ગુરુવાર, 4 ઑક્ટોબર, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૧૩

#121 – નવાં વર્ષનું કાર્ડ

જયેશે દિપકને આવેલ નવાં વર્ષનાં કાર્ડ પર નજર ફેરવીને, પછીથી ટીખળના મુડમાં તેણે દિપકને પૂછ્યું," બિધાનનો કાર્ડ નથી આવ્યો?" જયેશે પણ હળવાશથી જવાબમાં કહ્યું,"બિધાન પાસેથી કાર્ડ મોકલવાની તો આશા ન રખાય. પરંતુ બીજાં જેમ કાર્ડ મોકલવાનું નથી ચુકતાં, તેમ બિધાન મારી જરૂર વખતે, વિના કહ્યે, મારી પડખે હોવાનું નથી ચૂકતો."
મોટા ભાગના લોકો જે કંઇ નોંધપાત્ર કરે છે તે ખરેખર નોંધપાત્ર નથી હોતું.તે જ રીતે જેઓ કશું નોંધપાત્ર કરતાં નથી દેખાતાં તેમને કાઢી પણ ન નાખવાં જોઇએ.જો તમે નવાં વર્ષની શુભેચ્છા મોકલવા અને કાળજી લેવાનું એમ બન્ને કરી શકતાં હો તો તેમ જરૂર કરતાં રહો. એટલું જરૂર યાદ રાખશો કે શુભેચ્છા કાર્ડ મોકલવું મરજીયાત છે જ્યારે કાળજી લેવી એ ફરજીયાત છે.
ફૉટૉ સૌજન્યઃ  doug88888 on Flickr


રોહિત અને મૃદંગ જેના આધારે ભાગીદારી કરવા માગતા હતા એ વિચાર પાણીદાર તો બહુ હતો. તેમના સલાહકારના આગ્રહને કારણે તેઓ પાંચ વર્ષ પછી વેપાર કયાં સ્તરે પહોંચ્યો હશેઅને તેમની તે વિષે અપેક્ષાઓ શું છે તે વિષે લખવા તૈયાર થયા. એકબીજાંની નોંધ વાંચ્યા પછી, બન્ને એ ખેલદીલીથી  ભાગીદારી કરવાનું માંડી વાળ્યું.
ભાગીદારી આસાન નથી, ખાસ કરીને જ્યારે હાલની સ્થિતિમાં દેખાતી એક જ તકને આધાર રાખવાની વાત હોય.
ફૉટૉ સૌજન્યઃ  BANCO DE IMAGENS INVENTTA on Flickr


"તું મારે લાયક નથી," કહીને તારાએ તેને ત્યજી દીધેલ. તારા તેનું સર્વસ્વ હતી. તેને થયું કે તે બહુ ખરાબ રીતે નિષ્ફળ ગયો છે.એટલે, જ્યારે માયા તેની જીંદગીમાં આવી ત્યારે તે તેની નજદીક જવાનું ટાળી રહ્યો હતો. પરંતુ એકવાર નજદીક આવતાં જ તેને સમજાઇ ગયું કે, હકીકતે તારા તેને યોગ્ય નહોતી.
આપણી બધી જ તકલીફોમાટે કોઇ એકને દોષ દેવો આસાન છે, તેમ જ બધી જ તકલીફોમાટે પોતાને દોષી ઠરવવું પણ સહેલું છે. બન્ને અંતિમોથી કોઇ ખાસ મદદ નથી મળતી.
ફૉટૉ સૌજન્યઃ  Fe 108Aums on Flickr

નૃવંશશાસ્ત્રી રૉબે આફ્રિકાની એક પ્રજાતિનાં બાળકોને દોડીને ,ઝાડ પાસે રાખેલી ફળોની ટોકરી જીતી લેવા જણાવ્યું. બાળકો એ હસીને બધાંનો હાથ એકબીજાં સાથે પકડી લીધો અને એકસાથે દોડ્યાં.પછી સાથે બેસીને ફળો ખાધાં.આ વિશે સાશ્ચર્ય પ્રશ્નના જવાબમાં એક બાળકે કહ્યું," જ્યારે બીજાં બધાં દુઃખી હોય,ત્યારે કોઇ એક કઇ રીતે ખુશ થઇ શકે?"
એક વ્યાખ્યા પ્રમાણે ઉબૂન્ટુ એટલે " અમે બધાં જે છીએ તે હોવાને કારણે હું જે છું તે છું." / "I am what I am because of who we all are."

માતંગે ઉત્કટતાથી તેની પરિયોજના વિષે વાત કરી.અંતમાં, જે લોકો તરત જ જોડાવા માગતા હોય તે તરફ તેની વાત કેન્દ્રીત થઇ ગઇ.એ લોકોને તેણે વધારે વિગતે ચર્ચા કરવા સારુ રોકાવાનું અને અન્યને જવામાટે કહ્યું. તેને કારણે જે થોડા સમય બાદ જોડાવાની "શક્યતા" વિચારતાં હતા તેવાં લોકોનું ધ્યાન તેણે ખોયું.
ઘણી વાર, આપણે અસરકારકતાને બદલે કાર્યદક્ષતા તરફ ઝૂકી જતાં હોઇએ છીએ.સામાન્ય રીતે,કાર્યદક્ષતાનાં ટુંકા ગાળાનાં પરિણામોની પાછળ અસરકારકતાની ખોટ છૂપાઇ જતી હોય છે.જો કે લાંબા ગાળે, અસરકારકતા અને કાર્યદક્ષતા એ બન્નેની સરખી જરૂર રહે છે. 

'લઘુ-ગાથા' લેખનની લેખક, રાજેશ સેટ્ટી,ની પરિચયાત્મક કાર્યશાળા
જેમાં કોઇ સંદેશ ન હોય એવી લઘુ ગાથા હું લખતો જ નથી. બધાં પોતપોતાની રીતે વ્ય્સત હોય છે, અને હું સમહું છું કે તેઓ આ બ્લૉગની મુલાકાતે વાર્તાઓ વાંચવા નથી આવતાં. આ બાબતને ધ્યાન રાખતાં , લઘુ ગાથા વિષે કેટલીક મહત્વની વાતઃ
.શરૂઆત સંદેશાથી કરો. તામારી લઘુ ગાથા કયા કેન્દ્રીય વિચાર કે વર્ગીકરણ- પ્રેમ કે લાગણીની વાતો,કે હિંસા કે ભયજનક વાતો કે રાજકારણ કે નાવીન્યીકરણ કે નેતૃત્વની લાક્ષણિકતા, એવી કોઇ એક નિશ્ચિત ભાવના -ને ઉદ્દેશીને લખવાની વિચાર્યું છે તે પહેલેથી જ નક્કી કરી લો.
૨. આ સંદેશને અનુરૂપ કોઇ વાત કે ઘટનાને વિચારી લો. કથાલેખનનો એક જૂનો મંત્ર છે - કહો ન્હીં, કરી બતાવો. દા.ત.સુચિત ગાથામાંનો નાયક શુરવીર છે, તો "જોગેશ બહુ શુરવીર હતો" એનાથી તો જોગેશની શુરવીરતા છતી ન થતી. એ માટે અહીં ઉપયુક્ત ઘટના કે પ્રવૃતિની મદદથી વાચક્ની આંખ સામે શુરવીર જોગેશનું ચિત્ર ખડું કરવું જરૂરી છે.
.પાત્ર ગઠન કરો.ઘટના કે પ્રવૃતિની પરીકલ્પના વિચારી લીધા ઓઅછી તેને મૂર્તિમંત કરવામાટે જેટલાં પાત્રો જોઇએ તેમને સજીવ કરો.
૪.ગાથાની રૂપરેખા તૈયાર કરો.એક અન્ય લાંબા લેખ જેટલી લાંબી વાતમાં  પણ સ્મજાવવો અઘરો પડે તેવા આ વિષયને ટુંકમાં સમજાવવા માટે બે બાબતોની મદદ લઇએઃ "વિવરણ" (સંદર્ભ બેસાડવો)અને શ્રેણીબધ્ધ અન્ય ઘટનાઓ જે "અપેક્ષિત પરિણામ" તરફ ખેંચી જાય.
ગાથાના અંતે "અરે!વાહ!"થઇ ઉઠે તેવું રહસ્ય રૂપરેખાનાં પોતમાં વણવું રહ્યું.
૫.(લંબાઇની ચિંતા કર્યા સિવાય) કથા લખો.ઉપર જણાવેલાં અંગ મળી ગયાં હોય તો હવે તેમને એકસૂત્રથી વણી લો.
૬.જ્યાં સુધી ૫૦ શબ્દની મર્યાદાને પહોંચો નહી ત્યાં સુધી ગાથાને ફરી ફરી મઠાર્યા કરો.બીનજરૂરી શબ્દો ને હઠાવી કાઢવા, નવા શબ્દસમુહના પ્રયોગ ગોઠવવા કે વાક્યની રચના જ બદલી કાઢવી એવા પાંચ -છ શ્રેણીબધ્ધ સંપાદનના માતબર ફેરફારો અને લઘુ-ગાથા તૈયાર.
મેં ૧૦૦થી વધારે લઘુ ગાથાઓ લખી છે, તો પણ તેના લેખનમાં હું નિપુણતાની થોડો પણ નજદીક નથી પહોંચ્યો.પરંતુ ઉપર જણાવેલી નિર્દેશકાઓ આ પ્રયોગોનો નીચોડ જરૂર છે.

રાજેશ સેટ્ટીનો સંક્ષિપ્ત પરિચયઃ
રાજેશ ઉમદા વિચારોને જીવનમાં ઉતારવા માગે છે. પ્રેમથી!
રાજેશ કેટલીક કંપનીઓમાં સ્થાપક કે કાર્યરત સંચાલક કે બૉર્ડ સદસ્ય કે રોકાણકર્તાની અનેકવિધ ભુમિકાઓ નિભાવે છે.તે ઉપરાંત તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે, તો હજૂ કેટલાંક લખાઇ પણ રહ્યાં છે. તે જ્યારે તેર વર્ષના હતા ત્યારે તેમનું પહેલું પુસ્તક પ્રસિધ્ધ થયેલ. જ્યારે કંપની ગઠન કે પુસ્તક લેખન પર કામ નથી કરી રહ્યા હોતા, તેવે સમયે તેઓ સમારંભોમાં કે કંપનીના કાર્યક્રમોમાં વ્યાખ્યાન આપવાની મજા માણે છે.
તમે તેમના વર્તમાન વિચારો તેમના બ્લૉગ પર કે ટ્વીટર પર,[ RajSetty], વાંચી શકશો. મહત્વના મુદ્દાને સાદા ચિત્રોની મદદથી સમજાવવાનો તેમને ખાસ શોખ છે.તેમના આ શોખને Sparktastic પર જોઇ શકાશે.
જો તમને તેમના વિચારોનું ઘડતર કરનારી ઘટનાઓ વિષે જાણવામાં ખરેખર ઉત્સુકતા હોય તો તેમની અત્યાર સુધીની કહાની અહીં વાંચવા મળશે.
હાલમાં તેઓ તેમની પત્ની, કવિતા, અને પુત્ર, સુમુખ, સાથે સિલિકૉન વૅલી ખાતે વસે છે.
v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // ઑક્ટોબર ૪,૨૦૧૨ ǁ
અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ
૧૨. લઘુ ગાથા -  ગુચ્છ ૧૨

*      આ બધી લઘુ ગાથાઓ મુળ અંગ્રેજીમાં,  ‘Mini Saga’નાં સ્વરૂપે, લેખક, શ્રી રાજેશ સેટ્ટી,ની વૅબસાઇટ  પર અહીં અથવા  Squidoo પર અહીં ઉપલબ્ધ છે.

*      પ્રસ્તુત અનુવાદ સંગ્રહ અહીં પણ ઉપલબ્ધ છે.