બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ભારતના ઇતિહાસમાં ઈશ્વર - દેવદત્ત પટ્ટનાઈક

 

આપણને ખબર નથી કે ૫,૦૦૦ વર્ષ પહેલાં સિંધુ ખીણના શહેરોમાં ભગવાનની કલ્પના અસ્તિત્વમાં હતી કે નહીં. તેમની આકૃતિઓ, મૂર્તિઓ અને પ્રતીકો સાથેની મહોર પવિત્રતાના વિચારની જાગૃતિ સૂચવે છે. આજે પણ હિંદુ ધર્મમાં દિવ્યતા દર્શાવવા માટે બળદ, હાથી, વાઘ અને વૃક્ષ જેવા પ્રતીકોનો ઉપયોગ થાય છે.

,૦૦૦ વર્ષ પહેલાં આખરી સ્વરૂપ અપાયેલા વૈદિક સ્તોત્રોમાં પૃથ્વી, આકાશ અને તેમની વચ્ચેના વાતાવરણમાં વસતા ઘણા દેવતાઓ (દેવો)નો ઉલ્લેખ છે. તેઓ એક મહાન દેવ, પિતા (પ્રજાપતિ), અથવા માતા (અદિતિ), અથવા કદાચ ભાષા, અથવા ચેતના જેવા વિચારની પણ વાત કરે છે, જે બધા દેવતાઓ અને સમગ્ર વિશ્વને એકસાથે બાંધે છે. તેઓ શંકા પણ વ્યક્ત કરે છે, 'કોણ જાણે? દેવતાઓ પણ પાછળથી આવ્યા!'

,૫૦૦ વર્ષ પહેલાં રચાયેલા ઉપનિષદોમાં, બધા જીવંત જીવોની અંદર આત્મા સ્વરુપે ભગવાન અને બહાર બ્રહ્મ સ્વરૂપે  ભગવાનની ચર્ચા વધુને વધુ થઈ રહી છે. ઈશ્વરનાં આ સ્વરૂપો આપણી આસપાસની દરેક વસ્તુઓમાં, ખડકો અને તત્વો સુદ્ધામાં પણ ફેલાયેલાં છે. આ વિચાર વેદાંત પરંપરામાં અને ભગવદ ગીતામાં જીવ-આત્મા અને પરમ-આત્મા બની જાય છે.

,૨૦૦ વર્ષ પહેલાં વિકસવા માંડેલી પૌરાણિક પરંપરામાં, ભગવાનની કલ્પના કથાઓ દ્વારા કહેવાઈ છે. ભગવાન એક કથામાં શિવ તરીકે એક પાત્ર બને છે જેમને લગ્ન કરવાની જરૂર છે તો બીજી કથાઓમાં તે રામ,કૃષ્ણ, અને વિષ્ણુના ઘણા અવતારો દ્વારા શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સમાજ બનાવવા માટે સખત પ્રયાસ કરે છે.  છે. કથાઓ આશ્રમના આદેશોને પડકારે છે અને જ્યાં દેવતાઓનું પ્રતિષ્ઠાન કરવામાં આવે, પૂજા કરવામાં આવે અને ગીત, નૃત્ય અને ભોજન દ્વારા ઉજવણી કરવામાં આવે એવાં મંદિરોના વિચારની પ્રેરણા આપે છે  છે. આ મંદિરોની દિવાલો પર, દેવી-દેવતાઓ, તેમના ભવ્ય રસાલા સાથે, અવનવાં પરાક્રમો કરે છે, તેમજ  જવાબદારીઓનો ભાર વહન કરવાની સાથે સાથે  સાંસારિક જીવનના આનંદ પણ માણે છે.

,૪૦૦ વર્ષ પહેલાં લખવાનું શરૂ થયેલું મનાતાં પહેલાં લખવામાં આવવાનું શરૂ થયું હતું, એવાં તંત્રોમાં પરંપરા ભલે ઘણી પ્રાચીન લાગે, પણ ભગવાનને જાતીય રૂપકોનો ઉપયોગ કરીને વ્યક્ત કરાયેલ છે. મન પુરુષ શિવ બને છે અને પદાર્થ સ્ત્રી શક્તિ બને છે. અહીં, પહેલાની પરંપરાઓમાં ભાગ્યે જ ઉલ્લેખ કરાયેલ, પરંતુ ગામડા અને આદિવાસી લોકોમાં લોકપ્રિયસ્ત્રી સ્વરૂપ કેન્દ્ર સ્થાને છે. એ સ્ત્રી સ્વરૂપ જ ભગવાનને દિવ્ય બનાવે છે.

ભારતમાં ઇસ્લામના આગમન સાથે, લગભગ એક હજાર વર્ષ પહેલાં, દક્ષિણમાં સમુદ્ર દ્વારા અને ઉત્તરમાં જમીન દ્વારા, દક્ષિણમાં વેપાર દ્વારા અને ઉત્તરમાં તલવાર દ્વારા, ઈશ્વરનું નિરાકાર (નિર્ગુણ) અને પુસ્તક દ્વારા પ્રગટ થયેલ ભગવાનનૂં સ્વરૂપ મહત્વપૂર્ણ બની જાય છે, અને કલ્પના, કથા, ગીત અને નૃત્ય દ્વારા પ્રગટ થતાં વિવિધ સ્વરૂપો ધરાવતા ભગવાનને વિકલ્પ તરીકે નહીં પણ પૂરક બનાવે છે.

લગભગ ૮૦૦ વર્ષ પહેલાં ગામડાની શેરીઓ અને ચોકમાં વધુને વધુ લોકપ્રિય બનેલા અને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં દસ્તાવેજીકૃત થયેલા ભક્તિ ગીતોમાં, માલિક, મિત્ર, ભાઈ-બહેન, બાળક, માતાપિતા, પ્રેમી, અને દુશ્મન તરીકે ઈશ્વર સાથે આત્મીયતા બનાવવા માટે એક ભાવનાત્મક રાજમાર્ગ સ્થાપિત કરવામાં આવ્યો છે જેને  પણ માનવામાં આવે છે.

ભારતના બ્રિટિશ શાસકોએ હિન્દુ ધર્મના ભગવાનને એક ચોક્કસ ચોકઠામાં મૂકવાનો પ્રયાસ કર્યો. તેથી પ્રશ્નો ઉભા થાય છે: શું હિન્દુ ધર્મ અનેકેશ્વરવાદી, એકેશ્વરવાદી, સર્વેશ્વરવાદી, અદ્વૈત્વવાદી, અનેક સ્વરૂપો પૈકી એક સ્વરૂપમાં આસ્થાનો વર્ગ  કે એક સંદર્ભમાં એક સ્વરૂપમાં આસ્થા રાખતો વર્ગ છે? જવાબો સંસ્થાનવાદી માન્યતાની સ્વીકૃતિની મંજૂરીને આધીન બની રહે છે. ઘણાએ 'અનેકમાંના એક'ની ચોખવટ સાથે એકેશ્વરવાદ પસંદ કર્યો. બીજા એક વર્ગના લોકોએ ખ્રિસ્તી લોકોએ તેમના વિશે જે કહ્યું તેનાથી ઓજપાઈને બહુ મહેનત કરીને બતાવવા કોશિશ કરી કે હિન્દુઓ મૂર્તિપૂજક કે મૂર્તિપૂજક નથી. કેટલાકે એવો આગ્રહ સેવ્યો કે હિન્દુઓ ધર્મ નાસ્તિક પરંપરાઓ અનુસરતા અજ્ઞેયવાદી છે. થે. આ અણઘડતા આજે ભગવાન પરના આપણી ચર્ચાઓમાં મોટાભાગે છતી થાય છે.  બધા ભારતીયો માટે ઈશ્વરની એક સમાન વ્યાખ્યા શોધવાની આપણી ખોજમાં આપણે ભારતમાંના ઈશ્વરાના દીર્ઘ અને જટિલ ઇતિહાસને ભૂલી જઈએ છીએ.

  • મિડ ડે માં  ૧૪ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ God in Indian history  નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૧૭ ડિસેમ્બર ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો