દીર્ઘ દર્શન ક્યારે ઉપયોગી નીવડે ? કેટલાંક દીર્ઘ દર્શન ધ્યેય સિદ્ધિ તરફ લોકોને કેમ જોશ પૂરૂં પાડે છે, તો કેટલાંક માત્ર આંખો જ આંજી દઇને ભાવિચિત્રને કેમ ધુંધળું કરી નાખે છે ?
બધાં જ વિખ્યાત દીર્ઘ દર્શનોમાં એક સમાનતા બહુ સ્પષ્ટ છે કે તેઓમાં આ ત્રણે સવાલોનો જવાબ હોય છે :
૧) આપણે ક્યાં જઇ રહ્યાં છીએ ? (મંજિલ)
૨) આપણે શું કરી રહ્યા છીએ ? આપણાં ધ્યેય કયા બૃહદ ધ્યેયની સિદ્ધિ કરવામાં યોગદાન આપી રહ્યાં છે ? (પ્રયોજન)
3) આપણા નિર્ણયો અને આપણાં કામની પ્રવૃત્તિઓનું ચાલક બળ કયાં મૂલ્યો છે ? (મૂલ્યો)
જે દીર્ઘ દર્શન આ ત્રણે બાબતોને આવરી લેતું હોય છે તે અવિરત ઉર્જાનો સ્ત્રોત બની રહેતું હોય છે. લોકો પોતે જે માને છે અને કંપની જે દિશામાં આગળ વધવા માગે છે તે બંને વચ્ચે બહુ ગાઢ સંબંધ જોઇ શકવાને કારણે કામ પ્રત્યેની નિષ્ઠા પણ બહુ જ પ્રગાઢ બની રહે છે. પોતે શું કરી રહ્યાં છે, શા માટે કરી રહ્યાં છે અને તેમનાં કામનું મહત્વ શું છે તે બાબતે દરેક વ્યક્તિ બહુ સ્પષ્ટ હોય છે.
મંજિલ
દીર્ઘ દર્શન ભવિષ્યની અતિવાંછનીય સ્થિતિનું ચિત્ર પૂરૂં પાડે છે, પણ એ ચિત્ર માત્ર અંતિમ પરિમાણ જ બતાવે છે, ત્યાં સુધી પહોંચવા માટેની પ્રક્રિયા નહીં.
માત્ર "સકારાત્મક વિચારસરણી" જેવા અસ્પષ્ટ ખયાલ કરતાં તે ઘણું વધારે ચોક્કસ અને મૂર્ત નિરૂપણ છે. "દરેક ટેબલ પર એક કમ્પ્યુટર હશે" જેવાં કથનમાંથી ફલિત થતું, આપણી સમક્ષ નજરે ચડતું, એ ચિત્ર હોય છે.
બધાં જ લોકોની સમક્ષ જ્યારે સમાન દીર્ઘ દર્શન નજર સમક્ષ હોય છે ત્યારે તેઓ સફળતાનું પણ એક સરખું ચિત્ર જોઇ રહ્યાં હોય છે. જેમ કે દુનિયાના દરેક દેશમાં અંગ્રેજી અને તે દેશની મુખ્ય ભાષાઓમાં ઉપલબ્ધ રહેવું જોઇએ એવું સીએનએનનું સમૂહ દીર્ઘ દર્શન, ટીવીના એકોએક પરદા પર સીએનએન જોવાતું હોય તેવું ચિત્ર દરેક કર્મચારીની સમક્ષ ખડું કરી દે છે. આને કારણે આ અંતિમ ધ્યેયથી પોતે કેટલાં દૂર કે નજીક છે તે કોઇ પણ કર્મચારી સમજી શકે છે.
અંતિમ મંજિલનું ચિત્ર કમાલની ઊર્જા પેદા કરી શકે છે. '૧૯૬૯ સુધીમાં મનુષ્ય ચંદ્ર પર કદમ મૂકી દેશે' એવાં ચંદ્ર આરોહણનાં એપોલો યાન પ્રકલ્પનાં દીર્ઘ દર્શન વિધાનને કારણે પ્રકલ્પમાં જોડાયેલ દરેક વ્યક્તિનાં મનમાં બહુ જ સ્પષ્ટ ચિત્ર બની રહ્યું હતું, જેને કારણે પ્રકલ્પનાં કામમાં અનુભવાતી સમગ્ર ઉર્જા એકાગ્ર બની રહી હતી.પ્રકલ્પ શરૂ થયો ત્યારે તો જરૂરી ટેક્નોલોજીનાં પણ ઠેકાણાં નહોતાં.પણ દેખીતા દરેક અવરોધને અતિક્રમી સમગ્ર ટીમ એક ભવ્ય અને ઉત્કૃષ્ટ કામગીરી સિધ્ધ કરી શકી.
પ્રયોજન
પરંતુ, મંજિલનું ચિત્ર સ્પષ્ટ હોય એટલું જ ત્યાં સુધી પહોંચવા માટે પૂરતું નથી. લોકોને એ માટેનું પ્રયોજન પણ સમજાવું જોઇએ. 'કેમ ?' ખબર હશે તો દરેક સીમાચિહ્ન પછીના 'હવે પછી શું?' સવાલનો જવાબ ખોળવો અઘરો નહીં લાગે.
અમેરિકા ૧૯૬૯ સુધીમાં માનવીને ચંદ્ર પર શા માટે પહોંચાડવા માગતું હતું? અવકાશ આધિપત્યની હરીફાઇ જીતવી હતી ? કે તારક યુદ્ધો છેડવાની તૈયારી કતી ? કે જ્યાં કોઇ નથી પહોંચ્યું તેવી દરેક જગ્યાએ અમેરિકા પહેલું પહોંચવા માગતું હતું ? પહેલાં માનવ કદમની સિધ્ધિ મેળવ્યા બાદ નાસા પાસે "હવે પછી શું ?" ધ્યેય સુસ્પષ્ટ કરતું વિધાન ન હોવાને કારણે કામગીરીમાં પણ શિથિલતા અને પ્રગતિમાં કંઇક અંશે દિશાહીનતા જોવા મળે છે.
અગ્રણીએ પોતાના (કે સંસ્થાના) દૃષ્ટિકોણને ગ્રાહકના દૃષ્ટિકોણથી જોઇ શકાય તે રીતે રજૂ કરવો જોઇએ.
બહુ જ અગ્રીમ કક્ષાનાં કન્સલટન્ટ, મૅરી પાર્કર ફૉલેટ્ટને ૧૯૨૦ના દાયકામાં બારીઓના પડદા બનાવતી કંપનીને માર્ગદર્શન આપવા કહેવાયું. તેમના વ્યાપારની વ્યાખ્યા કરવાનું પૂછતાં, એ કંપનીના સંચાલકોએ જણાવ્યું કે, "અમે બારીઓના પડદા બનાવીએ છીએ." તેમણે તેઓને પોતાના વ્યાપારને તેઓ કે બનાવી રહ્યા છે એવાં ઉત્પાદનો કે સેવાઓની દૃષ્ટિએ નહીં પણ તેમના ગ્રાહકોની દૃષ્ટિએ જોવાનું કહ્યું : લોકો શા માટે પડદા ખરીદે છે ? - બારીમાંથી આવતા પ્રકાશનાં નિયમન માટે અને પોતાનાં અંગત એકાંત માટે. આ દ્રૂષ્ટિકોણથી વ્યાપારને જોતાંવેંત નવાં ઉત્પાદનો બનાવવાની અને વેંચાણ કરવાની નવી વ્યૂહર્ચનાઓ કેટલીય નવી શકયાતાઓ સામે આવી ગઇ, પ્રકાશનાં નિયમન અને વૈયક્તિક કે સામુહીક એકાંત માટે તો કેટલાય વિકલ્પો હોઇ શકે ને !
સીએનએનનું કહેવું છે કે તેઓ મનોરંજનના નહીં પણ દીલધડક સમાચાર, સૌથી પહેલાં, રજૂ કરવાના વ્યવસાયમાં છે. તેઓ જરૂર મુજબ સમાચાર રજૂ કરતા રહે છે, કારણકે અજના બદલતા સમયમાં દરઓજ સાંજે સાત વાગે એકઠાં થઇને સમાચાર જોવાનો સમય હવે બધાં પાસે જોતો નથી.સીએનએન પોતાના ઉદ્દેશ્યને ગ્રાહકની જરૂરીયાતના દૃષ્ટિકોણથી જૂએ છે. આને કારણે વિશ્વમાં બનતી કોઇ પણ મહત્વની ઘટનાને સૌથી પહેલાં રજૂ કરવા માટે સજ્જ રહેવા જરૂરી ટેક્નોલોજીમાં તેઓ વ્યૂહાત્મક રોકાણ કરતાં જ રહે છે.
મૂલ્યો
જો કે મંજિલનું ચિત્ર કે સ્પષ્ટ પ્રયોજન પણ પૂરતાં નથી. પ્રયોજનની સ્પ્ષ્ટતાને કારણે શું કરવું તે તો સમજાય, પણેને સિધ્ધ કરવા કયો માર્ગ અપનાવવો તેની માર્ગદર્શિકાતો હજૂ નથી જ મળી. આપણાં મૂલ્યોની બહુ પારદર્શક સ્પષ્ટતા અને તેનો તેને અનુરૂપ અમલ કોઇપણ અડચણો, પ્રતિકુળતાઓ કે પરિવર્તનો સામે પણ ટક્કર લેવાનું જોશ બરકરાર રાખે છે. મૂલ્યો લોકોની લાગણીઓને સ્પર્શે છે, જેને કારણે લોકોનાં મનમાં ઊંડે ઊંડે પણ કલ્પેલ માપદંડો મૂર્ત થતાં રહે છે.
મૂલ્યો એ દૃઢ માન્યતાઓ છે જે શું યોગ્ય અને શું અયોગ્ય કે શું મહત્ત્વનું કે શું બિનમહત્ત્વનું છે જેની પસંદગી અને અમલ માટેની માર્ગદર્શિકા બની રહે છે.આપણાં દીર્ઘ દર્શનને સિધ્ધ કરવા માટે આપણે રોજેરોજ શું કરીશું તેનું વર્ણન પણ આપણાં મૂલ્યોમાં જોવા મળે છે.
તેમનાં મૂલ્યો ખરા અર્થમાં તેમનું ચાલક બળ છે, એટલે જ્હોન્સન એન્ડ જ્હોન્સનનાં અગ્રણી સંચાલકો બહુ જ જાણીતા એવા ૧૯૮૨ના ટાયલનૉલનાં ચેડાંવાળા કિસ્સામાં બહુ જ ઝડપથી સાચા નિર્ણય પર આવી શક્યાં હતાં.
સફળ થતાં દીર્ઘ દર્શનનાં એક જ વિધાનમાં આ ત્રણેય ઘટક હોય છે
માત્ર સ્પષ્ટ મંજિલ કે પ્રયોજન કે મૂલ્યો હંમેશાં માર્ગદર્શન અને પ્રેરણા નહીં પૂરાં પાડી શકે.અસરકારક દીર્ઘ દર્શન વિધાનમાં ત્રનૅય એક સાથે હોવાં જરૂરી છે.
હેન્રી ફોર્ડનું સ્વપ્ન હતું કે સામાન્ય નાગરીક પણ કાર વાપરતો હોય. કાર માત્ર ઉચ્ચ વર્ગ માટે જ નહીં પણ સામાન્ય વર્ગને પણ પરવડવી જોઇએ.એટલે તેમની કંપનીનો ઉદ્દેશ્ય દરેકને પરવડે તેવાં પરિવહન (ઑટોમોબાઇલ)નાં ઉત્પાદન કરવાનો અને લોકો સુધી પહોંચતાં કરવાનો હતો. આની પાછળ માત્ર ઉચ્ચ વર્ગ જ નહીં પણ સમાજના દરેક વર્ગને પરવડે તેવાં ઉપાદનો બનાવવાનાં મૂલ્યની ભાવના પણ અહીં જોવા મળે છે. આ દીર્ઘ દર્શનની મંજિલ છે - વિવિધ પ્રકારની, સમાજના દરેક વર્ગ વડે ચલાવતી કાર રોડ પર જોવા મળવી જોઇએ. જેમ જેમ તેમનાં દીર્ઘ દર્શનનો અર્થ સમજાતો જાય, તેમ તેમ તેને સિધ્ધ કરવાનાં સાધનો પણ સ્પષ્ટ થવા લાગે છે. મોટા પાયા પરની ઉત્પાદનની તેમની વ્યૂહ રચના આ દર્શનનો પરિપાક છે.
જે સંસ્થામાં લોકો સમાન ઉદ્દેશ્ય,મૂલ્યો અને એક સરખાં અંતિમ-પરિણામો ધરાવતાં હોય, ત્યાં અંદરોઅંદર એકબીજાં માટે વિશ્વાસપૂર્ણ વાતાવરણ બની રહેતું હોય છે, અને તેથી એકબીજાં વચ્ચેના ફરક, રચનાત્મકતા અને નવપરિવર્તનના સમાવેશ માટે વધારે અવકાશ પણ રહે છે.
-
અસલ અંગ્રેજી લેખ, The Key to Visions That Work લેખિકા જેસ્સૅ લીન સ્ટૉનરનાબ્લૉગપર સપ્ટેમ્બર ૧૨, ૨૦૧૧ના રોજ Picture of the Future, Purpose, Values, Vision and Strategy વિભાગ અને Apollo Moon Project, CNN, How to write a vision statement that works, Leadership, Mary Parker Follett, NASA, Purpose, Values, Vision and Strategy ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદક : અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૭ ઑગસ્ટ, ૨૦૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો