શુક્રવાર, 24 ઑગસ્ટ, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૮


કોઇપણ દરખાસ્તને મારફાડ દરખાસ્તમાં ફેરવી નાખવા માટે કોઇ એક કથાનો ટેકો કાફી છે.( આ લઘુ ગાથાની પ્રેરણા This Car Wash is Free – The Power of the Narrative માંથી મળી છે.) 


બિપિન સોદાબાજી અને ભાવકાપની યોજનાઓ પસંદ ન કરતો, પણ કાર ધોવાની આ યોજનાને છોડી છોડાય તેમ ન હતું. "બે-ની ખરીદી પર આ કાર-ધુલાઇ મફત". બિપિને તરત જ સહીસિક્કા કરી લીધા. રાકેશે કહ્યું, આ તો ભાવમાં ૩૩%ની છૂટવાળી જ યોજના ગણાય. જવાબમાં બિપિન હસ્યો,"સાચી વાત.આ માત્ર યોજના નથી,પણ એક કહાની છે"
ફૉટૉ સૌજન્યઃ   Jaganatha on Flickr

પ્લૅનની સફરમાટે ટિકિટ નોંધાવતી વખતે જોગેશે ઉત્સુકતાથી પૂછ્યું:"તમારી પાસે ૧૦મી હરોળની આસપાસ કોઇ બેઠક છે?"  જોગેશ પ્લેનની મધ્યમાં બેસવું ટાળતો.  ઍજન્ટે જવાબમાં કહ્યું,"૧૦બી". ઇચ્છીત બેઠક મળી જવાથી જોગેશ ખુશ થઇ ગયો. જ્યારે પ્લૅનમાં બેસવાનું શરૂ થયું, ત્યારે જોગેશ પોતાની જાત પર હસવું ખાળી ન શક્યો- એ નાનું, ૨૦-બેઠકવાળું, પ્લૅન હતું.
આ વાતમાં તમે જોઇ શકશો કે મૂળ વાત 'પાર્કિંગ'ની નથી.મારો આ ગઘૂ કાથા દ્વારા એ સંદેશ આપવાનો હેતુ એ છે કે જ્યારે આપણે લાગણીથી દોરવાતાં હોઇએ છીએ, ત્યારે નજર સામેનું પણ જોતાં નથી.
રોસેશ હવે અકળાવા લાગ્યો હતો. ૨૧ નંબરની જગ્યા પર ઉભેલી ટ્રકમાં ચાલકની સીટ પર બેઠે એ ભાઇને ૭ મિનિટ થઇ ચૂકી હતી.  બહાર નીકળવાનાં તેનાં કોઇ એંધાણ નહોતાં દેખાતાં. તે જ વખતે આવીને કોઇ બીજાંએ બાજૂની ખાલી જગ્યામાં ગાડી મુકી દીધી. ગુસ્સામાંને ગુસ્સામાં, રોસેશને એ ખાલી જગ્યા દેખાણી જ નહોતી.
બધો ખેલ અર્થઘટનનો છે.
મુકેશે એક પ્રયોગ કરવાનું વિચાર્યું: જીવનની છેલ્લી પંદર મિનિટ જ બાકી છે.ધન્ય જીવન જીવવા વિષે એક પત્ર લખો. ખાસ્સી મથામણ પછી એ પત્ર લખી શક્યો. જો કે તે એનાથી સંતુષ્ટ નહોતો , કારણકે " તમારૂં જીવન બીજાંને ઉપકારક કેમ નીવડશે"ના જવાબમાં તેની પાસે કંઇ કહેવાલાયક નહોતું. મુકેશ બદલી ચૂક્યો છે.
ફૉટૉ સૌજન્યઃ   Lincolnian on Flickr
મોટા ભાગના લોકો ભૂલી જતા હોય છે કે આજ મહામૂલી છે.
બુધ્ધિશાળી તનેશનું ૪૫ વર્ષે હજૂ ઠેકાણું નહોતું પડતું. તે ફાલ્ગુન પાસે મદદ માગવા ગયો. તનેશે સમજાવ્યું કે કઇ રીતે તે ભૂતકાળનું અર્થસભર વિશ્લેષણ કરી શકતો હતો. તેણે પોતાની ભવિષ્યની યોજનાઓનાં સચોટ આલેખનની આવડત પણ વર્ણવી. ફાલ્ગુને સસ્મિત કહ્યું," તનેશ, આજે કયું કામ કરવું છે તેના વિષે તે કંઇ વિચાર્યું છે?"
ફૉટૉ સૌજન્યઃ   The Big Harumph on Flickr
સાદું સત્યઃ જો તમને ખુદમાં જ વિશ્વાસ ન હોય, તો બીજા તમારાપર વિશ્વાસ મુકે તેમ કરવું મુશ્કેલ છે.
રોહિત સમજી નહોતો શકતો કે રોનક શામાટે જૈમિનની કંપનીમાં મુડીરોકાણ કરે છે, ખાસ તો જ્યારે ખરી તક તો છ મહિના પહેલાં ગુમાવી દીધી હતી. રોનકે તેનેસમજાવ્યું," ખરા અર્થમાં, પરિકલ્પના હવે જ મૂર્ત થઇ છે. વળી મને હવે ખાત્રી છે કે તેની સફળતા વિષે જૈમિનને પણ હવે કોઇ શંકા રહી નથી."
ફૉટૉ સૌજન્યઃ   Steve Rhodes on Flickr
તમારી જાતને ફરીથી ઓળખવા માટે ક્યારે પણ મોડું નથી હોતું.......
કેતન સારો લેખક હતો. પોતાની  આદર્શ વ્યક્તિના પગલે ચાલવાની ગણતરીએ કેતને એક કંપની શરૂ કરી.ત્રણ વર્ષ સુધી એ કંપનીએ બહુ ઝઝુમવું પડ્યું. તેણે પોતાના ત્રણ વર્ષના આ અનુભવોને, બહુ  ચીવટથી, પુસ્તકાકારે લખ્યા. તેનું  એ પુસ્તક, "ચક્કરની ફેરફુદરડી", ચપટી વગાડતાં જ પ્રસિધ્ધિને શિખરે પહોંચી ગયુ. કેતન માટે એ સ્વપહેચાનનો પુનઃઆવિષ્કાર હતો.
ફૉટૉ સૌજન્યઃ   JJPacres on Flickr
#78 - શિખર
તમે જે કંઇ શોધતાં હો છો, તે મોટાભાગે, તમારા રસ્તા પર જ પડેલું હોય છે...
પલાશ જ્યારે ટોચ પર પહોચ્યો ત્યારે થાકી ગયો હતો. ત્યાંથી દેખાતું દ્રષ્ય સારૂં હતું , પણ કંઇ ખાસ નહીં. બીજાં બધાં ચારેક  કલાક બાદ પહોંચ્યાં અને બહુ ખુશ દેખાતાં હતાં.પલાશની ઉત્સુકતાભર્યા સવાલના જવાબમાં, તેઓમાંનાં એકે  કહ્યું," ઉપર ચડતી વખતે, શિખરોની વચ્ચેની સાંકડી જગ્યામાંનાં દ્રષ્યો જોવાની મજા પડી ગઇ. ખરેખર અદ્ભુત!"
ફૉટૉ સૌજન્યઃ   Alex Ciminan on Flickr
"૧૦૦ % બરાબર" સુધી પહોંચતાં સુધી તે વાતનું મહાત્મ્ય જ ન રહ્યું હોય તેવું પણ બને..
"પોતાની જીંદગીનું શું કરવું?" એ વિષેના બાબતે સોહમ કોઇ બાંધછોડ કરવા નહોતો માંગતો. શાળા-કૉલેજમાં, તેના સહાધ્યાયીઓસાથે આ બાબતની જ ચર્ચાઓ કરતો રહેતો.પછીથી ઓફિસમાં સહકર્મચારીઓ સાથે અને ઘરે પત્ની સાથે પણ તેની ચર્ચાઓ ચાલુ રહી. આખરે, જ્યારે પંચાવન વર્ષની ઉમરે હવે કોઇ જ ફરક નહોતો પડવાનો, ત્યારે તેણે ચર્ચાઓ કરવાનું છોડ્યું.
ફૉટૉ સૌજન્યઃ   alshepmcr on Flickr
સામાન્ય રીતે, "વ્યાજબી થવું" અને " દુનિયાને બદલી નાખવી" એ બન્ને સાથે સાથે ચાલતાં હોતાં નથી....
રોહનનાં જતાંવેંત જ,ફણીન્દ્ર બોલી પડ્યો,"મુકેશ,એક નવા ઉભા થતા વ્યવસાય-સાહસિકમાટે તારી સલાહ વ્યાજબી ન કહેવાય." મુકેશે સસ્મિત કહ્યું,"હું જાણું છું." થોડા મહિનાઓ બાદ, જ્યારે રોહન બધાં કામ પૂરાં કરી આવ્યો, ત્યારે ફણીન્દ્રએ ફરીથી નવાઇ પામતાં કહ્યું,"મુકેશ,કહેવું પડે! નવા વ્યવ્સાય-સાહસિક પાસેથી આવી આશા બિલ્કુલ નહોતી." મુકેશે પણ ફરીથી હસીને કહ્યું:"હું જાણું છું".
ફૉટૉ સૌજન્યઃ   lastbeats on Flickr

v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // ઑગષ્ટ ૨૪,૨૦૧૨

અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ
. લઘુ ગાથા -  ગુચ્છ ૭


*      આ બધી લઘુ ગાથાઓ મુળ અંગ્રેજીમાં,  ‘Mini Saga’નાં સ્વરૂપે, લેખક, શ્રી રાજેશ સેટ્ટી,ની વૅબસાઇટ  પર અહીં અથવા  Squidoo પર અહીં ઉપલબ્ધ છે.

*      પ્રસ્તુત અનુવાદ સંગ્રહ અહીં પણ ઉપલબ્ધ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો