ગુરુવાર, 5 જાન્યુઆરી, 2012

ડાબે જમણે જૂઓ - દેવદત્ત પટ્ટનાઇક


જ્યારે પણ હું 'ભારતીય' પૌરાણિકશાસ્ત્ર શબ્દપ્રયોગ કરૂં છું, ત્યારે લોકો તેને બદલે 'હિંદુ' પૌરાણિકશાસ્ત્રનો ઉપયોગ કરવાનું કહે છે. જ્યારે 'મહાભારત'ને હું હિંદુ મહાકાવ્ય કહું છું,ત્યારે મને તેને ભારતીય મહાકાવ્ય કહેવાનું સૂચન થાય છે. તે પછી હું ચોખવટ કરવા પૂછું કે "તો રામાયણ ને શું કહેવું?".તેનો તુર્ત જ જવાબ હોય છેઃ" હિંદુ મહાકાવ્ય જ."
લો, હવે હું ગુંચવાઇ ગયો. ભારતીય શું અને હિંદુ શું? શું તેઓ પરસ્પર અશેષ છે? તાજ મહાલને ભારતીય સ્મારક કહેવું કે મુસ્લિમ મકબરો? મધર ટૅરૅસાને ભારતીય કહેવાં કે ક્રીશ્ચીઅન? સાચી પારિભાષિક શબ્દાવલિ કઇ? પાત્રતામાટે શું ગણતરીમાં લેવું અને શું નહીં? કોઇને ખરાબ ન લાગે તેવો યોગ્ય શબ્દ કયો? મારે કોની અનુમતી માંગવી? કાયદાશાસ્ત્રીઓ, ધર્મગુરૂઓ,રાજકારણીઓ,સરકારી અફસરો, ભ્રષ્ટાચાર-વિરોધી સેના,ડાબેરીઓ, જમણેરીઓ કે ધર્મનિરપેક્ષવાદીઓ?
ધીરે ધીરે ભારતીય એ  રાજકીય વધારે અને સાંસ્કૃતિક કે ભૌગોલિક પ્રયોગ ઓછો થતો જતો જણાય છે. ધીરે ધીરે બિનસાંપ્રદાયિકતા જ એક ધર્મ થતી જણાય છે, જેમાં ભગવાન એક તર્ક બની ગયેલ છે ,અને નિયમોનું પાલન કરવાનું રહે છે અને જેમાં જો તમે નિયમો ન પાળો કે તર્ક સાથે સહમત ન થાઓ તો ધર્મપ્રણેતાઓ કાગારોળ કરી મૂકે છે.
દરેક ધર્મની એક હકારાત્મક બાજૂ હોય છે જે પ્રેમ અને સમાવિષ્ટી શીખવે છે અને બીજી દુઃખદ બાજૂ હોય  છે,જે વેરભાવ અને બહિષ્કારને પસંદ કરે છે. બિનસાંપ્રદાયીત્વ પણ એ જ રાહ પર ચાલી રહેલ છે.તે પ્રેમ અને સમાવેશ કરવામાટે અસ્તિત્વમાં આવેલ ,પણ તે માત્ર ધિક્કાર અને બહિષ્કારને પોષી રહેલ હોય તેવું જણાઇ રહ્યું છે.જો તમે બિનસાંપ્રદાયિક કાર્યસૂચિ અને નિયમો ન પાળતા જણાઓ તો તમને બહાર કરી દેવામાં આવે છે.જો તમે ટીલું-ટપકું કે બુરખો કે ક્રૉસ  જેવું કોઇ ધર્મિક ચિહ્ન વાપરતા હો તો ઘડીના છઠ્ઠા ભાગમાં તમે અસ્પૃશ્ય થઇ જાઓ કે સંભવિત આતંકવાદી સ્થપાઇ જાઓ.ખુબ જ બિહામણું  લાગે છે!
સપાટીની નીચે જોઇશું તો પ્રશ્ન ચેતાતંત્રનો જણાશે.આપણું મગજ બે ભાગનું બનેલું ઃએ - ડાબો અને જમણો ભાગ.ડાબો ભાગ પૃથક્કરણાત્મક છે તો જમ્ણો ભાગ ભાવવાહક અમૂર્તાત્મક છે.ડાબી બાજૂથી આવે છે વિજ્ઞાન અને જમણી બાજૂથી આવે છે કળાઓ.ડાબી બાજૂએથી રાજકારણ આવે છે તો જમણી બાજૂએથી રોમાંચક કલ્પના આવે છે.ડાબી બાજૂ નિષેધથી વધારે કામ લે છે અને વધારે કેન્દ્રીત હોય છે. જમણો ભાગ સમાવેશ કરવાની ભાવનાપર કાર્યરત છે અને વધારે પ્રસારીત હોય છે. એવું જણાઇ રહ્યું છે કે દુનિયા જમણી બાજૂનો અસ્વિકાર કરીને ડાબી બાજૂ તરફ વધારે ઝૂકી રહી છે, કળા કરતાં વિજ્ઞાન, રોમાંચ કરતાં રાજકારણ  અને સમાવેશને બદલે બહિષ્કારને વધારે પસંદ કરતી જણાય છે.
જ્યારે આપણે બાલ્યાવસ્થામાં હતાં ત્યારે 'ડાબે અને જમણે જોયા પછીથી રસ્તો ક્રૉસ કરવો' તેમ કહેવાતું. ડાબેરીઓ ડાબે જ, જમણેરીઓ જમણે જ અને બિનસાંપ્રદાયિક સીધું જ જૂએ છે. એટલે અકસ્માતો તો થવાના. અકસ્માતો થાય,પરંતુ હું જ સાચો તેવા દંભથી ડાબેરીઓ ડાબી તરફ,જમ્ણેરીઓ જમણી તરફ અને બિનસાંપ્રદાયીઓ સીધું જોવામાં પાછાવળીને તેમના થકી કેટલું નુકસાન થયું છે તે પણ જોતા નથી.
એટલે જ કદાચ આદિઋશિઓએ બ્રહ્માને ચતુર્મસ્તિષ્કવાળા કલ્પ્યા છે, જેને ડાબે કે જમણે અને આગળ કે પાછળ જોવામાટે અલગ મસ્તક છે. ત્યારે જ આપણે સમગ્રતયા જોઇ શકીશું,બધી જ વસ્તુઓ અને વ્યક્તિઓમાટે સમભાવ કેળવી શકીશું કે ઇસાઇ ધર્મગુરૂઓ કે મુસ્લિમ મકબરા કે હિન્દુ મહાકાવ્યને ભારતીય કહેવાની સાથે જ કાગારોળ નહીં કરીએ.આઅપણે જ્યારે સમાવેશ કરીશું ત્યારે જ આ દુનિયા વધારે સારી જગ્યા બની રહેશે.
n  રવીવારનાં મીડ-ડેના દેવલોકમાં ૨૩,ઑક્ટૉબર,૨૦૧૧ના રોજ પ્રસિધ્ધ થયેલ
n  મૂળ અંગ્રેજી લેખઃ: Look left and right
-     ભાવાનુવાદઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો