શુક્રવાર, 14 ડિસેમ્બર, 2012

જે દેખીતું છે તેની તૈયારી કરીએ - માઇકૅલ વૅડ - એક્ઝીક્યુપંડીત.કૉમ


 
જીંદગીનાં શાંત અને તોફાની પાણીઓમાંની સફર આપણને આવા દેખીતા સવાલોને હલ કરી શકવા માટે સક્ષમ બનાવે છેઃ
૧. આપણી દિનચર્યાઓ પૂરી થઇ ગઇ?
૨. આપણાં ઘરકામ પૂરાં થઇ  રહ્યાં?
૩. કોઇ સવાલ પૂછવાના રહે છે?
૪. આપણે શું શીખવા માગીએ છીએ?
૫. શી રીતે શીખીશું?
૬. આપણે શું શીખ્યાં?
૭. આપણે શું કરવા ધાર્યું છે?
૮. આપણે શેમાં માનીએ છીએ?
૯. આપણામાં કયા દુર્ગુણો છે?
૧૦. આપણામાં કયા ગુણો છે?
૧૧. કઇ ચિંતાઓ આપણને સતાવે છે?
૧૨. આપણને શેમાં મજા પડે છે?
૧૩. આપણો તાત્કાલીક ધ્યેય શું છે?
૧૪. આપણો લાંબા ગાળાનો ધ્યેય શું છે?
૧૫. આપણા માટે કોણ - અને શું - સહુથી મહત્વનું છે?
૧૬. આપણે બીજાંમાટે શું કરીએ છીએ?
૧૭. આપણે શેના તરફ દુર્લક્ષ કરીએ છીએ?
૧૮. શા માટે આપણા પર કોઇએ ભરોસો કરવો જોઇએ?
૧૯. આપણી શી જવાબદારીઓ છે?
૨૦. આપણે શેમાં માહીર છીએ?
૨૧. આપણે કઇ તરફ જઇ રહ્યાં છીએ?
 
v અસલ અંગ્રેજી લેખ, Preparing for the Obvious , લેખકની વૅબસાઇટ, એક્ઝીક્યુપંડીત.કૉમપર,  ડીસેમ્બર ૬, ૨૦૧૨ના  રોજ પ્રસિધ્ધ થયેલ છે.


સૅન્ડર્સ વૅડ રૉડાર્ટૅ કન્સલ્ટીંગ ઇન્ક. ના ભાગીદાર,માઇકૅલ વૅડ ,જીવનનાં દરેક કાર્યક્ષેત્રમાં લોકો જે મુશ્કેલીઓને ઝીલે છે તેનાથી સારી પેઠે પરિચિત છે. છેલ્લાં ૩૦ વર્ષથી તેઓ સંસ્થાઓને સંવેદનશીલ સંચાલન બાબતો વિષે મદદ કરી રહ્યા છે. તેમ જ તેઓ સંચાલકો, વ્યવસ્થાપકો અને કર્મચારીઓને 'બહુ સરસ'થી 'અસાધારણ' કક્ષાએ પહોંચવામાં પણ માર્ગદર્શક બની રહ્યા છે.તેમણે કૉર્પૉરૅટ્, પોલીસ, આગશમન દળ,શહેરી નાગરીક વ્યવસ્થાતંત્ર, લશ્કર વિગેરેના મોવડીઓને તેમ જ વ્યાવસાયિક બાસ્કેટ બૉલના ખેલાડીઓથી લઇને નવા દાખલ થતા કર્મચારીઓ સુધ્ધાંને સલાહ સુચન કરતા રહ્યા છે. તેમણે ૪૮ રાજ્યો, અને પ્યુર્ટીકૉ રીકૉ,માં તેમની હળવી શૈલિમાં સંચાલનતંત્ર વિષે કાર્યશાળાઓ કરી છે.

તેઓ યુનિવર્સિટી ઑવ ઍરીઝોના કૉલેજ ઑવ લૉની જ્યુરિસ ડૉકટરૅટની પદવી ધરાવે છે. તેઓએ પાંચ પુસ્તકો પણ લખ્યાં છે.તેમનાં સંપર્કસુત્રો - michael@swrci.com અથવા  602-788-1717 - છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૧૪,૨૦૧૨ ǁ