સોમવાર, 11 માર્ચ, 2013

'છૂટા પડવું' એ ' સાંગોપાંગ-છૂટી નીકળવું'નું મહત્વનું અંગ છે - કૅરૅન માર્ટિન


ડરો નહિ - કૅરેન માર્ટિનનું છાયા ચિત્ર

મારી દ્રષ્ટિએ, 'બાદબાકી' એટલે ગેરવ્યવસ્થામાં ઘટાડો, અવરોધ દૂર કરવા, અને અત્યારે જે છે, અને ભવિષ્યમાં જે સ્થિતિ ઇચ્છીએ છીએ, તે વચ્ચેના અંતરાયોના બોજને હળવો કરવો. મને હવે સમજ પડી છે કે આપણો બીજો કોઇ પણ બોજ ઓછો કરતાં પહેલાં, 'ડર/ભય'નો જે બોજ આપણે, પહેલેથી જ, માથે રાખ્યો છે, તેને ફેંકી દેવો જરૂરી છે.
તર્કસંગત ભય સારી વાત છે, કારણકે તે સંભવિત જોખમથી આપણને ચેતવે છે. પણ અતાર્કિક ભય તો જૂદું જ પ્રાણી છે. જે બોજથી આપણે વિમુખ થઇ જવું જોઇએ, તેવા બોજને તે આપણી સાથે વળગાડી રાખે છે. જ્યારે પણ હું મારી ગર્વનિષ્ઠ સિધ્ધિઓ વિષે વિચારૂં છું, ત્યારે ડર દૂર કરવો એ પહેલું સોપાન રહ્યું છે. મને ઉપપ્રમુખ તરીકેની બઢતી મળી રહી હતી તે વચાળે નોકરી છોડીને મારો પોતાનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું તે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે .
મારો ખુદનો વ્યવસાય હોય એ મારૂં હંમેશનું સ્વપ્ન હતું. પણ જ્યારે જ્યારે જંપલાવવાનીઘડી આવી હતી, ત્યારે ત્યારે વધારે ઊંડાં પાણીમાં કૂદી પડતાં લાગતો ડર મને પાછી પાની કરાવી દેતો. શું આર્થિક રીતે સધ્ધર બની શકીશ? મસમોટું મહેનતાણું અને ભારેખમ શિર્ષતાજ શા સારૂ છોડવા? દેખીતી રીતે, મારા બધા સવાલો પૈસા અને પ્રતિષ્ઠાની આસપાસ મંડરાયા કરતા હતા. પણ શું, ખરેખર, એમ જ હતું ખરૂં?    
જે સોમવારથી હું શરૂ કરવાની હતી, તેના પહેલાંના શુક્રવારે હું મારા બૉસ, એટલે કે અમારા મુખ્ય પરિચાલન આધિકારીને, બધું નક્કી કરવામાટે, મળવા ગઇ. મુલાકાતને અંતે ખુશખુશાલ હોવાને બદલે હું ખાલીપણું અનુભવી રહી હતી, જે થોડું નવાઇ પમાડે તેવું પણ અનુભવાયું. મને મારૂં કામ,મારી સહયોગી ટીમ અને કંપનીનું નેતૃત્વ, બધું જ પસંદ હતું. પણ કંઇક બરાબર ગોઠતું નહોતું. મારી ગુંચવાઇ ગયેલ લગણીઓને ઠેકાણે પાડવા શું કરવું તે મને ખબર હતી -ગહન પ્રતિભાવાત્મક વિચાર.
મારા માટે તે સપ્તાહાંત સહુથી વધારે મુશ્કેલ અને પ્રગાઢ વિચારોથી ઘેરાયેલ રહ્યું. મારા ઘરના બધા પડદા, અને ટેલીફોન સુધ્ધાં, મેં બંધ કરી દીધાં. બસ વિચાર, અને વિચાર, અને ફરી  પાછો વિચાર જ કરતી રહી. અનુભવોમાં ડૂબતી રહી. જેમ જેમ હું મારી જાતને એકલ સલાહકારનાં સ્વરૂપમાં જોતી ગઇ , તેમ તેમ હું વધારે ને વધારે ઉત્તેજીત થતી ગઇ. અને આખરે, રવિવારે બપોરે, આ પ્રશ્નનું નીરાકરણ આવીને જાણે, મારી સાથે અફળાયું. મૂળ મુદ્દે, પૈસા કે ખિતાબ કે બિરૂદ એ મારા ભય નહોતાં; પણ પૈસો કે બિરૂદને હું જે રીતે સફળતાની જ વ્યાખ્યા માનતી હતી તે મારો ખરો ભય હતો. મારે માટે આ 'આહા' ઘડી, સહુથી વધારે મુક્તિ અનુભવાતી હોય તે  ક્ષણ હતી. જેવો મેં મારા ભયને સમજી લીધો, તેવો જ તેનો મારા પરના અંકુશનો ઓથાર ખતમ થઇ ગયો.
સોમવારે સવારે, મેં રાજીનામું રજૂ કરી દીધું. વિદાય જરા પણ આસાન ન હતી. હું સહુથી પહેલાં નોકરીએ રખાયેલ કર્મચારી હતી, મેં એ કંપનીમાં મારાં દિલોજાન રેડી દીધાં હતાં. એ દિલોજાન મારે પરત લેવાં પડી રહ્યાં હતાં. 
 મારા મુખ્ય પરિચાલન અધિકારીએ કહેલી ચેતવણી - તને કન્સલ્ટીંગ (વ્યવસાય)થી ત્રાસ છૂટશે – આજે, ઓગણીસ વર્ષ પછી પણ હજુ સાચી નથી પડી. બલ્કે તેનાથી સાવ ઊંધું થયું છે. સમીકરણમાંથી ભયની બાદબાકી કરી નાખવાથી જીવનમાં નવી ને નવી, વધારે ને વધારે સારી, શક્યતાઓ ખુલતી જ રહી છે. મને ગમે ત્યાંથી ભયની ગંધ તો આવી જ જાય છે, જેને કારણે, પાછાં પાડી દેતી, ગુંચવણભરી મનોસ્થિતિથી લોકોને અળગાં કરી રાખવામાં મને મદદ મળી રહે છે.

Ø  મૅથ્યુ એ. મૅની વેબસાઇટ, Edit Innovation | Mathew E. May, પરના લેખ - "How To Be Outstanding" - ના સંદર્ભમાં 'બાદબાકીના નિયમો\The Laws of Subtractionપર સંલગ્ન કરેલ કૅરૅન માર્ટીનનાં છાયા ચિત્ર\”The Silhouette નો અનુવાદ કૅરૅન માર્ટીનનો સંક્ષિપ્ત પરિચય
કૅરૅન માર્ટિન એ વ્યવસાય સુધારણા સલાહકાર છે. કોઇ અન્ય ઘાટીલુ\ Lean-specific  બિરૂદ વાપરવાને બદલે તેઓ આ બિરૂદ વાપરવાનું એટલે પસંદ કરે છે કે તેઓ 'લીન\ Lean 'ને  સંચાલનનાં દર્શનશાત્રના વ્યાપક વર્ણપટ તરીકે જુએ છે, નહી કે માત્ર કામગીરીની રૂપરેખાની વ્યૂહરચના. જો કે માત્ર' સલાહકાર" પણ તેમને પૂરેપૂરૂં ગોઠતું તો નથી કારણકે 'તમારે-શું કરવું-તે-સલાહ-આપીશ' એવી પરંપરાગત કાર્યશૈલી તે નથી અનુસરતાં. તેઓ વધારે તો, સરળકર્તા, અનુશિક્ષક કે શિક્ષક કહી શકાય, જેનો ખરો અર્થ ગ્રાહક્ને ઘણીવાર બહુ સ્પષ્ટ નથી થતો. એટલે, જે બધાંને સુપરિચિત પરવડે તેવાં, 'સલાહકાર', બિરૂદને તેમણે અપનાવી લીધું છે.
વધારે પડતા ખર્ચા, ફરી ફરીને કરવાં પડતાં એ ને એ જ કામ, વધુ પડતી પ્રક્રિયાઓ, બીનજરૂરી રાહ જોવામાં વપરાતો સમય અને કામગાર વર્ગની શક્ય કાર્યશક્તિનો થવો જોઇએ તેનાથી ઓછો ઉપયોગ. આજથી લગભગ ત્રણ દાયકા પહેલાં, કૅરૅન માર્ટીને આવા, કામગીરીને ચૂસી લેતાં, પરીબળોને પરખી લેવા અને દૂર કરવા માટેનાં કૌશલ્ય વિકસાવી લીધેલ હતાં. ૧૯૯૩માં તેમણે 'કૅરૅન માર્ટીન ઍન્ડ ઍસૉસીયેટ્સ'ની સ્થાપના કરી, કે જેથી બીજી સંસ્થાઓ/ કંપનીઓ પણ અસાધારણ વ્યાપારી કામગીરીના મુખ્ય સિધ્ધાંત - દરેક કર્મચારીની ક્ષમતાના સર્વાંગી ઉપયોગ વડે ગ્રાહકને મહત્તમ મૂલ્ય પ્રાપ્તિ-ને, ઓછામા ઓછાં સાધનોનો વપરાશના આધારે, સિધ્ધ કરી શકે.. 
વર્ષ ૨૦૦થી કંપનીએ વિશ્વના ઉચ્ચ-ટેક્નોલૉજીથી લઇને આરોગ્ય સંભાળ સુધીના ઉદ્યોગોમાં લીન સંચાલન પધ્ધતિઓ દાખલ કરવામાં પણ સહાયભૂત થવાનું શરૂ કરી દીધું હતું.  આજે કૅરૅન માર્ટીન ઍન્ડ ઍસૉસીયેટ્સ નવા ઊભાં થતાં સાહસોથીમાંડીને 'ફૉર્ચ્યુન ૫૦૦' કંપનીઓ સુધી, તેમ જ સરકારી સંસ્થાઓથી માંડીને  વિના-નફાએ કામ કરતી સંસ્થાઓને ઊંચી ગુણવત્તાના ઉત્પાદનો અને સેવાઓ ઝડપથી અને ઓછાં ખર્ચે આપવામાં, અને સાથે સાથે સલામત અને પ્રદીપ્તકારી વાતાવરણ ઊભું કરવામાં, સક્રિય યોગદાન આપે છે.
તેમનાં પુસ્તક, The Outstanding Organization: Generate Business Results by Eliminating Chaos and Building the Foundation for Everyday Excellence (McGraw-Hill Professional; July 2012; HC; $30.00),માં કૅરૅન એવી સાધનપેટી રજૂ કરે છે જેના વડે એવા સંસ્થાગત સંજોગો ઊભા કરી શકાય  છે, જેનાથી અંધાધુંધીવાળી પરિસ્થિતિઓને લડત આપીને સંસ્થાના સુધારણા માટેના પ્રયાસોનું વધારે સારૂં વળતર મેળવવું શક્ય બની શકે.  કૅરૅનની, સિધ્ધ,વ્યાવહારીક અને, અચરજ પમાડે તેવી સરળ,  કાર્યતંત્રપધ્ધતિઓ કામગીરીની ઉત્કૃષ્ટતાની ચાર વર્તણૂકો પર ધ્યાન કેન્દ્રીત કરે છે - સ્પષ્ટતા, એકાગ્રતા, અનુશાસન અને સંલગ્નતા. એક વાર જો કંપનીનાં રંગસૂત્રમાં આને ભેળવી દેવામાં આવે તો સાતત્યપૂર્ણ વિકાસ અને નફાકારકતા માટેના દરવાજા ખૂલી જઇ શકે છે.                                અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   માર્ચ ૧૧, ૨૦૧૩