બુધવાર, 30 નવેમ્બર, 2011

કાર્યસ્થળે પ્રશંસા વ્યક્ત કરવાની પાંચ અસરકારક રીત --- www.greatleadershipbydyan.com પર ડૉ.પૉલ વ્હાઇટની મહેમાન [તરીકેની] પૉસ્ટ


મારે વ્યાવસાયિક અને અન્ય સંસ્થાઓસાથે કન્સલ્ટીંગમાટે પૂરા દેશમાં ફરવાનું થાય છે. મારે દરેક જગ્યાએ અગ્રણીઓ તેમ જ કર્મચારીઓ પાસેથી એક ફરિયાદ હંમેશ સાંભળવી પડે છે કે "અમે લોથપોથ થઇ ગયા છીએ, કામ કરનારા ઓછા છે અને કામ ઘણું વધારે. જેટલું બજેટ ફાળવાયું છે તેમાં જ કામ ખેંચવું પડે છે." અથવા "અમારે અમારા કર્મચારીઓની પ્રશંસ કરવી છે, પરંતુ નાણાંભીડ નડે છે." કાર્યસ્થળ પર લોકો વધારે નકારાત્મક, ભાવનાશૂન્ય કે હતાશ જણાય છે અને બધાંમાં 'લોથપોથ થઇ ગયા છીએ' સૂર તો સર્વસામાન્ય છે જ.
સંશોધનો એમ પણ નિર્દેશ કરી રહ્યાં છે કે કામ કરવાનાં સ્થળપર પ્રશ્નો વધારે ગંભીર છેઃ
  •          ૬૫% કારીગરોનું કહેવું છે કે છેલ્લ ૧૨ મહીનાથી તેઓએ માન કે પ્રશંસા થતાં જોવા નથી મળ્યાં.
  •          એક તરફ ૮૦% કંપનીઓએ કર્મચારી પ્રશંસા કાર્યક્રમ અપનાવેલ છે તો બીજી બાજૂ તેમના માત્ર ૩૧% કર્મચારી એવું માને છે કે તેમનાં સારાં કામને બીરદાવવામાં આવે છે.
  •          મોટાભાગે પ્રશંસામાટેનું #૧ કારણ નોકરીમાં દીર્ઘાયુષ્ય છે [તેનાથી પ્રોત્સાહન મળે?]
  •          માત્ર ૮% કર્મચારીઓ એવું માને છે કે તેમનું ટોચનું મૅનૅજમૅન્ટ તેમની અંગત બાબતોનીપરવા કરે છે.
  •          ૭૦% કર્મચારીઓ કામથી વિમુખ છે અથવા ઓછો રસ ધરાવે છે.
·         તેમ છતાં આમાંના માત્ર ૨૧% કર્મચારીઓ બીજે કામ શોધી રહ્યા છે, જેનો અર્થ એમ પણ થયો કે ૫૦% કાર્યબળ પોતાને ન ગમતાં કામમાં પરાણે ખેંચાઇ રહ્યા છે.
કાર્યસ્થળનાં વાતાવરણને સુધારવાની જરૂર છે, જે કરી શકે સંસ્થાના અગ્રણીઓ. કમનસીબે ઘણા સાંચાલકોના તેમના કર્મચારીઓની પ્રશંસા કરવાના પ્રયત્નો સાચી દિશામાં નથી થઇ રહ્યા હોતા અને તેથી સમય અને મહેનત વેડફાય છે. આવું કેમ? કારણકે તેઓ પ્રશંસાને અસરકારક રીતે જાણ કરવાના સિધ્ધાંતનું હાર્દ નથી સમજી શક્યા.
પ્રશંસા ચોક્કસ અને વ્યક્તિગત હોવી જોઇએ
સંસ્થાઓ અને અવેક્ષકો [a.k.a. supervisors] સામાન્યરીતે પ્રશંસાને સર્વસામાન્ય ને બિનવ્યક્તિગત બનાવી દેવાની ભૂલ કરતા હોય છે. રાત્રે મોડેસુધી બેસીને કામ પૂરું કરનાર કર્મચારીમાટે "ખુબ જ સરસ! આમ જ આપણે આગળ વધીએ" તેવા જથ્થાબંધ છોડી મૂકાયેલ ઇ-મેલ કોઇ જ અર્થ નથી ધરાવતા.તમે જેને પ્રશંસા સંદેશ મોકલવવા માંગતા હો તેનાં નામથી તેણે કરેલાં કામની પ્રશંસાનો સંદેશ તમારૂં કામ સરળ કરી શકશે.
યાદ રહે કે કેટલાક કર્મચારીઓમાટે શબ્દો કરતાં કાર્યવાહીનું મૂલ્ય વધારે છે.
કેટલાક લોકો [ખાસ કરીને , પુરૂષો]શાબ્દીક વખાણને જરાપણ મહત્વ નથી આપતા, તેમનું માનવું છે કે શબ્દો તો બહુ સસ્તા છે. તેઓ શાબ્દીક વખાણને  અવિશ્વાસ અને શંકાથી જૂએ છે, તો કેટલાક વળી શાબ્દીક વખાણને  છલના જ માને છે.આવા લોકોસાથે થોડો સમય ગાળવો કે તેમને કામમાં કંઇ મદદ કરવી તે આ પ્રકારના લોકોની પ્રશંસાનો ઇચ્છનીય વિકલ્પ છે.
પ્રશંસા મેળવનાર માટે જે મહત્વની હોય તે ભાષાનો ઉપયોગ કરો.
દરેક્ને જાહેર પ્રશંસા કે તે માટે સામાજીક પ્રસંગો પસંદ હોય તે જરૂરી નથી. એક અગ્રણીએ મને કહ્યું હતું " મને જાહેરમાં પુરસ્કૃત કરતાં પહેલાં મને ગોળીએ દેજો." ઘણા અંતર્મુખી કર્મચારીઓમાટે કર્મચારીગણના માનવૃધ્ધિ ભોજનસમારંભમા હાજર રહેવું તે પ્રશંસાને બદલે ત્રાસ પરવડે. તેમનામાટે કોઇ સારા સ્ટોરની ભેટ-કૂપન અથવા તો ઘરે બેસીને વાંચવું તે વધારે સારો વિકલ્પ છે. તમારા સાથીદારોમાટે શું મહત્વનું છે તે શોધી કાઢો અને તેમની સાથે તે ભાષામાં સંવાદ કરો.
સમર્થન અને રચનાત્મક આલોચના કે સૂચનને અલગ પાડી  દો
તમારો સકારાત્મક સંદેશ જોરશોરથી સંભળાય તેમ ઇચ્છતા હો તો સમર્થનના સંદેશમાં "અને તદુપરાંત જો આટલું.. " જોડશો નહીં. તે જ રીતે તે હજૂ વધુ સારૂં કામ કઇ રીતે કરી શકે તે અંગેનાં સૂચનો સાથે સાથે વખાણ જોડી ન દેશો. તેમને રચનાત્મક આલોચના તો યાદ રહી જશે, તમારા સંદેશની સકારાત્મકતા તેમને કદાચ સંભળાશે પણ નહીં.
ખરા દિલથી કહો
તમારી પ્રશંસા કૃત્રિમ કે વધારે પડતી ન થવા દેશો [મુક્ત વિશ્વના સહુથી ઉત્તમ સંચાલન સહાયક"!]. લોકો ફરજીયાત કે પરાણે થતાં વખાણ બહુ સહેલાઇથી પારખી લે છે.
મારા કન્સલ્ટીંગના વ્યવસાયમાં મેં પ્રશંસાના આ સાદા સિધ્ધાંતોની મદદથી અતિ-કામના બોજની નિરાશામાં દટાયેલ સંસ્થાઓનાં વાતાવરણને સફળતાથી બદલી જતાં જોયાં છે.સાચી રીતે કરેલ પ્રશંસા જાહેર શાળાઓ, મેડીકલ સંસ્થાઓ, ઉત્પાદન એકમો, યુનિવર્સિટીઓ, રેસ્તરાં કે નાણાં સંસ્થાઓની કોઇપણ ટીમમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે.પ્રયત્ન કરી જોજો - ઘણો ફાયદો જણાશે.
[www.greatleadershipbydyan.com પર ડૉ.પૉલ વ્હાઇટની મહેમાન [તરીકેની] પૉસ્ટ // ૨૩ નવેમ્બર, ૨૦૧૧]
n  મૂળ લેખમાટે http://www.greatleadershipbydan.com/2011/11/5-keys-to-effectively-communicating.html ની મુલકાત લો.
n  ભાવાનુવાદઃ અશોક વૈષણવ, અમદાવાદ, ભારત // ૩૦ નવેમ્બર, ૨૦૧૧

લેખક વિષેઃ
ડૉ.પૉલ વ્હાઇટ બીઝનેસ કન્સલ્ટંટ અને માનસશાસ્ત્રી છે.તેઓએ ડૉ.ગૅરી ચૅપમૅન સાથે 'કાર્યસ્થળપર પ્રશંસામાટેની પાંચ ભાષાઓ' [a.k.a. The 5 Languages of Appreciation in the Workplace] પુસ્તક પણ લખ્યું છે. વધારે માહિતિમાટે  અહીં http://www.appreciationatwork.com/    મુલાકાત લો.
પુસ્તક વિષેઃ
'કાર્યસ્થળપર પ્રશંસામાટેની પાંચ ભાષાઓ'એ ન્યુયોર્ક ટાઇમ્સપર સહુથી વધારે વેચાતાં પુસ્તક 'પ્રેમની પાંચ ભાષાઓ' [a.k.a.  The 5 Love Languages] માંની 'પ્રેમની ભાષા' [a.k.a. the “love language”]ની ભાવનાનો ઉપયોગ કર્યો છે. આ પુસ્તક અવેક્ષકો અને સંચાલકોને તેમના કર્મચારીઓપાસે પ્રોત્સાહન અને પ્રશંસાની ભાવના વ્યકત કરવામાટેની અસરકારક રીત સમજાવે છે,જેનાં પરિણામે કામમાંથી વધારે સંતોષ, સંચાલક અને કર્મચારીવચ્ચે તંદુરસ્ત સંબંધ અને થાકથી પીડાતા લોકોના કિસ્સાઓમાં ઘટાડો શક્ય બને છે. સહ-નફા કે બીન-નફા એમ બન્ને ઉદ્દેશ્યવાળી સંસ્થાઓમાટે આદર્શ આ પુસ્તકમાંના સિધ્ધાંતોના  વ્યવસાયો,શાળાઓ, ધર્મસંસ્થાનો અને ઉદ્યોગોમાં સફળ પ્રયોગના સિધ્ધ ઉદાહરણો જોવા મળે છે.