ગુરુવાર, 10 જાન્યુઆરી, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ પહેલો - ગુચ્છ ૮ | ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
તમને મારી આ વાત સાંભળીને આંચકો જરૂર લાગશે, પણ મારૂં તો ચોક્કસપણે માનવું છે કે આપણે જે છીએ તે બતાડવું બહુ અઘરૂં છે.
સાવ સાચી વાત તો એ છે કે મોટા ભાગે, આપણે આપણી સાચી ઓળખ છૂપાવવા માટે ક્યાં તો બહારથી કંઈ અલગ દેખાવ કરીએ છીએ કે પછી મહોરૂં પહેરીને ફરી છીએ.
સમાજે પ્રસ્થાપિત કરેલ પ્રણાલિકાઓને આપણે અનુસરી રહ્યાં છીએ તેટલું માત્ર બતાવવા પુરતો એક આછુંપાતળું મહોરૂં પહેરીએ તે તો સમજાય. પણ જો તે મહોરૂં આપણે જે છીએ તેને બદલે જો કોઇ  સાવ જ અલગ ચિત્ર ઊભું કરે, તો  જતે દહાડે તે બહુવિધ વ્યક્તિત્વ વિકારનું સ્વરૂપ પણ લઇ શકે છે. Description: :)
થોડાં વર્ષ પહેલાં મેં પ્રખ્યાત પ્રવચન પ્રશિક્ષક રોજર ઐલ્સનું પુસ્તક 'તમે જ સંદેશો છો/You are the message' વાંચ્યું હતું, જેનો મહત્વનો સંદેશ એ છે કે સારા વ્યાખ્યાતા બનવા માટે તમે જે છો તે જ રજૂ કરો.(ઐલ્સ બે માજી રાષ્ટ્રપ્રમુખના પ્રવચન પ્રશિક્ષક હતા).  જો આને થોડું આગળ વધારીએ તો હું એમ કહીશ કે સફળ થવા માટે પણ, આપણે જે છીએ તે બની રહીએ.
મહોરાં વગરના આપણે અને મહોરાં સાથેના આપણે (હું તેને 'બાહ્યદેખાવ તફાવત' કહું છું)એ બે વચ્ચે જેટલો ઓછો ફરક, તેટલા આપણે આપણી જાત સાથે વધારે સાનુકુળ.આ તફાવતને સાવ શૂન્ય બરાબર તો બહુ જ થોડાં લોકો કરી શકે છે, પણ તેમ છતાં, હરહંમેશ, તે શકય તેટલો ઓછો કરી શકાય તે પણ ઘણું મહત્વનું છે.
આપણે જે છીએ તે બની રહેવામાં અદ્‍ભૂત શક્તિ સમાયેલ છે!

|૨૨ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
મારાં પુસ્તક "સંહિતાને પેલે પાર /Beyond Codeના પહેલાં પ્રકરણનું શિર્ષક છે - "જીવન એ પરિયોજનાઓની શ્રેણી છે/Life is a series of projects. જો મારે તકનીકી સ્તરે સાચા રહેવું હોય , તો તેને મારે "જીવન એ બહુવિધ પરિયોજનાઓની શ્રેણી છે/Life is a series of multiple projectsએમ કહેવું જોઇતું હતું.
આમ વિચારો તો, આપણે આપણાં સમગ્ર જીવન દરમ્યાન એક યા બીજી પરિયોજનાથી વીંટળાયેલા જ રહીએ છીએ. જો બધી જ પરિયોજનાઓ અંદાજીત આયોજન અને સમય મર્યાદામાં જ પૂરી થઇ જતી હોત, તો જીવન ઘણું સરળ બની રહ્યું હોત. પણ કમનસીબે,મોટા ભાગે આપણે સમયની દ્ર્ષ્ટિ મોડા કે સંસાધનોના ઉપભોગ/ ખર્ચની દ્રષ્ટિએ,અને ઘણી વાર તો બન્ને, મર્યાદાની બહાર જ રહેતાં હોઇએ છીએ. 
એટલે આપણે કોઇ પણ વ્યવસાયમાં હોઇએ, કે પછી ભલે ને આપણે વ્યાવસાયિક સ્વરૂપે બહુવિધ પરિયોજનાઓનાં સંચાલન વિષે જાણવાની જરૂર ન પણ હોય તો પણ, આપણે આ વિષય પરનાં સારાં પુસ્તકો વાંચીને બહુવિધ પરિયોજનાઓનાં વ્યવસ્થાપનની આંટીઘૂંટી સમજવી તો જોઇએ. આપણાં જીવનનાં સુચારૂ સંચાલન માટે આ પાયાની આવડત તો આપણે શીખવી જ રહી.

|૨૩ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ 
લાંબા ગાળાનાં સંબંધો માટે તંદુરસ્ત મૂલ્ય વિનિમય/Healthy Value Exchange બહુ જરૂરી છે.સાદી ભાષામાં કહીએ તો, આ સમીકરણ હંમેશાં યાદ રાખવું જોઇએ -
એ.એ.શું.> એ.મા.શું./WIIFT > WIIFM
એ.એ.શું. = માં ને શું?/ WIIFT = What’s in it for them
એ.મા.શું. = માં મારે શું?/WIIFM = What’s in it for me
જો આપણે 'એ.એ.શું.'/WIIFT પર જ ધ્યાન કેન્દ્રીત કરીશું, તો આપણે નીચોવાઇ જશું. અને જો માત્ર 'એ.મા.શું.'/WIIFM પર જ ધ્યાન કેન્દ્રીત કરીશું, તો "તેઓ" નીચોવાઇ જશે. એટલે, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, આપણી જીંદગીનું આલેખન એ રીતે કરીએ કે 'એ.એ.શું.'/WIIFT  'એ.મા.શું.'/WIIFM  કરતાં થોડું વધારે હોય, તો સફળતાની ચાવી આપણા હાથમાં બની રહેશે.

| ૧ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
થોડા સમય પહેલાં, મારાં એક વક્તવ્ય દરમ્યાન, એક યુવાન સૉફ્ટવૅર એન્જીનીયરે આવીને મને પૂછ્યું કે શું હું તેની ઓળખાણ એક પ્રખ્યાત લેખક સાથે કરાવી આપીશ.તેની જોડે વાતચીત કર્યા પછી મારે તેને એ વિષે મદદ કરી શકવા બદલ અસમર્થતા જાહેર કરવી પડી કારણકે તે લેખકને આ યુવાન એન્જીનીયર શી રીતે ઉપયોગી થઇ શકે તે હું  સમજી શક્યો ન હતો.  તે મારી વાતનો તર્ક સમજી ગયો અને તેણે કહ્યું કે તે વધારે આકર્ષક પ્રસ્તાવ સાથે મને ફરીથી મળશે. મારે રાહ જોવાની રહી.મારી પાસે કોઇ બીજો વિકલ્પ પણ નહોતો - તેણે એ લેખક સાથે મુલાકાત બનાવવા માટે કોઇ સબળ વજૂદ તો પૂરૂં પાડ્યું નહોતું.
કોઈની પાસે પણ મદદ માગતાં પહેલાં, મારી દ્રષ્ટિએ, આટલું જરૂર કરવું જોઇએઃ 
અ) શા માટે તેમણે આપણને મદદ કરવી જોઇએ? - એમાં એમને શું (લાગેવળગે)?
બ) આપણને મદદ કરવાની પાછળ તેમણે શું મહેનત કરવી પડશે? - આપણને કદાચ એવું લાગે કે, એમાં શું, માત્ર, થોડો સમય જ ફાળવવાનો છે ને! પણ એ યાદ રહે કે જેમ તે વ્યક્તિ મોટી, તેમ તેનો સમય વધારે કિંમતી રહેવાનો. આપણી દ્ર્ષ્ટિએ, આપણને મદદ કરવા માટે ફાળવવાના સમય કે મહેનતની તેમની કિંમતનું બહુ મૂલ્ય ન હોય, પણ તેઓનાં અન્ય કામ પર તેની જે કંઇ અસર થાય તેની કિંમત ઘણી વધારે હોઇ શકે છે.
ક) આપણે જે મદદ માગીએ છીએ , તે તે વ્યક્તિનાં પ્રભાવના ક્ષેત્રમાં છે ખરૂં? આ બહુ મહત્વનું છે, કારણકે , મારા માનવા મુજબ, આ બાબતે લોકો બહુ વધારે પડતી પૂર્વધરણાઓ બાંધી બેસતાં હોય છે. જો આપણે પૂરતો વિચાર કરી અને સામેની વ્યક્તિના પ્રભાવશાળી ક્ષેત્ર સાથે સુસંગત હોય એવી બાબતે મદદ માગીએ, તો તે મદદ મળી રહેવાની શક્યતાઓ ઉજળી છે. વળી તે તેમના પ્રભાવનું ક્ષેત્ર હોવાથી , તેઓ કદાચ, થોડા ઓછા સમયના વ્યય કે મહેનતથી પણ આપણી જરૂરીઆત  સંતોષી શકે, તેમ પણ બની શકે.
એકંદરે, જ્યારે પણ કોઇની મદદ માગીએ, ત્યારે તેમના માટે આપણને એ મદદ કરવાનું સરળ બની રહે તેમ જરૂર કરીએ.

|૧૪ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આપણે કોઇ માહિતિ ટેક્નોલોજી/IT વ્યાવસાયિક હોઇએ કે ન હોઇએ, આપણે એકથી વધારે પરિયોજનાઓ પર તો કામ કરતાં હશું જ. મોટા ભાગે, તે પૈકી કેટલીક પરિયોજનાઓ આપણા સાહેબે સોંપી હશે (કે આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ, બહારના સંજોગોને કારણે આપણા માથે આવી પડેલ હશે) તો કેટલીક આપણી સ્વેચ્છાએ આપણે હાથ ધરેલ હશે. ખેર, કોઇ પણ પરિયોજના શરૂ કરતાં પહેલાં, "આ પરિયોજના ક્યારે પૂરી થશે?" એ સવાલ તો આપણને થઇ જ ચૂક્યો હોય છે.
બહુ સહેલો જણાય છે ને આ સવાલનો જવાબ? પરંતુ, અંદાજ બાંધવાનાં  સક્ષમ કૌશલ્ય વિના એનો જવાબને કારણે આપણી આપવામાં આપણને મદદ થવાને બદલે નુકસાન પણ થઇ શકે છે. જો તમારો અંદાજ બહુ વધારે હશે, તો આપણી ક્ષમતા જ પ્રશ્નાર્થ બની રહેશે. અને જો આપણો અંદાજ બહુ ઓછાંનો હશે એ અણધારેલા કામને પૂરૂં કરવામાં આપણે ખેંચાઇ તો જશું જ, તે ઉપરાંત, તેને કારણે પેદા થતાં દબાણને કારણે આપણું કામ અને જીંદગીનું સંતુલન પણ ખોરવાઇ જઇ શકે છે. 
સારો અંદાજ બાંધવો એ કળા તો જરૂર છે, પણ તેમ છતાં, તે શીખી શકાય તેમ છે. અંદાજ બાંધવાની મર્યાદીત ક્ષમતાથી લગાવેલ અંદાજ આપણને, તેમ જ આપણે જે પરિયોજના જોડે સંકળાયેલ હોઇએ તેને માટે પણ, નુકસાનકારક સિધ્ધ થઇ શકે છે.
આપણો કોઇ પણ વ્યવસાય હોય, તે વ્યવસાયને લગતા અંદાજ બાંધવાનું શીખવા માટે જરૂરી સાહિત્ય તો મળી જ રહેશે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી. તે શીખવા કે હાલની ક્ષમતાને ઊંચા સ્તરે લઇ જવા માટે રોકાણ કરેલ સમયનું  વળતર બહુ સહેલાઇથી મળી જ રહેશે તે પણ એટલું જ નક્કી છે.  • શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ - ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ-    ગુચ્છ ૮  // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જાન્યુઆરી ૧૦, ૨૦૧૩ǁ