સોમવાર, 19 મે, 2014

શ્રેણી - દૂરંદેશીનું મૂલ્ય :: ૧૦ :: જૅસ્સૅ લીન સ્ટૉનર :: સમાપન પાર્શ્વદર્શન

દીર્ધ દર્શન - કિસ્સો એક 'રસ્તે રઝળતી વાર્તા'નો...!!??
દીર્ધ દર્શનનું મૂલ્ય જોતાં તેની સદંતર ગેરહાજરી નવાઇ પમાડે તેવી છે.
કૌઝેસ અને પૉસ્નરનાં તાજેતરનાં સંશોધનમાં પ્રમાણિત થયું છે તે મુજબ "'ભવિષ્ય જોવાની ક્ષમતા વ્યક્તિગત યોગદાતાઓને ખરા અર્થના અગ્રણીઓથી અલગ કરી આપતી લાક્ષણીકતા  છે.
જીમ કૌઝેસનું કહેવું છે કે, ‘તેમ છતાં, તેને જોઇએ એટલું મહત્વ મળતું નથી જણાતું, કે નથી તેને વિકસાવવા માટે કોઇ ખાસ પ્રયત્નો થતા હોય તેમ જણાતું.'
દીર્ઘ દર્શનનું થયું શું ? તે ક્યાં ખોવાઇ ગયું છે?
આજથી ત્રીસેક વર્ષ પહેલાં વૉરન બૅનીસ, પીટર સેન્જ કે જિમ કૌઝૅસ અને બૅરી પૉસ્નર જેવાં ચિંતકો એ પહેલી વાર તેની તરફ ધ્યાન દોર્યું ત્યારે દીર્ઘ દર્શનમાં બહુ જ શકયતાઓ સમાયેલી જણાતી હતી.
તેને ઘસારો લાગુ પડી ગયો છે? તેની ઉમર થઇ ગઇ અને થાક લાગી ગયો છે?
ના, વાત તેનાથી પણ કદાચ વધારે ગંભીર છે.
§  માર્કેટીંગ માટેનાં સૂત્રની જગ્યાએ રંગરૂપના થથેડા અને ઝાક ઝમાળ વાઘા પહેરાવેલાં દીર્ધ દર્શન કથનને લગાડી દઇ 
§  જેના વડે કોઇને પણ ફાયદો નથી થવાનો તેવાં પરિવર્તન માટેનાં દીર્ઘ દર્શન તરીકે દીર્ઘ દર્શનનું બહાનું આડું ધરી તેની કક્ષાથી નીચેની પાયરી આપી દઇ
§  વચ્ચેની 'ખાલી જગ્યાઓ' ભરી દઇને આપણાં રોજીદાં સાથે  દીર્ધ દર્શન કેમ સાંકળી લઇ શકાય તે ન જણાવીને દીર્ઘ દર્શનને અપ્રસ્તુત કરી દઇ 
§  દીર્ધ દર્શનની દુહાઇઓ આપે રાખે પણ તેને વાણી કે વર્તનમાં ફલિત થતું ન બતાવીને, પોતાનાં અંગત હિતમાં જોતરી દેતાં અગ્રણીઓને કારણે દીર્ઘ દર્શનમાટેનું માન ખોઇ દઇ .....
                              દીર્ધ દર્શનનું સસ્તું બજારીકરણ નખાયું છે.
બજારમાંથી બહાર કાઢી, તેના પર લગાવેલા રંગરોગાનના થથેડા સાફ  કરી, ઝાક ઝમાળ વાઘા ઉતારીને ફેંકી દઇ, દીર્ઘ દર્શનને તેનાં હક્કનાં સ્થાને બેસાડવાનો સમય પાકી ચૂક્યો છે.
દીર્ધ દર્શનને કારણે કામ અર્થપૂર્ણ બને છે અને આપણાં સહુના ધ્યેયો અને મૂલ્યોમાંની સમાનતા અને વિશ્વાસ નજરે ચડવા લાગે છે. આમ, દીર્ઘ દર્શન આપણને આપણાથી વિશેષ ભૂમિકાનાં સ્તરે સાંકળે છે.
દીર્ઘ દર્શન વિના તો આપણે આપણા જ સ્વાર્થ માટે કામ કરતાં કરી થઇ જઇ શકીએ છીએ.
કેન બ્લૅન્ચર્ડનું કહેવું છે કે  સ્પષ્ટ દીર્ધદૃષ્ટિ કે ધ્યેય વિનાની સંસ્થા એ કિનારાઓ વગરની નદી જેવી છે, જે કોઇ દિશામાં આગળ ગયા સિવાય બંધિયાર બની રહે છે."
અત્યારે, હવે, આ ત્રણ વસ્તુ કરવી રહી
દીર્ઘ દૃષ્ટિ - ખરા અર્થમાં સમજવી:  દીર્ઘ દૃષ્ટિને 'સબ બંદરકે વેપારી' પ્રકારના શબ્દપ્રયોગ તરીકે વાપરવાનું બંધ કરી દઇએ. દીર્ઘ દૃષ્ટિએ ભવિષ્યનાં ચિત્રથી કંઇક વધારે છે.ધ્યેય અને મૂલ્યોમાં તેનાં ઊંડાં મૂળીયાં છે. ચિત્તાકર્ષક દીર્ઘ દૃષ્ટિનાં ત્રણ ઘટક અને ચાલકબળ તરીકે પ્રેરણા આપતી રહેતી દીર્ઘ દૃષ્ટિની લાક્ષણિકતાઓ વિષે જાણો.
ખરી જગ્યાએ એકાકાર થવું: તમારી પોતાની દીર્ઘ દૃષ્ટિ વિષે પણ સ્પષ્ટ થવું જોઇએ. જ્યાં જ્યાં તમારી દીર્ઘ દૃષ્ટિ કંપનીની દીર્ઘ દૃષ્ટિની સાથે સામ્યતાનાં તરંગો એકાકાર થવા લાગે છે, ત્યાં ચમત્કારી પરિણામો લાવવા માટેની ભૂમિકા સર્જાતી જાય છે. ડગ કૉનન્ટનાં કહેવા મુજબ, "જો એવું પરસ્પર વ્યાપ્ત થયેલ જોવા ન મળે, તો એનો અર્થ એ કે આપણે ક્યાંક પણ ખોટાં છીએ.
યોગ્ય કામ કરવું : દરરોજ પોતાની જાતને, તેમ જ કંપનીમાં કામ કરતાં બધાંને, પૂછતાં રહો કે આ ઘડીએ તેઓ જે કામ કરી રહ્યાં છે તે દીર્ઘ દૃષ્ટિને શી રીતે આગળ ધપાવે છે. જો તેમ ન થતું હોય, તો એનો અર્થ એમ કે તમે યોગ્ય કામ નથી કરી રહ્યાં.


v  અસલ અંગ્રેજી લેખ, Looking for Vision? She's Out Walking the Streets in Stilettos લેખિકા જેસ્સૅ લીન સ્ટૉનરનાબ્લૉગપર  જુલાઇ ૨૨, ૨૦૧૩ના રોજ Leadership, Vision and Strategy  વિભાગ અને Jesse Lyn Stoner, Value of Vision Series ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદક : અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૧૯, ૨૦૧૪