બુધવાર, 16 નવેમ્બર, 2011

તમે શક્ય હતું તે બધું જ કરી છૂટ્યા હો, તો પણ ... સેથ ગૉડીન


                         (કંઇ વળ્યું નહીં.)
તો હવે?
બુટની એડી જમીન પર ઠોકશો, પોતાને જ ભાંડશો, તમારા સ્ટાફને ખખડાવી નાંખશો,તમાશબીનોને રસ્તો પકડવાનું કહેશો - આપણું ધાર્યું ન થાય ત્યારે બળાપા કાઢવાના રસ્તા તો ઘણા છે.
પણ તેનાથી ફાયદો શું?
નિષ્ફળતામાંથી શીખવું મહત્વનું છે.પ્રયત્નને લાગણીના તંતુથી બાંધી દેવાથી તો પાંગળા થઇ જવાય. બધાં જ એ વાતથી તો સહમત છે જ કે તમે તમારાથી બનતું બધું જ કરી છૂટ્યા છો.
કારકીર્દીની શરૂઆતમાં જ આપણને નિષ્ફળતાથી દૂર રહેવા પ્રોત્સાહિત કરાતા હોય છે અને તે માટેનો એક રસ્તો છે નિષ્ફળતામાટે અભાવની લાગણી પેદા કરવી અને આ લાગણીને નિષ્ફળ જનારના પ્રયત્નોની સાથે સાંકળી દેવી. સફળ વ્યક્તિઓ આનાથી સાવ સામા છેડાનો અભિગમ ધરાવતા હોય છે.
જો આપણે એમ માનવા લાગીશું કે પ્રામાણિક પ્રયત્નો છતાં પણ અંગત નિષ્ફળતા શરમજનક છે, તો પછીથી આપણે પ્રામાણિક પ્રયત્નો કરવાનું જ છોડી દેશું.
સફળ વ્યક્તિઓ ઉત્તમ પ્રયાસ શા માટે કામ ન આવ્યા તેનુ વિષ્લેશણ કરી અને ભવિષ્યમાં 'તેમનાથી થઈ શકતું બધું જ' કેવું હોવું જોઇએ તે નક્કી કરી લે છે અને પછીથી ફરી કામે વળગી જાય છે.
રૅકૅટ ફેંકવાનું તેઓ ટીવીપરનાં પ્રદર્શન માટે છોડી દે છે.

સેથ ગૉડીનની નવેમ્બર ૫,, ૨૦૧૧ ની ‘After you've done your best’ બ્લૉગપૉસ્ટનુ અશોક વૈશ્નવદ્વારા ગુજરાતીમાં ભાષાંતરણ

-          - મુળ બ્લૉગ-પૉસ્ટ માટે મુલાકાત લોઃ http://sethgodin.typepad.com/seths_blog/2011/11/after-youve-done-your-best.html