મંગળવાર, 12 ઑગસ્ટ, 2014

સમલૈંગિકતા માટેના ઘૂટાયેલા અભાવને હિંદુત્વ સાથે કંઇ સંબંધ ખરો ? - દેવદત્ત પટ્ટનાઇક

clip_image003IPCની કલમ ૩૭૭ની તરફેણમાં આવેલા સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી, મને કેટલીક પ્રાદેશીક ટીવી ચૅનલો પર સમલૈંગિકતા અને હિંદુત્વના વિષયની ચર્ચામાં ભાગ લેવા બોલાવાયો હતો. હિંદુ પુરાણો તેમ જ રામાયણ અને મહાભારતની કથાને આજના સંદર્ભે રજૂ કરતાં મેં પુસ્તકો લખ્યાં છે, એટલે એક રીતે તો આ વિષયના નિષ્ણાતની ભૂમિકામાં આ ચર્ચામાં ભાગ લેવા માટે મને બોલાવાયો હતો એમ કહી શકાય.

જો કે મને દરેક જગ્યાએ બહુ જ વિશિષ્ટ અનુભવ થયા : હું સર્વોચ્ચ દાલતના ચુકાદાની તરફેણ કરતાં કરતાં સમલૈંગિકતાના હિંદુત્વમાં અસ્વીકાર કરીશ એમ માની લેવાયું હોય તેમ જણાતું હતું. જ્યારે મારી રજૂઆત એ પ્રકારની ન રહી ત્યારે તેમાંના ઘણાંને (સાનંદ) આશ્ચર્ય પણ થયું.

આથી હું વિચાર કરતો થઇ ગયો કે મૂળભૂત રીતે હિંદુઓ સમલૈંગિકતાને વખોડી જ કાઢે એમ શા માટે માની લેવાતું હશે ? બાબા રામદેવ તેને તેજાબી ભાષામાં વખોડી કાઢે છે એટલે ? પણ તેમણે શ્રી શ્રી રવિશંકરની એ ટ્વીટ નથી જોઇ જેમાં તેમણે કહ્યું છે કે હિંદુ ધર્મમાં સમલૈંગિકતા એ અપરાધ નથી ?

ખરો પ્રશ્ન હિંદુ ધર્મ બાબતે નથી પણ ધર્મની બહુસ્વીકૃત સમજ વિષે છે. ધર્મ જાતિયતાની વિરૂધ્ધ જ હોય તેમ માની લેવામાં આવે છે. જાતીયતાને અધ્યાત્મિકતાના માર્ગ પરથી આડે માર્ગે લઇ જનાર અને બેધ્યાન કરી નાખનાર પ્રવૃત્તિની દૃષ્ટિએ જોવામાં આવે છે. બાઇબલમાં સેમસન જેવા યોધ્ધાઓની કથાઓ કહેવામાં આવી છે જેમણે ડીલાઇલાહ જેવી રમણીઓના મોહપાશમાં આવીને તેમની દૈવી શક્તિઓ ખોઇ નાખી. બૌધ્ધ ધર્મમાં નિર્વાણની ખોજમાં નીકળેલા ગૌતમને અભરખાઓના દાનવ, મારા,ની પુત્રીઓના પ્રભાવને અતિક્રમતા દર્શાવાયા છે. કામુકતાના દેવ કામને પોતાનાં ત્રીજાં નેત્રની જ્વાળાઓથી ભસ્મીભૂત કરતા નાખતા શિવની પુરાણોમાં કહેવાયેલી કથા પણ આપણે જાણીએ છીએ. પરંપરાગત રીતે, બ્રહ્મચર્યને પવિત્રતા સાથે સાંકળી લેવાયેલ છે. જાતીય સંબંધો માત્ર લગ્ન સંબંધના દાયરામાં જ સ્વીકાર્ય ગણાયેલ છે. માત્ર આનંદ માટે કરાતી જાતીય કોઇ પણ પ્રવૃત્તિને ગંદી, અસામાજિક અને દુર્વ્યવહાર ગણવામાં આવે છે.

એટલે એમ માની લેવામાં આવ્યું છે કે જાતીયતાને પ્રજોત્પાદન સાથે કંઇ લેવા દેવા નથી, તે તો માત્ર કોઇ બે બે પુરુષ કે કોઇ બે સ્ત્રી કે બે નાન્યતર લોકોવચ્ચે આનંદનું સાધન માત્ર છે. જે જાતીય પ્રવૃત્તિમાં પ્રજનન અંગો ન વપરાતાં હોય તે હીન, અધાર્મિક, અનૈતિક અને દાનવી પ્રવૃત્તિ જ ગણાય. બાઇબલનાં સમયમાં જાતીય સ્ખલન પ્રકારની પ્રવૃત્તિઓમાં રત હોવાને કારણે જે શહેર, સોડૉમ,નો ઈશ્વરે નાશ કર્યો હતો તેનાં નામ પરથી ગુદા-મૈથુનને લગતા 'સોડૉમી' કાનૂન બનાવીને બ્રીટીશરોએ આવી માન્યતાને વધારે પુષ્ટિ આપી. આથી પોતાની વસીયતને ભુંસી કાઢવાનું જોખમ વહોરીને પણ પોતાની જાતને શુદ્ધ , પવિત્ર, સાબિત કરવા માટે કરીને બ્રિટીશ સામ્રાજયનાં, હિંદુઓ સુધ્ધાં, બધાં જ નાગરિકો આ પ્રકારની અઘટિત પ્રવૃત્તિથી દૂર રહેવા લાગ્યાં.

પરંતુ હિંદુ ધર્મમાં વળી એક બહુ વિચિત્ર સમસ્યા છે. મોટા ભાગના ધર્મોના આદેશોનો અમલ નિયમો દ્વારા થતો હોય છે. પણ હિંદુ ધર્મમાં આવું નથી.હિંદુ ધર્મમાં નિયમો કોઇ ચોક્કસ સંપ્રદાયને આધીન રહ્યા છે. અને સંપ્રદયો તો હજારો છે. એટલે સમગ્ર હિંદુ ધર્મને લાગુ પડે તેવા નિયમો તો જોવા જ નહીં મળે. તો આ બધું શેના થકી સંકળાયેલું રહે છે ? એ સમજવા માટે આપણે હિંદુ ધર્મની બે વિશિષ્ટતાઓ - શ્રુતિ અને સ્મૃતિ - વિષે સમજવું પડશે.
 
  • 'સન્ડે ટાઈમ્સ'માં ઑગસ્ટ ૧૫, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, Hindu, not Homophobic, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ડીસેમ્બર ૧૭, ૨૦૧૩ના રોજ ArticlesBlogIndian MythologyWorld Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઑગસ્ટ ૧૨, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો