શુક્રવાર, 2 જાન્યુઆરી, 2026

કોઈ જોતું હોય કે ન જોતું હોય, તમારામાંના નેતૃત્વને રોક્યું નથી રોકી શકાતું

ઉત્પલ વૈશ્નવ

સંચાલન કક્ષાએ પહોંચેલાં ઘણાં લોકોનાં પદમાં અગ્રણી હોવાનું લેબલ તો હોય છે.

પરંતુ, ખરા અર્થમાં નેતૃત્વ બહુ ઓછાં લોકો પૂરૂં પાડતાં હોય છે.

પોતાના પદ અનુસારનું કામ કરવું તો સહેલું છે.

નક્કી કરેલાં કામ કરવાં.

નિશ્ચિત કરેલ ધ્યેય સિદ્ધ કરવાં.

મિટિંગોમાં ભાગ લેવો.

અને, પગાર મેળવવો.

નેતૃત્વ પૂરૂં પાડવું એ અલગ જ બાબત છે.

તંત્ર વ્યવસ્થાની તિરાડ ખાઈ બને તે પહેલાં ધ્યાન પર લેવી.

ચૂપ રહેવું શ્રેયકારક હોય ત્યારે અપ્રિય લાગે તેવી વાત કહી શકવી.

દોષારોપણનો ટોપલો પોતાની ટીમના સાથીદારને માથે ન જવા દઈને પોતે પહેરી લેવો.

ટૂંકે ગાળે મોંઘા પડતાં લાગતા નિર્ણયો લઈને લાંબા ગાળાના ફાયદા કરી શકવા.

આ બધાં માટે વધારે વેતન કે વધારે નોંધ ન પણ લેવાય.

પદની જવાબદારીઓ સોંપાય ત્યારે આવું બધું કહેવાયું ન હોય.

ઘણી વાર  તો આભારના બે બોલ પણ કોઈ ન કહે. 

તમે પણ આ બધું એટલે કરો છો કે તેમ કર્યા વિના તમને ચાલે તેમ નથી.

પોતાનાં કામ માટે પગાર મળે છે.

તમારામાંના નેતૃત્વને રોક્યું નથી રોકી શકાતું, કોઈ જોતું હોય કે ન જોતું હોય.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Leadership is what you can’t not do, even when no one is watching. નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૨ જાન્યુઆરી ૨૦૨૬ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો