મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

ચતુર્‍૭ પ્રક્રિયા\Q7 Process - બ્રાયન ગૅસ્ટ

\ ચતુર્‍૭ પ્રક્રિયા પરંપરાગત અનુશિક્ષણ અને પ્રશિક્ષણ પધ્ધતિઓની સીમાઓને અતિક્રમે છે.
પોતાની આંતરિક ક્રિયાઓને બાહ્ય વાસ્તવિકતાઓ સાથે સાંકળીને આપણે આપણી સ્વ-મર્યાદીત કરતી માન્યતાઓ અને વિકૃત દ્રષ્ટિકોણના પરપોટાને ભેદી નાખી શકીએ છીએ, જે આપણી નેતૃત્વ ક્ષમતા અને પરિતૃપ્તિમાં ઝડપી અને દીર્ઘકાલીન સુધારામાં પરિણમે છે.
ચતુર્‍૭ પ્રક્રિયાનાં પગથિયાં
વિચાર, વર્તન, લાગણી અને અસ્તિત્વ એવા ચાર ચતુર્થાંશો અને પરિપૂર્ણતા તરફનાં ૭ પગથિયાં નાં સંયોજનથી ચતુર્‍૭ પ્રક્રિયા બનતી રહે છે.
પ્રક્રિયાનાં દરેક પગલાંને આ ચાર ચતુર્થાંશો સરળ કરવામાં મદદરૂપ બને છે અને આપણાં નેતૃત્વની અસરકારકતા અને વ્યક્તિગત આનંદની વૃધ્ધિમાટે નિર્ણાયક ભાગ ભજવે છે.

તૈયારીઓ

૧. આપણી જીંદગીની નિર્ભિક વસ્તુ-સૂચિ બનાવીએ
૨. આપણી જીંદગીનું દીર્ધદર્શક ચિત્ર ખડું કરીએ.
૩. પરિપૂર્ણતાને આડે આવતી બધી જ આડશો દૂર કરીએ.

રૂપાંતરણ

૪. આપણા પરપોટાઓને ફોડી નાખીએ.
૫. આપણા સમર્થકોનો મંચ ઊભો કરીએ.

સંકલન

૬. વ્યક્તિગત સિધ્ધાંતોનું વ્યવસ્થાતંત્ર ખડું કરીએ.
૭. આપણાં ભવિષ્યમાટેનો માર્ગ ચરિત્રાર્થ કરીએ.

*       અસલ અંગેજી લેખ, Q7 Process  ,લેખક બ્રાયન ગૅસ્ટની વૅબસાઇટ Quadrant Corp  પર પ્રકાશીત થયેલ છે.

v  આ લેખનો સંલગ્ન લેખ, આપણી નેતૃત્વ ક્ષમતાને શી રીતે વિકસાવીશું, અહીં પ્રસિધ્ધ કરેલો છે, જેમાં ચતુર્થાંશ મૉડૅલ/ the Quadrant Modelની ચર્ચા પણ જોવા મળશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો