શુક્રવાર, 18 જાન્યુઆરી, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ પહેલો - ગુચ્છ ૯

#41 પસંદગીપૂર્વક ભૂલીએ
| ૧૭ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
થોડા સમય પહેલાંની, બપોરનાં ખાણાં પરની એક મુલાકાત દરમ્યાન, વૉલ્માર્ટના મુખ્ય માહિતિ અધિકારી,અશ્વિન રંગન આ વિચાર વિષે વાત કરતા હતા.એટલે, આ લેખનું શ્રેય તેમને ફાળે છે.
જીવનમાં 'પસંદગીપૂર્વક ભૂલવું' ઘણું અગત્યનું છે. આપણાં જીવનકાળ દરમ્યાન કેટલીય ઘટનાઓ થતી રહે છે. મારૂં હંમેશ કહેવું રહ્યું છે કે, "આપણે ક્યાં તો જીતીએ અને નહીં તો શીખીએ". આપણે જ્યારે "શીખીએ" છીએ ત્યારે જીવન આપણને કોઇને કોઇ પ્રતિબોધ જરૂર આપી જાય છે. એ પ્રતિબોધ અને શીખવાનું મહત્વ છે. એક વાર એ શીખવાનું પૂરૂં થઇ જાય,પછી એ આખી વાત દોહરાવવાનો કોઇ અર્થ નથી રહેતો હોતો. થોડે ઘણે અંશે,આ જ વાત મેં "'વૈચારીક શક્તિના આવૃતપટ' ને સમજીને વાપરીએ \Use your thinking bandwidth wisely.” માં કરી છે. [શ્રેણીનો લેખ ક્રમાંક #૩૧ જૂઓ]
આપણા દિવસની ઘટનાઓને મમળાવી જઇ ને તેમાંથી શીખવા લાયક બોધપાઠ માનસપટ પર સાચવીને બાકીની બાબતો ને 'પસંદગીપૂર્વક ભૂલી જવી" એ શું સારૂં નહીં? મારૂં માનવું છે કે તેને કારણે આપણી યાદશક્તિને બીનજરૂરી વાતો યાદ રાખવાનો બોજો નહીં વેંઢારવો પડે.
આભાર, અશ્વિન.

| ૧૯ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
ઘણા લોકો એવું માને છે કે સારાં કામ કરતાં રહેવાથી તેમને માનઅકરામ મળતાં રહેશે. એમ કદાચ થાય ખરૂં, પણ એમ થશે જ તેવું ઠોકીને ન કહી શકાય. હકીકતે તો, તે એક આદર્શ છે. જો તેમ થતું રહે તો એમ માનવું જોઇએ કે આપણા સાહેબ "અતિમાનવીય" વ્યક્તિ છે.  
હું હજૂ સિગ્નેક્ષનો મુખ્ય સંચાલન અધિકારી/CEO of CIGNEX હતો , ત્યારે મારે 'તાજા પરિપ્રેક્ષ્ય'\Fresh Perspectives ના માઇકલ વૈશમૅન\Michael Weismann ને પહેલી વાર મળવાનું થયું હતું. તેમણે જ્યારે જાણ્યું કે હું સેવાઓની એક સંસ્થા ચલાવી રહ્યો છું, ત્યારે તેમણે કરેલી ત્વરિત ટીપ્પણીઓ આજે પણ મારાં મનમાં ગૂંજે છે. આ બે વાત તો તો મને સતત યાદ આવ્યા કરે છેઃ 
૧. દર્દ કાઢી નાખીએ, તો નજર સામેથી પણ નીકળી જઇએ.
૨. જ્યારે નિરાકરણ જોઇ નથી શકાતાં, ત્યારે તેમનું મૂલ્ય ઘટી જતું હોય છે.
 અને આ વળી છોગામાં, 
૩. આપણે જેટલાં કાર્યદક્ષ, એટલાં જ,માત્ર નિષ્ફળતાઓને બાદ કરતાં, આપણે વધારે અદ્ર્ષ્યમાન.
આપણે જો બધું જ કોઇ પણ ભૂલ કે ખામી વગર કરતાં રહીએ, તો ઘણીવાર, 'વાહ' કહેવાને બદલે, લોકો એમ પણ માનતાં થઇ જઇ શકે છે કે એ કામ તો સાવ સહેલાં જ હશે. એક, આમ તો ઇચ્છનીય નહીં એવો, વિકલ્પ એ છે કે 'સમસ્યાઓનાં નાનાં તાપણાં'થી આકર્શીત કરતાં રહેવું અને પછીથી તેને ઠારી નાખવાની દક્ષતા સિધ્ધ કરતાં રહેવું, અને એમ કરીને, વીરત્વ અંકે કરતાં રહેવું.
મારી દ્ર્ષ્ટિએ વધારે યોગ્ય એવો બીજો વિકલ્પ એ છે કે લોકોને આપણું મૂલ્ય સમજાવતાં રહેવું અને તેમ કરીને તેમની નજરથી ઓજલ ન થવું.આપણે જે કંઇ કરતાં રહીએ છીએ તેનું મૂલ્ય લોકો સમજતાં રહે તેવી વ્યૂહરચના ઘડવા માટે પ્રતિબધ્ધતા અને શિસ્ત તો જોઇશે.પણ તે દિશામાં વિચારતા રહેવા અને આપણા કામને દ્ર્શ્યમાન રાખવામાટે જે સમય અને શક્તિનું રોકાણ કરવું પડે તેનું પુરતું રોકાણ જરૂર મળી રહેશે.

|૧૯ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
જ્યારે મોટી પરિયોજના હાથ પર હોય છે, ત્યારે તો બધાંને એક ચોક્કસ ક્રમમાં કામ કરવાની જરૂરીયાત સમજાતી હોય છે. જે કંઇ કામ થાય તે એક્દમ સુધડ હોય છે, તેમ જ બધી રજૂઆતો ખામીરહિત હોય છે.  પરિયોજનાનાં કદની અસર તેને લગતી માહિતિ રજૂ કરવાની પધ્ધતિ પણ જોવા મળે છે, જેમ કે, સાદો સ્થિતિ દર્શાવતો અહેવાલ કે વિગતવાર અહેવાલની મુદદ્દાસરની ટુંકી નોંધનો ઉપયોગ. 
દુ:ખદ વાત એ છે કે જ્યારે પરિણામનું મૂલ્ય ઊંચું હોય છે, ત્યારે આપણે 'અતિ નોંધપાત્ર" કામ કરતાં હોઇએ છીએ, કારણકે એ અપેક્ષાએ ખરાં ઉતરવાની વાત છે.
પણ, આપની જીંદગીની 'નાની નાની" બાબતો પર નજર કરીએ તો કંઈક જૂદું જ ચિત્ર જોવા મળશે, જેમ કે કોઇને એક ઇ-મેલ કે એક વૉઇસમેલ મોકલવા જેવું રોજબરોજનું કામ. આ પ્રકારનાં કામ બાબતે આપવું  જોઇએ તેનાથી ઓછું ધ્યાન આપીએ છીએ, કારણકે તે વિષે અપેક્ષા જ ઊંચી નથી રખાઇ.  મને જિમ રૉહ્નનનું એક કથન યાદ આવે છે - "દરેક શિસ્તબધ્ધ પ્રયાસનાં અનેકવિધ લાભદાયી પરિણામો જોવા મળે છે." આજના સમયે તો, આ વાત ઘણી વધારે પ્રસ્તુત જણાય છે.
જો આપણે ખરેખર જ વિશિષ્ઠ બનવા માગતાં હોઇએ, તો જે બાબતો પર બીજાં લોકો બહુ ધ્યાન નથી આપતાં, તેવી, "નાની" બાબતો, પર તો ખાસ, "વધારે ધ્યાન", આપીએ. લોકો જેનાપર ખાસ ધ્યાન નથી આપતાં તેના પર ધ્યાન આપી, અને ઉત્કૄષ્ટ કામ કરીને, આપણે તેમને સ્પર્ધામાંથી ફેંકી દઇ શકીએ છીએ.
કેટલાંક સામાન્ય ઉદાહરણોઃ
૧. ઇ-મેલઃ
- "પ્રતિ\To” અને  "નકલ રવાના\Cc” વિભાગ પસંદ કરતી વખતે ખાસ ધ્યાન આપીએ કે "પ્રતિ\To”માં એમને જ આવરી લઇએ કે જેમણે આપણે મોકલેલ સંદેશ પર કોઇ કામ કરવાનું હોય.   જેમને કોઇ જ લેવા દેવા ન હોય તેમને 'નકલ રવાના' ન જ કરીએ, જેથી તેમનો સમય અકારણ બગડે નહીં . જેમને નકલ મોકલીએ, તેમને પણ એ બાબતે શું કરવું જોઇએ તે સ્પષ્ટ રીતે જણાવીએ.
- જો આપણે તેમને સંપર્ક માટે વધારે વિકલ્પ આપવા માગતાં હોઇએ, તો આપણો ફોનનંબર એ ઇ-મેલમાં જરૂર જણાવીએ.
-   ઇ-મેલમાંનો સંદેશ, વાંચનાર સમયનો બગાડ નહીં, પણ વધારે મહત્વનો બની રહે તેના પર ખાસ ધ્યાન આપીએ.
૨. વૉઇસમેલઃ
- શક્ય તેટલો ટુંકો રાખીએ. કેટલાંક લોકોને તો વૉઇસમેલમાં વાર્તાઓ કહેવાની ટેવ હોય છે! યાદ રહે કે સામે પક્ષે, લોકો ગાડી ચલાવતી વખતે કે ઍરપૉર્ટ પર હોય ત્યારે પણ, આપણા વૉઇસમેલને સાંભળતાં હોઇ શકે છે. તે સમયે તેમના માટે સમય બહુ કિંમતી હશે - આપણો ફોન નંબર સ્પષ્ટતાથી કહીએ.
- જરૂર સિવાય આપણા સૅલ ફોન નંબરને ઢાંકેલો રાખવાથી સામેની વ્યક્તિને તે 'ખાનગી" કે "મર્યાદીત" તરીકે જોવા મળે, તો તેનો શું ફાયદો?
- આપણો વૉઇસમેલ સાંભળવો એ સામેની વ્યક્તિમાટે સમયનો બગાડ ન પરવડે તે બાબતે ખ્યાસ ધ્યાન આપીએ. 'કરવા ખાતર' કરેલાં કામની પાછળ - આપણો અને બીજાંનો - સમય ન વેડફીએ.
નાની નાની બાબતો પ્રત્યે વિશેષ ધ્યાન આપી, અને શિસ્ત કેળવી,ને આપણે બહુ ફર્ક કરી શકીશું.

|૧૯ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
મેં આ પહેલાં , તેમ જ મારાં પુસ્તકમાં પણ કહ્યું છે કે, આપણે હંમેશ બે કે તેથી વધારે પરિયોજનાઓમાં ઘેરાયેલાં રહેતાં હોઇએ છીએ, તે વાતથી કોઇ હિસાબે છૂટકારો મળે તેમ નથી.મેં બે કે તેથી વધારે શબ્દનો પ્રયોગ એટલા સારૂ કર્યો છે કે, કમ સે કમ એક પરિયોજના આપણાં વ્યાવસાયિક જીવનની અને એક આપણાં વ્યક્તિગત જીવનની, એમ બે પરિયોજના તો ગણત્રીમાં રહેતી હોય જ છે. બીજી રીતે જોઇએ તો, જો આપણે માત્ર બે જ પરિયોજનાઓ પર કામ કરતાં હોઇએ તો તે ખરેખર ચમત્કાર ગણી શકાય.
આ પહેલાંની મારી આ વિષયપરની પૉસ્ટ - Ways to distinguish yourself – #37 Learn the art of managing multiple projects \ #37 બહુવિધ પરિયોજનાઓનું વ્યવસ્થાપન કરવાની કળા શીખીએ -માં  આપણે અનેકવિધ પરિયોજનાઓનું સંચાલન કરવાની કળા શીખવા વિષે વાત કરી હતી. આજે આપણે મોટા ભાગની, અને શક્ય હોય તો બધી જ, પરિયોજનાઓને સાંકળી લઇ, એક પરિયોજનામાં કરેલી મહેનતનો ફાયદો અન્ય પરિયોજનાઓમાં લેવા પર ભાર મુકીશું.
મને આ મોડેથી શીખવા મળ્યું, પણ જો વહેલેથી શીખવા મળ્યું હોત તો કેટલું સારૂં રહ્યું હોત! જેટલી પરિયોજનાઓ પર હું કામ કરી રહ્યો હતો તે બધીને સાંકળી લેવા, સહુથી પહેલાં તો મારે મારાં વ્યક્તિત્વને ઓળખવું પડ્યું.  આજે હવે હું ઉત્કટાતાથી એક સાથે વ્યવસાયસાહસિક, લેખક અને શિક્ષક\ EAT (E = Entrepreneur, A = Author and T= Teacher)એવા ત્રણ પાઠ ભજવી રહ્યો છું, અને એમાં બહુ મજા પણ પડે છે. વ્યવસાયસાહસિકના પાઠમાં  મેં નવી કંપનીઓ સ્થાપી છે. તેમાં હું નિષ્ફળ રહ્યો છું, અને સફળ પણ થયો છું અને એ રીતે વ્યવસાયિકસાહસિકતાના પાઠ 'કામ કરતાં કરતાં' શીખતો ગયો છું. મારા એ અનુભવોપરથી મેં એક લેખકની હેસિયતથી પુસ્તકો પણ લખ્યાં છે. અને આ અનુભવને જોરે મને શીખવવામાટે માન્યતા મળે છે, જેનાથી હું, વધારામાં, ભાવિ કર્મચારીઓને કે નવી શરૂ કરવાની કંપનીઓના ભાગીદારોને મળી શકું છું. આમ એક વર્તુળ પૂરૂં થઇ જાય છે.એક ક્ષેત્રમાં હું જે કંઇ કામ કરૂં છું , તે મને બીજાં બે ક્ષેત્રમાં કામ આવી જ જાય છે. તે જ રીતે, એક ક્ષેત્રમાં વીકસતા સંબંધો પણ બીજાં બે ક્ષેત્રમાં ઉપયોગી પરવડે છે. જો કે , આ બધું કંઇ એક જ રાતમાં નથી થયું. તે માટે તો પ્રયત્નો અને ભૂલોના ઘણા ઉતાર ચડાવ આવતા રહ્યા છે. મારૂં એમ પણ કહેવું નથી કે મારી પાસે સફળતાની ગુરૂ ચાવી છે, પણ હા, હાલ પૂરતી તો એ ચાવી બધાં તાળાંને લાગુ જરૂર પડી જાય છે.
આમ આપણે જે કોઇ પરિયોજનાઓમાં વ્યસ્ત હોઇએ તેના પર વિચાર કરતા રહીએ તો તે પરિયોજનાઓને જોડતી કડીઓ મળી જ રહે છે.
તમને એક પરિયોજનાથી બીજીને જોડતો કોઇ દરવાજો મળતો રહે છે ખરો? બધીજ પરિયોજનાઓને એક સાથે જોડી અને તેમના અનુભવોના ગુણાકાર કરવાનો કોઇ મંત્ર તમારી પાસે છે ખરો?
વિચારી જોજો.

| ૧૯ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
છેલ્લા બાર મહિનામાં આપણે આપણા પર કરેલાં રોકાણનો વિચાર કરીએ. હવે ધારો કે, આવતા બાર મહિનામાં એ રોકાણને બમણું કરી નાખીએ, તો તેનાથી આપણાં જીવનમાં શું ફેર પડશે? હા, ફેર તો ખરેખર પડશે જ!
મહત્વનું એ છે કે આપણે આપણાં શીખવાનો દર, સભાનપણે, વધારીએ. અને જ્યારે આપણે આપણું કોઇ એક નિશ્ચિત સ્થાન પ્રસ્થાપિત કરવાનું કરી રહ્યાં હોઇએ, ત્યારે એ ઑર વધારે મહત્વનું બની રહે છે. પહેલેથી જ "ભરચક્ક" વ્યસ્ત કાર્યક્રમ એ જો ચિંતાનો વિષય હોય, તો તે વિષે થોડી મદદ તો મળી રહેશે.   શીખવામાટે હાલમાં વાપરી રહેલ વ્યૂહરચનાઓ અને સાધનોમાં આપણે થોડા ફેરફાર કરવા પડે. 
એ બાબતે આ છે થોડાં સુચનોઃ
૧. શ્રાવ્ય પુસ્તકો વાપરીએઃ 'ઑડીબલ\Audible અને આઇટ્યુન્સ\iTunes પર  હજારો શ્રાવ્ય પુસ્તકો ઉપલબ્ધ છે.
૨. શીખવામાટે સંગીતનો ઉપયોગ કરીએઃ યોગ્ય પ્રકારનાં સંગીતથી શીખવા દરને ખાસ્સો પ્વેગ મળે છે તે તો બહુ સ્વિકૃત વાત ગણાય છે.સ્ટીફન હૅલ્પર્ન એ જગવિખ્યાત સંગીતકાર છે. તેમની વેગવંત શીખવાડતી સીડી હું ઘણાં વર્ષોથી વાપરૂં છું અને મને તેનાથી ખુબ ફાયદો પણ થયો છે.
૩. મન-નકશા પધ્ધતિ\Mindmappingનો ઉપયોગ કરીએ: મન-નકશા પધ્ધતિ\Mindmaps એ પુસ્તકનો સારાંશ કરવાની એક બહુ જ અસરકારક રીત છે. માઇન્ડજેટ\Mindjet આ પ્રકારના મન-નકશા તૈયાર કરવામાટેનાં સરસ સૉફ્ટવૅર સાધનો પૂરાં પાડે છે. 
૪. ત્વરિત વાંચનનો ઉપયોગ કરીએઃ આપણે જે કંઈ વાંચીએ છીએ, તેમાનું અડધું સાહિત્ય ત્વરિત વાંચન વડે વાંચી જઇ શકાય તેમ છે.
૫. પુસ્તક મંડળ બનાવીએઃ શીખવા ઇચ્છુક, સમાન વિચારાર્થી, લોકોને શોધી, પુસ્તકો વહેંચી અને સામુહિક શીખવાની વ્યૂહરચના અપનાવીએ.
૬. 'પુસ્તક સારાંશ'ના ગ્રાહક બનીએઃ મામુલી કિંમતે, પુસ્તક સારાંશ પૂરા પાડતી ઘણી સેવાઓ પણ છે.
આ ઉપરાંત, બીજાં પણ સાધનો અને વ્યૂહરચનાઓ ઉપલબ્ધ છે જે આપણે શીખવાની બાબતે એક કદમ આગળ રાખી શકે છે.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- ગુચ્છ ૯  // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જાન્યુઆરી ૧૮, ૨૦૧૩ǁ