સોમવાર, 1 ઑક્ટોબર, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૧૨


પ્રવૃતિ એ ભાગ્યે જ ઉત્પાદકતાની નિદર્શક હોય છે.
જોગેશનું લાગલગાટ ચોથા દિવસે બપોરે ત્રણ વાગ્યે દફ્તરમાંથી જતું રહેવું , સામંતથી હવે વધારે સહન થઇ શકે તેમ નહોતું. તેણે તેમના ઉપરી, અદિત,નું એ તરફ ધ્યાન દોર્યું. અદિતે હસીને કહ્યું,"જોગેશ તો પોતાનું કામ કરી જ લેતો હશે. મને તો,મોડે સુધી બેઠા પછી પણ કામ પૂરૂં ન કરનારાઓની, ચિંતા સતાવે છે."
ફૉટૉ સૌજન્યઃ monkeyworks illustration on Flickr

જે તમારી પાસે છે જ નહીં, તે તમે ક્યાંથી ખોઇ શકશો.
નવો જ નીમાયેલો અંગીત વેચાણ સ્પર્ધા જીતી જશે તેમ કોઇએ કલ્યું નહોતું. પુરસ્કાર-સમારંભમાં અંગીતે પોતાનું 'રહસ્ય' જણાવતાં કહ્યું -"પહેલું: મારા અનુભવની કમી  પુરી કરવા મેં ઘણા વધારે સંપર્કો કર્યા હતા. બીજું: નાપસંદગીની મેં ચિંતા નહોતી કરી, કારણકે મારી પાસે જે છે જ નહીં, તે હું ક્યાંથી ખોઇ નાખી શકવાનો હતો.
ફૉટૉ સૌજન્યઃ sr.cr! on Flickr

શક્ય છે કે તમે તમારી પહૉચમાં હોય તેવો શક્તિનો સ્ત્રોત પણ નઝરઅંદાજ કરતાં હો...
કિશનને તેના સહવાસી જોગીન્દ્રની વિધિઓ અંગે અચરજ થતું. જોગીન્દ્ર તેનો કબાટ ખોલી, તેમાં ઉત્સુકતાપૂર્વક જોઇ રહેતો અને કહેતો - "મારો દિવસ સુંદર રહો. મને ખબર છે કે તમે ધારો તો તેમ થઇ પણ શકે." પોતાની ઉત્સુકતાને વશ થઇને,  કિશને જોગીન્દ્રનું કબાટ ખોલીને જોયું અને હસી પડ્યો. સામે આયનો પડ્યો હતો.
ફૉટૉ સૌજન્યઃ William Duffy on Flickr

#114 – અભિગમ
બીજાંઓમાટેના આપણા મોટા ભાગના અભિપ્રાયો અધૂરી માહિતિ પર આધારીત હોય છે.
કાર્તીકના બહોળાં વ્યાપાર સામ્રાજ્યના કેટલાક વિરોધીઓ પણ હતા. તેમાંના મોટા ભાગનાની ફરીયાદ હતી કે દૌલત પાછળની 'આંધળી દોટ'માં કાર્તીક તેના વારસાને અવગણી રહ્યો છે.તેના ૫૦મા જન્મદિન સુધીમાં, કાર્તીકની મિલ્કત રૂપિયા ૧૦૦૦ કરોડને આંબી ગઇ હતી. હવે,  તેણે તેની મિલ્કતના ૯૦% દાનમાં આપી દેવાનો મનસૂબો જાહેર કર્યો.. ટીકાકારો ચુપ થઇ ગયા. 
ફૉટૉ સૌજન્યઃ chensformers on Flickr

#115 – ઊંડાણ
લોકોનાં મનને જીતી લેવાં સહેલાં છે જો તમે તેમની પસંદનાપસંદ વિષે ઊંડાણથી લાગણી અનુભવતાં હો.
મહેશને તેના 'પ્રતિબધ્ધ અનુયાયીઓ' ની એક શ્રેણી હતી. આ તેની ચોથી નોકરી હતી, જેમાં મોટા ભાગના તેના સાથીઓ તેની સાથે ચાલી આવ્યાં હતાં.મહેશ આ વાતને બહુ મહત્વ ન આપતો,પણ તેના એક અનુયાયીએ કબૂલ્યું,"મહેશ અમારી સાચાં દિલથી અમારી કાળજી લે છે, તેમાં શંકાને કોઇ સ્થાન નથી. પછીથી, અમારે બીજું શું જોઇએ?" 
ફૉટૉ સૌજન્યઃ jiheffe on Flickr

શું રાખી મુકવું અને શું વહેંચી કાઢવું તે સમજમાં જ ડહાપણ છૂપાયેલું છે.


લોકો ફણીશની કૃતિઓને બેતહાશા પસંદ કરતાં હતાં.તે બધી હતી પણ અસાધારણ રચનાઓ. રાજેશ જ્યારે ફણીશના કાર્યકક્ષની મુલાકાતે  ગયો, ત્યારે ત્યાં તેણે ફણીશના માપદંડમાં ન બંધ બેસતી કૃતિઓની વણઝાર જોઇ. ફણીશ હસ્યો," આજે તને રહસ્ય જાણવા મળ્યું ને કે દરેક અસાધારણ કૃતિની પાછળ, અનેક સાધારણ કૃતિઓની તપસ્યાનો ભોગ છૂપાયેલ હોય છે."
ફૉટૉ સૌજન્યઃ doug88888 on Flickr

#117 – મૌલિક
મૌલિકતા ભાગ્યે જ "બહુ દેખીતી' હોય છે.
જ્યોતિષે જ્યારે પહેલી વાર વિચાર રજૂ કર્યો ત્યારે સંચાલક મડળમાં, ખાળી ન શકાય તેવું,  હાસ્યનું મોજું ફરી વળ્યું. ફણીન્દ્રએ જ્યોતિષને તેનાં દફ્તરમાં મળવા આવા જણાવ્યું. જ્યોતીશ જ્યારે મુખ્ય સંચાલકનાં દફ્તરમાં દાખલ થયો ત્યારે, ફણીન્દ્રએ સસ્મિત કહ્યું,"જ્યોતિષ, તારો વિચાર તદ્દન મૌલિક છે. કદી મૂંઝાતો નહીં. હંમેશા આગળ ધપતો રહે એ શુભેચ્છા!"
ફૉટૉ સૌજન્યઃ Squeezy on Flickr

આ લઘુ-ગાથા વર્ષની શરૂઆતમાં બનેલી એક સાચી ઘટના પર આધારીત છે.તમે ચાલાકીથી કોઇ બીજાં પર દોષનો ટોપલો સેરવી તો દઇ શકો, પરંતુ એ પ્રક્રિયામાં તમે તમારૂં આત્મસન્માન જરૂર ગુમાવશો.
જાસ્મિને ઘણા દિવસથી મારી પૃછ્છાઓનો કોઇ પ્રતિભાવ નહોતો આપ્યો.તેથી મેં તેના ઉપરી, જગદીશ,પાસે એ વિષે વાત કાઢી. કોઇ જ અચકાટ વિના જ જવાબમાં તેમણે કહ્યું કે,"ખરેખર તો એ મારી ભૂલ છે." સાશ્ચર્ય મેં તેમને પૂછ્યું," જાસ્મિનને સીધી દોર કરવાને બદલે તમે શા માટે દોષ વહોરી લીધો?" જગદીશનો જવાબ હતોઃ "આત્મ-સન્માન!"
ફૉટૉ સૌજન્યઃ Alex is Bored on Flickr

સૌંદર્ય જોનારની નજરમાં વસે છે.
રીતેષને પ્રમોદના નિર્ણયથી અચરજ તો થયું! સમુહ ફોટૉગાફમાંથી સાફ જણાઇ આવતું હતું કે જૈમિનિ સુમન કરતાં વધારે સુંદર હતી.
રીતેષે પૂછી નાખ્યું,"બન્ને તને ચાહે છે. તો પછી, તારી પસંદ સુમન શા માટે?"
પ્રમોદે સસ્મિત કહ્યું," જૈમિનિનાં સ્મિત માટે ખાસ કારણ હોવું ઘટે, જ્યારે સુમન સ્મિત રેલાવવાનું કારણ શોધી લે છે."
ફૉટૉ સૌજન્યઃ  Anne STA on Flick
v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // ઑક્ટોબર ૧,૨૦૧૨ ǁ
અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ

૧૧. લઘુ ગાથા -  ગુચ્છ ૧૧


*      આ બધી લઘુ ગાથાઓ મુળ અંગ્રેજીમાં,  ‘Mini Saga’નાં સ્વરૂપે, લેખક, શ્રી રાજેશ સેટ્ટી,ની વૅબસાઇટ  પર અહીં અથવા  Squidoo પર અહીં ઉપલબ્ધ છે.

*      પ્રસ્તુત અનુવાદ સંગ્રહ અહીં પણ ઉપલબ્ધ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો