બુધવાર, 26 સપ્ટેમ્બર, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૧૧

#101 - જીવંત

આપણા મોટાભાગના જાગતા હોઇએ તે કલાકો આપણાં કામ માટે વપરાતા હોય છે. એટલે તેનો જેટલો કસ કાઢી લઇએ એટલું સારૂં!
નોકરી છોડી ત્યારે તરૂણ પાસે માત્ર ચાર પ્રસ્તાવ હતા.તે એ ચારેય સંભવીત ઉપરીઓને મળી આવ્યો અને એક અઠવાડીયામાં  નિર્ણય લઇ લીધો. રાગેશે પૂછ્યું,"તરૂણ,આ નિર્ણયમાં તું ઉતાવળ નથી કરી રહ્યો ને?" તરૂણે ઉત્તરમાં કહ્યું,"આ મુલાકાતો   નિર્ણય લેવાનું સહેલું કરી નાખ્યું - જે સહુથી વધારે જીવંત લાગ્યા તે મારી પસંદ છે." 
ફૉટૉ સૌજન્યઃ   M. Varga on Flickr

અનિશ્ચિતતા સાથે પાનો પાડવો મુશ્કેલ તો છે, પણ સંપૂર્ણ નિશ્ચિતતાની સાથે રહેવાની સામે તેની કંઇ વિસાત નથી.
તેની પહેલાંની નોકરી કરતાં હાલની નોકરી વધારે ધારણા મુજબની અને ઓછી અનિશ્ચિત હતી.જ્યોતિષની સાથે જાનવી પણ તાણમુક્ત થઇ. છ મહિના પછી જાનવીએ જ્યોતિષને ફરીથી ચિંતાગ્રસ્ત જોયો. તેણે પૂછ્યું, "નોકરીમાં કોઇ સમસ્યા છે?" જ્યોતિષે નિસાસો નાખીને કહ્યું, "હા, અહીં બધું ધારણા મુજબ જ થાય છે, જેમાં મને કોઇ પડકાર અનુભવાતો નથી."
ફૉટૉ સૌજન્યઃ   out_of_place on Flickr

મોટા ભાગના લોકોને આવડતનો નહીં પણ કામનો અભાવ ખૂંચે છે.
"આ છે કામે લાગવાની ઘડી." - પોસ્ટકાર્ડ પર માત્ર એટલું લખ્યું હતું. ફણીન્દ્ર હસ્યો. દર મહિનાની પહેલી તારીખે તેને આવો પોસ્ટકાર્ડ મળતો. છ મહિનાથી આ ખેલ જોઇ રહેલા ચમને આખરે પૂછી લીધું, "તને આ પોસ્ટકાર્ડ કોણ મોકલે છે?" ફણિન્દ્રએ જવાબમાં કહ્યું, "દસ વર્ષ પછીનો હું, આજના મને, જગાડી રહ્યો છે." 
ફૉટૉ સૌજન્યઃ   doug88888 on Flickr

#104 - છબી
પહેલાં , તમારે તમારી જાતને ઓળખવી પડે, તે પછી જ બીજાં તમને ઓળખે તેમ તમે અપેક્ષા કરી શકો.  
ઇન્ટરવ્યુ સારો રહ્યો હતો, તેથી રમેશે દક્ષેશને સ્વિકૃતિ જણાવી. દક્ષેશ ખુશ તો હતો, પણ અસ્વસ્થ હતો. તેણે નોકરીનો અસ્વિકાર કરતાં કહ્યું કે, પોતે જે છે તેના કરતાં બહુ સારૂં ચિત્ર ખડું કર્યું હતું. તેણે હવે સાચું ચિત્ર રજૂ કર્યું. રમેશે બધું શાંતિથી સાંભળ્યું,અને કહ્યું: "હજૂ પણ આ નોકરી તારી છે."
ફૉટૉ સૌજન્યઃ   bpsusf on Flickr

#105 - માન
માન કદાપિ મગવાથી નથી મળતું, તે તો તમારી યોગ્યતાને નજરમાં રાખીને મળતું હોય છે.
તે દિવસ મહત્વનું સિમાચિહ્ન હતો. ભૂલ તો જોગેશની જ હતી, એટલે એ મુલાકાત વરવી નીવડવી જ રહી.તેના ઉપરી, ફણિશ, અને મુખ્ય સંચાલક, માર્કંડ,પણ હાજર હતા. માર્કંડ દેખીતી રીતે નારાજ હતા.જોગેશનાં કંઇ પણ કહેતાં પહેલાં જ ફણિશે ભુલોનો ટોપલો પહેરીને જોગેશને છાવરી લીધો. જોગેશના ફણિશ સાથેનાં સંબંધના આયામ જ બદલાઇ ગયા.
ફૉટૉ સૌજન્યઃ   alshepmcr on Flickr

તમારા નિયતિના લખાઇ ચૂકેલ ચોપડામાં પણ તમે, ચાહો તો, સુધારા કરી શકો.
લાગલગાટ આઠ નિષ્ફળતાઓથી થાકીને,  હતાશાની ખાઇને પેલેપાર ધકેલાઇ ગયેલો, જિમેશ વિચારતો રહેતો કે,"મારી આ નિયતિ તો જન્મતાંની સાથે જ લખાઇ ચૂકી છે." એક દિવસ તેના મિત્રનો, સાઠ ખ્યાતનામ  લોકોનાં નામની યાદી સાથેનો,  ઇ-મેલ તેને મળ્યો, જેના અંતમાં, એ મિત્રએ  લખ્યું હતું," જિમેશ, આ સાઠ લોકોની અને તારી જન્મતારીખ એક છે."
ફૉટૉ સૌજન્યઃ   WTL Photos on Flickr

બીજી બાજૂએ ઉગેલું ઘાસ હંમેશાં વધારે હરિયાળું દેખાતું હોય છે....
જિગ્નેશના માર્ગદર્શક હોવાને નાતે રોહિતને ખબર હતી કે જિગ્નેશને પલ્લવનું કામ જોઇતું હતું. રોહિતે જિગ્નેશને એ કામ વિષે તેને સહુથી વધારે ગમતી, અને પલ્લવને એ કામ વિષે તેને બિલ્કુલ ન ગમતી, ત્રણ ત્રણ વાત લખી જણાવવા કહ્યું. એ બન્ને નોંધ વાંચતાંવેંત જિગ્નેશ બોલી ઉઠ્યો - "મને મારૂં કામ પસંદ છે!"
ફૉટૉ સૌજન્યઃ Cuba Gallery on Flickr

તમારી ધરબાઇ રહેલી શક્તિની ચાવી પ્રેમમાં સમાયેલ છે.
માતંગ ખરેખર થાક્યો હતો. તેણે તેના મિત્રોને ખાત્રી કરાવી આપી કે રાતની મિજલસ માટે તેની પાસે એક ટીપું પણ શક્તિ નહોતી બચી. એ ઘરમાં દાખલ થયો કે ફોનની ઘંટડી વાગી ઉઠી. તેની મિત્ર, ટીના,નો ફોન  હતો.  ટીના,ઉજવણીના મૂડમાં,બહુ જ ઉત્તેજિત હતી.તેણે કહ્યું,"આજ રાતની મિજલસમાં મળીએ છીએ. માતંગ તૈયાર થઇ ગયો.
ફૉટૉ સૌજન્યઃ Fe 108Aums on Flickr

જો તમે કોઇ બાબતે ઉત્કટ અનુરાગ અનુભવતા હો, તો શરૂઆત કરવા માટે ક્યારેય મોડું ન કહેવાય!
શિવાની ૪૨ની હતી, પરંતુ જાહેર મંચનો આ એનો પહેલો અનુભવ હતો.તેણે બધાંને મંત્રમુગ્ધ કરી દીધાં.તેનાં  નાટ્યમય ગાયનને સમગ્ર સભાગૃહે તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. શ્રોતાઓ બોલી પડ્યાં, 'ઇશ્વરોદત્ત બક્ષિસ છે'. શિવાની મનોમન કહી રહી હતી કે " જ્યારે મેં ૨૬ વર્ષની ઉંમરે ગાયન શીખવાનું શરૂ કર્યું ત્યારે કોઇ એવું નહોતું માનતું."
 
#110 - કોણ
તમે કોણ છો, તે... સમાન્યતઃ..વધારે પડતું જ આકારાતું હોય છે.
ઉદ્યોગ જગતની ૩૦ વર્ષની  સક્રિય, વ્યસ્ત, જીંદગી બાદ, રાગેશે નિવૃતિની જાહેરાત કરી. સહુથી આશ્ચર્યજનક અને મોટી વાત હતી, તેની સલાહ માગનારાઓની સંખ્યામાં થયેલો ભારે ઘટાડો. તેને હવે સમજાઇ ચૂક્યું હતું કે લોકો તેની સલાહ તે જે સ્થાન પર હતો તેને કારણે માગતા હતા, એટલા સારૂ નહિ કે તે શું હતો.

ફૉટૉ સૌજન્યઃ Brian Bowrin on Flickr
v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // સપ્ટેમ્બર ૨૬,૨૦૧૨ ǁ
અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ
૧૦. લઘુ ગાથા -  ગુચ્છ ૧૦


*      આ બધી લઘુ ગાથાઓ મુળ અંગ્રેજીમાં,  ‘Mini Saga’નાં સ્વરૂપે, લેખક, શ્રી રાજેશ સેટ્ટી,ની વૅબસાઇટ  પર અહીં અથવા  Squidoo પર અહીં ઉપલબ્ધ છે.

*      પ્રસ્તુત અનુવાદ સંગ્રહ અહીં પણ ઉપલબ્ધ છે.