મંગળવાર, 29 જુલાઈ, 2014

ગુણવત્તા-સંસ્કૃતિ-૩ ||કાબેલ લોકો + સારી પ્રક્રિયાઓ = વિખ્યાત ગુણવત્તા# # જો નબળી ક્ષમતાવાળાં લોકોની નિમણૂક કરી હશે, તો કોઇપણ પ્રમાણપત્ર પરિયોજનાને બચાવી નહીં શકે. -  તન્મય વોરા
પ્રબળ ભાવનાથી સંસ્થાકીય ધ્યેય માટે કામ કરી રહેલાં લોકોના પ્રયત્નો હંમેશાં વિખ્યાત ગુણવત્તામાં પરિણમતા રહે છે. આપણે જે કંઈ આપવાનું છે તેની ગુણવત્તા માટે લોકો સહુથી પ્રબળ (કે નિર્બળ)કડી નીવડી શકે છે.
ગુણવત્તા સુધારણાની કોઈપણ પરિયોજનામાં જો તેમા સંકળાયેલાં લોકો વિષે ખાસ ધ્યાન ન અપાયું હોય તો, પ્રક્રિયા નિયમપુસ્તિકા કે વિશિષ્ટ વિગતવર્ણન, હંમેશાં નિર્દિષ્ટ પ્રક્રિયા મુજબ કામ થશે તેવા  ભ્રામક વિશ્વાસનું કારણ બની શકે છે. કોઇપણ પરિયોજનાનું હાર્દ તેની સાથે સંકળાયેલા લોકો એટલા માટે છે કે તેલોકો જ વિશિષ્ટ વિગતવર્ણનો લખે છે, સમજે છે, તે મુજબ પરિયોજનાના અમલની રૂપરેખા ઘડે છે અને તેમાંથી પરિણમતા વિવિધ ઉકેલ વિકસાવે છે.
મારું માનવું છે કે વિખ્યાત ગુણવત્તા આપવી હોય, તો લોકો તો કાબેલ હોવાં જોઇએપ્રક્રિયા તો સફળતા માટે તેમજ જોખમ સાથે આયોજિતપણે કામ પાર પાડવા માટેનું ઉદ્દીપક છે. પરિયોજનાની સફળતા (કે નિષ્ફળતા)ની સહુથી પ્રબળ (કે નિર્બળ) કડી તો હંમેશાં પરિયોજના સાથે સંકળાયેલાં લોકો જ રહેવાનાં.
સંચાલકો / અગ્રણીઓ માટે મહત્ત્વનો પડકાર છે - ગુણવત્તા એ દરેકની જવાબદારી છે તે ભાવના સ્વીકારતી, "ગુણવત્તા સચેત", ટીમનું ગઠન કરવાનો.
વિકાસ કે ચકાસણીની સુસ્પષ્ટ માર્ગદર્શિકાઓ કોઈને નબળી પેદાશ કે સેવા (ઘટક) બનાવતાં રોકી નથી શકવાની.સારાં પરિણામની નીપજને સંસ્થાનાં ઉદ્દેશ્ય સાથે પૂરી સોચ સમજથી સાંકળવી અને તેને સિદ્ધ કરવા માટે યુકતતમ માર્ગ અપનાવતાં રહેવું, તે તો દરેક વ્યક્તિની સ્વાભાવિક આંતરસૂઝ છે. તેથી જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, સંકળાયેલાં લોકો પરકારણકે નિરાકરણોના વિકાસ માટેની ઔપચારિકકે પછી અનૌપચારિકપ્રક્રિયાઓનો જીવંત, સ્વૈચ્છિક અને સમજ સાથેનો અમલ તો તેઓ જ કરે છે.
યોગ્ય સંચાલન માળખું ઘડવામાં, જોખમોની સાથે કામ પાડવામાં અને યોગ્યનિર્ણયો લેવામાંપ્રક્રિયાઓ મદદરૂપ જરૂર થાય છે. વધારે સારી રીતે કામ કરવામાં પ્રક્રિયાઓ લોકો માટે બહુ સારાં સાધન નીવડી શકે. પ્રક્રિયાઓ વિકાસને પ્રવેગ આપી શકનાર બળ બની રહે; તે માટે આપણી પ્રાથમિકતાઓ, વ્યાપાર મૉડેલ અને ભૂતકાળની સફળતાઓમાં ખરેખર કયાં પરિબળોએ ભાગ ભજવ્યો હતો તે સમજવું મહત્ત્વ્નું બની રહે છે. અન્યથા એ જ પ્રક્રિયાઓ માથાં પરનો વધારાનો બોજો બની રહે છે.
વિખ્યાત ગુણવત્તા પીરસવી હોય, તો તે માટે યોગ્ય પ્રક્રિયાઓને યોગ્ય સમયે યોગ્ય સાધનો તરીકે યોગ્ય લોકોવાપરતાં હોય તે સંસ્થાની સંસ્કૃતિના પર્યાવરણના પાયામાં જ વણાઈ ગયેલ હોવું જોઇએ.