""પ્રબંધકોમાટે 'યુધ્ધની કળા'" ના કેટલાક સારાંશ"" નો આ પૉસ્ટની પહેલાંનો ભાગ અહીં છે.
૫.સહુથી ખરાબ ઘટનામાટે
તૈયાર રહોઃ
સુન ત્ઝુ એક કડક ચેતવણી આપ્તાં કહે છે કે
સ્પર્ધક તમારા પર વાર નહીં કરે તેમ માનશો નહીં.તેને બદલે, તેને હરાવવાની
પૂરતી તૈયારી પર ભરોસો કરો. આપણને જે જોઇએ છે તે મેળવવામાટે બીજા જોડે સ્પર્ધા
કરવાની હોય, તો તે સંસ્થા
કે વ્યક્તિ ચૂપચાપ બેસી રહેશે તેમ માનવું તો મૂર્ખામી ગણાય.તે પણ સ્પર્ધા
જીતવામાટે પૂરેપૂરો પ્રયત્ન તો કરશે જ, ઍતલે પૂરતી તૈયારી તો રાખવી જ રહી.
સુન ત્ઝુ તૈયારી અંગે બીજી પણ એક ચેતવણી આપે છેઃ
જ્યારે પૂરતાં સાધનો ન હોય ત્યારે મુશ્કેલ પ્રશ્નોનું સમાધાન હાથ પર ન
લેવું.ચઢીયાતી વ્યૂહરચના હોવા છતાં પણ સાધનોની ઊણપ તમને નિષ્ફળ કરી શકે છે.સુન
ત્ઝુના મત મુજબ માત્ર બહુ ઘણા લોકો કે પૈસાનું હોવું પૂરતું નથી. તમારે સ્પર્ધકનું
ઝીણવટથી નિરિક્ષણ કરીને તેની નબળી કડીઓપર તમારાંસાધનોને કેન્દ્રીત કરવાં જોઇએ.
સ્પર્ધકને, કોઇ પણ
સંજોગોમાં,ઓછી ક્ષમતાવાન
માનવાની ભૂલ તો ન જ થવી જોઇએ.તેની દરેક હિલચાલ અને યુક્તિ -પ્રયુક્તિનાં અર્થઘટનપર
ધ્યાનપૂરવક વિચારણા કરી, સહુથી વધુ
ખોટું શું થઇ શકે તે માટે તૈયાર રહો.
૬. તક ઝડપી લોઃ
કોઇપણ સ્પર્ધાત્મક પગલું ઝડપી સફળતામાં પરિણમવું
જોઇએ. સ્પર્ધામાં ઝડપનું ઘણું મહત્વ છે.
સફળતા મેળવવામાટે જે કંઇ જરૂરી હોય તે સ્રળતાથી કરો.સરળ પધ્ધતિઓ વધારે અસરકારક અને
ઓછી ખર્ચાળ નીવડે છે.તેથી પહેલાં તો તે જ ઉપયોગમાં લો.જો તે ન ચાલે તો તમારી પાસે
બીજું કંઇ વિચારવામાટેનો સમય મળી રહેશે.સ્પર્ધકથી હંમેશ એક કદમ આગળરહેવું તે અન્ય કોઇ
પણ કરતાં વધારે સારી સરસાઇ છે.તમે જ્યારે આગળ જ રહો, ત્યારે સ્પર્ધકે પ્રતિક્રિયાત્મક ભૂમિકામાં જ
રહેવું પડે.
ઝડપ અને નવીનતા એ આગળ રહેવામાટૅ ચાવી રૂપ છે.
સરળ કામગીરી સારી રીતે કરો.બહુ બધાં સરળ કામો ખૂબ જ સારીરીતે કરતા રહેવાથીતમારી
સફળતાની શક્યતાઓ નાટકીય ઢબે વધી જાય છે. ખાસ કરીને જ્યારે તમારા સ્પર્ધક એમ માનતા
હોય કે જટિલતા સફળતાને પોશે ચે. મોટાબાગે, જટિલતા ભારરૂપ જ નીવડે છે.જે વ્યૂહરચનાઓ સમય બગાડે અને સાધનો વાપરી નાખે તે
કદાપિ સારીરીતે કામ ન આવે.પાણીનો પ્રવાહ પણ ઉંચાઇવાળી જગ્યાઓ છોડીને નીચાણવાળા
સ્થળતરફ વહે છે, તે જ રીતે સ્ફળ
વ્યૂહરચના મુશ્કેલ પધ્ધતિને બદલે સરળ પધ્ધતિઓનો વધારે ઉપયોગ કરે છે.
૭. પાછા ફરવાના રસ્તા બંધ
કરી નાખોઃ
જ્યારે એક સમુદાય પોતાનાં ધ્યેય સિધ્ધિમાટે
એકજૂથ ત્યારે કોઇ મુશ્કેલી તેમનો માર્ગ નથી રોકી શકતી. સુન ત્ઝુની સલાહ છે કે સફળ
નેતા તેને પોતાને અને તેના સાથી-ઘટકોને નિષ્ફળતાની ધાર પર લાવીને મૂકી દેવા જોઇએ.
લોકોને જ્યારે અહેસાસ થાય કે એકસાથ ન રહેવાથી નિષ્ફળ થઇ શકાય છે, ત્યારે તેઓ
પોતાનાં ધ્યેયની સિધ્ધિમાટે એકરાગ થઇ જાય છે અને તેમનાં નિશ્ચિત લક્ષ્ય અને
હેતુમાટે કટિબધ્ધતા ટકાવી રાખે છે. સફળ નેતા તેનાં ઘટકોને આ પરિસ્થિતિથી આગળ લઇ
જઇને પાછા ફરવાના રસ્તા બંધ કરી દે છે.
ઉત્સાહ અને કૃતનિશ્ચય એ નેતૃત્વની ચાવીઓ છે.સુન
ત્ઝુનું કહેવું છે કે ફાયદાની અપેક્ષા એ મહત્વનું પ્રોત્સાહક બળ છે.પડકારો અને
અડચણોની સામે તમારા ઘટકોનું ધ્યાન સફળતાના ફાયદાઓ તરફ દોરો.તેમને તેમાંના જોખમોની
યાદ ન અપાવશો, કારણકે તે
નિરૂત્સાહકજનક નીવડી શકે છે.તેમનું ધ્યાન આકર્ષિત કરવામાટે તેમને સુનિશ્ચિત ધ્યેય
અને મૂલ્યવાન વળતર બતાવો. લોકોસાથે સ્વાભાવિક વ્યવહાર રાખો અને તેમને બધી જ રીતે
પ્રશિક્ષિત કરો. સંસ્થાની સફળતા તેની દરેક સભ્યની વ્યક્તિગત સફળતા પર જ નિર્ભર છે.
૮. વધારે સારી રીતે કરોઃ
સુન ત્ઝુના કહેવા પ્રમાણે યુધ્ધમાં માત્ર બે જ
પ્રકારની પ્રયુક્તિ હોઇ શકેઃ અપેક્ષિત અને અનઅપેક્ષિત.અસરકારક નાયકો પરિસ્થિતિની
માંગ મુજબ અપેક્ષિત અને અનઅપેક્ષિત પ્રયુક્તિઓની ભેળવણી કરતા હોય છે, પરંતુ
અનઅપેક્ષિત પ્રયુક્તિઓ જ સફળતાની તકો ઉભી કરે છે. અનઅપેક્ષિત, કે નવી જ, પ્રયુક્તિઓ
પહેલેથી વિચારી રાખી ન શકાઇ હોય.નવીનતા એક એવું હથિયાર છે જે તમને અભેદ્ય બનાવી
શકે છે. નાવીન્યની શક્તિ સફળતાને નિશ્ચિત કરી શકે છે.
અસરકારક નવતર પ્રયોગ જટિલ કે મુશ્કેલ હોય તેવું
જરૂરી નથી.સફળ "પૂર્ણ ગુણવત્તા સંચાલન" [TQM] કાર્યક્રમોએ
કામગીરીના થોડા થોડા સુધારાઓના ફાયદાઓનું મહત્વ તો બતાવી આપ્યું છે,જેના મૂળમાં છે
- સ્રળ કામને સારી રીતે પાર પાડવું. તેનો જ જોડીદાર સિધ્ધાંત છે - સરળ સુધારા
વારંવાર કરતા રહેવું.બહુ બધાં સાદાં અને સરળ સુધારા સમગ્ર કાર્યસિધ્ધિપર બહુ મોટી
અસર કરી શકે છે. જે સંચાલકોપાસે નવા વિચારોમાટે પ્રોત્સાહન અને તેના અમલની આવડત છે, તેને સ્પર્ધાત્મક સાધનોની કદી ખોટ નથી પડતી.
૯. બધાને એક ગાંઠે બાંધોઃ
વ્યવ્સ્થાતંત્ર, પ્રશિક્ષણ અને પ્રત્યાયન એ સફળતાનો પાયો છે. જો
તમારા ઘટકોનોસુયોજિત અને સુપ્રશિક્ષિત કરી શકશો તો સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં તમે
તેમની કાર્યવાહીનો ધારશો તેમ ઉપયોગ કરી શકશો. જો તમારી વ્યવસ્થા અને પ્રશિક્ષણ
અસ્પષ્ટ હશે તો તમે તમ્રા લોકોપર ભરોસો નહીં કરીશ્કો.ખરી ઘડીએ તે તમને તમે ધાર્યું
હશે તેમ ઉપયોગી નહીં નીવડે.પરંતુ, જ્યારે અપેક્ષાઓ સ્પષ્ટ હોય અને કામને અનુરૂપ વ્ય્વસ્થાતંત્ર ગોઠવાયેલ હોય, તો લોકો તેમના
નેતા પર ભરોસો મૂકશે અને ગમે તેવા કપરા સંજોગોમાં પણ તેને અનુસરશે.
લોકોનાં એક્સૂત્રીત થવામાટે પ્રશિક્ષણ પણ એક
મહ્ત્વનું અંગ છે.યોગ્ય વ્યવસ્થાતંત્ર અને નિરૂત્સાહ ન કરે તેવી પુરસ્કાર પ્રથાની
સાથે અસરકારક પ્રશિક્ષણના,ખર્ચની સામે, અનેકગણા ફાયદા
શક્ય છે.ફાયદાઓ આમ તો દેખીતા જ છે, તેમ છતાં અમેરિકાનાં કૉર્પૉરૅટ વિશ્વમાં પ્રશિક્ષણના નામે તે ચાલી રહ્યું છે
તે તો પૈસા અને સાધનોનો બગાડ છે.કેમ? કારણકે તે કંટાળાજનક હોય છે! અસરકારક થવામાટે પ્રશિક્ષણ રસપ્રદ હોવું જોઇએ.
સારૂં પ્રશિક્ષણ સર્વસંમત સમજ અને માન્યતાઓનું
દ્યોતક છે.સર્વસંમત સમજ વિચારોનાં સ્પષ્ટ આદાન-પ્રદાનમાટે જરૂરી છે. ખાસ કરીને , જ્યારે
સ્પર્ધાત્મક પરિસ્થિતિ દરમ્યાન પોતાના ઘટકોને સંભાળવાના હોય. તદુપરાંત,અસરકારક
પ્રશિક્ષણને કારણે ઘટકોમાં પ્રતિબધ્ધતા કેળવાય છે.સુન ત્ઝુનું કહેવું છે કે તમે
કોઇને શિક્ષા તો જ કરી શકો જો તે તમને વફાદાર હોય, એટલે કે તે જાતે જ પોતાને ત ઘટક-સમુદાયનો સભ્ય
ગણે.તેમનું એમ પણ કહેવું છે કે જેને તમે નિયંત્રિત શિક્ષા ન કરી શકો, તેને તમે
નિયંત્રિત પણ ન કરી શકો.
અસરકારક પ્રશિક્ષણ તમારા ઘટકોને માહિતગાર રાખે
છે અને સમૂહ સ્વસ્થતા અને સ્થિરતાને પોષે છે.સ્વસ્થ અને સ્થિર લોકોની જ લાગણીઓ
તંદુરસ્ત અને વિચારશક્તિ તિવ્ર હોય છે.તેમની શક્તિને મહત્વની ઘટનામાટે બચાવી રાખો.
તેમનાં મનોબળનું જતન કરો. તમારા ઘટકોનો
એવી રીતે સંભાળપૂર્વક ઉપયોગ કરો કે તેમની પાસે શક્તિ અને ક્ષમતા બચી રહે.આમ કરવાથી
અનઅપેક્ષીત તકનો અને નવપ્રયોગશીલતાનાં ઉચ્ચાલનનો પૂરો લાભ ઉઠાવી શકાશે.
૧૦. સામેના ને ભ્રમમાં
રાખોઃ
સારામાં સારી સ્પર્ધાત્મક વ્યૂહરચનાને કોઇ
નિશ્ચિત સ્વરૂપ નથી હોતું. તે એવું મર્મજ્ઞ કે તમારા સ્પર્ધક તેને કળી શકતા નથી.જો
તમારી વ્યૂહ રચના ગૂઢ હોય, તો તેનો
પ્રતિરોધ ન થઇ શકે. જેને કારણે તમારા સ્પર્ધક એ વ્યૂહરચના જાહેર થયા પછી જ તેનો
પ્રતિસાદ કરી શકે છે.આમ તમને મહત્વની સરસાઇ મળી રહે છે.સુન ત્ઝુનું કહેવું છેઃ 'સ્પર્ધકપાસે
વધારે સાધન હોય તેનાથી શું ફેર પડે છે? પરિસ્થિતિ જો મારાં નિયંત્રણમાં રહે, તો તે સાધનો ક્યારે વાપરશે? જેમના હાથમાં નિયંત્રણ છે તે પોતાની કુનેહથી સફળતા કંડારી શકે છે. નિયંત્રણની
મદદથી તમારા તાકતવર સ્પર્ધકની સામનો કરવાની ઇચ્છા જ તમે ખતમ કરી શકે છો.તમારા
ધ્યેયને કેન્દ્રમાં રાખો. તમારી વૂહરચનાને છૂપાવી રાખીને તમારો કાબૂ બનાવી રાખો.’
કાબૂ મેળવવામાટે,તમારા સ્પર્ધકને જે જોઇતું હોય કે ગમતું હોય
તેને ઝડપી લો. જેવો તમારો સ્પર્ધક નબળો જણાય કે તરત જ, કોઇપણ અંદેશો
આવ્યા દેવા સિવાય, ઝડપથી પગલાં
લો.સીધા પ્રહારની સ્ફળતાનો આધાર મુખ્યત્વે વંચના પર છે.તમારા સ્પર્ધકને તમે તમારી શક્તિઓ ક્યાં કેન્દ્રીત કરી રહ્યા છો
તેની જેટલી ઓછી ખબર એટલા તમે મજબૂત. આમ મર્યાદિત સાધનોને કારણે, તેણે જેટલાં
વધારે સંરક્ષણ કેન્દ્રો / મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે, તેટલો જ તે
દરેક જગ્યાએ ગાફેલ રહેશે.
મૂળ પુસ્તક વિષે:
The Art of War for Executives
Author: Donald G Krause
Publisher: Nicholas Brealey Publishing Ltd.,21, Bloomsbury Way,
London WC1A 2TH
ISBN 1-85788-131-1
1995 Edition
લેખક વિષેઃ
ડૉનલ્ડ જી. ક્રૌસ દેશ આખામાં સ્વિકૃત ઑપરૅશન્સ
રીસર્ચનાં ક્ષેત્રમાં કન્સલ્ટીંગ સ્વામાટે જાણીતી કંપનીના અધ્યક્ષ છે. તેઓ પહેલાં
મિશિગન યુનિવર્સીટીમાં શિક્ષણ પણ આપતા હતા.
વ્યવસાય પ્રણાલિઓના વિષય પર તેઓ નિયમિતરૂપે
પરિસંવાદો અને નૈદાનિક-ચર્ચાઓ ગોઠવે છે.
સુન ત્ઝુ વિષેઃ
સુન ત્ઝુ યુધ્ધની વ્યૂહરચનાઅંગે એક ખુબ જ
પ્રભાવશાળી પૌરાણિક ચાઇનીઝ પુસ્તકના લેખક છે. તેઓ આંતરરાષ્ટ્રીય સંબંધોના
સિધ્ધાંતોના સહુથી શરૂઆતના વાસ્તવદર્શા પણ છે. સુન ત્ઝુ એ તેમનાં મૂળ નામ સુન વુ
નો માનદ ખિતાબ છે. વુ [એટલે કે 'લશ્કર'] અને વુ શુ
[એટલે કે લડાઇની રમતો] એકબીજાના પર્યાયવાચક ગણાય છે.સુન વુનું એક સૌજન્ય નામ - ચાંગ
ક્વિંગ- પણ છે - વીકીપિડીયાનાં સૌજન્યથી
મૂળ પુસ્તકવિષે કેટલાક રસપ્રદ સંદર્ભ સ્રોતઃ
The Art of War – free audio book
The Art of War by Sun Tzu -
Whole Book - The oldest
military treatise in the world. Classic Literature Video Book with synchronized
text, interactive transcript, and closed captions in multiple languages. Audio
courtesy of Librivox. Read by Paul Sze.
The Art of War - comic version of the ancient
classic - Written by the ancient
Chinese military general and philosopher Sun Tzu, THE ART OF WAR reveals the
subtle secrets of successful competition – equally applicable to maneuvers in
war, business, politics, sports, law, poker, gaming, and life. Required reading
in modern business schools!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો