ગુરુવાર, 7 માર્ચ, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૩

#61 સહેલાઇથી વાપરી શકાય તે રીતે માહિતીનું ગઠન કરીએ

| નવેમ્બર ૧૬,૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
મેં સરળતા - લેખનો અનુવાદ, અહીં, -# 47 સરળ બનાવીએ, જોઇ શકાશે - વિષય,ખાસ તો રોજબરોજના વ્યવહારને સરળ રાખવા, વિષે  પહેલાં પણ વાત કરી છે. આજે તેને થોડું આગળ વધારીએ.
હું એક ઉદાહરણથી શરૂઆત કરીશ. ગયે અઠવાડીએ મારે બે લોકોને સૅન ફ્રાંસીસ્કૉ ઍરપૉર્ટથી લઇ આવવાના હતા. બન્ને એ મને તેમની મુસાફરીની વિગતો મોકલી હતી. બન્ને ભારતથી આવતા હતા, એટલે તેમની મુસાફરીની વિગત (ખાસ્સી એવી) લાંબી લચક હતી. એક જણાએ મોકલેલી વિગતને બહુ વિગતે વાંચ્યા પછી માંડ તેની ફ્લાઇટનો નંબર અને સમય મળ્યાં. બીજા ભાઇએ થોડો જુદો રસ્તો અપનાવ્યો હતો. તેણે મોકલેલ વિગત પણ લાં...બી તો હતી, પણ તેણે અંતમાં આટલી માહિતી ઉમેરી દીધી હતીઃ
અ) ફ્લાઈટ નંબર (સીંગપૉર ઍરલાઇન્સ # SQ2) 
બ) પહોંચવાનો સમય 
ક) ફ્લાઈટના આવવાની ગતિવિધિને ઑનલાઈન તપાસી શક્યા તે માટેની લિંક
ડ) સીંગપૉર ઍરલાઇન્સની સ્થાનિક કચેરીના ટૅલીફૉન નંબર
આટલાથી કેટલો બધો ફરક પડી ગયો! મારે બસ તેને છાપી અને તેમના આવવાના દિવસે મારી સાથે રાખવાનું હતું. હા, એ નક્કી છે કે તેમને આ માહિતી એકઠી કરવામાં થોડો સમય લાગ્યો હશે,પણ મારો તો બહુ જ સમય તેમણે બચાવી આપ્યો હતો. તે વિગતોમાંની બીજી બધી જ માહિતી મારા માટે તો બીનમહત્વની હતી, એટલે મારે તે વાંચવાની કોઇ જ જરૂર નહોતી. એમ મારો સમય હજૂ વધારે બચી શક્યો.
આપણી પાસે સમય ઓછૉ હોય છે,તેથી આપણે,ટુંકા રસ્તા સોધીને, જે હાથ લાગે તે માહિતી સામેવાળાંને , મોકલી આપતાં હોઇએ છીએ અને માની લઇએ છીએ કે સામેવાળી વ્યક્તિને જે જરૂરી હશે તે મહિતી તે તેમાંથી ખોળી લેશે.આમ તો આવું ચલી જતું હોય છે, પણ જો કોઇ સહયોગી વપરાશમાં સરળતાની દ્ર્ષ્ટિએ માહિતીનું ગઠન' કરીને મોકલવાની પધ્ધતિ અપનાવે તો તે તો 'વિશિષ્ઠ' બની જશે અને ટોળાંથી અલગ તરી આવશે.
શું તમે પણ કોઇને મોકલેલ માહિતી બહુ જ સારી રીતે, તેમને વાપરવામાં સરળતા બની રહે, તે રીતે મોકલો છો?
વિચારવાલાયક વાત છે.


| નવેમ્બર ૧૬, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
જે કંઈ છે તેનાથી વધારે ખુશી મેળવવી હોય તો, તો આટલું કરીએ - કોઇપણ પરિસ્થિતિને આદર્શ પરિસ્થિતિ સાથે સરખાવવાનું બંધ કરી દઇએ. તેનાથી બહુ મોટો ફરક પડી જશે અને તમે કોઇને કોઇએ વાતે 'વિશિષ્ઠ' બની જશો. બધાંને પોતાની નોકરી કે સંબંધો કે સહકાર્યકરો કે -આ તો શ્રેષ્ઠ છે - પોતા સાથે, કંઇને કંઈ મુશ્કેલી હોય જ છે, કારણકે આપણે તરત જ આમાંનાં કંઇ પણની આદર્શ સાથે સરખમણી કરવાનું શરૂ કરી દઇએ છીએ.
ઉદાહરણ તરીકે - જ્યારે પણ કોઇને પોતાના બૉસ વિષે કંઇ તકલીફ હોય છે, ત્યારે હું પૂછું છું," કોઇ એક વાત એવી છે જે તમારાં બૉસ બરાબર કરતાં હોય?", જેનો જવાબ, સ્વાભાવિક જ, "હા" હોય છે.થોડી વધારે પૂછપરછ કરતાં તેઓ એમ પણ કહેતાં જોવા મળે છે કે, એમ તો બૉસ ઘણી બાબતો સારી રીતે પાર પાડે છે, પણ તેમની આ એક બાબત  બરાબર નથી.  એટલે હું પૂછું કે,"તમારાં બૉસની સારી બાબતોથી તમે કેમ ખુશ નથી?" એટલે સામે છેડે એક લાંબી શાંતિ છવાઇ જાય. એક જણાં મજાક માં કહ્યું કે, "જો બધી સારી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરીએ, તો પછી ફરિયાદ શેની કરીએ?"
આપણે એમ કહી શકીએ કે આદર્શ પરિસ્થિતિ માત્ર આપણી કલ્પનાં જ રહેતી હોય છે. ઉપરોક્ત ઉદાહરણમાં, "બધું જ બરાબર" કરતાં બૉસને તો 'પેદા" કરવાં પડે.તમે નોકરી બદલો કે તમારાં બૉસ બદલી જાય તો, જ્યાં સુધી નવી પરિસ્થિતિ કે નવાં બૉસના, ભલે ને પહેલાંવાળા નહીં અને નવા, પ્રશ્નો જાગવાના શરૂ ન થાય અને ફરીથી 'આદર્શ' જોડેની સરખામણી શરૂ ન થાય, ત્યાં સુધી,થોડો સમય તો બધું સુધરી જાય.
કંઇ સારો સુધાર લાવવા કે વધારે સારી કામગીરી કરવાનો આશય હોય, તો તો 'આદર્શ સાથે સરખામણી કરવી એ કંઈ ખોટું નથી.પણ મોટા ભાગે, આપણે આ સરખામણી ફરીયાદ કરવા કે અફસોસ વ્યક્ત કરતી વખતે જ કરતાં હોઇએ છીએ.
શુભેચ્છાઓ.....!


| નવેમ્બર ૧૮, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
શિર્ષક વાંચીને 'ટૅકી' વર્ગના કાન જરૂર સરવા થઇ ગયા હશે! પણ, કમનસીબે આપણે Cascaded Style Sheets.ની વાત નથી કરવાના, કારણકે ત્યાં કોઇ છટકાં ગોઠવાયાં હોય એવું મારા ધ્યાનમાં નથી. હું તો વાત કરીશ,લોકોની કારકીર્દીના ચક્કર ચક્કર ચડાઉતાર માર્ગ માટે વપરાય છે તેવા રોચક - 'સતત સર્પાકાર લક્ષણસમૂહ'\“Continuous Spiral Syndrome ની.
ચાલો તેને સમજીએ. જમીનથી થોડે ઉંચે, આડાં, સમસ્તર પડેલ, એક સર્પાકાર ગુંચળાંની કલ્પના કરો. થોડી ઉપર ચડ્યા પછી, લગભગ બધી જ કારકીર્દીઓ, એક માત્રાની અંદર, આ માર્ગ જ અનુસરતી જણાતી રહે છે. વ્યક્તિ વ્યક્તિ એ માત્રાનું માપ બદલતું રહે છે. આ 'સતત સર્પાકાર લક્ષણસમૂહની ખૂબી એ છે કે એમાં રહ્યે રહ્યે, આપણે એમાં ફસાયાં છીએ તેવો ખયાલ પણ નથી આવતો.
નોકરીનાં શરૂઆતનાં થોડાં વર્ષો દરમ્યાન,એ ને એ જ કંપનીમાં કે પછી તમે વધારે પગાર કે સ્થાન કે બન્ને માટે બદલેલી સંસ્થાઓમાં, જવાબદારીઓ અને દરમાયામાં ઇજાફો થતો રહે છે. પણ એક્વાર ,પાંચ-છ વર્ષના કામના અનુભવ બાદ જેવાં તમે ઘડાયેલાં વ્યવસાયીની કક્ષાએ પહોંચશો કે એ સર્પાકાર વેગવાન માર્ગને રવાડે ચડી જવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે, સિવાય કે તમે સભાન પણે વિશિષ્ઠ બનવા પ્રયત્નશીલ રહેતાં હો.
તેનો ઢાંચો કંઇક આવો રહેતો હોય છેઃ
૧. તમે ટુંકા ગાળાનાં એવાં કસબ શીખઓ છો જે તમનેઆવતાં બે-ત્રણ વર્ષમાં, હવે પછીનાં સ્તરે લઇ જઇ શકે. તમને 'આ માસના કર્મચારી' અને એવા બીજાં માનઅકરામ મળતાં રહે અને એ મુજબ તમને આર્થિક લાભો પણ મળતા રહે. આ છે સર્પાકાર માર્ગમાં ઉપર ચડવાની શરૂઆત.
૨. કંઇક અણધાર્યું (૯/૧૧, બહાર કામ આપી દેવું, ટૅક્નોલૉજીનું કાળ્ગ્રસ્ત થઇ જવું) બને, અને અચાનક જ તમારૂં કૌશલ્ય અને અનુભવ અને જ્ઞાન, તેનું મૂલ્ય ગુમાવી બેસે. આ છે સર્પાકાર માગની અધોગતિના દિશાસંકેત.આ ઊંધી ગણત્રીને તમે તમારા અંકુશની બહારની ઘટના ગણાવી શકો છો, કારણકે આવું, સાથેના, કેટલાંય લોકોસાથે બની રહ્યું છે.
૩. પણ તમે છો ચાલાક, એટલે બહુ નીચે નથી જતાં રહેતાં. જરૂર મુજબ કંઇ નવું શીખી લો છો, એટલે ફરી પાછી ઉપર બાજુની ગતિ શરૂ થઇ જાય છે.
૪. સમયચક્ર આગળ જતાં જ પાછી '#'વાળી સ્થિતિ આવી જાય છે.
ખ્યાલ આવી ગયો ને? વળી, આ બધાંની સાથે સાથે તમારાં જીવનમાં પણ ફેરફારો થતા રહેતા હોય છે, અને લગ્ન, બાળકોની જવાબદારી, વધતી જતી ઉમર જેવાં સંજોગોમાં પરિવર્તનશીલતા પણ ઘટતી જતી રહેવાની.
એટલે કારકીરદીનાં શરૂનાં વર્ષોમાં તો આ ઘટનાચક્રને ફેરવતા રહેવું શક્ય બને પણ, પછીનાં દર ચાર-પાંચ વર્ષે આમ કરતાં રહેવું અઘરૂં બની રહેતું હોય છે. આનો ઉપાય શો?
પહેલું તો, 'સતત સર્પાકાર લક્ષણસમૂહથી વાકેફ રહેવું, અને જ્યારે પણ નીચે તરફ થતા સંજોગ જણાય કે, અંગતપણે જવાબદારી ઉઠાવી લેવી. બાહ્ય પરીબળો તો મળી રહે, પણ તે આપણને, ખરા અર્થમાં મદદકર્તા નથી પરવડતાં.
બીજું આ સફર દરમ્યાન તમારી જાતમાં અને તમારા પ્રભાવની છાપમાં રોકાણ કરતાં રહો. નીચે તરફના ઝટકામાં તમને આનાથી ઘણી મદદ મળી રહેશે.


| નવેમ્બર ૨૪, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
હા જી, એટલી જ સીધી સાદી વાત છે. તમારાં સ્મિતને, (સામાન્ય રીતે) દરેક જગ્યાએ અને દરેક સંજોગોમાં,  થોડું જ વધારે રમતિયાળ બનાવવાથી પણ તમે ટોળાંમાંથી જૂદાં તરી આવશો.
તમારાં કાર્યસ્થળ પર સદાય મુસ્કરાતાં અને ખુશખુશાલ રહેતાં લોકો વિષે વિચારો. ઝડપથી વિચારશો, તો પણ બે એક તો આવી વ્યક્તિ યાદ આવી જ જશે. પણ તેનાથી વધારે પણ યાદ નહીં આવે! એવાં એક-બે ખાસ લોકોસાથે સમય પસાર કરવાનું કેટલું સરળ છે ને? દુઃખની વાત એ છે કે, મોટા ભાગનાં લોકો, સહેલાઇથી, હસી નથી શકતાં, અને તેનાથી પણ વધારે કરૂણતા એ છે કે, તેઓ એવું માને છે કે હસતાં રહેતાંથી કંઇ ભલીવાર નથી નીકળતો.
આ કથન જૂઓઃ
"ભૂતકાળ ઇતિહાસ છે                      “Past is history
ભવિષ્ય એક રહસ્ય                          Future is mystery
આ ઘડી છે બક્ષીસ                       This moment is a gift.
તેથી જ તે હાજર કહેવાય છે.    "That’s why it’s called PRESENT”

-          દીપક ચોપરા                                                               – Deepak Chopra
બક્ષીસ કોને પસંદ નથી? આ ઘડીને જો આપણે બક્ષીસ માની લઇએ, તો તેને માણવાનું અને ઉજવવાનું અઘરૂં નહીં લાગે! 
અને હસતાં રહેવા માટે હજૂ પણ વધારે કારણોની જરૂર હોય, તો આ ચાર કારણ પર વિચાર કરજોઃ
૧. હાસ્ય તંદુરસ્તી માટે પણ ઉપયોગી છે.(વૈજ્ઞાનિક રીતે સિઘ્ઘ થયેલ છે!)
૨. હાસ્ય સાસંગિક છે.(કોઇ તમારી સામે હસે, તો સામે હાસ્ય ન આપવું એ અઘરૂં છે.)
૩. હાસ્ય વધારે મિત્રો બનાવે છે (આપણે અજાણ્યા સાથે તો જલ્દી વાત નહીં કરીએ, એટલે મોઢું ચડાવેલ અજાણ્યા સાથે તો શેની જ વાતની શરૂઆત થાય!)
૪. હસતાં રહો. તેનાથી તમારી મુખાકૃતિનું મૂલ્ય વધશે. (હમણાં જોયેલાં એક મોટાંમસ સ્ટીકરને અધારે!)
શુભેચ્છાઓ!


| નવેમ્બર ૨૪, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
દુનિયાની ઘણી સંસ્કૃતિઓમાં, સામાન્યપણે,જમતાં પહેલાં, થોડી સેકંડો માટે, શાંત પ્રાર્થના કરવાની પરંપરા જોવા મળે છે. મોટા ભાગે, આ પ્રાર્થનાઓ તે ભોજન પૂરૂં પાડવા માટે ઇશ્વરનો આભાર વ્યક્ત કરતી ફોય છે. દુનિયામાં લાખો લોકોને દરરોજનાં બે ટંકના ભોજનમાટે જે રીતે મહેનત કરતાં જોઇએ, ત્યારે આ પ્રાર્થનાનું મહત્વ સમજાય છે. અને જ્યારે ભૂખ અને અપોષણથી મૃત્યુ પામતાં લાખો બાળકોને યાદ કરીએ છીએ ત્યારે, આપણને મળતાં રહેતાં બે ટંકનાં એ સીધાં સાદાં ભોજનની કિંમત સમજવા માટે બહુ વધારે અક્કલની જરૂર નથી રહેતી! 
આપણે આના પરથી એક સર્વસામાન્ય તારણ પણ કાઢી અને જીવનમાં આપણને, આપણી આસપાસ આવાં અદ્‍ભૂત લોકોની હાજરી , જેવું જે કંઈ પણ મળ્યું છે,તેના માટે કૃતજ્ઞ તો જરૂર થઇ શકીએ.જો આપણે કૃતજ્ઞ નહીં બનીએ,જે લોકો આપણી સાથે રોજબરોજ જુદા જુદા સંદર્ભે સંપર્કમાં રહે છે, તેઓને 'એ તો એમ જ હોય' એવું માની બેસવાની ગંભીર ભૂલ કરી બેસીશું. 
જો આપણે આપણા છેલ્લા ત્રણ મહિનાના અનુભવઓ પર વિચાર કરીશું તો, આપણી નજદીકનાં કે પછી જેમની સાથે માત્ર મિત્રતા જ છે તેવાં કેટલાંય લોકોએ, આપણા માટે 'કંઇક વધારે' કરીને, આપણાં જીવનને થોડે ઘણે અંશે પણ સરળ કરવામાં કેટલી મદદ કરી છે, તે જોઇ શકીશું. એ બધાંનાં યોગદાનને સ્વીકારવાનું કરીએ તો કેવું? આમ તો, હમણાં કે નજદીકનાં ભવિષ્યમાં, તેનો યોગ્ય પ્રતિભાવ પણ આપીએ તો ઑર સારૂં.
સારાંશ એ કે, બધાંને કંઇ ને કંઇ તો મદદની જરૂર પડતી જ હોય છે. અને મોટાં ભાગનાં લોકોને સારી એવી મદદ મળી પણ રહેતી હોય છે. પણ એ મદદ માટે બહુ થોડાં શુક્રગુઝાર હોય છે,એવાં થોડાં લોકો પૈકી એક થઇ ને આપણે ટોળાંમાંથી અલગ તરી આવીને 'વિશિષ્ઠ' બની શકીએ છીએ.
________________________________________
પાદ્‍નોંધઃ આભારદર્શન\ thanksgiving ના આજના, નવેમ્બર ૨૪-ના, દિવસે, મને તમારાં બધાં પાસેથી જે પ્રેમ અને ટેકો મળ્યો છે, તે બદલ હું આપનો ખુબ જ અહેસાનમંદ છું. આપનો આભાર. 

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૦૭, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો