રવિવાર, 10 જૂન, 2012

શા માટે આગેવાન ઢીલ ન કરી શકે? - જૅસન વૉમૅક

[Your best Just Got Better પુસ્તક ના લેખક જૅસન વૉમૅકની આ મહેમાન પૉસ્ટ છે.આ પુસ્તકની રૂપરેખા આપણને આપણાં શ્રેષ્ઠને હજૂ વધારે સારૂં કેમ થઇ શકે કે જીંદગી અને કામમાં વધારે સિધ્ધિ કેમ મેળવવી અને આ બધાં પરિવર્તન લાંબા સમયસુધી કેમ ટકાવી રાખવાં તે બતાવે છે. વૉમૅક 'ઉત્પાદકતા'ની વ્યાખ્યા આ મુજબ કરૅ છેઃ "મેં કહેલા સમય મર્યાદાની અંદર જ મેં જે કંઇ કરી આપવાનું વચન આપેલું તે મુજબ કરવું."]

તમે એક કૉન્ફરન્સ કૉલ પૂરો કરી રહ્યા છો, ત્યારે કોઇને કહેતાં સાંભળો છો,"સારૂં, અમે તમને આ બધું સાહિત્ય હમણાં જ મોકલી આપીએ છીએ." એક દિવસ પસાર થઇ જાય છે, અને પછી એક અઠવાડીયું પણ વીતી ગયું.તમારા એ વ્યક્તિમાટેના વિશ્વાસના શું હાલ થાય? શક્ય છે કે તમે હજૂ પણ તેમની સાથે વ્યાવસાયિક વહેવારો ચાલુ રાખો, પરંતુ તમે હંમેશા અવઢવમાં તો રહેશો જ કે તેઓએ જે કહ્યું છે તે, તેમણે કહેલી સમય મર્યાદામાં, થશે ખરૂં કે નહીં.
આ સમય છે અરીસામાં જોવાનો.શું તમે પણ આમ કોઇને ટટળાવો છો? તમે ભૂલી ગયા છો અથવા તો જાણી જોઇને આમ કરી રહ્યા છો? તમે કોઇ મહત્વનાં સંશાધન ભૂલી તો નથી રહ્યા?શું તમે હવે પછીનો નિર્ણય લેતાં પહેલાં કોઇ મહત્વની માહિતિની રાહ જોઇ રહ્યા છો? કે તમે માત્ર સમય જ વેડફી રહ્યા છો? તમારા પોતાના દૈનિક નિત્યકર્મને તપાસવાથી શરૂઆત કરો. જ્યારે તમે સમજી જશો કે તમે કેમ કામ કરો છો, ત્યારે તમે વધારે અસરકારક રીતે તમારાં કામ કરી શકશો.તમારામાટે આ અઠવાડીયાંમાટે પ્રયોગાત્મક પ્રવૃત્તિ અહીં રજૂ કરેલ છેઃ
તમે આશરે દરરોજ ક્યારે ઑફિસ આવો છો અને પાછા ફરો છો તે નોંધવાનું શરૂ કરો.આ તમારૂં 'કામનું અઠવાડીયું' બતાવે છે.[હું આને 'વ્યાવસાયિક ઉત્પાદકતાની ડોકાબારી' કહું છું.]તમારા કામના દરેક કલાકમાં તમે જેનાપર 'પ્રાથમિકતા' તરીકે ધ્યાન કેંદ્રીત કર્યું અને તમે જે કંઇ ન કરવાનું નક્કી કર્યું તે પણ નોંધો.
તમારી ઉત્પાદકતા બાબતે શરૂઆત કરવા માટે અને તે અંગે પ્રવૃત રહેવા માટે આ ત્રણ નુસ્ખા અમલ કરવા જોઇએઃ
૧.નાનાં ક્રિયાપદની ભાષામાં વિચારોઃ મોટા ભાગના લોકો [ખાસ કરીને વ્યવસાય સાહસિકો અને વરિષ્ઠ પ્રબંધકો] પોતે જેટલું વિચારે છે તે બધું જ અમલ નથી કરી શકતા તેનું કારણ તેમની સ્વપ્નદ્રષ્ટા વિચારશક્તિની આવડત છે.કારણકે તેઓ મોટે પાયે વિચારી શકે છે, એટલે તે કક્ષા એ જ વિચારે છે.જ્યારે ખરી જરૂર છે તમારા ઉદ્દેશ્યોને તમારી સફળતાની મંઝિલની નાનાં અંતરની પથદર્શક નિશાનીઓ તરીકે ગોઠવવાની. તાજેતરમાં હું ફૉર્ચ્યુન ૫૦૦માંની એક કંપનીનાં વહીવટી ભાગીદાર સાથે કામ કરતો હ્તો, જેમને એ ખ્યાલ આવ્યો હતો કે  સમયનું સંચાલન કરવાને બદલે તેમણે તેઓ જે સમયના નાના જે ટુકડાઓમાં કામ કરે છે તેની અંદર વધારે અસરકારકપણે ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.
૨.તમારા દરરોજના સમયમાંથી વધારાનો સમય શોધો,પેદા કરો, તેનો ઉપયોગ કરો અને તેનું મુલ્યાંકન કરોઃ બહાર મીટીંગ માટે સમય કરતાં વહેલા પહોંચી જાઓ છો? બીજા લોકો મોડા પડે છે? કે પછી તમારી નક્કી કરેલ મુલાકાત છેલ્લી ઘડીએ રદ થઇ છે. આવા સંજોગોમાં ઓચિંતા વધી પડેલા સમયમાં તમે શું કરશો? ૧૫-મિનીટના સમય ઘટક બનાવી રાખો [જેને હું બોનસ સમય કહું છું]. શા માટે ૧૫-મિનીટના ઘટક? કારણકે તે કંઇક પણ કરી શકવામાટે પૂરતો અને શોધો તો મળવો મુશ્કેલ એટલો સમય છે.
૩. જે કંઇ થઇ ગયું છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરોઃ દિવસ દરમ્યાન નિયમીતરીતે [લંચ પહેલાં અને ઘરે જવા નીકળતાં પહેલાં],થોડીવાર થોભો અને મનમાં જ ગણત્રી કરી લો કે શું શું પૂરૂં થઇ ચૂક્યું છે. સામાન્ય રીતે એટલું બધું એકી સાથે ચાલતું હોય છે, અને તેમાં પણ શું નથી થયું તેના પર વધારે વિચારવાનું બનતું હોય છે કે,આપણે શું પૂરૂં થઇ ગયું તે ભૂલી જતા હોઇએ છીએ. આ તમારી શક્તિ ફરીથી મેળવવાની તક છે - કારણકે કામ પૂરૂં થયું છે તે સ્વિકૃતિ ગાડીને ફરીથી પાટા પર લઇ આવવાનો એક ઝડપી ઉપાય છે.[તમે ક્યારે ય બાકી રહેલાં કામોની યાદી બનાવી છે ખરી..બધાં જ કામો પૂરાં કર્યા પછી?]
મોટા ભાગના કિસ્સાઓમાં લાંબા-ગાળાનાં ધ્યેય રોજબરોજના કામના પ્રવાહમાં 'અગત્યનું, પણ તાત્કાલિક નહીં' તે શ્રેણીમાં ગણાતાં હોય છે. આપણે ચાલુ-બંધ પ્રગતિ કરવામાં સહુથી અગત્યનાં કામોને ઠેલતા રહેતા હોઇએ છીએ.જ્યારે આવું થતું હોય છે ત્યારે - સહુથી છેલ્લાં અને ઘોંઘાટીયાં- તાત્કાલીક કામો તમારૂં ધ્યાન ખેંચવા માટે પડાપડી કરતાં હોય છે. ચતુરાઇથી કામ કરો, કામના નાનાં ઘટકો વધારો અને જે પૂરૂં થઇ ગયાં છે તેની નોંધ કરો ... કામ ન ટાળવામાટે તે સહુથી અકસીર ઉપાય છે!

જૅસન ડબ્લ્યુ.વૉમૅક, એમ.એ.,એમ.એડ., કૉર્પૉરૅટ બૉર્ડ અને વ્યવસાય સાહયિકોને મહત્તમ ઉત્પાદકતા અને સંતુલિત જીવનશૈલિ વિષે સલાહ આપે છે.તેમની વૅબસાઇટ <www.womackcompany.com>ની મુલાકાત લો અને તેમની સાથે પ્રશ્નો કે ટીપ્પણીઓ વહેંચવા માટે  @JasonWomackનો ઉપયોગ કરો.