રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૧૦


આપણને શું જોઇએ છે તે ચોક્કસપણે જાણવા માત્રથી તે મળી જ જશે તેવી કોઇ ખાત્રી તો ન હોઇ શકે, પરંતુ તે સારી શરૂઆત તો કહેવાય જ.....

કિશન સ્વપ્નો જોતો. ધ્યેય-પત્ર પોતાની સાથે જ રાખતો. ફણિશ તેને મુર્ખામી સમજતો. ફણિશે પૂછ્યું ,"પાંચ વર્ષથી તું ધ્યેય-પત્ર સાથે ફેરવે છે. શું એ ધ્યેય સિધ્ધ કરી શક્યો છે?" "ના". ફણિશ કટાક્ષમય હસ્યો, "મને ખબર જ હતી.". જવાબમાં કિશન પણ હળવાશથી હસ્યો અને કહ્યું,"હું તે ધ્યેયસિધ્ધિઓને ક્યારનો પાર કરી ચૂક્યો છું." 
ફૉટૉ સૌજન્યઃ   baja faith on Flickr
જો તમે કદી પણ કોઇ ખોટો નિર્ણય ન લીધો હોય,તો તમે મોટા નિર્ણયો લેવાનું ટાળતા રહ્યા હોવાની શક્યતા વધારે છે.

કૌસ્તુભમાટે જીવન નાઇન્સાફ રહ્યું છે. ભૂતકાળમાં લીધેલા તેના નિર્ણયો સાચા પડ્યા છે. ક્યારેય ગાફેલપણું પણ નહીં. તેમ છતાં, તે અટવાઇ પડેલ દેખાય છે.એક દિવસ તેના મિત્ર માર્તંડે પૂછ્યું:" તું હમણાં કોઇ મોટા નિર્ણય નથી લઇ રહ્યો?" કૌસ્તુભે ડોકું ધુણાવીને  "ના"  કહી. માર્તંડ સમજભર્યું  સ્મિત કરતાં બોલ્યો,"ભૂતકાળમાં ક્યારેય લીધેલ છે ખરા?"
ફૉટૉ સૌજન્યઃ   @boetter on Flickr
અસ્ખલિત અને સુસંગત વક્તા હોવું મહત્વનું જરુર છે,પરંતુ કાર્યસિધ્ધિનો પર્યાય નહીં. એક જૂની વાયકા પ્રમાણે, "અસ્ખ્લિત વાચાળ,પણ કાર્યદક્ષ નહીં"એવી વ્યક્તિને કામે રાખવી  અતિજોખમી પરવડી શકે છે.

ત્રીસ મિનિટમાં, વાંગ બે શબ્દ પણ બોલ્યો નહોતો. તેના ગયા પછી કીર્તિ બોલ્યોઃ"વાંગ તો કંઇ બોલતો ચાલતો નથી. તું એને પાંચ પાંચ વર્ષથી સાથે શી રીતે રાખી શકે છે?" રોહિત હસ્યો:"વાંગનું આ કામ શુક્રવાર સુધીમાં પૂરૂં થઇ જશે, જ્યારે બીજા બોલશે ઘણું , પણ તેમનાં કોઇ કામ પૂરાં નથી થતાં."
ફૉટૉ સૌજન્યઃ   Mathieu Gasnier on Flickr
ઘણી વાર આપણે જે ખોળતાં હોઇએ છીએ, તે શોધવા બહુ દૂર જવાની જરૂરત નથી હોતી.

જાનકીએ એક વર્ષમાં ૧૦૦ પ્રેરણાત્મક પુસ્તકો વાંચવાનું નક્કી કર્યું હતું. જીંદગીમાં ખુબ જ આગળ વધવામાટે શું કરવું પડશે તેનાં રહસ્યો તે જાણવા માગતી હતી. વર્ષ દરમ્યાન ,તેણે પૂરી લગનથી ૧૨૦ પુસ્તકો વાંચ્યાં. તેની મિત્ર તારાએ પુછ્યું,"શું ખાસ કંઇ જાણવા મળ્યું?" જાનકીનો જવાબ હતો,"ના. પણ, હું મારી જાતને ઓળખી શકી ખરી."
ફૉટૉ સૌજન્યઃ   DaBOMB diGGity on Flickr
ઉત્સાહ આપણને પૂરાં જોશથી જીવન જીવવાનું બળ પૂરું પાડે છે, અને તે પણ ચુકવેલી કિમતનાં પૂરાં વળતર સાથે!

તિમિર અને તેના સહયોગીઓને 'આરામ'ની પરિયોજના - "માહિતિ-વર્ગીકરણ"- સોંપાઇ. તેમાં જોડાયેલા દરેકને કચવાણ રહ્યું. તિમિરે કામને પૂરા જોશથી માથે લીધું અને પૂરૂં કરી આપ્યું. જ્યારે તિમિરને  સહુથી સારી પરિયોજનામાં લેવાયો, ત્યારે બધા નારાજ થયા.તેમના ઉપરી , રોનકે, સમજાવ્યું કે "મારે માહિતિ-વર્ગીકરણ'વડે તમારા ઉત્સાહને નાણી જોવો હતો, નહીં કે તમારી આવડત."
ફૉટૉ સૌજન્યઃ   seanbjack on Flickr
#96 - સંધાણ 
પહેલાં 'આપો', બસ , તે પૂરતું છે...

રોસેશ અતિસફળ વ્યક્તિ હતો, તેથી તેની સાથે મુલાકાત માટેની વિનંતિઓનો ધોધ એ અચરજની વાત નહોતી જણાતી. એ બધાંમાંથી તેણે જ્યારે, ખાસ મુલાકાત માટે, તિલંગને પસંદ કર્યો, ત્યારે અંજનાને સપ્રશ્નાર્થ નવાઇ લાગી આવી. રોસેશે તેને પ્રેમથી સમજાવ્યું કે,"તેનું કારણ તિલંગની મદદ માગવાની નહીં , પરંતુ સામે ચાલીને મદદરૂપ થવાની ભાવના છે."
ફૉટૉ સૌજન્યઃ     Pookie on Flickr
મોટા ભાગના લોકો જ્યાં સુધી નજરે જૂએ નહીં, ત્યાં સુધી સ્વિકારતા નથી. જે લોકો અંતઃસ્ફુરણામાં માને છે તેઓ માટે અનુભવવું માત્ર પૂરતું છે.

રૉબિન અને કળશ ફરી એક વાર અંતઃસ્ફુરણા વિષે વિવાદે ચડી ગયા હતા.કળશની માન્યતાથી વિપરીત, રોબિન માનતો કે 'અંતઃસ્ફુરણા'માટે કોઇ તાર્કિક આધાર નથી હોતો. તે જ સમયે રૉબિનને એક સંભવિત ગ્રાહકનો ટુંકો ફૉન આવ્યો. ફોન મુક્યા પછી તે ખાત્રીપૂર્વક બોલ્યો, "આ સોદો હવે આપણા ખીસામાં."  કળશે સસ્મિત કહ્યું, "કોઇ ટિપ્પણી નહીં!"
ફૉટૉ સૌજન્યઃ     borkodinus Photography on Flickr
જ્યારે કોઇ પોતાનાં સબળ પાસાંથી કામ કરી રહ્યું કોય અને આપણે આપણાં નબળાં પાસાં ઉપર હોઇએ, ત્યારે આપણામાટે સફળ થવું થોડું મુશ્કેલ બની જતું હોય છે.

સહકાર્યકરો,જોગેશ અને રીતેશ વચ્ચે શરૂઆત તો તંદુરસ્ત હરીફાઇથી થઇ હતી. જોગેશે ત્રણ વર્ષ સુધી સરખી મહેનત કરી, પણ તેની કારી ફાવી નહીં. આખરે તે રીતેશની સલાહ લેવા ગયો. રીતેશે હસીને કહ્યું," જોગેશ, બધાં જ મારાં સબળ પાસાંને  'સામાન્ય' વાત ગણે છે, હું તો તેના પર ધ્યાન કેન્દ્રીત કરતો રહ્યો છું."
ફૉટૉ સૌજન્યઃ     Valcuric on Flickr
બદલાવ મુશ્કેલ હોય છે. તેમાં પણ જો  તે તમને પોતાને બદલવા અંગે હોય, તો ઓર મુશ્કેલ બની જઇ શકે છે.

જ્યારે રાગેશે સંચાલન ટીમને કંપની માટે પરીવર્તન-ઘોષણાપત્ર તૈયાર કરવાનું કહ્યું ત્યારે ટીમમાં આનંદ ફેલાઇ ગયો. દરેક સભ્યએ પોતાનાં પરિવર્તન સૂચનો લખ્યાં - કુલ્લે ૧૮૫ "બદલવું જ જોઇએ" સૂચનો નોંધાયાં. બીજા દિવસના ઇ-મેલ સંદેશામાં રાગેશે બધાને "દરેક વ્યક્તિ પોતનાં સૂચનને કઇ રીતે અસરકારક રીતે પાર પાડશે" એ વિષે લખી જણાવવા કહ્યું.
ફૉટૉ સૌજન્યઃ     blue diesel on Flickr
ઉદાહરણીય વ્યક્તિત્વ પ્રેરણા લેવા માટે છે, નહીં કે નકલ કરવા માટે...

બિપિનને રોનકની લાંબા સમયની "આદર્શ" વ્યક્તિત્વની શોધ વિષે ખબર હતી. રોનક "એ" સફળતાના નુસખાની ખોજમાં રહેતો હતો. રોનકે જ્યારે હમેશમાટે ખોજ છોડી દીધી ત્યારે બિપિનને અચરજ થયું. રોનકે સમજાવ્યું,"મને પૂરતી પ્રેરણા તો મળી ચૂકી છે, અને મને સમજાઇ પણ ગયું છે કે મારા જીવનની ચોપાટ તો મારે જ માંડવી રહી."
ફૉટૉ સૌજન્યઃ   chelstastic on Flickr

<!--[if !supportLists]-->v  <!--[endif]-->રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
<!--[if !supportLists]-->v  <!--[endif]-->અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // સપ્ટેમ્બર ૧૬,૨૦૧૨ ǁ

અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ
. લઘુ ગાથા ગુચ્છ ૯


*      આ બધી લઘુ ગાથાઓ મુળ અંગ્રેજીમાં,  ‘Mini Saga’નાં સ્વરૂપે, લેખક, શ્રી રાજેશ સેટ્ટી,ની વૅબસાઇટ  પર અહીં અથવા  Squidoo પર અહીં ઉપલબ્ધ છે.

*      પ્રસ્તુત અનુવાદ સંગ્રહ અહીં પણ ઉપલબ્ધ છે.