બુધવાર, 5 ઑગસ્ટ, 2026

પત્રિકા સાહિત્ય, ૧૯૪૩ - જ્યોર્જ ઑર્વેલ

 

એક હજાર શબ્દોમાં પંદર પત્રિકાઓની પર્યાપ્ત સમીક્ષા કરી શકાય તેમ નથી, મેં પંદરની સંખ્યા એટલા સારુ પસંદ કરી છે કે તેમ કરવાથી વર્તમાન પત્રિકાઓના નવ મુખ્ય પ્રકારન પ્રવાહોમાંથી આઠનું પ્રતિનિધિત્વ કરે છે. (ખુટતો પ્રકાર શાંતિવાદ છે: મારી પાસે તાજેતરનો શાંતિવાદી પત્રિકા નથી.) તાજેતરના વર્ષોમાં પત્રિકાઓના પુનરુત્થાનમાં કેટલીક વિચિત્ર સુવિધાઓ સમજાવવાનો પ્રયાસ કરતા પહેલા, હું તેમને અલગ અલગ શીર્ષકો હેઠળ, ટૂંકી ટિપ્પણીઓ સાથે અહીં સુચિબદ્ધ કરીશ..

સાહિત્યિક શિષ્ટ ચોપાનિયાં 

૧.. ડાબેરી વિરોધી અને અણછતું-ફાશીવાદી: એ સોલ્જર્સ ન્યુ વર્લ્ડ. 2d. (ઉપ-શીર્ષક, 'શિબિરમાં લખાયેલ એક વિષયાંતર-વિરોધી પત્રિકા'; આ ઉચ્ચ કક્ષાનું વલણ ધરાવે છે અને સાબિત કરે છે કે સામાન્ય માણસ સમાજવાદ ઇચ્છતો નથી. મુખ્ય વાક્ય: 'કાબેલ લોકો ક્યારેય સરળ વસ્તુઓમાં આનંદ માણવાનું શીખ્યા નથી'.) ગોલાંઝ ઈન જર્મન વન્ડરલેન્ડ. 1s. (વેન્સિટારટાઇટ). વર્લ્ડ ઑર્ડર અથવા વર્લ્ડ રુઈનર. 6d. (આયોજન-વિરોધી; જી. ડી. એચ. કોલેએ ખંડન કરેલ.)
૨.. રૂઢિચુસ્ત: બોમ્બર કમાન્ડ કન્ટીન્યુઝ. 7d. (સત્તાવાર પત્રિકાનો સારો નમૂનો.)
૩. સમાજવાદી લોકશાહીની હિમાયત: ધ કેસ ઓફ ઑસ્ટ્રિયા. 6d. (ફ્રી ઑસ્ટ્રિયન મૂવમેન્ટ દ્વારા પ્રકાશિત.)
૪. સામ્યવાદી: ક્લિઅર આઉટ હિટલર'સ એજન્ટ્સ. 2d. (ઉપ-શીર્ષક, 'બ્રિટનમાં ટ્રોત્સ્કીવાદી વિક્ષેપનું પ્રદર્શન; અતિશય અપ્રમાણિક.)
૫. ટ્રોત્સ્કીવાદી અને અરાજકતાવાદી : ધ ક્રોનસ્ટાડ્ટ રિવોલ્ટ. 2d. (અરાજકતાવાદી પત્રિકા, મોટે ભાગે ટ્રોત્સ્કી પર હુમલો.)
૬. બિન-પક્ષીય કટ્ટરપંથી: વ્હૉટ'સ રોંગ વિથ ધ આર્મી? 6d. (એક હર્રીકેન પુસ્તક, સારી રીતે માહિતગાર અને સારી રીતે લખાયેલ બ્લિમ્પ વિરોધી દસ્તાવેજ.) આઈ, જેમ્સ બ્લન્ટ. 6d. (રૂંવાડાં ઉભું કરી દે એવું; એવી વાજબી ધારણા પર આધારિત કે અંગ્રેજ લોકોના મોટાભાગનાએ હજુ સુધી ફાશીવાદ વિશે સાંભળ્યું નથી.) બેટલ ઑફ જાયન્ટ્સ. કિંમત નથી જણાવાઇ, કદાચ 6d. (લોકપ્રિય બિન-સામ્યવાદી રશિયા તરફી સાહિત્યનો રસપ્રદ નમૂનો.)
૭. ધાર્મિક: એ લેટર ટુ ધ કન્ટ્રી ક્લર્જીમેન. ૨ સે. (ફેબિયન પેમ્ફલેટ, ડાબેરી એંગ્લિકન.) લડવૈયાઓ એવર. ૬ સે. (બુચમેનને સાચા ઠેરવાયા છે.)
૮. મહામૂર્ખ: બ્રિટન'સ ટ્રાયમ્ફન્ટ ડેસ્ટિની, અથવા રાઈચસનેસ નો લોન્ગ ઑન ધ ડીફેન્સીવ . ૬ સે. (બ્રિટિશ ઇઝરાયલ, પુષ્કળ ચિત્રો સાથે.) વ્હેન રશિયા ઇન્વેડ્સ પેલેસ્ટાઇન. ૧ સે. (બ્રિટિશ ઇઝરાયલ. લેખક, એ. જે. ફેરિસ, બી. એ., એ સંબંધિત વિષયો પર પત્રિકાઓની લાંબી શ્રેણી લખી છે, જેમાંથી એકનું ભારે વેચાણ થયું છે. ૧૯૪૦માં પ્રકાશિત તેમનું "વ્હેન રશિયન બોમ્બ્સ જર્મની",ની ૬૦,૦૦૦ થી વધુ નકલ વેંચાઈ હતી.) 'સિવિસ બ્રિટાનિકસ સમ' નું ‘હિટલર'સ સ્ટોરી એન્ડ પ્રોગ્રામ ટુ કોન્ક઼ર ઈંગ્લેન્ડ. ૧ સે. (નમૂનાનો ફકરો: 'રમત રમવી' એ એક મહાન બાબત છે, અને એ જાણવું કે કોઈ તેમ કરી રહ્યું છે. પછી, જ્યારે એવો દિવસ આવે છે કે દિવસ પુરો થયે સ્ટમ્પ ઉપાડી લેવામાં છે કે છેલ્લી વાર સીટી વાગે છે:

ધ ગ્રેટ સ્કોરર તમારા છેલ્લા નામ સામે લખવા આવશે,

તમે જીત્યા છો કે હારી ગયા છો તે નહીં; પણ તમે રમત કેવી રીતે રમી.')

મેં જે થોડા નામ આપ્યા છે તે તો પત્રિકા સાહિત્યના સમુદ્રમાં ફક્ત એક ટીપું છે. તેમાંથી બને એટલું વધારે જાતનું સાહિત્ય મળી શકે એ માટે મેં એવાં ઘણા બધાનો સમાવેશ કર્યો છે જેના વિશે સરેરાશ વાચકે સાંભળ્યું પણ હશે. આ નાના નમૂનામાંથી કોઈ શું તારણો કાઢી શકે છે?

રસપ્રદ હકીકત જે સરળતાથી સમજાવી શકાતી નથી તે એ છે કે પત્રિકા સાહિત્યકરણ લગભગ ૧૯૩૫ થી પુર જોશમાં પુનર્જીવિત થયું છે,અને તે પણ ખરેખર મૂલ્યનું કંઈપણ પેદા કર્યા વિના. છેલ્લા છ વર્ષ દરમિયાન બનાવેલ મારો પોતાના સંગ્રહનો આંકડો ઘણા સેંકડોમાં હશે, પરંતુ તેમ છતાં, કદાચ કુલ નિપજના દસ ટકા જેટલું પણ એ પ્રતિનિધિત્વ કરતું નથી. આમાંની કેટલાક પત્રિકાઓનું ખૂબ જ વેચાણ થયું છે. ખાસ કરીને ધાર્મિક અને દેશભક્તિપૂર્ણ વિષયોની પત્રિકાઓ, જેમ કે શ્રી ફેરિસ, બી. એ. ની કે હિટલર'સ લાસ્ટ વિલ એન્ડ ટેસ્ટામેન્ટ જેવી ગંદા પત્રિકાઓ લાખોમાં વેચાયા હોવાનું કહેવાય છે. સીધી રાજકીય પત્રિકાઓ ક્યારેક મોટી સંખ્યામાં વેચાય છે, પરંતુ કોઈપણ પક્ષની મુખપત્ર જેવી હોય છે તેનો પ્રસાર બનાવટી હોવાની શક્યતા છે. મારા સંગ્રહમાંથી જોતાં, મને લાગે છે કે એવી પત્રિકાઓ લગભગ બધી જ કચરો છે. એ બધી ફક્ત ગ્રંથસૂચિ માટે રસપ્રદ છે.

જોકે મેં વર્તમાન પત્રિકાઓને નવ શીર્ષકો હેઠળ વર્ગીકૃત કરી છે, તેમ છતાં એમને મૂળત:, પક્ષની મુખપત્રિકાઓ કે ભવિષ્યવાણી કરતી પત્રિકાઓ એમ બે વિચારધારાઓમાં મુકી શકાય. એ ક્યાં રો એકહથ્થુ સત્તનો વાણીવિલાસ છે કે વહેમીલાં વિષયોનો બકવાસ છે, પરંતુ દરેક કિસ્સામાં તે છે તો સાવ બકવાસ જ. વાંચનનો વિષય માનવામાં આવે છે એવી ફેબિયન સોસાયટીની સુમાહિતગાર પત્રિકાઓ પણ નિરાશાજનક રીતે નીરસ હોય છે. સૌથી જીવંત પત્રિકાઓ લગભગ હંમેશા બિન-પક્ષીય હોય છ, જેનું એક સારું ઉદાહરણ બ્લેસ'એમ ઓલ છે, જેની કિમત એ શિલંગ અને ૬ પેન્સ છે, તો પણ તેની ગણના એક પત્રિકા તરીકે થાય છે.

 

પુસ્તકો અને સાહિત્ય


સમકાલીન પત્રિકાઓમાંની ખરાબી કંઈક અંશે આશ્ચર્યજનક છે. તેનું કારણ એ છે કે પત્રિકાઓ આપણા જેવા જ યુગનું સાહિત્યિક સ્વરૂપ હોવું જોઈએ. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે રાજકીય જુસ્સો ખૂબ જ હાવી છે, મુક્ત અભિવ્યક્તિના માર્ગો ઘટી રહ્યા છે, અને પહેલાં ક્યારેય જોવા ન મળ્યું હોય એ હદે સંગઠિત જુઠ્ઠાણું એવા પાયે અસ્તિત્વ ધરાવે છે. ઇતિહાસમાં જે નાનાં નાનાં ફાંકાં રહી ગયાં છે તે ભરવા માટે પત્રિકા આદર્શ સ્વરૂપ છે. છતાં જીવંત પત્રિકાઓ ખૂબ જ ઓછી છે તેને માટે હું જે એકમાત્ર, ભલે સાવ નબળી, સમજૂતી આપી શકું છું તે એ છે કે પ્રકાશન વેપાર અને સાહિત્યિક અખબારો /સામયિકોએ ક્યારેય વાંચકોને પત્રિકાઓ પ્રત્યે સભાન કરવાની તસ્દી જ નથી લીધી.

પત્રિકાઓ એકત્રિત કરવામાં એક મુશ્કેલી એ છે કે તે કોઈપણ પ્રકારની નિયમિતતાથી પ્રકાશિત નથી થતી. સંગ્રહાલયોનાં પુસ્તકાલયોમાંથી પણ હંમેશા મેળવી શકાતી નથી, ભાગ્યે જ જાહેરાત કરવામાં આવે છે અને તેની સમીક્ષા પણ ભાગ્યે જ થાય છે. એક સારા લેખક જે કંઈક ભારપૂર્વક કહેવા માંગે છે - પત્રિકા સાહિત્યનો સાર પણ એ જ છે કે શક્ય તેટલા વધુ લોકોને તમે કંઈક કહેવા માંગો છો - તેને તે પત્રિકા સ્વરપે રજૂ કરતાં અચકાશે, કારણ કે તેને ભાગ્યે જ ખબર હશે કે તેને કેવી રીતે પ્રકાશિત કરવી, અને જે લોકો સુધી તે પહોંચવા માંગે છે એ લોકો ક્યારેય તે વાંચશે કે નહીં તે શંકાસ્પદ હોય છે. કદાચ તે પોતાના વિચારને અખબારના લેખમાં ઉતારશે અથવા તેને પુસ્તકમાં પ્રકાશિત કરશે. પરિણામે, મોટી સંખ્યાની પત્રિકાઓ ક્યાં તો એકલા પડી ગયેલા પાગલ લોકો દ્વારા લખવામાં આવે છે જેઓ પોતાના ખર્ચે પ્રકાશિત કરે છે, કે પછી તે ગાંડા ઘેલા ઝનૂની ધર્મોની ઉપ-દુનિયાની હોય છે, કે પછી રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. પત્રિકા પ્રકાશિત કરવાની સામાન્ય રીત રાજકીય પક્ષ દ્વારા છે, અને પક્ષ એ ચોક્કસ કરશે કે તેમાં પક્ષના વિચારો બાબતે કોઈપણ 'ફેર' ન હોય- અને માટે જે એવી એવી પત્રિકાઓનું કોઈપણ સાહિત્યિક મૂલ્ય નથી હોતું.

તાજેતરના વર્ષોમાં થોડી સારી પત્રિકાઓ બની છે. ડી. એચ. લોરેન્સનું પોર્નોગ્રાફી એન્ડ ઓબ્સીનિટી એવી એક છે. પોટોકી ડી મોન્ટાલ્કનું સ્નોબરી વિથ વાયોલન્સ બીજી છે. અને ધ એનિમીમાં વિન્ડહામ લુઈસના કેટલાક નિબંધો ખરેખર આ વર્ગ હેઠળ આવે છે.

હાલમાં સૌથી આશાસ્પદ લક્ષણ, હરિકેન બુક્સ જેવી, બિન-પક્ષીય ડાબેરી પત્રિકાઓનો દેખાવ છે. જો આ પ્રકારના નિર્માણની નવલકથાઓ અથવા કવિતાના પુસ્તકોની જેમ અખબાર જગતમાં નોંધ લેવાઈ હોત, તો પત્રિકાઓને તેના યોગ્ય લોકોના ધ્યાન પર લાવવા માટે કંઈક કરવામાં આવ્યું હોત, અને સમગ્ર શૈલીનું સ્તર વધી શક્યું હોત. જ્યારે કોઈ વિચારે છે કે પત્રિકા સાહિત્ય કેટલું લવચીક સ્વરૂપ છે, અને આપણા સમયની કેટલીક ઘટનાઓનાં દસ્તાવેજીકરણની કેટલી તાતી જરૂર છે, તો આ બાબત ઇચ્છનીય બની રહી હોત.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Pamphlet Literature, 1943નો અનુવાદ 

+                      +                      +                      +

Pamphlet Literature, 1943 ના અનુવાદને ડાઉનલોડ કરવા માટે ચોપાનિયાં સાહિત્ય, ૧૯૪૩ પર ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો