવાહની ગૃહસ્થ ભૌતિકવાદી પરંપરાઓ (યજમાન પરંપરા) ના વિકલ્પ તરીકે ઉદ્ભવ્યો હતો. આ બન્ને સમાંતર પ્રવાહો હતા, જે ક્યારેક એકબીજા સાથે ભળીને પરસ્પર જરૂરિયાતોને સંતોષતા હતા.

બૌદ્ધ ધર્મના ઉદય સાથે, સાધુઓ સમાજ સાથે સક્રિય રીતે જોડાવા લાગ્યા, લોકોને બૌદ્ધ માર્ગ (ધમ્મ) અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા લાગ્યા. આ વિશ્વના સૌથી શરૂઆતના મિશનરી હતા.

પરંપરાગત રીતે, સંન્યાસીનો પોતાનો માર્ગ હોય છે. તેઓ ગૃહસ્થીનાં રાજકારણ અને અર્થશાસ્ત્રમાં કોઈ ભાગ ન લેતા. પરંતુ વિક્ટોરિયન સમયમાં જ્યારે અંગ્રેજો દ્વારા વૈભવી-પ્રેમી ગૃહસ્થને સ્ત્રીત્વપ્રેમી માનવામાં આવવાનું શરૂ થયું ત્યારે આ સ્થિતિમા બદલાવ આવ્યો. પરિણામે સ્વાતંત્ર્ય સેનાનીઓને પોતાનું પુરુષત્વ સાબિત કરવા માટે સંન્યસ્ત (બ્રહ્મચર્ય)નો માર્ગ અપનાવવાની ફરજ પડી હતી.

આજે, ભગવા અથવા સફેદ ઝભ્ભા પહેરેલા બ્રહ્મચારીને મીડિયા દ્વારા "ધાર્મિક નેતા", "ભગવાનનો સંદેશવાહક" ​​પણ માનવામાં આવે છે, અને તે ગૃહસ્થ કરતાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. આ એક પદાનુસારનું સ્તરીકરણ છે જે ક્યારેય અસ્તિત્વમાં નહોતું.

ભારતના સંન્યાસીઓએ ત્રણ શક્તિશાળી વિચારોને જન્મ આપ્યો: બ્રહ્મચર્ય, અહિંસા અને શુદ્ધતા. મૂળે આ જ્ઞાનસંપન્ન પ્રથાઓ હતી જેના વડે બૌદ્ધ સાધુને નિર્વાણ, જૈન સાધુને કૈવલ્ય અને હિન્દુ સાધુને મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ મળે. .

ધીમે ધીમે, તેમને ગુપ્ત પ્રથાઓ તરીકે જોવામાં આવવા લાગી જે બ્રહ્મચારી પુરુષોને જાદુઈ શક્તિ (સિદ્ધત્વ) આપતી હતી, જેમ કે તાંત્રિક શાસ્ત્રોમાં સૂચવવામાં આવ્યું છે, તેમ આવા યોગીઓને આ સિદ્ધિઓ પાણી પર ચાલવા, ઉડવા, નિઃસંતાન લોકોને બાળક આપવા, ગરીબોને સંપત્તિ આપવા અને બીમારોને આરોગ્ય આપવા સક્ષમ બનાવતી હતી..

આજે, આ પ્રથાઓ સામાજિક ન્યાયના સાધનોમાં રૂપાંતરિત થઈ છે. છતાં, તેમણે, હંએશાં, ભારતીય સમાજની, સ્ત્રી-દ્વેષ, સમલિંગીઓ પ્રત્યે પૂર્વગ્રહ, વંશ-વર્ણ ઊંચનીચનો ભાવ, વંશ, જાતિ, લિંગ, ભાષા, વ્યવસાય આધારિત ભેદભાવ અને અસ્પૃશ્યતા જેવી, સૌથી ખરાબ પ્રથાઓમાં ફાળો આપ્યો છે.

બ્રહ્મચર્ય

ચાલો આપણે બ્રહ્મચર્યને સમજજવાથી શરૂઆત કરીએ. તેનો બહુ સીધો, અને વ્યાપક, અર્થ કામક્રીડાઓનો ત્યાગ કરવો. એ દૃષ્ટિએ તે સંયમનો, તમામ પ્રકારના આનંદનો, એક અભિન્ન ભાગ છે. બ્રહ્મચર્ય પુરુષો અને સ્ત્રીઓને સમાન રીતે લાગુ પડવું જોઈએ. જોકે, વિશ્વભરના સાહિત્યમાં, ફક્ત સ્ત્રીને જ પરંપરાગત રીતે પ્રલોભંકારક તરીકે જોવામાં આવે છે.

તેથી, પૌરાણિક કથાઓમાં, અપ્સરા દ્વારા પ્રલોભનનાં બળથી તપસ્વીના તપની અગ્નિને ઓલવી નાખવામાં આવે છે. યુવાન પુરુષો દ્વારા સ્ત્રી સંન્યાસીઓ અને પવિત્ર પત્નીઓને મોહિત કરવાનો પ્રયાસ કરાયો હોય એવી કથાઓ જવલ્લે જ જોવા મળશે.

બૌદ્ધ કથાઓમાં, સિદ્ધાર્થ પોતાની પત્નીને છોડ્યા પછી મારાની પુત્રીઓને હરાવીને બુદ્ધત્વ પ્રાપ્ત છે. જ્યાં સુધી પોતાની અપર માતાને પોતાના પિતાના મૃત્યુ પછી વિલાપ કરતી જુએ તે પછી બુદ્ધ મઠમાં સ્ત્રીઓના પ્રવેશની સ્વીકૃતિ આપે છે.

જૈન કથાઓમાં, તીર્થંકર મલ્લી, જેનું પ્રતીક ઘડો છે, તે સ્ત્રી છે કે પુરુષ, તે અંગે વિવાદ છે, કારણ કે તેઓ સ્ત્રી શરીર ધરાવતા હોવા છતાં જ્ઞાન અને મુક્તિની ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત કરે છે તે ઘણા લોકો માટે અકલ્પ્ય છે.

કુંભ મેળા દરમિયાન પુરુષ સંન્યાસીઓ નગ્ન ફરે છે, પરંતુ સ્ત્રી સંન્યાસીઓ એમ કરવાની હિંમત કરતી નથી, કારણ કે એવી પ્રબળ માન્યતા છે કે સ્ત્રીઓએ કોઈને લલચાવવું જોઈએ નહીં. બ્રહ્મચર્યના સિદ્ધાંતમાં નહીં પણ તેના આચરણના કેન્દ્રમાં સ્ત્રીદ્વેષ છે.

સ્ત્રી શરીરની અનૈચ્છિક માસિક ચક્રની લાક્ષણિકતાને કારણે જન્મ અને મૃત્યુ દ્વારા સ્ત્રી દેહને પ્રકૃતિ સાથે મજબૂત રીતે જોડાયેલ જોવામાં આવે છે.સ્ત્રી શરીર પુરુષ શરીરને ઉત્તેજિત કરે છે, અને પરિણામે પ્રજનન પ્રક્રિયા શરૂ થાય છે.

સ્ત્રી શરીર જ છે જેમાંથી જીવનનો ઉદ્ભવ થાય છે, અને સ્ત્રી શરીર પર જ નવું જીવન પોતાનું પોષણ કરે છે. અને તેથી, અમરત્વની શોધમાં હંમેશા જાતીય કૃત્યનો, ખાસ કરીને સ્ત્રીનો, અસ્વીકાર શામેલ હતો.

તેનાથી મુક્ત થવું એટલે પ્રકૃતિથી મુક્ત થવું, અને કંઈક દિવ્યમાં ભળી જવું, જેને મુક્તિ (મોક્ષ), ભગવાન (પરમ-આત્મા), શાણપણ (કૈવલ્ય), અમરત્વ (અમૃત) અને વિસ્મૃતિ (નિર્વાણ) તરીકે ઓળખવામાં આવે છે.

આજે, મઠ સંપ્રદાયો દ્વારા પ્રચલિત કરાયેલાં જે હિન્દુ મંદિરો બ્રહ્મચારી દેવતાઓને સ્થાન આપે છે ત્યાં સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ વર્જિત છે. પ્રાચીન બૌદ્ધ મઠના નિયમો સ્ત્રીઓથી સાવચેત રહેવા પર વિશેષ ભાર આપતા હતા, અને બૌદ્ધ સાધુ કરતાં સાધ્વીઓ પર અંકુશ માટે વધુ નિયમો હતા.

આની તુલના ગૃહસ્થ પરંપરા સાથે કરો - મંદિરોની ધાર્મિક વિધિઓ અને ઉત્સવોમાં જોવા મળે છે એમ શિવને શક્તિ સાથે લગ્ન કરવા પડે છે અને વિષ્ણુએ સતત લક્ષ્મીને ખુશ કરવા પડે છે, તેમ

સ્ત્રીઓ પ્રત્યેનો અણગમો સ્ત્રીઓની જેમ અતિશય કામુક અને પુરુષોને પોતાનો માર્ગ ભૂલવા માટે લલચાવનારા મનાવાને કારણે સમલૈંગિક પુરુષો અને સ્ત્રીઓ પ્રત્યે, મોટા ભાગે, અણગમા અગવડતા સુધી પ્રસરે છે. તેથી જ બૌદ્ધ મઠોમાં પાંડક [બૌદ્ધ ગ્રંથમાં જાતિ વર્ગીકરણ] ને સ્થાન નથી અપાયું. મહાકાવ્ય, મહાભારતમાં બ્રહ્મચારી ભીષ્મે જાતિપરિવર્તન કરેલ શિખંડી સામે લડવાનો ઇનકાર કર્યો હતો.

અહિંસા

હવે ચાલો અહિંસાના સિદ્ધાંત પર એક નજર કરીએ.

આજે, અહિંસાને એક સભ્ય સમાજના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ઘણા શિક્ષણવિદો બુદ્ધને તેમના શાંતિવાદને કારણે યુદ્ધની હિમાયત કરતા કૃષ્ણ કરતાં શ્રેષ્ઠ ગણાવે છે. પરિણામે, ઘણા હિન્દુઓ રક્ષણાત્મક બને છે અને ભોઠપ અનુભવે છે, જમણેરી હિન્દુઓ અત્યંત ગુસ્સે થાય છે.

આમ થવા પાછળનું કારણ અહિંસા વિશે વધારે પ્રચલિત અને સીધી સાદી સમજણ છે, જે અહિંસાને અન્ન, સંપત્તિ અને અર્થશાસ્ત્રથી અલગ કરી દે છે.

બૌદ્ધ, જૈન અને હિન્દુ પરંપરાઓમાં, પ્રકૃતિના મુખ્ય સાધન તરીકે જોવામાં આવતાં, કામક્રીડા અને હિંસા પ્રત્યે ઊંડો આદર હતો. કામક્રીડા પ્રજનનને શક્ય બનાવે છે. હિંસા ખોરાક પૂરો પાડે છે જે પોષણ શક્ય બનાવે છે. આ દૃષ્ટિકોણથી, કામક્રીડા અને હિંસા અસ્તિત્વ માટે જરૂરી સાધનો પુરાં પાડતી હોવાથી અસ્તિત્વ માટે ચાવીરૂપ બની. એ દૃષ્ટિએ દરેક વનસ્પતિ, અને દરેક માનવી પણ કામુક અને હિંસક છે. પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓ મર્યાદિત વિચારશક્તિ ધરાવે છે અને (તેથી) ક્યારે રોકાવું તે જાણે છે. માનવો એમ નથી કરતો. તેથી નીતિશાસ્ત્ર, શાસન, નૈતિકતા, કાયદો, ન્યાય અને હા, ધર્મ પર પણ ચર્ચાઓ ચાલતી રહે છે.

ખેતી, ખાણકામ અને પશુપાલન જેવી બધી માનવ આર્થિક પ્રવૃત્તિઓ જે ખોરાક અને સંપત્તિ ઉત્પન્ન કરે છે તે મૂળભૂત રીતે હિંસક છે. તેમાં માનવ સમાજ માટે સંસાધનો ઉત્પન્ન કરવા માટે છોડ, પ્રાણીઓ અને સમગ્ર પર્યાવર્ણીય વ્યવસ્થાનો નાશ થાય છે. અહિંસક આર્થિક પ્રવૃત્તિ જેવી કોઈ વસ્તુ નથી. ગૃહસ્થ કામક્રીડા અને હિંસાથી બચી શકતો નથી.

પ્રકૃતિની આ સ્વાભાવિક પકડમાંથી મુક્ત થવા માંગતા સંન્યાસીએ કામક્રીડા અને હિંસાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો. તેથી એ લોકોએ બ્રહ્મચર્ય (ઈન્દ્રીયનિગ્રહ, સંયમ) અને અહિંસા (હિંસાનો ત્યાગ) ની પ્રથા અપનાવી. હિંસા છોડીને, તેમણે વનસ્પતિનેનુકસાન કરતા ખોરાકનો ત્યાગ કર્યો. ઘણા સાધુઓ ફક્ત ઝાડ પરથી પડેલા ફળો ખાતા હતા, અને ઉગાડવામાં આવેલા પાક ખાતા નહોતા. વિવિધ સંપ્રદાયોના આ સાધુઓ ગૃહસ્થોની દુનિયામાં દખલ કરતા નહોતા. તેઓ પોતાને અલગ રાખતા હતા અને એકાંતમાં તેમના માર્ગ પર ચાલતા હતા. તેઓ ગૃહસ્થોને તેઓ નીચા પણ્નહોતા માનતા કેમકે તેઓ ગૃહસ્થોની કૌટુંબિક જવાબદારીની માંગણીઓ જાણતા હતા. જે સંન્યાસીઓ પોતાને શ્રેષ્ઠ માનતા હતા તેમને, મહાભારતમાં વ્યાધ ગીતામાં ગૃહિણી અને કસાઈએ ઘમંડી સંન્યાસીને બોધ આપ્યો તેમ, હિંસા અને અહિંસા, ધર્મ અને અધર્મના સત્યની યાદ અપાવવામાં આવી.

તો જો કોઈ ગૃહસ્થ હોય પણ સંન્યાસી જેવા જ ધ્યેયો શોધતો હોય તો શું કરવું? એવી વ્યક્તિ કૃષ્ણની ભગવદ ગીતા સાંભળી શકે છે, અને તેનાં જટિલ તત્વજ્ઞાનને સમજવું પડે છે. આ જ્ઞાનેટલુ ગહને છે કે કેટલાક શિક્ષણવિદો તેને હિંસાને ન્યાયી ઠેરવવા માટે બ્રાહ્મણવાદી ક્લિષ્ટ ભાષાનો ગુંચવવામાટેનો પ્રયોગ ખપાવી દે છે.

જેમને આ મર્ગ નથી અપનાવવો તે પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ, જાતીય અને હિંસક પ્રવૃત્તિને નિયમનમાં રાખતી ઉપવાસ જેવી પ્રથાઓનું પાલન કરવા તરફ વળ્યા.

જે પરિવારોએ શાકાહાર અપનાવ્યો હતો તેઓ માંસાહાર અપનાવનારા પરિવારોની પસંદનો કરતા હતા. આ મંદિર સંસ્કૃતિમાં પ્રતિબિંબિત થયેલું જોવા મળે છે. જેમકે, ઓડિશાના પુરી ખાતેના મંદિરમાં, મુખ્ય દેવતા, ભગવાન જગન્નાથ, ચુસ્તપણે શાકાહારી છે, પરંતુ તેઓ, બકરા અને માછલીનું માંસ ખાવાનું પ્સદ કરતી, મંદિર સંકુલની અંદર વિમલા અને બહાર વારાહી જેવી સ્થાનિક દેવીઓ પર ક્રોધ નથી કરતા.

પછીથી, પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિઓ (ખેતી, ખાણકામ, પશુપાલન) અને ગૌણ આર્થિક પ્રવૃત્તિઓ (ઉત્પાદન) ને અન્ય સમુદાયોને સોંપી દઈને, તેમાંથી લાભ મેળવેલા લાભમાંથી તૃતીય આર્થિક પ્રવૃત્તિઓ (વેપાર, બેંકિંગ) અપનાવીને હિંસાથી દૂર રહેવાનો વિકલ્પ વિકસ્યો. આજે જે મજૂર ગારમાટી અને પશુ (જીવંત કે મૃત) સાથે કામ લે છે, તે ગરીબ મજૂર છે અને ગામડાઓમાં રહે છે. તેને મજૂરી ભળાવી દઈને બુદ્ધિથી કામ લેનારો વર્ગ ઉચ્ચ વર્ગ કહેવાયો અને શહેરમાં દૂર ભવ્ય વ્યવસાયોમાં છે.

આજે હિંસા અને અનાજ અને સંપત્તિ વચ્ચેનો સંબંધ આપણને ઓછો સમજાય છે કારણ કે આપણે શહેરી વિસ્તારોમાં રહીએ છીએ. આજનો એ સમાજ ૫,૦૦૦ વર્ષથી વધુ સમયથી ભારતના બળદગાડાના અર્થતંત્રની ચલાવવા માટે નપુંસક કરાયેલા લાખો બળદો અથવા વાર્ષિક પાકને બચાવવા માટે માર્યા ગયેલા અબજો ઉંદરોથી પરિચિત નથી. આપણે એ બધી વાતોથી શરમ અનુભવીએ છીએ, અને એ સૂચનથી પણ ગુસ્સે થઈએ છીએ કે બુદ્ધે કદાચ તેમના છેલ્લા ભોજનમાં ડુક્કરનું માંસ ખાધું હશે, કે જ્યારે સંસ્કૃત સાહિત્યમાં રામે કદાચ હરણનું માંસ ખાધું હશે તેવા પુરાવા મળે ત્યારે આપણે તેનો વિરોધ કરતી સેનાને છ્ટી મુકી દઈએ છીએ..

આજે અહિંસા શાકાહાર સાથે ગાઢ રીતે જોડાયેલી છે, જેને ભદ્ર વર્ગ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે આ વર્ગ પુરવઠા શૃંખલાની બાબતોથી તેમનાં સદ્‍નસીબે, અજાણ છે, તેથી અસંસ્કારી સમૃદ્ધ જાતિઓને તેમના ખાનગી રિવાજોને જાહેર નીતિઓમાં ફેરવાતાં જોવાતાં પરિણામો ભોગવવાં પડે છે.

શાકાહારનો હેતુ સંન્યાસીને પ્રકૃતિ અને સંસ્કૃતિથી મુક્ત કરવા માટે હતો. શાકાહાર પાળનારા પરિવારના સભ્યોએ ક્યારેય શાકાહારને પરિવારના અન્ય સભ્યો પર લાદ્યો નહીં. શાકાહાર પાળનારા ગૃહસ્થોએ ક્યારેય તેને અન્ય ગૃહસ્થીઓ પર લાદ્યો નહીં. પ્રકૃતિ અને સંસ્કૃતિથી મુક્ત થવાની શોધ માટે બન્ને વર્ગને પરસ્પર આદર હતો; તે દરેકની વ્યક્તિગત અને અંગત પસંદગીનો માર્ગ હતો.

શાકાહાર ક્યારેય, આજે બની બેઠેલા, સામાજિક ન્યાય કે પ્રાણી અધિકારોનું શસ્ત્ર નહોતું. અનુમાન કરો કે જ્યારે સમાજ પર બળજબરીથી શાકાહાર લાદવામાં આવે છે ત્યારે કોણ પીડાય છે? ગરીબ વર્ગ.

કલ્પના કરો કે એક શાકાહારી વેપારી એક આદિવાસી વ્યક્તિને કહે છે કે તેણે શું ખાવું જોઈએ. કલ્પના કરો કે એક સોફ્ટવેર એન્જિનિયર એક કસાઈને કહે છે કે તેનું કામ ખરાબ છે. એક બૌદ્ધ અરહત, જૈન મુનિ, હિન્દુ સાધુ ક્યારેય આવું નહીં કરે. આજે કરૂણતા એ છે કે જે ઉદ્યોગપતિઓ પોતાના કામદારોનો દુર્વ્યવહાર અને શોષણ કરે છે તેમને તેમના આધ્યાત્મિક ગુરુઓ દ્વારા જાહેરમાં માન આપવામાં આવે છે કારણ કે આ ઉદ્યોગપતિઓ તેમના કાર્યસ્થળમાં માંસાહારીઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દર્શાવે છે.

શાકાહારને હવે એક દયાળુ જીવનશૈલી તરીકે માર્કેટિંગ કરવામાં આવે છે. શાકાહરને સ્વ-ન્યાયીપણાના કૃત્ય, નૈતિક આક્રોશ, નિષ્ક્રિય આક્રમકતા અને અહિંસક ઉલ્લંઘનના કૃત્યો દ્વારા લાદવામાં છે, જેમ કે માંસાહારીઓને "માંસ ખાનારા" તરીકે મજાક ઉડાવવી, અને પાલન કરવાનો ઇનકાર કરનારાઓને રહેવાનો ઇનકાર કરવો, જે લોકો ઇંડા, માછલી, મટન, ડુક્કરનું માંસ અને બીફ ખાય છે તેઓએ છાત્રાલય અને કંપની કેન્ટીનમાં અલગ રસોડું, અલગ વિભાગ અને અલગ વાસણો સ્વીકારવા પડશે, જેવા સોશિયલ મીડિયા પર દુર્વ્યવહાર .

શાકાહારીઓમાં પણ એક આધ્યાત્મિક સીડી બનાવવામાં આવી છે. જે લોકોં મૂળીયાં શાકભાજી ખાતા નથી તેઓ પોતાને ઉચ્ચ સ્તર પર રાખે છે, કારણ કે તેમના ખોરાકમાં હિંસા ઓછી માત્રામાં હોવાનું કહેવાય છે. આવા ભેદભાવને વાજબી ઠેરવવામાં આવે છે, એનું માન પણ કરાય છે, કારણ કે અહિંસા સારી વિચારસરણી અને પ્રથા છે.

શુદ્ધતા

છેલ્લે, આપણે સૌથી ઘાતક મઠ પ્રથા - શુદ્ધિકરણ - પર આવીએ છીએ. પ્રવચન જણાવે છે કે આત્મા શુદ્ધ અને આનંદી છે જ્યારે દેહ પ્રદૂષણ અને તોફાની છે. તેથી, દેહ અને પ્રકૃતિથી મુક્ત થવાની અને દિવ્યતાને સ્વીકારવાની ઝંખના ધરાવાતી હોય છે. શુદ્ધિકરણ, ઝેર દૂર કરવાની અને ભૌતિકવાદ, વ્યાપારવાદ, આનંદ અને હિંસાથી દૂર રહેવાની માંગ કરે છે. કોઈ સેક્સ નહીં, દારૂ નહીં, માંસ નહીં, અને કોઈ નકારાત્મક વિચારો કે કાર્યો નહીં. સેક્સ, દારૂ, માંસ અને પૈસા સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ શુદ્ધ કરી દેવાયા છે. આ વિચારોમાં આપણે અસ્પૃશ્યતાના અમાનવીય પ્રથાના બીજ શોધીએ છીએ.

તેથી શહેરો એવા સ્થળોએ રચાયેલા છે જ્યાં કેન્દ્રમાં સૌથી શુદ્ધ લોકો રહે છે: બ્રહ્મચારી સંન્યાસી અને પવિત્ર પૂજારી, જે શાકાહારી છે, પાણીની પુષ્કળ સુવિધા છે. પરિઘમાં સૌથી અશુદ્ધ લોકો રહે છે: કસાઈઓ, ચામડાના કારીગરો, ગટર સાફ કરનારા, માંસ ખાનારા, મસાણીયાઓ અને વેશ્યાઓ, જેઓ તેમના વ્યવસાયોને કારણે ગંદા છે, અને વધુ ગંદા રહે છે કારણ કે તેમને ગામડાના કૂવાનો ઉપયોગ નિષિદ્ધ છે. આ કહેવાતા અસ્પૃશ્યોનું ક્ષેત્ર હતું. બે અંતિમોની વચ્ચે વાણિજ્ય વેપારી અને જમીનદારો છે, જેઓ હિંસા કરવાવાળાં કામો પરિઘવાળોને સોંપી દે અને કેન્દ્રના સંન્યાસીઓ અને પૂજારીઓને ભંડોળ પૂરું પાડતા હતા.

જાતિ વંશવેલોનો સિદ્ધાંત મનુસ્મૃતિમાં સંહિતાબદ્ધ હોઈ શકે છે, પરંતુ જાતિ વંશવેલો અસ્પૃશ્યતા જેવો નથી. અસ્પૃશ્યતા શુદ્ધતામાં વિશ્વાસ અને પવિત્ર અને અપવિત્ર, આત્મા અને માંસ, શુદ્ધ અને અશુદ્ધ, પવિત્ર અને અપવિત્રને અલગ પાડવાથી ઉદ્ભવે છે. સંન્યાસી અને પૂજારીનો હેતુ બાકાત રાખવાનો કે ભેદભાવ કરવાનો ન હોય શકે, પરંતુ તેમના ધ્યેયો, સ્ત્રીનું માસિક રક્ત, માંસાહારી પાત્ર અને દલિતનો સ્પર્શ જેવી, તથાકથિત તમામ પ્રકારની ગંદકી પ્રત્યેના ઉપહાસને વ્યાખ્યાયિત કરે છે અને કાયદેસર ઠેરવે છે: .

નિષ્કર્ષ

આજકાલ, બ્રહ્મચર્ય, અહિંસા, શુદ્ધિકરણ, તેમજ સ્ત્રીદ્વેષ, ક્વિઅરફોબિયા, શાકાહાર અને અસ્પૃશ્યતા જેવી પ્રથાઓને સમજાવવા માટે વિજ્ઞાન, અથવા તો છદ્મ-વિજ્ઞાનનો ઉપયોગ કરવો સામાન્ય છે. તેનાથી એ હકીકતને અવગણી ન શકાય કે આ પિતૃસત્તાક પ્રથાઓ છે. ઉપરથી, તો તે તેને ન્યાયી ઠેરવે છે. જો કે, જો આપણે આ પ્રથાઓના મૂલને શોધવા માંગતા હોઈએ, તો સંન્યાસીના સુખદ સ્મિત પર નજર નાખવી જોઈએ. તેને પવિત્ર બનાવવામાં ફાળો આપતી બધી પ્રવૃત્તિઓના અણધાર્યા પરિણામો પર વિચાર કરવો એ એક સારો વિચાર છે.

  • સ્ક્રૉલ.ઈન માં  ૧૨ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખThe hermit’s smile: How celibacy, non-violence and purity work to establish patriarchy in India નો અનુવાદ | વિશ્વ  પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૩ ડિસેમ્બર ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો