ગુરુવાર, 11 એપ્રિલ, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૬


| ડીસેમ્બર ૧૧, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ 
અનુવર્તી કારવાઈ બે પ્રકારની હોય છે , એક માહિતીની આપલેના સંદર્ભની અને બીજી આગ્રહ્પૂર્વક અનુસરતા રહેવાના સંદર્ભની:
માહિતીના આપલેના સંદર્ભની કારવાઈ વિષે પહેલાં વિચારીએ:
રૉન ક્રૉસલૅન્ડ અને સ્વ.બૉઈડ કલાર્ક તેમનાં પુસ્તક 'નેતૄત્વનો સાદ\The Leaders Voice,માં એક રસપ્રદ વાત નોંધે છે,  "નેતૃત્વને લગતી માહિતીની આપલેમાં, આપલે પૂરી થઈ ચૂકેલ છે તેવી ભ્રમણા એ સહુથી મોટી સમસ્યા છે." કેટલું સાચું છે! મને ખાત્રી છે કે આપણાંમાંનાં દરેકને, આપણા શબ્દોને ખોટી રીતે સમજવા બદલ, ક્યારેક તોઆવું (નકારાત્મક) આશ્ચર્ય તો થયું જ હશે.
સહુથી પહેલું તો આપણે એ સમજવાની જરૂર છે કે જ્યારે કોઇ સંદેશો આપવામાં આવે છે, અને તે સંદેશાને આધારે કોઇ પગલું લેવાય છે, તેમાં અંતર હોય છે. આ અંતર 'સર્વપ્રચલિત' સમજમાં સહેલાઇથી  વિસંગતી (જેના માટે ગ્રીક સંજ્ઞા '' નો ઉપયોગ કરવામાં આવે છે) પેદા કરી શકે છે.
મારી કારકીર્દીની શરૂઆતમાં અમારા એક ઉપરી દરેક બેઠકને અંતે અચૂક પુછતા, 'બોલો, હવે આ વિશે શું કરવાનાં છો". બેઠકમાં થયેલી ચર્ચાના આધાર પર દરેકે પોત પોતાને ભાગે કરવાની આવતી કારવાઈને વિગતે સમજાવવાની રહેતી. શરૂમાં મને આવું સમજાવવું જરા વધારે પડતું લાગતું હતું, પણ મને પછીથી સમજાયું કે, દરેક સભ્ય પોતપોતાની કામગીરી, બેઠક શરૂ કરતાં તેમણે નિર્ધારીતે કરેલ છે તે જ રીતે, બરાબર જ સમજેલ છે અને માહિતિ સામા પક્ષને બરાબર પહોંચી છે તે નક્કી કરવા માટે આ એક બહુ જ મહત્વની પધ્ધતિ હતી
માર્શલ ગૉલ્ડસ્મિથે 'ફાસ્ટ કંપની'ના આ સ્તંભમાં અનુવર્તી કારવાઇ પર વિગતે વાત કરી છે.
અને હવે, આગ્રહપૂર્વક અનુસરવાના (પાછળ પડી જવાના) સંદર્ભને જોઇએ:
આપણે પહેલાં 3T (Things Take Time)# સિધ્ધાંત વિશે વાત કરી ગયાં છીએ. પણ તેનો અર્થ એમ નહી કે આપણને લાગતી વળતી બાત વિશે, યોગ્ય સમયાંતરે, અપેક્ષિત પ્રગતિ બાબત  તપાસ ન કરતા રહેવું.
એક ઉદાહરણ લઈએ: ધારો કે આપણે કોઇ બહુ જ આકર્ષક ઉત્પાદન કે સેવા ગાહકની સામે રજૂ કરીએ ને તેઓ તેને હાથો હાથ સ્વિકારી લેવા તૈયાર ન થાય. જો આપણને વિશ્વાસ હોય કે ભવિષ્યમાં ગ્રાહકની જરૂરીયાત અને ઉત્પાદન કે સેવાનો મેળ પડી જશે, તો આપણી એ જવાબદારી બની રહે છે કે સમયાંતરે આપણે તે વિશે યાદ અકરાવતાં રહીને ગાહકની દ્રષ્ટિથી દૂર ન થઇએ.
મારો એક તાજેતરનો અનુભવ જ જોઇએ. ટેલીકૉમ સલાહ માર્ગદર્શનના વ્યવસાયના વેપારમાં કામ કરતા બે મિત્રોએ થોડા મહિના પહેલાં તેમની સેવાઓ બાબતે રજૂઆત કરેલ.
અમારે તેની, તે સમયે તો,  બહુ જરૂર નહોતી, પણ એક મિત્ર આ વિશે નિયમિતપણે તપાસ કરતાં રહેતાં હતાં. આખરે જ્યારે અમારે ગયા મહિને ઉચ્ચ કક્ષાની સેવાની જરૂર પડી તો આંખનો પલકારો માર્યા સિવાય અમે તેઓને યાદ કરી બોલાવી લીધાં હતાં. 
આ છે અનુવર્તી કારવાઇની પ્રબળ અસર.
#મૂળ અંગેજી લેખ - #67 Understand the 3T rule અને તેનો અનુવાદ - #67 3T નો સિધ્ધાંત સમજીએ


| ડીસેમ્બર ૧૨, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ  
સિલિકૉન વૅલીમાં રહેવાના ઘણા ફાયદા છે - આપણને ઘણાં નવાં સાહસો અને તેમની બહુ ગાજતી ખૂબીઓ વિશે જાણવા મળતું રહે છે. આ નવ-સાહસિકોમાં ઉર્જા અને ઉત્સાહ છલકાતાં હોય છે. મારે જ્યારે માતબર ખૂબીઓ વિશે સાંભળવાનું આવે છે, ત્યારે હું એક સાદો સવાલ પૂછું છુ," તમારાં હાલના, અને ભવિષ્યનાં, સ્પર્ધક કોણ છે?" એક બહુ નાનો વર્ગ એક કહેતો હોય છે કે, "નામની યે કોઇ સ્પર્ધા જ નથી." તે સાંભળતાં જ હું વિચારવા લાગું છું કે, "આમની વાત સાંભળવામાં હવે કંઇ કસ છે ખરો?"
કોઇ જ સ્પર્ધા ન હોવાનું એક મુખ્ય કારણ એ પણ હોઇ શકે કે તે ઉત્પાદન કે સેવા માટે હકીકક્તે કોઇ માંગ જ ન હોય!
સ્પર્ધા સારી વાત છે. સ્પર્ધા ઘણી સારી વાત છે. ગુગલ , યાહુ અને એમએસએન\MSN નો જ દાખલો લો. સ્પર્ધાની લડાઈમાં, દરેક પોતાનાં માપદંડ સતત ઊંચા સ્તરે લઇ જતાં રહે છે. તેનું એક કારણ એ  પણ છે કે વિજય મેળવવા માટે, દરેક ને કંઈક નવું, કંઇક વધારે કરી બતાવવું છે. આપણી જાતની બધી જ ખૂબીઓ બહાર લાવવાની પ્રેરણા ખમતીધર સ્પર્ધક જ પૂરી પાડી શકે. તેઓ પોતાના માટે, તેમ જ સમગ્ર ઉદ્યોગમાટે, સતત ઉંચાં માપદંડ પ્રસ્થાપિત કરતાં રહે છે.  આ જ વાત લોકોને પણ લાગુ પડે છે. આપણને સ્પર્ધાની જરૂર છે જ. એક રીતે તો તેમનું હોવું એ આપણામાટે આશીર્વાદરૂપ છે.
અને જો આમ જ હોય, તો આપણાં સ્પર્ધક માટે આપણને માન પણ હોવું જોઇએ ને? સ્પર્ધાને ઉતારી પાડવાથી આપણે ઊંચાં નહી બની રહીએ. કંપનીઓ અને લોકો માટે માપદંડ તો બજાર નક્કી કરે છે.જો આપણે એ માપદંદને હંમેશાં અતિક્રમતાં રહીએ, તો  આપોઆપ જ આપણો વિજય છે!
આપણી સ્પર્ધાને માનભરી નજરથી જોઇએ. એમની સાથે મળીને જ રોટલો મોટો કરી શકાશે. સાવ નાના રોટલાના મોટા ભાગ કરતાં, ઘણા મોટા રોટલાનો નાનો ભાગ, વધારે ભૂખ ભાંગી શકે છે.


| ડીસેમ્બર ૧૩, ૨૨૦૫ના રોજ પ્રસિધ્ધ થયેલ
"તમે વિચાર કરો છો (ખરાં)? - એ બહુ-બોલી વચાળતાને પોષતો સવાલ જણાશે. લો કરો વાત, કોણ નથી કરતું?
પણ ખરો પ્રશ્ન છે - " શું તમે ખરેખર વિચારો છો તેવું તમે વિચારો છો?
સવાલ પૂછવાનું કારણ એ છે કે, સાવ સાચું કહો તો, આપણો સમાજ હવે 'વિચારનારા' કરતાં 'કરનારા'ને, બહુ મોટા તફાવતથી, વધારે પુરસ્કૃત કરતો જણાય છે. સાબિતી જોઇએ છે? આવતીકાલે તમારાં કાર્યસ્થળે આ પ્રયોગ કરી જોજોઃ
તમારાં કમ્પ્યુટર (કે ટેબલ)ની સામે બેસી, તમારા હાથ તમારી હડપચી પર ટેકવો અને પછી તમારી પરિયોજના, કે તમારી કારકીર્દી કે, તમારાં જીવન વિશે વિચારો - આ તબક્કે તમારા માટે શું સહુથી વધારે મહત્વનું છે. તમારાં કોઇ એક  બે સહકર્મચારી ત્યાંથી પસાર થાય એટલી વાર રાહ જૂઓ. ખાત્રી રાખજો કે કોઇ એકાદ તો તમને પૂછશે જ કે 'બધું બરાબર છે ને!' અથવા તો બીજો સામાન્યપણે પુછાતો સવાલ - 'આજ સવારના પહોરમાં તમને શું થઈ ગયું છે?" કે પછી "કાંઇ તકલીફ તો નથી ને?” આવી જ પડશે.  આપણે કોઇને વિચાર કરતાં જોઇ જ નથી શકતાં. લોકો ક્યાં તો ટાઇપ કરતાં કે લખતાં કે કંઇક વાંચતાં કે કોઇની સાથે ફોન પર વાત કરતાં હોય, એ આપણને ચાલશે, પણ કોઇ માત્ર વિચાર કરતું ન હોવું જોઇએ.
વિચારવું એ માત્ર માનસીક પ્રવૃત્તિ છે, તેનું કોઇ ભૌતિક સ્વરૂપ નથી, એટલે કોઇ માત્ર વિચારતું હોય તે આપણાથી જોયું નથી જતું. એ જ કારણે, આપણને કોઇની સામે વિચારવાનું નથી ફાવતું. આપણને ખબર છે કે લોકોની અપેક્ષા એ છે કે આપણે ઠીક ઠાક સમય સુધી, દેખાતી રીતે, કંઇ પણ કરતાં રહીએ. આપણને સાવ મૂરખ તો નથી જ દેખાવું ને?
તો પછી એનો ઉપાય શોઆમાંથી કંઇક કરી જૂઓ:
૧. (એકલા એકલા) લાંબાં અંતરનું ચાલવા જાઓ અને, તમારું જીવન, કારકીર્દી,સંબંધો, કંઇ પણ - મહત્વનું  જણાય તે વિશે વિચારો.
૨. તમને વિચારતાં કરી મૂકે એવું વાંચો. એવાં ઘણાં પુસ્તકો ઉપલબ્ધ છે, જે વિચારશક્તિને પ્રજ્વલિત કરી નાખી શકે છે.
૩. કોઇ જૂની વાતો યાદ કરો અને એમાં તણાઈ ગયા વગર, તેમાં કોઇ તર્ક છે કે નહીં તે તપાસો. થોડાક ઉદાહરણોઃ 
૪. વીતેલાં સપ્તાહ બાબત વિચારવામાટે, અને આવતાં સપ્તાહ અંગે વિચારવા (આયોજન કરવા) માટે, દર અઠવાડિયે ૩૦ મિનિટનો સમય ફાળવો.
૫. બીજાંને વિચારવા દ્યો. એમાં, ખરેખર જ, કંઈ જ ખોટું નથી!


| ડીસેમ્બર ૧૪, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ 
માની લો કે તમારી પાસે લૅગૉના લગભગ ૬૦ પાસા છે. એ પાસાઓનો આપણે શી રીતે ઉપયોગ કરીશું તે આપણી સર્જનાત્મકતા, કૌશલ્યનું સ્તર, એ માટે કેટલો સમય ફળવીએ છીએ એવાં અનેક પરીબળો પર આધાર રાખે છે.  કેટલાંક તેમાથી નાની વસ્તુઓ બનાવશે તો કૅટલાંક મોટી વસ્તુઓ બનાવશે. દરેક પોતાની આગવી સમજ પ્રમાણે અલગ વસ્તુ પણ બનાવશે.
હવે, ધારો કે આપણે તેમાં બીજા થોડા પાસા ઉમેરવા માગીએ છીએ. પણ આપણે આસાપસ નજર કરીએ તો લૅગૉના પાસાઓ નથી દેખાતા, પણ તેને બદલે બીજા કોયડાઓના પાસાઓ દેખાય છે. ચલો, કંઇ ન મળે તો જે મળ્યું છે તેનાથી સંતોષ માની લઈએ, અને બીજા ૨૦ પાસાઓ ઉમેરી દઈએ. હવે આપણી પાસે ૬૦ને બદલે ૮૦ પાસાઓ થઇ ગયા છે.
હવે પડકાર છે લૅગૉના ૬૦ અને બીજા પ્રકારના ૨૦ પાસાઓમાંથી કંઇ નવું બનાવવાનું. બહુ મહેનત છતાં કંઇ પરિણામ તો આવતું નથી, પણ આપણે એમ પ્રયત્નો છોડી દેવા પણ તૈયાર નથી. એટલે, હજૂ વધારે મહેનત કરીને પણ કંઇક ફલશ્રુતિ લાવવા મથીએ છીએ. સર્જનાત્મકતા અને નવીનીકરણ પર વાંચી પણ નાખી છીએ, આ વિષયનાં નિષ્ણાત સાથે ચર્ચાઓ પણ કરીએ છીએ, અને તે હિસાબે ફરીથી પ્રયત્નો પણ કરીએ છીએ. પણ કંઇ વળતું નથી. આખરે, થાકી હારીને પ્રયત્નો છોડી દઈ છીએ.
તમારાં મિત્ર પાસે લૅગૉના એટલા જ પાસા છે, પણ બીજા કોયડાના ૨૦ પાસા ઉમેરી લેવાને બદલે,તે રાહ જોઇ, થોડા પૈસા ભેગા કરી અને બજારમાંથી લેગૉના જ બીજા પાસા લાવે છે. આમ આપણે આ ભેળસેળ પાસાઓના કોયડાને પાર પાડવામાં ગુંથાઇ ગયાં હોઈએ, ત્યારે તે એક ઉત્તમ રચના બનાવી દે છે. 
વાતનો સાર: આગળ ધપવા માટે કરીને તો કોયડાની સાચી ચાવીઓને જ એકઠી કરવી જોઇએ.
આના પરથી આપણે બીજી ઘણી સમાનતઓ તારવી શકીએ. લૅગૉ પાસાઓને આપણાં વર્તમાન કૌશલ્ય અને સંસાધનો (આપણી પૂંજી)સાથે સરખાવી શકાય. આ સંસાધનોને ઘણી બધી રીતે ઉપયોગમાં લઇને જીવનમાં મહત્વની સિધ્ધિઓ મેળવી  શકાય. જ્યારે તેમાં વધારાનાં કૌશલ્ય કે સંસાધનો ઉમેરવાનું નક્કી કરતાં હોઇએ, ખાસ ધ્યાન રહે કે તેનાથી હજૂ વધારે સિધ્ધિ મેળવવામાં તે મદદરૂપ થવાં જોઇએ. જો તે વિશે પૂરતો વિચાર ન કર્યો હોય, અને આંધળુકીયાં કરીને કોઇ પણ કૌશલ્ય કે સંસાધન ઉમેરતાં રહીશું, તો મહેનત કરીને કમર  તૂટી જશે, પણ સરવાળે કોઇ વધારે ફાયદો નહીં થાય.


| ડીસેમ્બર ૧૫, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ 
મારે ગઈ કાલે રમિત શેઠીને મળવાનૂ થયું હતું. અમે વિવિધ વિષયો પર વાત કરી, જે પૈકી એક વિષય હતો અનેકવિધ લાભ લેવાનાં આયોજન સિવાય, લોકોનું અનન્યતાની પાછળ પડવું; ઉદાહરણ તરીકે - કોઇ ચોક્કસ વ્ય્વસ્થાપન મહાવિદ્યાલયમાં જ ભણવું, કે કોઇ ચોક્કસ શહેર કે વિસ્તારમાં રહેવાનું જ પસંદ કરવું, કે કોઇ ખાસ કાર જ ચલાવવી, વગેરે.
રમિતનાં તારણ સાથે હું પણ સહમત છું. મેં પણ લોકોને કોઇ એક ચોક્કસ  વ્યવસ્થાપન મહાવિદ્યાલય જોડાતી સમયે આવું જ કરતાં જોયાં છે. આપણા "આ વ્યવસ્થાપન મહાવિદ્યાલય જ શા માટે?" સવાલનો જવાબ 'સાચો' જરૂર જણાય છે, પણ ગળે નથી ઉતરતો.  જાણે કે જીવનમાં આગળ વધવા માટે એ જ માત્ર એક માર્ગ છે.તેમની પાસે તેને યોગ્ય ઠેરવવા માટે નાં કારણોની યાદી હોય છે - ફલાણી ફલાણી વ્યક્તિઓ અહીં ભણ્યા પછી આટલી સફળ રહી છે. પણ  આ અનન્યતાના અનેકવિધ લાભ ન લઇ શકનાર એવી કેટલીય વ્યક્તિઓ તેમની નજરે નથી ચડતી. એક ચોખવટ કરી દઉં કે, હું વ્યવસ્થાપન મહાવિદ્યાલયોની તરફેણમાં, કે વિરૂધ્ધમાં નથી. મારૂં તો માત્ર એટલું જ કહેવું છે કે, સમય અને નાણાંનું આટલું મોટું રોકાણ કરતાં હોઇએ, તો તેનું અનેકવિધ વળતર તો મેળવવું જ જોઇએ.  
આપણે કોયડાના જવાબમાં ઉપયોગી થાય એવા પાસા જ એકઠા# કરવા વિશે વાત કરી જ છે. એ દ્રષ્ટિએ, જો અનન્યતા જો કોયડાના ઉકેલનો કોઇ પાસો હોય, તો તે વિકલ્પ બેશક અનુસરવો જોઇએ. પણ કારણ કે મિત્રો કરે છે, એટલે આપણે એ અનન્યતાની પાછળ પડી જઈએ, એમ હોય તો જરૂરથી ફેરવિચાર કરવો જોઇએ. કંઇ પણ અનન્ય કરવું હોય તો તેને માટે સામાન્ય કરતાં વધારે નાણાં અને સમય લગાડવાં પડતાં હોય છે, તેથી એવાં બહુ રોકાણ માગતી અનન્યતાનું વળતર પણ ખાસ હોવું જોઇએ અથવા એટલાં રોકાણમાં કોઇ બીજો વિકલ્પ અપનાવવો કે કેમ , એમ વિચારવું આપણા હિતમાં છે.
આપણા માટે પ્રશ્ન: આપણે અત્યારે કયા પ્રકારની અનન્યતાની પાછળ પડેલાં છીએ? જ્યારે એ અનન્યતા પ્રાપ્ત કરી લઇશું ત્યારે તેના અનેવિધ લાભ લઇ શકીશું ખરાં?
# અસલ અંગ્રેજી લેખઃ #79 Gather the right puzzle pieces, અને તેનો ગુજરાતી અનુવાદ #79 કોયડાની સાચી ચાવીઓ એકઠી કરીએ


શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ ૬ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ એપ્રિલ ૧૧, ૨૦૧૩