શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

સંચાલકોને પ્રશિક્ષકની ભૂમિકામાં તૈયાર કરીને સંસ્થામાં ટીમોને સશક્ત કરીએ

તન્મય વોરા


આ વિષય દ્વારા એક એવાં વિચારબીજને રોપવાનો આશય છે  જે સંસ્થાના માળખાને નાટ્યાત્મક રીતે સશક્ત બનાવી શકે છે. સંચાલક અથવા ટીમ લીડના પદ પરના દરેકને દર મહિને ઓછામાં ઓછા બે કલાક અન્ય લોકોને (પહેલી પસંદગી તેમની ટીમોને આપી શકાય) તાલીમ આપવા માટે કહો. વિષય તેઓ જ નક્કી કરે. (મોટાભાગે તેમનાં પ્રાથમિક કૌશલ્ય ક્ષેત્ર, પ્રક્રિયાઓ, પદ્ધતિઓ, સોફ્ટ સ્કિલ અથવા એવા કોઈ પણ વિષય પસંદ કરી શકાય. ક્યારેક ક્યારેક માત્ર વ્યક્તવ્ય કે પ્રેઝન્ટેશન પણ આયોજી શકાય.

થોડા ફાયદા:

¾    સંચાલક અથવા ટીમ લીડ્સ આ વિષયો વિશે પોતે પણ નવી નવી બાબતો શીખી શકે છે.

¾    આ પ્રયોગ દ્વારા તેઓ વિચાર પ્રક્રિયા, વિચારોની રજૂઆત અને જાહેરમાં બોલવાની બાબતે વધુ સારી કુશળતા મેળવી શકે છે.

¾    પોતાના અનુભવો અને તારણો બીજાંઓ સાથે વહેચવાની સાથે સાથે સામેના લોકોને આ વિષય વિશેના આગવા દ્રષ્ટિકોણ સમજાવી શકાશે અને લોકોના દૃષ્ટિકોણ સમજી શકાશે.

¾    ટીમના સભ્યો તેમના સંચાલક અથવા ટીમ લીડને પોતાના કાર્યક્ષેત્રોમાં જ્ઞાન વૃદ્ધિ દ્વારા થતાં મૂલ્યવર્ધન માટે સન્માન આપવાનું શરૂ કરી શકે છે.

આ પ્રયોગ, શરૂઆતમાં  ત્રણ મહિના માટે કરી જૂઓ. હાજરીની સંખ્યા અને ગુણવત્તાની નોંધ રાખો અને ખર્ચવામાં આવેલા પ્રયત્નોનું માપ કાઢો - આ પ્રયાસનું ખર્ચ પરનું વળતર સારૂ  રહેવું જોઈએ કેમકે તે લોકો વચ્ચે મજબૂત કડીઓ બનાવે છે.

બહુ જટિલ વિષયોને પસંદ ન કરીને જ્યારે તાલીમનું ભારણ ઓછું રાખવામાં આવે છે ત્યારે તે સૌથી અસરકારક હોય છે. વધુમાં - તે સતત શીખવાનાં વાતાવરણને પોષે છે.

પ્રયોગ કરી જોવા જેવો જરૂર છે !

સ્રોત સંદર્ભ:: Build Strong Teams by Turning Your Managers Into Trainers


અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

- - - . . . - - - . . . - - -

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો