યહુદીઓ
જ્યારે ઇજીપ્ત છોડી રહ્યા હતા, ત્યારે
તેમના નેતા અને ધર્મપ્રણેતા મૉશૅઝએ તેમને ‘દશ દૈવી આદેશ’/ Ten Commandments સંભળાવ્યા હતા. ‘વરદાયીત ભૂમિ’ / The
Promised Land તરફ પ્રયાણ કરતી વખતે આ આદેશોનું પાલન કરવાનું હતું.
યહુદીઓએ તેને બહુ નિષ્ઠાપૂર્વક પાળ્યા પણ. આ હતું તો બહુ મુશકેલ; ઘણીવાર તેનાં પાલનમાં કમી રહી જતી હતી, પણ તેનું પાલન કરવા તેઓએ મહેનત કરવામાં કોઇ ક્સર નહોતી
છોડી.તેમને પોતાની માતૃભુમિએ પાછાં લઇ જવા માગતા એક પ્રેમાળ પિતા સમાન ભગવાનના આ
સીધા જ આદેશો હોવાને કારણે, તેનું પાલન કરવા માટે યહુદીઓએ
પાછું વાળીને ન જોયું નહોતું .
બાઇબલની
પૌરાણિક કથાઓ ગ્રીક કથાઓથી બહુ અલગ પડે છે.જ્યારે પણ કોઇ ગ્રીક નાયકનો જન્મ થયો છે
ત્યારે દેવોના સાક્ષાત્કાર પામેલા ઑરૅકલની
ભવિષ્યવાણીએ તેના પિતાની હત્યા તે બાળકને
હાથે ભાખી છે અને એટલે બાપ છોકરાને જંગલમાં વરૂઓ પાસે છોડી આવવાનો હુકમ કરે છે.એક
ભરવાડને એ બાળક પર દયા આવીજાય છે એટલે તે તેને ખાનગીમાં ઉછેરે છે. છોકરઓ કાળક્રમે
એક સુંદર દેખાવડો યુવાન બની રહે છે, અને પોતાના બાપની સાથે કોઇ વાતે ઝઘડી પડે છે. બાપની ઓળખાણથી
અજાણ યુવાનના હાથે એ ઝઘડામાં બાપનું મૃત્યુ થાય છે. આમ ગ્રીક પુરાણોમાં પિતાને
પ્રેમાળ વર્ણવાયેલ નથી.પિતાનું સ્વરૂપ ક્રુર દેખાતું લાગે છે. તે પોતાનાં બાળક ટાઇટનને ખાઇ જતો કૉનસમાં મૂર્ત થયેલ
જણાય છે. ગ્રીક નાયક તેના પિતાની સામે પડકાર કરતો અને તે કારણે ખ્યાતિ મેળવતો જણાય
છે.
નિયમોનું
પાલન બતાવે છે કે નિયમોની પાછળ એક પ્રેમાળ પિતા છૂપાયેલ છે. જ્યારે નિયમોનો પડકાર
એક ક્રુર પિતાની નિશાની છે. ભારતીય પુરાણોમાં પણ બન્ને પ્રકારના પિતા જોવા મળે છે.
રામાયણમાં રામ સહુથી વધારે આજ્ઞાંકિત પુત્ર તરીકે જાણીતા છે;એમના પિતા દશરથ પ્રેમાળ છે. ભગવદ ગીતામાં કૃષ્ણને નિયમો
તોડતા બતાવ્યા છે;
તો એના પિત તુલ્ય મામા કંસ ક્રુર છે. રામ દશરથની ઇચ્છાઓનું
પાલન કરે છે,
તો કૃષ્ણ કંસનો સામનો કરે છે.આજ્ઞાપાલનને કારણે રામ અને
સામનો કરવાને કારણે કૃષ્ણ પૂજ્ય ગણાયા છે.
રાહુલ એ
કન્સલટંસી ટીમનો સભ્ય હતો, જેને એક મધ્યમ કક્ષાની મેડીકલ
સાધનો બનાવતી કંપનીની કામગીરીમાં બદલાવ લાવવાની જવાબદારી સોંપાઇ હતી.ભાવિ દ્ર્ષ્ટિ
અને લક્ષ્ય નક્કી કરવા કાર્યશાળાઓ કરવામાં આવી. નવી પ્રક્રિયાઓ અને તાંત્રિક
વ્યવસ્થા વિચારાઇ. તે મુજબ નવું સંસ્થાકીય માળખું પણ
ગોઠવવામાં આવ્યું.ક ન્સલટંટ ટીમ બહુ ઉત્સાહભેર કામ કરી
રહી હતી. પરંતુ ગ્રાહક સંસ્થાના લોકો શિથિલતાથી અને પરાણે કામ કરી રહ્યા જણાતા
હતા. રાહુલ વિચારમાં પડી ગયો હતો કે કંઇક બરાબર નથી. લોકોને કેમ રસ નથી પડતો? કંપનીના કામકાજમાં કરાઇ રહેલા ફેરફારો કંપનીને અને, તેથી પરોક્ષ રીતે, તેમાં કામ કરતા લોકોને જરૂર ફાયદાકારક જ સાબિત થવાના હતા.
નવી પ્રક્રિયાઓને સ્વીકારવા માટે લોકોને તૈયાર કરવામાં બહુ જ કપરી મંત્રણાઓ કરવી
પડી રહી હતી. રાહુલે તેના ઉપરીને કહ્યું કે," એવું લાગી રહ્યું છે કે જાણે નવી પ્રક્રિયાઓને સ્વિકાર
કરીને લોકો કંપનીના સંચાલક મંડળ પર ઉપકાર કરી રહ્યાં છે." રાહુલે જ્યારે આ
વાત મૅનૅજમૅન્ટ કમિટીની ચર્ચા દરમ્યાન રજૂ કરી તો એક ડાયરેકટરનો અભિપ્રાય એવો હતો
કે "તેઓમાં નિષ્ઠાનો અભાવ છે." જો કે, રાહુલને આ નિદાનમાં વિશ્વાસ નહોતો પડ્યો, એટલે તેણે વધારે
તપાસ કરવાનું વિચાર્યું.
રાહુલે
નીચેની પાયરીના સંચાલકોનાં એક જૂથ સાથે ખાણીપીણી વગેરેમાં વધારે સમય આપવાનું શરૂ
કર્યું,
જે દરમ્યાન જે જાણવા મળ્યું તેમાં તેને દમ લાગ્યો -
"પરિવર્તનની આ મહેનત કંપની પોતનાં મૂલ્યાંકનને સુધારવા કરી રહી છે જેથી નવા
પ્રયોજક તેમાં નવું રોકાણ કરે.સંચાલક મંડળને આ કંપની વેંચી દેવામાં રસ છે. તેઓને
અમારાં ભવિષ્યની કંઇ પડી નથી. એટલે અમે શા માટે રસ લઇએ?"
કર્મચારીઓ
માટે, નિયમો પાછળના લોકો, સામનો કરવા લાયક 'ક્રુર પિતા' જેવા હતા, નહિ કે આજ્ઞાપાલનને લાયક 'પ્રેમાળ પિતા'. લોકોને જ્યારે એવું લાગવા મંડે છે કે તેમના અગ્રણીઓ તેમની
દરકાર નથી કરતા,
ત્યારે ઐચ્છિક પાલન શક્ય નથી રહેતું.
n માર્ચ ૪,૨૦૧૧ના રોજ કૉર્પૉરૅટ ડૉઝીયર, ET ,માં પ્રથમ વાર પ્રગટ થયેલ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો