બુધવાર, 27 ફેબ્રુઆરી, 2013

નવીનીકરણ ખાતર નવીનીકરણ - દેવદત્ત પટ્ટનાઇક


નવીનીકરણની ખરેખર જરૂર છે ખરી?

હું એક મધ્યમ કક્ષાની ઑટોમૉબાઇલ પૂર્જાઓની કંપની ધરાવું છું. મારી કંપનીમાં, મારાથી નવીનીકરણની સંસ્કૃતિ કઇ રીતે દાખલ કરી શકાય? મારી કંપનીને લાગુ કરી શાક્ય એવી કોઇ હિંદુ પૌરાણિક કથા છે ખરી?

સહુથી પહેલાં તો એક મૂળભૂત સવાલઃ તમારે નવીનતા લાવવાની જરૂર છે ખરી? નવીનીકરણથી તમારી ટોચરેખા કે તળિયાંની રેખામાં કોઇ ફેર થશે ખરો?

નવીનીકરણ એ નવો મૂળમંત્ર, થોડા સમયથી ચલણમાં આવ્યો છે. આજથી થોડાં વર્ષો પહેલાં તો અનુપાલન , ગુણવત્તા નિયંત્રણ કે સંરેખણ કે જોખમ-નાબૂદી ની ચર્ચાઓ થતી રહેતી હતી. જ્યારે હવે, માત્ર નવીનીકરણ વિષે જ સાંભળવા મળે છે. આવું કેમ? કારણકે, બજાર ને તે જ જોઇએ છે.પણ કયું બજાર? ભારતીય બજાર કે વૈશ્વિક બજાર કે પશ્ચિમી બજાર? આપણાં મોટાભાગનાં પાઠ્યપુસ્તકો ઉત્તર અમેરિકા કે યુરોપનાં વ્યવસ્થાપન ક્ષેત્રના લેખકોનાં લખેલાં હોવાથી, આપણે માની લઇએ છીએ કે પશ્ચિમની જરૂરિયાતો એ ભારતની પણ જરૂરીયાતો છે.

ભારતમાં તો આપણે નવું નવું , કે પછી કોઠાસૂઝપ્રેરીત પ્રયોગો, (ચારેબાજુ જોવા મળતાં, જુગાડ) કરતાં જ રહેતાં હોઇએ છીએ કારણકે સાધનોની તો હંમેશાં ટાંચ તો રહેતી જ હોય છે, અને વળી, સ્વભાવથી જ, આપણે, ભારતીયો, નિયમપાલનના ખાસ આગ્રહી નથી રહ્યા.આપણને અનુપાલન પસંદ નથી.આપણને આપણી રીતે બધું કરવું હોય છે.જુગાડ, સામાન્ય રીતે પ્રતિકૃતિક્ષમતા ગણત્રીથી નથી વિચારાતું. એવું ન જ થાય એમ નહીં એવું કહેવાનો આશય નથી, પણ ઉદ્દેશ્ય એ નથી હોતો. નવીનીકરણને પ્રતિકૃતાત્મકતા સાથે સંબંધ છે.


પાશ્ચાત્ય પૌરાણિક કથાઓમાં, સ્વતંત્ર વિચારકને બકરો માનવામાં આવ્યો છે.ગ્રીક પુરાણોમાં તે બકરા જેવા પગોવાળો પૅન હતો, ધાંધલ-ધમાલના સ્ત્રોત સમો ,એક એવો નવપ્રવર્તક, જે ગુંચવણ પેદા કરતો રહેતો હતો. બાઈબલીય પુરાણો અનુપાલનને મહત્વ આપે છે , તેથી તેમાં ઘેટાં અને બકરાંને શયતાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતમાં નેતાની સંકલ્પશીલતા પ્રમાણે લોકો નક્કી કરે છે કે ઘેટું થવું કે બકરો થવું. આને અનુકૂલનક્ષમતા પણ કહી શકાય. 

હિંદુ પુરાણોમાં નિયમોનું પાલન કરતા નાયક (રામ)અને ખલનાયક (દુર્યોધન) છે, તો નિયમો ન પાળતા હોય તેવા નાયક (કૃષ્ણ) અને ખલનાયક (રાવણ) પણ છે. જો નિયમનું પાલન ફાયદાકારક હોય , તો તેને આપણે નવીનીકરણ કહીએ છીએ, પણ જો તેનાથી ફાયદો ન થતો હોય, તો તેને અવજ્ઞા અને નાફરમાની કહીએ છીએ. આપણને આપણી ટીમમાં કૃષ્ણ જોઇએ છે, રાવણ નહીં. આપણને એવા નપરીવર્તનશીલ વિચારો જોઇએ છીએ જે આપણને ઉપયોગી નીવડે. પણ ટીમના કોઇ સભ્યએ શા સારૂ તેનો નવપરીવર્તનનો વિચાર તમારી જોડે વહેંચવો જોઇએ? તમે એની સાથે નફાની વહેંચણી કરશો? તેને વધારાનું બોનસ કે અનુલાભ કે બઢતી આપશો? કે પછી તેણે માત્ર સંસ્થા માટેના પ્રેમ માટે કરીને નવપરીવર્તન કરતા રહેવું જોઇએ?

તમારે જો તમારી સંસ્થામાં નવીનીકરણની સંસ્કૃતિ લાવવી હોય, તો સહુ પ્રથમ તો તે માટેનાં તમારાં કારણો જણાવવાં જોઇએ. એ નક્કી કરવાનું રહે

કે બીજાં કરે છે એટલે, આપણે પણ તેમની નકલ તો નથી કરી રહ્યાં ને. તમારા વેપારમાટે અવનવા વિચારો કરતા રહેવાનું વ્યાપારી રીતે અર્થસભર તો છે ને. ઘણી વાર, નવીનીકરણની જરૂર નથી હોતી. બહુ બહુ તો, એ જ એકધારાં કામ કરવામાં થોડો ઉત્સાહ જગાવવા માટે થોડા નવા વિચારો જોઇએ એવું બને ખરૂં.

બીજું નવીનીકરણથી તમારી ટીમને શું ફાયદો થશે એ સવાલ પણ કરવો જોઇએ. નવીનીકરણ પુરસ્કૃત થવું જોઇએ. કોઇ પણ નવા વિચારને વધાવી લો. ભલે તે સધ્ધર ન ફોય, તો પણ તેને ઉત્સાહીત કરો. તમે ટુંક સમયમાં જ જોઇ શકશો કે ઘેટાંની સંસ્થા બહુ ઝડપથી બકરાઓની સંસ્થામાં ફેરવાઇ રહેલ છે.ભારતીયો સૂચનાઓ કે પ્રક્રિયાઓને દાદ નથી આપતાં, પણ જોમ અને લાગણીઓનો પડઘો જરૂર પાડે છે. નવીનીકરણને પોષે તેવું વાતાવરણ પેદા કરવા માટે તમારી ટીમનાં દરેક્ને લાગવું જોઇએ કે તમે 'ખરા અર્થમાં' તેને ઉજવો છો.


સવાલ એ રહે છે કે: તેઓ જેને નવપરીવર્તક માને છે, તેમાં બદલાઇ જવામાં જો તેઓ સફળ રહે તો, તેને પરિણામે પેદા થતી, ધાંધલ-ધમાલને તમે સંભાળી શકશો ખરા? તમારી નજરોમાં તેઓ કૃષ્ણ હશે કે રાવણ?   

  • ET ની 'કૉર્પૉરેટ ડૉસીયર' પૂર્તિમાં સપ્ટેમ્બર ૦૯, ૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, Innovation for the sake of innovation, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  ફેબ્રુઆરી ૦૯, ૨૦૧૩ના  રોજ Articles, Leadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.