સોમવાર, 29 એપ્રિલ, 2013

ઉત્પલ વૈષ્ણવ રચિત લઘુ-ગાથાઓ -સંપુટ ૧- ગુચ્છ ૩


--- March 7, 2012
નોકરીની કમનસીબ તલાશ
ઇન્ટરવ્યુનો આ સાતમો ફેરો હતો.
તેની કલ્પેલ નોકરી સાથે તેઓએ વિચારેલ કામનો મેળ પણ બરાબર ખાતો હતો..  
થોડાં અઠવાડીયાંની પ્રતિક્ષા શૂન્યમાં પરિણમી એટલે બકુલે ફરીથી નોકરી-ખોજ સંસ્થાનાં ચક્કર કાપવાનું શરૂ કરેલ છે.
પરંતુ, મુદ્દો તો એ જ રહ્યો છે  - કામ એ જ છે, જ્યાંથી તેણે ગયે મહિને રાજીનામું આપેલું.
તમે નોકરી છોડવાનું નક્કી ભલે કર્યું, પણ તમે હવે શું કરવા માગો છો તે મહત્વનું છે. જો તેમ નહીં હોય, તો ઉપર કહેલ લઘુ ગાથાના બકુલ જેવી જ દશા તમારી પણ થશે.--- March 11, 2012
વર્ષોની સફળ કારકીર્દી પછી પણ, ઘણાં લોકો પોતે સાચાં છે તે બીજાં પાસે નક્કી કરાવતાં હોય છે. આવું કેમ? એવું જરૂરી ખરૂં? તમારાં મનમાં પણ કોઇ સુહાર્દ વસે છે? આ લઘુ ગાથામાં જવાબ શોધોઃ
શા માટે સાબિત કરવું?
સમગ્ર સંસ્થામાં સુહાર્દ સહુથી વધારે અનુભવી હતો. ઘણી મહેનતથી જેમાં બાદ કૌશલ્ય મેળવેલ,એ  સંચાલન વ્યૂહરચનાઓ માટે તે ગર્વ અનુભવતો. તેણે જ્યારે આ બાબત પ્રવિણપાસે સાબિત કરવાની ઇચ્છા કરી, ત્યારે પ્રવિણથી પૂછ્યા વિના ન રહેવાયું,"પણ, ૩૦ વર્ષની તારી સફળ કરકીર્દી પછી પણ તારે હવે કંઇ પણ સાબિત કરવાની જરૂર શી છે?"
જ્યારે જરૂરી ન હોય ત્યારે તમારી જાતને સાચી સાબિત કરવી પડે તે સમયનો એક પ્રકારનો બગાડ છે - તેને બદલે, કંઇ વધારે મહત્વનું સિધ્ધ કરવા માટે તે સમય વાપરો.


--- April 8, 2012
અહીં અપાયેલા જવાબો ઇન્ટરવ્યુનાં પરિણામને ફેરવી નાખવામાં બહુ અસર કરી શકે છે. જો કે તમે જે સંસ્થામાટે ઇન્ટરવ્યુ આપી રહ્યાં હો તે પણ એક મહત્વનું પરિબળ છે.
ફર્ક પાડનારૂં મુખ્ય પરિબળ
સૉફ્ટ્વૅર પ્રોજેક્ટ મેનેજરનાં પદ માટેના ઇન્ટરવ્યુના પરિક્ષકે કવિતાને પૂછ્યું: "જેમાં ખાસ સક્ષમ ન હો એવી તમારી કઇ વ્યાવસાયિક ક્ષમતા છે?"
કવિતાઃ " "સોફ્ટવૅર પ્રોગ્રામિંગ! અને એટલે એ બાબતે, મારાં સહુથી કાબેલ સહયોગીની ક્ષમતા પર હું વિશેષ ધ્યાન આપુ છું!".
આ જવાબને કારણે ઇન્ટરવ્યુ પરિક્ષકના દ્રષ્ટિકોણમાં બહુ સકારાત્મક ફર્ક પડી ગયો.
તમારા જવાબોની અસરથી બહુ ફર્ક પડવો જોઇએ.

--- September 26, 2012


પોતાનાં સ્વપ્ન સિધ્ધ કરવા માટે કરીને, નોકરી છોડીને લોકો ન ધારેલું કરતાં હોય છે. જો તેમ કરવાનાં કારણો યોગ્ય હોય તો, એ બધું કામ આવવાની શક્યતા વધારે છે. 

કંઇ પણ કરવાનાં પરિણામ સ્વરૂપ જે કંઇ કરવું પડે તે કરવાની તૈયારી હોય, તો કંઇ પણ કરો. નિર્ણયો કદી સાચા કે ખોટા નથી હોતા. જે સંદર્ભમાં તે લેવાયા હોય તેને અનુરૂપ તેને સાચા પાર પાડવા પડતા હોય છે. 

મારૂં માનવું છે કે આપણે સેવા કરવા જન્મ લીધો છે.પહેલાં આપણી જાતની અને પછીથી આપણી આસપાસનાં લોકોની. સેવા કરવાની બાબતે, વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતા મળવી જોઇએ. આ લઘુ ગાથા વાંચો અને જૂઓ કે શું તમને વ્યક્તિગત સ્વાતંત્ર્ય મળ્યું છે ખરૂં.
વ્યક્તિ સ્વાતંત્ર્ય
અંગત સ્વાતંત્ર્ય માટે કરીને, રાકેશે ત્રણ વર્ષ પહેલાં છ-આંકડાની નોકરી છોડી દીધી હતી. પોતાનાં સ્વાતંત્ર્યને માણવા સારૂં કરીને, તેણે ઉંચા પગારની મોભાદાર નોકરી કેવી રીતે છોડી, તેની વાત વર્ષો સુધી તે પોતાનાં મિત્રવર્તુળમાં કહેતો રહ્યો.એક દિવસે, તેની પત્નીએ તેને પૂછ્યું - "રાકેશ, તારી સ્વતંત્રતાને તું ખરેખર માણી શક્યો છે ખરો?"

જો વ્યક્તિ પોતાના ભૂતકાળ અને ભવિષ્યકાળથી અલગ થઇ શકે, તો જ ખરા અર્થમાં તેણે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું છે એમ કહી શકાય. તમે જ્યારે વર્તમાનમાં જીવવાનું નક્કી કરો છો, ત્યારે જ તમે ખરા અર્થમાં સ્વતંત્ર બન્યાં છો એમ કહી શકાય. વર્તમાનમાં જીવવામાં, અને જે સ્વરૂપમાં જે છે,અથવા નથી, તેને એ જ સ્વરૂપે જોવામાટે બહું હિંમત અને પ્રબળ ભાવના જોઇએ છે. આ ડરામણું પણ પરવડી શકે છે. 

આમ, આ બહુ આસાન નથી. તેમ જ,તે સદૈવ ખાસ્સું પડકારભર્યું પણ છે.પણ વ્યક્તિગત સ્વાતંત્ર્યની એટલી કિમત તો ચૂકવવી રહી. 

અંતમાં, સ્ટીફન કૉવીની આ વાત - "પ્રેરણા અને પ્રતિસાદ વચ્ચે થોડું અંતર છે, જેમાં પ્રતિસાદ પસંદ કરવામાટેનું આપણું સ્વાતંત્ર્ય અને અધિકાર સમાયેલાં છે. અને એ પસંદગીમાં રહેલ છે આપણો વિકાસ અને આપણી ખુશી." – હું તમારા વિચારાર્થે રજૂ કરીશ.

--- September 28, 2012

જીવનની મંઝિલમાં આપણે નવા મુકામ પસાર કરતાં રહીએ છીએ. કોઇ વાર આપણે કોઇ એક મુકામ સાથે એટલી દિલ્લગી થઇ જાય છે કે, તરતમાં તેનાથી છૂટા પડવાની શક્યાતાના વિચારથી જ આપણને દુઃખ થઇ આવે છે. 

જીંદગીની વૃતિ આપણને નિષ્ક્રિય અનુયાયી બનાવી દેવાની રહી છે. પરંતુ જો આપણે તે માની ન લઇએ, આપણે જો અગગ્રેસર થવાનું પસંદ કરીએ, તો એ જીંદગીમાટે પણ એક અનોખો પડકાર બની રહી શકે, હેં ને? 

સંભાવ્ય વિચારધારા એ જીંદગીના પડકારોને ઝીલી લેવાની આ પૈકી એક રીત છે.આ લઘુ ગાથા વાંચો અને તેમાંથી સ્ફુરીત શક્તિને અનુભવો.
સંભાવ્ય વિચારધારા
તે હવે જશે એટલું તો હવે નિશ્ચિત હતું. તેથી, તે થોડો વ્યથિત રહેતો હતો, કારણ કે એ તેની સાથે રહેવા માગતો હતો. એણે કશું કહ્યું નહી, પણ પેલી સમજી ગઇ. આમ તો, એ પણ તેને ઉંડાણથી જાણતી હતી. એણે કહ્યું,"તારે મારી સાથે રહેવું જ હોય, તો રહે ને મારી સાથે."
તે એક સંભાવના હતી અને પોતે એક માનવી હતો.તેને ચિંતા રહેતી, તે તેનામાં પોતાની સ્ફુર્તિ જોવા ઇચ્છતી હતી; તે ઇચ્છતી હતી કે પોતાની જીંદગી ઉત્સાહથી જીવે...એ એને પોતાનામાં ભળી જતો જોવા માગતી હતી. 

જીવન કોઇ ને કોઇ સ્વરૂપે નવી નવી સંભાવનાઓ આપતું રહેતું હોય છે.માનવી તરીકે, આપણે પસંદ કરવાનુંછે કેઃ સંભાવના આપણને છોડીને જતી રહે તેનો અફસોસ કરવો કે આપણે વધુ શક્તિશાળી શક્યતામાં પરિવર્તીત થઇ જવું અને વિદાય લઇ રહેલ સંભાવનાને ચુબકની માફક ચોટાડી રાખવી.


શ્રી ઉત્પલ વૈષ્ણવદ્વારા રચિત,  Self Help Zen પર પ્રકાશીત થતી, મૂળ અંગ્રેજી શ્રેણી ‘Mini Saga’ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ૧- ગુચ્છ ૩    અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ૨૯ એપ્રિલ, ૨૦૧૩