શુક્રવાર, 5 ડિસેમ્બર, 2025

દરેક ઉદ્યોગ સાહસિકે જોવી જ જોઈએ એવી ૧૦ દસ્તાવેજી ફિલ્મ......

 

ઉત્પલ વૈશ્નવ

મોટા ભાગના નવ્ય-ઔદ્યોગિક-સ્ટાર્ટાઅપ સંસ્થાપકો નવુંનવું શીખવા માટેના બોધપાઠોની ખોજ પુસ્તકોમાં કરતાં હોય છે.
તે પૈકી વધારે વિચક્ષણ લોકો ઉર્ધ્વ પ્રગતિ, જોખમો અને પતન (પાયમાલી) વિશેનાં પુસ્તકોને તેમના વાંચનમાં ખાસ પ્રાથમિકતા આપે છે.
નરી વાસ્તવિકાઓની કહાણીઓ. માત્ર સુખાંત કથાઓ જ નહીં...

સિદ્ધાંતો, સૈદ્ધાંતિક માન્યતાઓ જે છપાવી બેઠેલ હોય છે તે દસ્તાવેજી ફિલ્મો ઉઘાડી કરી મૂકે છે.

નિદ્રાવિહિન, પાસાં ઘસી ઘસીને વિતાવેલી, રાતો.
નૈતિક ધર્મસંકટો.
કરોડો રૂપિયાનાં સામ્રાજ્યોને પળવારમાં ખડા કરતા, કે ધ્વંસ કરી દેતા, નિર્ણયો

આ યાદી અહીં એટલે મુકી છે કે દરેકમ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિક એક સત્ય તો આખરે શીખે જ છે:

બીજાના જખમોમાંથી શીખેલા બોધપાઠ તમારા વિકાસને વેગ આપે છે.

૨૦૨૬નાં ઘડતર વિશેનાં તમારાં આયોજનમાં આ દસ દસ્તાવેજી ચિત્રો તમારી વિવેકબુદ્ધિ અને નિર્ણયશક્તિને વધારે ધારદાર બનાવશે, તમારા દૃષ્ટિકોણને વધારે વ્યાપક બનાવશે, અને ન કરવા જેવી ભૂલો કરવામાંથી બચાવશે.

ચકડોળમાં ઘુમતી આ ફિલ્મો પર નજર કરો.
એક પછી એક પસંદ કરો.
દર અઠવાડીયે એક એક કરીને જૂઓ.

Fyre – The Greatest Party That Never Happened (2019)

ઐતિહાસિક નિષ્ફળતા. માર્કેટીંગની પતંગોને હવામાં ઉડતી રાખવા  કામગીરીની માંજો પાયેલી દોરની મદદ જોઇએ

https://www.netflix.com/in/title/81035279

Pixar Story (2007)

નાવીન્ય, રચનાત્મકતા અને લવચીક અનુકૂલનશીલતાની ત્રિગુણી રસી વડે પિક્ષરે એનિમેશનને ફરી બેઠું કર્યું અને નવું કરતાં રહેવાની ભૂખ જાળવી રાખી

https://www.dailymotion.com/video/xq5vxi

https://www.dailymotion.com/video/xq63h0

https://www.dailymotion.com/video/xq65yh

 The Call of Entrepreneur (2007)

સ્ટાર્ટ-અપનાં સમરાંગણમાં ધૈર્ય અને હિમંત જોખમોનો પડકાર ઝીલતા અને વિજય વરતા વાસ્તવ જગતના સંસ્થાપકો


Inside Bill’s Brain: Decoding Bill Gates (2019)

એકાગ્રતા અને વ્યૂહરચના બાબતે સમસ્યા-નિરાકરણના અને પ્રાથમિકતા આપવાના બીલ ગેટ્સના બોધપાઠ





Dirty Money (2018)

ભ્રષ્ટાચાર અને છળકપટને ઉઘાડાં પાડતો અને નૈતિકતા અને ઉત્તરદાયિત્વને યાદ કરાવતા કિસ્સાઓનો અમૂલ્ય સંગ્રહ








The Inventor: Out for Blood in Silicon Valley (2019)

પાયા વિનાના પ્રચાર ગુબ્બારાઓનાં જોખમોને છતાં કરતાં થૅરેનૉસ જણાવે છે કે પૂરતી, તલસ્પર્શી, તપાસનો કોઈ વિકલ્પ નથી

https://www.dailymotion.com/video/x9gas76





WeWork: Or the Making and Breaking of a $47 Billion Unicorn (2021)

બહુ ઝડપથી મોટા થવું, કરિશ્માઈ નેતૃત્વ અને બઢાવેલ ચઢાવેલ મૂલ્ય-આકારણીઓની સામે ચેતવણીના સુરની કહાણી


Becoming Warren Buffet (2017)

ઓમાહાના ઋષિ પાસેથી ધૈર્ય, કરકાસર અને લાંબા ગાળાની વિચારસરણીના પાઠ શીખીએ


Enron: The Smartest Guys in the Room (2005)

નૈતિકતાના અવળા પાઠમાં ઊંડી ડૂબકી - છેતરપિંડીઓના ખેલમાં ચમરબંધીઓ ધૂળ ચાટતા કેમ થયા તે જૂઓ


Startup.com (2001)

ડૉટ.કોમ પરપોટાની ફુલવાની અને ફાટવાની હકીકતની તપાસ, આંતરિક સંઘર્ષો અને ફન્ડીગનાં જોખમોની માયાજાળ


તમારી આવતી કાલ તમારી આભારી બની રહેશે.

બીજાંની ચડતી પડતીનો અભ્યાસ આપણી પોતાની પ્રગતિના વેગનો ગુણાકાર કરી આપી શકે છે.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, 10 documentaries every entrepreneur should watch નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૫ ડિસેમ્બર ૨૦૨૫



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો