ગુરુવાર, 24 જુલાઈ, 2014

સર્વોચ્ચ ન્યાયાલયની ‘મનુ સ્મૃતિ’ - દેવદત્ત પટ્ટનાઇક



પુરાણોના કહેવા મુજબ મનુ ,માનસ (કલ્પનાશક્તિ) ધરાવતાં મનુષ્ય, માનવોના સહુ પ્રથમ નેતા હતા. દરેક યુગમાં એક મનુ પેદા થાય છે જે મનુષ્ય સમાજ માટેના સમયોચિત નીતિ નિયમો - મનુ સ્મૃતિ- લખે છે.સહુથી પહેલા મનુ સ્મૃતિ ગ્રંથમાં વર્ણ વ્યવસ્થા પ્રસ્થાપિત થઇ અને અસ્પૃશ્યતાને માન્યતા અપાઇ, સ્ત્રીને પુરુષથી ઉતરતા દરજ્જાની ગણવામાં આવી. બહુ જ સાચી રીતે, આપણે તેનો અસ્વીકાર કર્યો.
આપણું સંવિધાન - હાલનો મનુ સ્મૃતિ ગ્રંથ - સમલૈંગિકતાને નથી માનતું. કમ સે કમ સર્વોચ્ચ અદાલતનો IPC ૩૭૭ અંગેનો તાજેતરનો ચુકાદો, શબ્દાર્થમાં નહીં તો, તાત્વિક પણે તો એમ કહેતો જણાય છે.
પ્રક્રિયાગત એમ કહી શકાય કે શિખંડી સમલૈંગિક નથી. જો કે વ્યાસનાં સંસ્કૃત મહાભારતમાં તેને સ્ત્રી તરીકે જન્મેલ,પુરુષ તરીકે ઉછરેલ વર્ણવાયેલ છે, જેને એક પત્ની પણ હતી જે એ સંબંધથી થયેલ ઘૃણા ને કારણે તેનાથી અલગ થઇ જાય છે. આ બધાં કારણો સર શિખંડીને સ્થુળકર્ણ નામક યક્ષ પાસેથી નર જનેન્દ્રિયો મેળવવાની ફરજ પડે છે.
શિખંડીને સ્ત્રી સમજવી કે પુરુષ ? શિખંડીનાં સાથીદાર સાથેની શારીરીક નીકટતાને સમલૈંગિક ગણીશું કે વિજાતિયલૈંગિક ગણીશું? સામાન્યપણે સ્વીકૃત ન હોય એવા કોઇ પણ જાતિય સંબંધોને ફોજદારી કાયદાને રૂએ અપરાધી ઠેરવતા સર્વોચ્ચ દાલતના આ ચુકાદા મુજબ તો શિખંડીનું અસ્તિત્વ જ અમાન્ય બની રહેત.
મહાભારતમાં ભિષ્મ આ અ-પુરુષ સામે પોતાનાં બાણની પણછ ખેંચવા તૈયાર નથી થતા. પણ શિખંડી કૃષ્ણના રથ પર અર્જૂનની ઢાલ બનીને સવાર થાય છે. કૃષ્ણના આશીર્વાદ અને શીખંડીની મદદથી અર્જુન મહાપરાક્રમી યોધ્ધા ભિષ્મને બાણોના વરસાદથી ધેરી લે છે.
બાણશય્યા પરથી ભિષ્મ પાંડવોને પોતાની પત્નીમાટેનું જાદુઇ પીણું પી જવાને કારણે અકસ્માત ગર્ભધારણ કરતા યુવાનશ્વ અને સ્ત્રી અને જેને તેનાં બાળકો 'મા' અને 'બાપ' એમ બંને તરીકે સંબોધતાં હતાં એવા પુરુષ એમ બંને તરીકે જીવન વ્યતિત કરતા ભાંગાશ્વનની કથા કહે છે. આ વિચિત્ર જણાતી કથાઓ દ્વારા પંડવોને હવે પછીના શાસ્ક તરીકે જરૂરી એવા પાઠ તેઓ ભણાવે છે.
કોણાર્ક, કાંચીપુરમ કે થિરૂવનન્તપુરમ જેવાં અનેક હિંદુ પારંપારિક મંદિ રોમાં જોવા મળતી શિલ્પ કળામાં નિર્વસ્ત્રીકરણની જુદી જુદી ભંગિઓમાં સ્ત્રીઓને એકબીજાં સાથે ઉત્કટ બાહુપાશમાં દર્શાવાયેલ છે. આને કાલ્પનિક પ્રેમ કે  સમલૈંગિક માદા પ્રેમ ગણવો કે પુરુષને કામોત્તેજક કરવાની પ્રયુકિત ગણવી ? 
રાજસ્થાનનાં નાથદ્વારામાં કૃષ્ણના ઘણા પોશાકો પૈકી સ્ત્રી-વેશ પણ છે, જે કૃષ્ણ તેમની માતા કે પ્રેયસી રાધા કે પોતાનાં મોહિની સ્વરૂપની યાદમાં પહેરે છે. મથુરામાં શિવ ગોપેશ્વર છે. શિવલિંગ પરનાં આવરણ કૃષ્ણ સાથે રાસલીલામાં ભાગ લેવા માટેનાં નારી શૃંગાર સાધનોથી આછાદીત છે. આ બધાં કદાચ નાન્યતર જાતિની વાસ્તવિકતાના પ્રેમાળ સ્વીકાર હશે.
તેમનાં લખાણોમાં જ્ઞાનેશ્વર અને તુકારામ મોટા ભાગનાં મહારાષ્ટ્રીયનોમાટે જે કૃષ્ણ વિઠ્ઠલ છે તેમને વિઠ્ઠતાઇ -વિઠ્ઠલ મા - તરીકે જ ઉદ્દેશતા જોવા મળે છે; ઇશ્વર પિતા કે માતા નથી પણ પ્રેમ અને ભક્તિમાં લિંગભેદનો પરિત્યાગ કરી દેવાય છે. આ પ્રકારના ઉત્ક્રામી વિચારો રોમાંચક અને જાતીય પ્રેમ સુધી તો લંબાવી જ શકાય છે. ભગવાનને  પુરુષ સ્વરૂપે જોતા અનેક ભક્તો પોતાની ભક્તિનાં વર્ણનોમાં પોતાને તેમની પ્રેમિકા સમજતા હોય તેવું નિરૂપણ કરતા જોવા મળે  છે. આ બધાં માત્ર રૂપકો છે કે પછી નિયમભંગ કરતી ઇચ્છાઓની સ્વીકૃતિ ? વળી આ અધું જ માત્ર ભક્તિ પૂરતું જ મર્યાદીત છે ? તેને આપણે આજના આધુનિક સમાજના કાયદાઓમાં જાતિને અતિક્રમી ભાવનાઓને સમજવા ભણી લંબાવીને, સહમતિથી પુખ્ત વ્યક્તિઓનાં ખાનગીમાંના સમલૈંગિક પ્રેમને સ્વીકૃતિ આપી શકીશું ?
મનની વિચારશક્તિના પ્રસારને શા માટે અવરોધવો જોઇએ ? ઉપનિષદોમાં ઈશ્વરને બ્રહ્મ માનવામાં આવેલ છે, જેને માનસ (મન)ની બ્રહ (વિકસવાની)થવાની શક્તિ તરફનો નિર્દેશ ગણી શકાય. પણ આપણે તો બ્રહ્મને અનુસરતા બાહ્મણ બની, જ્યાં છીએ ત્યાં એડી ખોડી વિકસ્યા વગર ગુડાઇ રહેવાનું પસંદ કરતાં જણાવા ઉપરાંત જૈ સે થેનાં બંધિયારપણાં કે પીછેહઠના અબાધિત હક્ક માટે દલીલોમાં ઉતરી જઇએ છીએ.
આઠમી સદીના તમિળ કવિ નામ્માલવર કહે છે કે :
આપણે અહીં અને, આ કે પેલો     
અને બીજો વચ્ચેનો
તેમ જ પેલી કે આ     
અને વચ્ચેની બીજી, જે કોઇ પણ હોય
એ બધાં જ, તે ત્યહીં ઊભો છે.
આ કાવ્ય સમગ્ર માનવજાતિઓને આવરી લે છે.વર્તમાન સર્વોચ્ચ અદાલતથી કેટલી અલગ વિભાવના?
*       ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની 'સ્પીકીંગ ટ્રી' પૂર્તિમાં ઑગસ્ટ ૧૨, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, The Supreme Court’s Manu Smriti, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ડીસેમ્બર ૧૨, ૨૦૧૩ના રોજ BlogIndian MythologyModern Mythmaking ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુલાઇ ૨૪, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો