બુધવાર, 10 જૂન, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૬]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન

૨૧ ફેબ્રુઆરી, ૧૯૪૭
માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝ, ટ્રિબ્યુનને બદલે.

ફેબ્રુઆરી ૧૯૪૭ના ત્રીજા અને ચોથા અઠવાડિયા માટે, ઇંધણની તીવ્ર અછત હતી અને તેને પરિણામે વીજળી કાપ લગાવવાને કારણે સરકારી આદેશ દ્વારા રાષ્ટ્રીય સપ્તાહાંત સમીક્ષાઓ અને ઘણા વેપાર પત્રોના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કટોકટી દરમિયાન મદદ કરવા માટે, ધ ઓબ્ઝર્વર, માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝ અને ડેઇલી હેરાલ્ડે ટ્રિબ્યુનને તેમના કોલમનું આતિથ્ય આપ્યું હતું. ઓરવેલે ૨૬ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ ડ્વાઇટ મેકડોનાલ્ડને લખેલા પત્રમાં ટ્રિબ્યુનના સસ્પેન્શન અને આવકના નુકસાનનો ઉલ્લેખ કર્યો છે. નીચે 'ટ્રિબ્યુન'માં દર અઠવાડિયે પ્રકાશિત થતા જ્યોર્જ ઓરવેલના મારી દૃષ્ટિએ ('એઝ આઈ પ્લીઝ' – As I Please)ના અંશો છે.

છેલ્લા કેટલાક મહિનામાં બીજી વખત, મંચન માટે પ્રતિબંધિત નાટક બી.બી.સી. દ્વારા પ્રસારિત થવાના સમાચાર  બ્રિટનમાં સાહિત્યિક સેન્સરશીપને નિયંત્રિત કરતા નિયમોની વાહિયાતતાને એકવાર બહાર લાવે છે. પ્રતિબંધિત નાટક કદાચ મંચન કરવામાં આવત તેના કરતાંબી.બી.સી. દ્વારા પ્રસારિત થવાથી ઘણા વધારે લોકો સુધી પહોંચશે.



ફક્ત મંચન થતાં નાટકો અને ફિલ્મોને જ રિલીઝ થાય તે પહેલાં સેન્સરશીપ માટે રજૂ કરવી પડે છે.. પુસ્તકોની વાત કરીએ તો , તમે જે પસંદ કરો છો તે છાપી શકો છો અને કેસ ચાલે તેનું જોખમ લઈ શકો છો. આમ, ગ્રાનવિલ બાર્કરના 'વેસ્ટ' [1] અને બર્નાર્ડ શોના 'મિસિસ વોરેન'સ પ્રોફેશન (Mrs. Warren’s Profession' જેવા પ્રતિબંધિત નાટકો તરત જ પુસ્તકના સ્વરૂપમાં રજૂ થઈ શકે છે, જેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો ભય નથી, અને નિઃશંકપણે અગાઉ થઈ ચુકેલ બદનક્ષીને કારણે વધુ સારી રીતે વેચાય છે. એ કહેવું વાજબી છે કે, જો સારાં હોય, તો પ્રતિબંધિત નાટકો સામાન્ય રીતે વહેલા કે મોડા પ્રકાશમાં આવે છે. રાજકારણ તેમજ સેક્સને પણ આકર્ષિત કરતું 'વેસ્ટ'ને પણ લખાયાના ત્રીસ વર્ષ પછી આખરે પ્રદર્શિત થવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે તેની તાકાત કહી શકાય એવી પ્રસંગોચિતતા અપ્રસ્તુત બની ગઈ હતી.


નાટકોની લૉર્ડ ચેમ્બરલેનન દ્વારા સેન્સરશીપ સાથેની સમસ્યા એ નથી કે તે લાગુ કરાય છે, પરંતુ એ છે કે તે ક્રૂર અને મૂર્ખતાપૂર્ણ છે, અને, દેખીતી રીતે, કોઈ પ્રકારની સાહિત્યિક તાલીમ વિનાના અમલદારો દ્વારા લાગુ કરવામાં આવે છે. જો સેન્સરશીપ હોવી જ હોય, તો તે પહેલેથી થાય એ વધુ સારું છે, જેથી લેખકને ખબર પડે કે પોતે ક્યાં છે. બ્રિટનમાં પુસ્તકો પર ભાગ્યે જ પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરંતુ જે પ્રતિબંધો લાગુ પડે છે તે સામાન્ય રીતે મનસ્વી હોય છે. ઉદાહરણ તરીકે, 'ધ વેલ ઓફ લોનલીનેસ (The Well of Loneliness)[2] દબાવી દેવામાં આવ્યું હતું, જ્યારે તે જ સમયે પ્રકાશિત થતા અન્ય પુસ્તકો કોઈના ધ્યાન પર આવ્યા ન હતાં.

જે પુસ્તક બચી જાય છે તે કોઈ અભણ અધિકારીના ધ્યાન પર લાવવામાં આવ્યું હશે તેવું લાગે છે. કદાચ હવે પ્રકાશિત થતી અડધી નવલકથાઓ પણ જો યોગ્ય હાથમાં જાય તો આ દુર્ઘટનાનો ભોગ બની શકે છે. જોકે મૃત્યુ પામેલા હંમેશા આદરણીય હોય છે પરંતુ મને શંકા છે કે જો આપણા મેજિસ્ટ્રેટ અને પોલીસ વધુ સારા વાચકો હોત તો પેટ્રોનિયસ, કે ચોસર, કે રાબેલાઈસ, કે શેક્સપિયર સુદ્ધિકરણ(!)ની પ્રક્રિયામાં મુક્ત રહેત કે નહીં.  

+                 +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 



[1] હાર્લી ગ્રાનવિલે-બાર્કર (૧૮૭૭ - ૧૯૪૬) દ્વારા લખાયેલ વેસ્ટ (Waste)૧૯૦૭માં લોર્ડ ચેમ્બરલેન દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ કારણ કે નાટકમાં એક દુર્ઘટના - ર્ભપાત-નો સમાવેશ થતો હતો. ૧૯૩૬માં તે જાહેરમાં રજૂ કરવામાં આવ્યું હતું.


[2] (માર્ગુરાઇટ) રેડક્લિફ હોલ (૧૮૮૦ - ૧૯૪૩), નવલકથાકાર અને કવિ હતાં. તેમણે ૧૯૦૬-૧૫ દરમિયાન કવિતાના અનેક ગ્રંથો અને પછી નવલકથાઓ અને વાર્તાઓ પ્રકાશિત કરી, જેમાં એડમ્સ બ્રીડ (૧૯૨૬), વેલ ઓફ લોનલીનેસ (The Well of Loneliness ) (૧૯૨૮), અને માસ્ટર ઓફ હાઉસ (૧૯૩૨)નો સમાવેશ થાય છે. એડમ્સ બ્રીડને જેમ્સ ટેટ બ્લેક મેમોરિયલ પ્રાઇઝ, ફેમિના વિ હ્યુર્યુઝ પ્રાઇઝ અને આઇશેલબર્ગર ગોલ્ડ હ્યુમન એવોર્ડ મળ્યા હતા. સ્ત્રી સમલિંગતાના ચિત્રણને કારણે થયેલ બદનામી બાદ ૨૮ ઓગસ્ટ ૧૯૨૮ના રોજ ઇંગ્લેન્ડમાં વેલ ઓફ લોનલીનેસ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. તે તરત પેરિસમાં ફરીથી પ્રકાશિત થયું અને તે ૧૯૨૮માં ન્યૂ યોર્કમાં પણ પ્રકાશિત થયું, જેમાં હેવલોક એલિસ દ્વારા ટિપ્પણી કરવામાં આવી. નવલકથા ૧૯૪૯માં લંડનમાં (કોઈપણ ટિપ્પણી વિના) ફરીથી પ્રકાશિત થઈ. મિસ હોલના સાથી, લેડી ઉના વિસેન્ઝો ટ્રુબ્રિજે લાઇફ એન્ડ ડેથ ઓફ રેડીફ હોલ (૧૯૬૧) લખી. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો