કપડાં સંસ્કૃતિનાં સુચક છે. તેનાથી
ઘેટાંઓ માટે કે કપાસ માટે કે રેશમના કીડાઓ માટે જેવા
ખેતીના પ્રકારોની ખબર પડી શકે છે. તેનાથી કાંતવા માટે ત્રાક કે વણવા
માટે સાળની જાણકારી મળી શકે છે. તે પછી કપડાંને હજૂ ઉચ્ચ સ્તર પર
લઇ જનારા રંગાટીઓ કે ભરતકામ કરનારાઓ કે સિલાઇ કરનારાવિષે પણ જાણવા મળે છે. જેમ જેમ
કપડું વણાતું અને સીવાતું જાય છે તેમ તેમ તેના દોરા કે ગડીઓ કે ટાંકામાં દુનિયાની
સમજદારી દાખલ થતી જણાય છે.
સનડે મિડડેની દેવલોક પૂર્તીમાં ઑગસ્ટ
૨૬,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.
ભારતમાં
નગ્ન દેવતાઓ અને નગ્ન દેવીઓની પ્રથા પણ જોવા મળે છે. નગ્ન દેવતાઓ કઠોર સંયમી સન્યાસીઓ
હતા. તેઓ,આકાશ જેનું વસ્ત્ર છે એવા, દીગમ્બર
કહેવાતા.તેમની નગ્નતા એ તેમની બધી જ કામનાઓના નિગ્રહની પ્રતિક છે.જ્યારે
નગ્ન દેવીઓમાં ઉજ્જડ જંગલીયત મૂર્તિમંત થયેલ જોવા મળે છે. તેમનાં પ્રાકૃતિક, બેકાબુ તેમ
જ કામુક અને ઉદ્દંડ રૂપનાં સ્વરૂપો યોગિનીઓ, મંત્રિકાઓ કે મહાવિદ્યાઓમાં જોવા મળે છે.પુરુષને કપડાં વડે
વનવાસી સાધુમાંથી સંસારી ગૃહસ્થ અને સ્ત્રીને કપડાં વડે કેળવીને જંગલને ખેતરમાં
ફેરવવામાં આવ્યાં. આમ કપડાંએ નરને
સંસ્કારી કર્યો અને ધરતીને વશ કરી. આજે પણ દેવીઓનાં મદિરોમાં,
જેમ કે ઉત્તરનાં વૈશ્નોદેવીનાં મંદિરમાં,
સોનેરી કિનારવાળું બાહ્ય વસ્ત્ર ચડાવાય છે કારણ કે ભક્તો
દેવીને તેમનાં નગ્ન રૌદ્ર સ્વરૂપમાં નહીં પણ શરમાળ કન્યા કે પ્રેમાળ માતાનાં
રૂપમાં જોવા માગે છે.
ભગવાનનુ એ
સ્વરૂપ જે તટસ્થતાથી નાશ કરે છે તે શિવ કોઇ કપડાં નથી પહેરતા.તેઓ નગ્ન નથી હોતા
ત્યારે ક્યાં તો જીવતાં પ્રાણીના વધ કરીને અથવા તો જંગલમાં મૃત્યુ પામેલ
પ્રાણીઓનાંચામડાંને પોતાનું વસ્ત્ર બનાવે છે. ભગવાનનું સંબંધ્ધતાથી જળવણી કરનાર
સ્વરૂપ,
વિષ્ણુ,ને ખુબજ મુલાયમ મલમલ કે રેશમી વસ્ત્રસાથે સાંકળી લેવાયા છે.
આંધ્ર
પ્રદેશની પદ્મશળી વણીક જાતિની અનેક લોક્વાયકાઓ પૈકી એક વાયકા મુજબ સહુથી પહેલો તાર
વિષ્ણુની નાભિમાંથી પેદા થયો હતો, એ જ નાભિ જેમાંથી સર્વ પ્રાણીઓના જનક,
બ્ર્હ્મા, પણ પેદા થયા હતા. ભાવના ઋષિએ આ તાર વણકરોને તેમાંથી
દેવોમાટે વસ્ત્રો બનાવવા માટે આપ્યો.આમ કાપડ એ સભ્ય વર્તનના અધિપતિ,
વિષ્ણુ,ની બક્ષિસ છે.કાપડ બનાવવાની અને વેચવાસાથેનાં સમ્બંધને
કારણે પદ્મશળી જાતિને સમાજમાં બહુ માનભર્યું સ્થાન મળેલ છે.તંતિ કે વણિકની ભૂમિકા
એટલી બધી મહત્વની બની રહી કે તાંત્રીક જેવી વિશેષિત રહસ્યમ્ય વિદ્યાઓ વણિકની
ભાષાની મદદથી જ વિશ્વનાં રહસ્યો સમજાવે છે.આમ ચેતના અને દ્રવ્ય વૈશ્વિક સાળ પર
સર્જન પામેલાં જીવનનાં પોતનાં તાણો અને વાણો બની રહ્યાં.
v
અસલ
અંગ્રેજી લેખ Cloth and Culture, લેખકની
વૅબસાઇટ દેવદત્ત.કૉમપર સપ્ટેમ્બર ૧૭,૨૦૧૨ના રોજ Articles, Indian Mythology ટૅગ
હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ ઑક્ટૉબર ૧૫, ૨૦૧૨

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો