એક દિવસ સર્વ સજીવ
સૃષ્ટિના જનક બ્રહ્માએ તેમના પગ પાસે ચોખાનો દાણો પડેલો જોયો. તેમણે પૂછ્યુંઃ
"આના માટે કોણ જવાબદાર છે?" ખેડુતે તે જવાબદારી પોતાના
માથે લઇ લીધી, કારણકે તેણે તે બીજને વાવ્યું હતું અને ફસલની
લણણી કરી હતી. બીજે જવાબદારી લીધી કારણે કે બીજ વગર તો ફસલ થાય જ નહીં. જમીને
જવાબદારી લીધી કારણકે જમીન વગર બીજ અંકુરીત જ નહીં.સુર્યએ જવાબદારી લીધી કારણકે
સુર્યપ્રકાશ વગર બીજ ઉગે જ નહીં.અને અંતમાં વરસાદે જવાબદારી લીધી કારણકે સમયસર અને
પૂરતા વરસાદ વગર તો કંઇ જ ન ઉગી
શકે." બીજનાં ઉગવામાટે બધું જ જરૂરી છે", બ્રહ્માએ કહ્યું,"પરંતુ એક ચીજ સહુથી વધારે મહત્વની છેઃ ખેડૂત.
કારણકે ખેડૂત જ એક છોડને મૂલ્યવાન પાકમાં રૂપાંતર કરે છે. તે ન હોત તો ચોખાનો છોડ
બીજાં જેવું જંગલી ઘાસ બની રહ્યો હોત."
ઉદ્યોગ-વ્યવસાયનું પણ એવું
જ છે.સફળતામાટૅ કોણ જ્વાબદારી સ્વિકારે છે? રોકાણ કરતાંઅ
સમયે તો કોઇને પણ સફળતાની ખબર નથી. સફળતાની સમજણ તો પાછળથી જ પડતી હોય છે. સફળતાનું
શ્રેય કોણ લઇ શકેઃ ઉદ્યોગ-સાહ્સિક, તેના કર્મચારીઓ,બૅંકર્સ, બજારની
પરિસ્થિતિ? સફળતામાટે કોઇ એક પરિબળને
કારણભૂત કહી શકાય તેમ નથી. પરંતુ, અંતે, તો જેણે વિચારને વાસ્ત્વિકતામાં મૂર્તિમંત કર્યો
તે ઉદ્યોગ-સાહસિક પર બધું આધાર રાખે છે.જો તેને ઉત્કંઠા ન હોત, જો તેણે સંશયપર પ્રભુત્વ ન મેળવ્યું હોત, તો આ સાહસ કદીપણ અસ્તિત્વમાં જ ન આવ્યું હોત.
ઋગવેદમાં કવિ વિચારે છે કે
કંઇપણ થયું તે પહેલાં શું હશે. ઘણા વિચારને અંતે તે એવા નિષ્કર્શ પર પહોંચે છે કે
શ્વાસથી પણ પહેલાં ઇચ્છા -કામના- અસ્તિત્વ ધરાવતી હશે.કામનાસિવાય નિરાકાર[અસત]માંથી
આકાર[સત], અંધકાર[તમસ]માંથી
પ્રકાશ[જ્યોતિ, નિરાશા[મૃત્યુમાંથી
આશા[અમૃત]ભણીની કોઇ હિલચાલ જ શક્ય નથી. જેના વગર સંસ્કૃતિનું અસ્તિત્વ શક્ય નથી તે
કામનાનું સિંહાસન ઉદ્યોગ-સાહસિક છે.
પરખે એકવાર તેના પિતાને
કુટુંબની સમૃધ્ધિનું રહસ્ય પૂછ્યું. તેના પિતાએ જવાબમાં કહ્યુંઃ "આપણે
ઉત્પાદન કરીએ છીએ તે ધાતુના ગ્રાહકો,આપણી ખાણોમાં
કામ કરતા કારીગરો, આપણું યથોચિત નિયંત્રણ
કરનાર સરકાર,સાનુકુળ બજાર, આપણે ખોદીએ છીએ તે ખનીજ આપતી ધરતી. તેઓ પહેલાં
વેપારી હતા, પણ તેમની ઇચ્છા હતી કે તે
ધરતીની નજદીક હોય, જેના પર અન્ય બધા ઉદ્યોગ
આધારીત હોય તેવો પ્રાથમિક ઉદ્યોગ શરૂ કરે. તેમનાં કુટુંબનો આને માટે ટેકો નહોતો. તેથી તેમણે
પોતાની મૂડી ઊભી કરી.તારા એ પરદાદાની પ્રબળ ઇચ્છા અને જોખમ સામે બાથ ભીડવાની
શક્તિનું મહત્વનું પરિબળ ન હોત તો આજે આપણે છીએ ત્યાં સુધી પહોંચી શક્યા ન
હોત."
- કૉર્પૉરૅટ ડૉસ્સીયરમાં ૨૮ ઑક્ટૉબર,૨૦૧૧ના રોજ પ્રસિધ્ધ થયેલ.
- મૂળ લેખ ODE TO THE ENTERPRENEUR
- ભાવાનુવાદઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો