દેવોનાં નંદનવન
સ્વર્ગમાથી એક વાર કૄષ્ણ પારિજાતનું વૃક્ષ લઇ આવ્યા ને તેમની પત્નીઓ - સત્યભામા
અને રૂકિમણી-ને ભેટ આપ્યું. રૂકિમણી એ કૃષ્ણનાં ગરીબ પત્ની હતાં કારણકે તેઓ તેમના
પિતાને ત્યાંથી પહેરેલે કપડે કૃષ્ણસાથે રથપર ભાગી આવ્યા હતાં, જ્યારે
સત્યભામા એ અતિ સમૃધ્ધ સત્રજીતનાં પુત્રી હોવાને નાતે એક ધનાઢ્ય પત્ની હતાં.તેઓ
તેમની સાથે ખુબ દાયજો પણ લઇ આવ્યા હતાં અને કૃષ્ણની ગૃહસ્થિપર પોતાનાં ઐશ્વર્યની
મદદથી પોતાનું વર્ચસ્વ ચલાવવાનો એક પણ મોકો ચૂકતાં નહીં.એટલે જ્યારે કૃષ્ણએ ભેટ આપેલું પારિજાતનું વૃક્ષ સત્યભામાએ રૂકિમણીના બાગમાં
રોપવાનો આગ્રહ રાખ્યો, ત્યારે બધાને નવાઇ તો
લાગી.બધાને આમાં સત્યભામાનું મોટું મન લાગ્યું, પણ કૃષ્ણ તેમની ચાલ સમજી ગયા હતા.
બન્ને
રાણીઓના બાગની વચ્ચે એક દિવાલ હતી. સત્યભામાનો બાગ સૂર્યની ઉગવાની દિશા, પૂર્વ,માં હતો.રૂકિમણીના બાગમાં રોપાયેલ પારિજાતનું વૃક્ષ સુર્ય તરફ ખીલે, એટલે બધાં ફૂલ સત્યભામાના બાગમાં પડતાં. આમ વૃક્ષનું જતન કરવાની બધી મહેનત કરે
રૂકિમણી, પણ ,શાબ્દિક રૂપે,તેનાં ફળ તો ભોગવે
સત્યભામા.
સત્યભામાના
મસ્તીખોર ઇરાદા પારખી જઇને કૃષ્ણએ જાહેર કર્યુંઃ 'રૂકિમણી છોડને પાણી પીવરાવવાની અને અન્ય જતન કરવાની મહેનત કરશે, એટલે જ્યારે હું તેમની સાથે સમય વીતાવતો હો ઉં ત્યારે ત્યારે આ વૃક્ષ ફૂલોથી
મહોરી ઉઠે." આમ જ્યારે વૃક્ષ પર ફૂલ બેસતાં ત્યારે ત્યારે સત્યભામાને કૃષ્ણ
રૂકિમણીપાસે બેઠા છે તેમ ધ્યાન આવતું.ફૂલોની મજા હવે તેમને અકારી થઇ પડી. આખરે,સત્યભામાએ તેમના પતિને જે પહેલેથી જ પસંદ નહોતી પડી તે ચાલાકી માટે કૃષ્ણની
માફી માગી.
સંચાલક
અને સાહેબ તરીકે તમારે તમારી ટીમનાં પગલાંઓ પાછળના ઇરાદાઓને જાણવા જરૂરી છે.જે કંઇ
દેખાતું હોય તે ભ્રામક હોઇ શકે. કૃષ્ણએ ધાર્યું હોત તો તેઓ સત્યભામની ચાલાકી ઉઘાડી
પાડી શક્યા હોત, પરંતુ તેનાથી રદિયાઓ અને ગુસ્સાસભર બોલાચાલી જ વધ્યાં હોત. તેને બદલે તેમણે
કોઇના અહંને ઠેસ ન પહોંચે તે રીતે નિર્ણય લઇને સચોટ સંદેશો પહોંચે તેમ કર્યું.
જીવણ
શેઠે જ્યારે તેમના વ્યવસાયને તેમના બે દીકરાઓને વહેંચવાનું નક્કી કર્યું ત્યારે
જોયું કે મોટો દીકરો, તેને જો રેસ્તરાંનો
ધંધો મળતો હોય તો,તેમના કાર ડીલરશીપનો
ધંધો તેના નાના ભાઇને આપી દેવામાટે આતુર છે. જીવણ શેઠ જોઇ શક્યા કે પ્રસ્થાપિત થઇ
ચૂકેલા, જૂના અને નક્કર કક્ષાએ પહોંચેલ રેસ્તરાં ધંધાની સરખામણીમાં કાર ડીલરશીપના
ધંધામાં વધારે જોખમો દેખાતાં હતાં.તેમને તેમના મોટા દીકરાનું આમ જાહેરમાં
લાગણીપ્રદર્શન પસંદ નહોતું પડ્યું. તે ચાલાક થઇ રહ્યો હતો અને જીવણ શેઠની બુધ્ધિની
મજાક ઉડાવતો જણાતો હતો તેમ જ તેને નાના ભાઇનાં ભવિષ્યની જરા પણ પડી નહોતી જણાતી.
સીધે સીધો સામનો કરવાથી તો ક્રોધિત રદિયાના કજીયા થાય તેમ હતું, તેથી જીવણ શેઠે નવો જ ઉપાય શોધી કાઢ્યો. તેમણે જાહેર કર્યું કે બન્ને ધંધાના
અસમાન ભાગલા કરવા,અને સંચાલનનો હક્ક
લઘુમતી હિસ્સેદારને મળે. આમ મોટાભાઇને ભાગે કાર ડિલરશીપનો બહુમતી હિસ્સો અને
રેસ્તરાંનાં સંચાલન આવ્યાં જ્યારે નાનાભાઇને ભાગે રેસ્તરાંનો બહુમતી હિસ્સો અને
કાર-ડીલરશીપનું સંચાલન આવ્યાં. આમ કરવું વ્યાવહારીક અને વ્યાપારી દ્રષ્ટિએ પરવડે
તેમ નહોતુ, પણ તેમણે પોતાની નારાજગી જાહેર કરી દીધી.બન્ને ભાઇઓને સંદેશો મળી ગયો.
n ૨૧ ઑક્ટૉબર,૨૦૧૧ના રોજ કૉર્પૉરૅટ ડૉઝીયર , ETમાં પ્રસિધ્ધ થયેલ.
મૂળ લેખઃ MISCHEVIOUS INTENTIONS
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો