મંગળવાર, 30 ઑક્ટોબર, 2012

ટકાઉ દૂરદર્શીતા કેળવીએ - જેસ્સૅ લીન સ્ટૉનર

અસરકારક દૂરદર્શીતા આગળ જવાના માર્ગથી કંઇક વધારે વધારે ચીંધે છે.

સરકારક "દુરદર્શીતા" એ કદાચ સહુથી વધારે વપરાશમાં લેવાતો અને એટલો જ ગેરસમજ થયેલ શબ્દ પ્રયોગ હશે. ભવિષ્ય વિષેની દૂરંદેશીમાં પ્રબળ શક્તિ રહેલી છે.પરંતુ જ્યારે તેનો પ્રયોગ સાચા અર્થમાં નથી થતો, ત્યારે આપણે તેની શક્તિનો ઉપયોગ કરવાની તક ખોઇ બેસીએ છીએ.
આપણે એપોલો ચંદ્ર પરિયોજના પર નજર કરીએ.એ ખુબ જ અદ્ભૂત પરિયોજના હતી. તેઓ સાવ પાર ન જ કરી શકાય એવા લાગતા અવરોધોને અતિક્રમી શક્યા હતા. જ્યારે પ્રમુખ કેનેડીએ ચંદ્ર પર ૧૯૬૯ સુધીમાં માનવ પદાર્પણની પરિકલ્પના વિચારી હતી,ત્યારે હજી તે માટેની ટેક્નૉલોજી પણ શોધાઇ નહોતી.તે પછીના ઉત્તેજક, કેન્દ્રીત અને ભગીરથ પ્રયાસોને પરિણામે, ૧૯૬૯માં બે વ્યક્તિઓ ચંદ્ર પર ચાલી પણ આવ્યા અને પાછા ઘરે સુરક્ષિત આવી પણ ગયા હતા. એ ખરેખર દિલધડક અનુભવ હતો!..અને તે પછી ખેલ ખતમ થઇ ગયો.
એ પછી નાસાને શું થઇ ગયું? આવી અદ્ભૂત સિધ્ધિઓ તે પછી કદાપિ મેળવી નથી શક્યું. એક ચમત્કારીક દાયકો અને પછી કંઇ જ નહીં.
કારણઃ તેઓ એ નહોતા જાણતા કે તેઓ આ બધું શા માટે કરી રહ્યાં હતાં. કોઇ સ્પ્ષ્ટ ઉદ્દેશ્ય નહોતો જણાતો. શું તેઓ "અવકાશની દોડ" જીતવા માટે મથી રહ્યા હતા?.. કે પછી 'ગ્રહ યુધ્ધ'ની તૈયારીઓ હતી?.. કે  "સ્ટાર ટ્રૅક"ની "જ્યા કોઇ જ નથી પહોંચ્યું ત્યાં વટથી સહુથી પહેલાં પહોંચવુ'ની ભાવના?
નજર સમક્ષ એક પડકારક ચિત્ર હતું, જેણે પ્રયત્નોને કેન્દ્રીત કરવામાં સિંહફાળો આપ્યો, પરંતુ એક વાર એ હેતુ સિધ્ધ થઇ ગયા પછી, જાણે બધું ખતમ થઇ ગયુ. માત્ર "દૂરદર્શીતા"એ જ લોકોને ભવિષ્યભણી દોરવણી નહોતી પૂરી પાડી.
થોડા સમય પહેલાં હું એક સમુદાય સાથે વાત કરી રહી હતી, ત્યારે શ્રોતાગણમાંના એક એન્જીનીયરે કહ્યું,"હું એપોલો પરિયોજનામાં હતો." મેં આ બાબતે તેમના દ્રષ્ટિકોણ વિષે પૂછ્યું, જેના જવાબમાં તેમણે કહ્યું કે, "ઉદ્દેશ્યનાં મહત્વ બાબતે તમે સાચાં છો. એ પરિયોજનામાં કામ કરી રહેલાં લોકોમાટે એક સ્પષ્ટ હેતુ હતો. તમને યાદ હશે કે ૧૯૬૦ના સમયગાળામાં વસ્તી વધારો એ બહુ ચિંતાનો વિષય હતો. અમારે માટે એ વધતી જતી વસ્તીને સમવાવા માટે વિશ્વના સીમા વધારવામાટેની પરિયોજના હતી. અમને તેનાથી બહુ જ પ્રેરણા મળતી હતી."
એ ઉદ્દેશ્ય ઘણો ઉમદા તો છે, પરંતુ બહુ લોકો તે સામાન્ય રીતે અપનાવી નથી લેતાં. આમ તેઓ કોઇ એક અર્થસભર ઉદ્દેશ્ય સાથે સંકળાયાં નથી, તેથી નાસાને એક સુનિશ્ચિત ભવિષ્ય તરફ દોરવણી કરી શકે તેવું કોઇ પરીબળ રહ્યું નહીં.
નજદીકથી જોતાં "દૂરદર્શીતા" એ ભવિષ્યનાં ચિત્રમાટે બહુ પ્રબળ દ્રષ્ટિ જરૂર જણાય છે, પરંતુ, એટલું પુરતું નથી થઇ રહેતું. સતત માર્ગદર્શનના સ્રોત તરીકે, ભવિષ્યની એ દ્રષ્ટિ આપણને 'શા માટે' અને 'ક્યાં' બાબતે પણ માર્ગદર્શન કરે તે પણ મહત્વનું બની રહે છે.
અર્થસભર ઉદ્દેશ્ય
તિવ્ર રસ પેદા કરતી દૂરદર્શીતા અર્થસભર પણ હોય છે, જે "હવે પછી શું?"ના જવાબરૂપે 'શા માટે' પણ સમજાવે છે.

*       લેખિકા, જૅસ્સૅ લીન સ્ટોનરના બ્લૉગ પર મૂળ લેખ Create a Vision With Staying Power, October 8th, 2012 ના રોજ પ્રકાશિત થયેલ.
 -- Copyright © 2012 Jesse Stoner | All Rights Reserved.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ ૩૦ ઓક્ટૉબર, ૨૦૧૨
જૅસ્સૅ પચીસથી પણ વધારે વર્ષોથી ઘણા અગ્રણીઓ જોડે, ખુબ નજીક રહીને,તેમની સંસ્થાઓને સહયોગ-દ્યોતક,પ્રવૃત્ત અને દુનિયા પર સકારાત્મક અસર છોડનાર બનાવવાનું,  કામ કર્યું છે. જૅસ્સે એક વ્યાવસાયિક સલાહકાર, ભૂતપૂર્વ પ્રબંધક અને એક સફળ લેખક છે. તેઓ ફોર્ચ્યુન ૫૦૦,નાનાં નવા શરુ થયેલ એકમો, સરકારી સંસ્થાઓ અને બિનનફાકારી સંસ્થાઓ જેવા વિવિધ  કક્ષાના  વ્યવસાયોમાટે કામ કરતાં રહ્યા છે.
આપણાં કામ અને જીવનમાં દૂરદર્શીતાના પ્રભાવ વિષે તેંમણે કૅન બ્લૅન્ચર્ડની સાથે લખેલ પુસ્તક Full Steam Ahead!ની બીજી આવૃતિ પણ પ્રકાશિત થઇ ચુકી છે.