મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2013

ગુણવત્તા અને આંકડાની પૂર્તતા - ઉત્કૃષ્ટતા અને અનુપાલન: તન્મય વોરા

નિયમન માટે આંકડા એ બહુ પ્રબળ સાધન જરૂર છે (એવું માનવામાં તો આવે જ છે!). આકડાનો ખેલ બહુ રસપ્રદ પણ બની શકે છે. પણ જો માત્ર આંકડા જ નિયંત્રણનો અધાર બને તો, અણધાર્યાં પરિણામો પણ આવી શકે છે.આંકડાનો ઉપયોગ જો સહેતુક ન હોય, તો તે અવળે રસ્તે પણ ચડાવી દઈ શકે છે.

તમે આવા કોઈ સંવાદો સાંભળ્યા હશે ને? (મેં તો સાંભળ્યા છે.):

આંકડાની ભાષાઃ ઑક્ટોબર, ૨૦૧૩ના અંત સુધીમાં હું ૫૦૦થી વધારે લિંક્ડ ઇન જોડાણો કરી લઇશ.


ગુણવત્તાવાચકઃ ઑક્ટોબર,૨૦૧૩ના અંત સુધી કમ સે કમ એવાં ૧૦૦ લિંક્ડ ઇન જોડાણો કરીશ જે બહુ જ મજબૂત નીવડે, તેમ જ અન્યોન્ય માટેના વિશ્વાસ અને ભૂતકાળના પરિચય પર આધારીત હશે.

— — —

આંકડાની ભાષા: એમબીએ કર્યા પછી કમ સે કમ X-રકમનો પગાર તો મેળવીશ.

ગુણવત્તાવાચક: મારી હંમેશની પસંદની - ઉત્પાદન-મૂડી સહાયક યંત્રસામ્રગ્રીમાં - માર્કેટીંગનાં ક્ષેત્રમાં કારકિર્દી ઘડી કાઢવા થનગનું છું.

— — —

આંકડાની ભાષા:૨૦૧૩ના બાકી રહેલા સમયમાં, ઓછામાં ઓછી, ૨૦૦ બ્લૉગ પૉસ્ટ તો કરીશ જ.

ગુણવત્તાવાચક: ૨૦૧૩ના બાકી રહેલા સમયમાં, ઓછામાં ઓછી, એવી ૫૦ તો બ્લૉગપૉસ્ટ કરીશ જે મારા હાર્દ સમા અનુભવનાં ક્ષેત્રના અનુભવોને ઉપયુક્ત સિધ્ધાંતોની સાથે વણી લે, જેને પરિણામે મારો દ્રષ્ટિકોણ વધારે હેતુલક્ષી બને અને વાચકોને પણ તેને કારણે સ્પષ્ટ દિશા મળે.
— — —

આંકડાની ભાષા: “ચાલો તમારી સમય-નોંધપોથી જોઇ લઇએ અને ગયે મહિને, આ પરિયોજનામાં કેટલા કલાક કામ કરી ચૂક્યાં તેનો હિસાબ માડી લઇએ.”

ગુણવત્તાવાચક: “ચાલો, આપણી આ પરિયોજનામાં તમારે ફાળે આવેલ મહતવનાં કામોમાં, ગયા મહિનામાં કેટલી પ્રગતિ થઇ ચૂકી છે તેની સાથે બેસીને સમીક્ષા કરી લઇએ.”

— — —

આંકડાની ભાષા: જો આપણે ગુણવતા પ્રમાણીકરણ પ્રાપ્ત કરી લઇએ તો, આપણા ગ્રાહકોની સંખ્યામાં ઓછામાં ઓછી ૧૫% વૃધ્ધિ શકય જણાય છે.

ગુણવત્તાવાચક: ગુણવત્તા પ્રમાણીકરણની મદદથી આપણી આંતરીક કાર્યક્ષમતામાં, અને આપણી પ્રક્રિયાઓની અસરકારકતાઓમાં, બહુ મોટો ફરક કરી શકાશે, જે આપણને ઉચ્ચ કક્ષાના ગ્રાહકો સાથેના વહેવારમાં પણ બહુ જ લાભદાયક નીવડી શકે છે.
— — —

આંકડાની ભાષા: ટ્વીટર પર મારાં ૬૦૦૦થી પણ વધારે અનુયાયીઓ છે. છે ને મોટી વાત!

ગુણવત્તાવાચક: મને બહુ જ સંતોષ અને આનંદ છે કે ટ્વીટર મારે ૧૦૦થી પણ વધારે બહુ જ વિશ્વનીય જોડાણ-સંબંધ છે એકબીજાંનાં અનુભવોની વહેંચણી દ્વારા આખા સુમુદાયની કાર્યદક્ષતા વધી રહી છે. આ સમુદાયના ઘટક હોવાનું મને ગર્વ છે.

— — —

આ "અનુપાલન" વિરૂધ્ધ 'વિશિષ્ટતા' અને "પાલન" વિરૂધ્ધ "ઉત્કૄષ્ટતા"ના સંવાદો છે. એવું પણ બને કે આપણા આંકડાઓની ખાનાપૂર્તિ તો થઇ જાય પણ સમગ્ર સ્તરે જોતાં પેદાશ કે ગ્રાહક સેવાનો અનુભવ એ જ રહ્યો હોય (કે ઘટ્યો હોય)?

ગુણવત્તા એટલે પહેલાં જ પૂછવું - "આપણે આ શા માટે કરીએ છીએ? “, “એ કરવાનો કોઈ ફાયદો છે ખરો?.” એટલે કે, ગુણવતા એટલે પહેલાં 'હેતુ' જાણવો. જો હેતુ સ્પષ્ટ હશે તો આંકડાવડે પ્રગતિને માપી શકાશે.
કોઇ પણ પ્રકિયાનું "શા માટે" જો સમજાઇ ચૂક્યું હશે, તો "શું" અને "કઇ રીતે" સમજવું મુશ્કેલ નહીં રહે.

એક અનોખા સપ્તાહાંતની શુભેચ્છાઓ સાથે......


v  અસલ અંગ્રેજી લેખ, Quality and Quantity – Compliance and Excellence લેખકની વૅબસાઇટQAspire.com,પર  જાન્યુઆરી  0,૨૦૧0ના  રોજ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  સપ્ટેમ્બર ૨૪, ૨૦૧૩

સંલગ્ન અન્ય લેખોઃ